કોરોના વાઇરસ જિનોમ : બ્રિટનમાં ચાલી રહેલું સૌથી મોટું સંશોધન શું છે?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ જિનોમ : બ્રિટનમાં ચાલી રહેલું સૌથી મોટું સંશોધન શું છે?

કોરોના વાઇરસનાં સ્વરૂપોને અલગ તારવવાં બ્રિટનમાં વિશ્વનું સૌથી મોટું સંશોધનકાર્ય ચાલી રહ્યું છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બ્રિટનના વિવિધ ભાગોમાં તેમને કોરોના વાઇરસનાં થોડાં અલગઅલગ સ્વરૂપો જોવાં મળ્યાં છે.

યુકેના નોર્ફોલ્કમાં ક્વૉડ્રેમ ઇન્સ્ટિટ્યૂટની ટીમ વાઇરસના ફેલાવા સંદર્ભે તેના વિવિધ જિનોમ એટલે કે વંશસૂત્રોની યાદી તૈયાર કરવાના પ્રોજેક્ટમાં મદદ કરી રહી છે.

આ જુદાજુદા જીનોમની જાણકારી મળવાથી વાઇરસ કેવી રીતે ફેલાઈ રહ્યો છે તે જાણવામાં અને તેને કાબૂમાં લેવામાં મદદ મળી શકે છે.

યુકેના નોર્વિચમાં આવેલી નવી લૅબમાં કોરોના વાઇરસ મામલે વિશ્વનું અગ્રણી સંશોધનકાર્ય હાથ ધરાઈ રહ્યું છે. જુઓ વીડિયો.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો