કોરોના વાઇરસ વિશે દલાઈ લામાએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ મહામારી મુદ્દે દલાઈ લામા શું બોલ્યા?

તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ કહ્યું છે કે કોરોના વાઇરસ મહામારીના સમયમાં લોકોએ દેખાડેલી કરુણાથી તેઓ પ્રભાવિત થયા છે.

દલાઈ લામાએ બીબીસીને આપેલી ખાસ મુલાકાતમાં કહ્યું કે આ મહામારીએ લોકોને વૈશ્વિક સમુદાયનો ભાગ બનવાની તક પૂરી પાડી છે.

કોરોના વાઇરસની આ મહામારીમાં અમે દલાઈ લામાને વીડિયોના માધ્યમથી મળ્યા. તેમણે કબૂલ્યું કે તેમણે પણ અહીં હિમાલયમાં આવેલા તેમના મહેલમાં જ રહેવું પડ્યું છે.

બીબીસી સંવાદદાતા જસ્ટિન રૉલેટે દલાઈ લામા સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી વાતચીત કરી.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો