‘અમે કૂતરાના મોતે મરી રહ્યા છીએ’
હજી તો ગરમીની શરૂઆત થઈ છે ત્યાં રાજધાનીમાં પાણીના ઝઘડા ચરમ પર પહોંચી ગયા.
એટલે સુધી કે આ ઝઘડામાં એક 60 વર્ષની વ્યક્તિની માર મારીને હત્યા કરી દેવામાં આવી.
પાણીના ટેંકર આવ્યા પછી બે પક્ષો વચ્ચે ઝઘડો થયો અને આ ઝઘડો એટલે સુધી વકર્યો કે એક વ્યક્તિનું મોત નિપજ્યુ.
પોલીસે ચાર યુવકોની વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
પરંતુ સ્થાનિક લોકોમાં આમ આદમી પાર્ટીની સરકાર સામે ભારે રોષ જોવા મળ્યો.
મફત વીજળી પાણી આપવાના વાયદા સરકાર પૂરા નથી કરી શકી ઉપરથી પાણીની તંગી વિષેના રદિયા દિલાસાથી લોકો નારાજ છે.
જો કે સરકારનું કહેવું છે કે હરિયાણાથી આવતા પાણીમાં ઘટાડો થયો છે જેના કારણે પાણીની તંગી ઉભી થઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો