Aam Aadmi Party : દિલ્હીમાં જીત બાદ આપની ઉજવણી, પણ શાહીનબાગ ચૂપ કેમ?
દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામ બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે અરવિંદ કેજરીવાલ ફરી વાર મુખ્ય મંત્રી બનશે.
દિલ્હીની ચૂંટણીમાં શાહીનબાગ ચર્ચાસ્પદ જગ્યા બની હતી. શાહીનબાગ દેશમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચાલી રહેલાં આંદોલનોનું કેન્દ્ર બની ગયું છે.
દિલ્હીની ચૂંટણીમાં એક નિવેદન આપવામાં આવ્યું હતું, "શાહીનબાગના લોકો ઘરમાં ઘૂસીને તમારી વહુઓ-દીકરીઓ પર બળાત્કાર કરશે."
આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીતની ઉજવણી ચાલી રહી હતી ત્યારે શાહીનબાગમાં મતગણતરીના દિવસે લોકો મોઢાં પર પટ્ટી બાંધીને વિરોધ કરી રહ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો