ભારત-ચીન સીમાવિવાદ : મોદીના મૌન પર રાહુલના પ્રશ્નો

વીડિયો કૅપ્શન, ભારત-ચીન હિંસક ઝડપ ઉપર વિપક્ષના નેતાઓએ શું કહ્યું ?

ભારત-ચીન સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપ મુદ્દે હાલ રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીના મૌન પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. વિપક્ષના અન્ય નેતાઓએ પણ ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક ઝડપ વિશે ટિપ્પણી કરી હતી.

લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી ઝડપમાં જીવ ગુમાવનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું છે કે દેશ આ બલિદાનને નહીં ભૂલે.

સપા નેતા અખિલેશ યાદવે પિતા અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી મુલાયમ સિંહ યાદવનો એક જૂનો વીડિયો પોસ્ટ કર્યો.

અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે સર્વપક્ષીય બેઠક બોલાવવાની અપીલ કરી.

ગુજરાતમાં અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડા પ્રધાન મોદી અને શી જિનપિંગની તસવીર પોસ્ટ કરી કટાક્ષ કર્યો.

બહુજન સમાજ પાર્ટનાં નેતા માયાવતીએ આ મુદ્દા પર સરકારનો સાથ આપ્યો.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો