કોરોના વાઇરસ : ચીનની એ જગ્યા જ્યાં સંક્રમણ ફરીથી ફેલાયું

વીડિયો કૅપ્શન, ચીનની એ જગ્યા કોરોન વાઇરસ જ્યાં ફરીથી ફેલાયો

સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની ઉત્પત્તિ ચીનમાં થઈ હોવાનું કહેવાય છે.

હવે જ્યારે સમગ્ર દુનિયામાં આ વાઇરસ પગપેસારો કરી ચૂક્યો છે ત્યારે ચીનમાં આ વાઇરસ નામશેષ બની ગયો હોવાના સમાચાર આવતા હતા.

પરંતુ સમાચાર એજન્સી રૉયટર્સના હવાલાથી જાણવા મળ્યું છે કે ચીનમાં જીવલેણ વાઇરસે ફરી એક વાર દસ્તક દીધી છે.

ચીનની રાજધાની બીજિંગમાં ખેતપેદાશોનું એક હૉલ-સેલ માર્કેટને કોરોના વાઇરસને કારણે બંધ કરવું પડ્યું હોવાના સમાચાર મળ્યા છે.

પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર અહીં પાછલા બે દિવસોથી કોરોના વાઇરસના સ્થાનિક સંક્રમણના કેસ સતત વધી રહ્યા હતા.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો