પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન રાજીનામું આપશે?

ઇમરાન ખાને કૅબિનેટની બેઠક બોલાવી હતી. બેઠક બાદ શેખ રાશિદે કહ્યું કે ઇમરાન ખાન પર કૅબિનેટે ભરોસો વ્યક્ત કર્યો છે અને તેઓ રાજીનામું નહીં આપે.

લાઇવ કવરેજ

  1. કચ્છ ભૂકંપના 21 વર્ષ બાદ પણ દુકાન અને ઘરના હક માટે રાહ જોતા લોકોની કહાણી

  2. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન રાજીનામું આપશે?

    ઇમરાન ખાન

    ઇમેજ સ્રોત, Imran Khan

    પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદ અહમદે કહ્યું કે ઇમરાન ખાન બુધવારે સાંજે દેશના લોકોને સંબોધન કરશે.

    ઇમરાન ખાને આજે બપોરે કૅબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ શેખ રાશિદે કહ્યું કે ઇમરાન ખાન પર કૅબિનેટે ભરોસો વ્યક્ત કર્યો છે અને તેઓ રાજીનામું નહીં આપે.

    તો પાકિસ્તાનના માહિતી અને પ્રસારણમંત્રી ફવાદ ચૌધરીએ પણ કહ્યું હતું કે ઇમરાન ખાન રાજીનામું નહીં આપે.

    ઇમરાન ખાને 27 માર્ચે પોતાની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફની રેલીમાં એક ચિટ્ઠી લહેરાવીને કહ્યું હતું કે કેટલીક વિદેશી તાકતો તેમની સરકાર ઊથલાવા માગે છે.

  3. અમેરિકામાં ભારત કરતાં પણ પેટ્રોલ કેમ મોઘું થઈ ગયું, ઇંધણ માટે વિદેશ જાય છે લોકો

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  4. ઇમરાન ખાન તેમની 'સરકાર ઉથલાવવાના આંતરરાષ્ટ્રીય કાવતરા'ના પુરાવા રજૂ કરશે

    ઇમરાન ખાન

    ઇમેજ સ્રોત, PTI

    પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે વિદેશી કાવતરાના પુરાવાવાળા દસ્તાવેજ દેશના શીર્ષ પત્રકારો અને સહયોગી દળોના નેતાઓને દેખાડવા માટે તૈયાર છે. રવિવારના રાજધાની ઇસ્લામાબાદમાંં રેલી દરમિયાન ઇમરાન ખાને કહ્યું હતું કે તેમની સરકારને પાડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કાવતરું કરવામાં આવ્યું છે અને તેમની પાસે આના પુરાવા છે. પરંતુ પાકિસ્તાનની વિદેશ પાર્ટીઓએ આ દાવાને ફગાવી દીધો છે.

    એક કાર્યક્રમ દરમિયાન બુધવારના ઇમરાન ખાને કહ્યું હતું કે, "આ પત્ર પર શંકા કરવામાં આવી રહી છે. એટલે મેં નિર્ણય કર્યો છે કે હું પાકિસ્તાનના શીર્ષ પત્રકારોની સાથે તેને શૅર કરીશ. હું પોતાની સહયોગી પાર્ટીઓના નેતાઓ સાથે શૅર કરીશ."

    ઇમરાન ખાને કહ્યું કે તેઓ આ બધા લોકોને જણાવશે કે દસ્તાવેજ સાચો છે. અને જેટલું તેઓ કહેતા હતા તેના કરતાં આ કાવતરું ઘણું મોટું છે. પાકિસ્તાનનાં વિપક્ષી દળોએ ઇમરાન ખાનની સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાયો છે જેની પર 31 માર્ચથી ચર્ચા શરૂ થશે. આ પ્રસ્તાવ પર ત્રણ એપ્રિલના મતદાન થશે.

  5. રશિયા-યુક્રેન સંઘર્ષ : યુદ્ધથી ભાગતી યુક્રેનિયન મહિલાઓને દેહવેપારમાં કોણ ધકેલી રહ્યું છે?

    'જ્યારે હું પ્રથમ દિવસે લોકોની મદદ કરવા પહોંચી તો ઇટાલીના ત્રણ લોકો દેખાયા. તેઓ સુંદર મહિલાઓને શોધી રહ્યા હતા, જેમને દેહવેપાર માટે વેચી શકાય. મેં પોલીસને બોલાવી ને પછી ખબર પડી કે મારી ફરિયાદ યોગ્ય હતી. આ કોઈ ખરાબ સ્વપ્ન નહીં પણ હકીકત હતી.'

    યુક્રેન પર રશિયાના હુમલા બાદ શરણાર્થી તરીકે બીજા દેશમાં જઈ રહેલી મહિલાઓને દેહવ્યાપારમાં વેચી દેવાનો ખતરો વધી રહ્યો છે અને અનેક મહિલાઓ માનવતસ્કરોની ચુંગાલમાં ફસાઈ રહી છે.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  6. રાજસ્થાન: મહિલા ડૉક્ટરના આપઘાતના મામલામાં રાજ્યમાં ખાનગી હૉસ્પિટલ્સમાં ડૉક્ટર્સે કાર્યના બહિષ્કાર કર્યો

    ડૉક્ટર્સની હડતાલ

    ઇમેજ સ્રોત, Moharsinh Meena

    રાજ્યમાં દૌસા જિલ્લાના લાલસોટમાં મંગળવારના એક મહિલા ડૉક્ટરના આપઘાત બાદ રાજ્યભરમાં ડૉક્ટર્સ રોષે ભરાયા છે.

    બુધવારે જયપુરના સ્ટેચ્યૂ સર્કલ પર મોટી સંખ્યામાં ડૉક્ટર્સે વિરોધપ્રદર્શન કર્યું અને દોષિતો સામે કાર્યવાહી નહીં થવા પર આંદોલનની ચિમકી આપી.

    ડૉક્ટર્સે રાજ્યભરની ખાનગી હૉસ્પિટલ્સમાં 24 કલાક કામનો બહિષ્કાર કર્યો છે ત્યાર રાજ્યની સરકારી હૉસ્પિટલોના ડૉક્ટર્સે બુધવાર સવારે નવ વાગ્યાથી 11 વાગ્યા સુધી કામનો બહિષ્કાર કર્યો હતો.

    મૃતક ડૉક્ટર્સ અર્ચના શર્માની લાલસોટમાં એક ખાનગી હૉસ્પિટલ હતી. જ્યાં સોમવારે ડિલીવરી દરમિયાન પ્રસૂતિ કરાવવા આવેલાં એક મહિલાનું મૃત્યુ થયું હતું, ત્યાર બાદ પરિવારજનોએ હંગામો કર્યો અને ડૉ. અર્ચના સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોલીસ ફરિયાદ પછીથીજ તણાવમાં હતાં.

    આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

    સ્યુસાઇડ નોટ

    ઇમેજ સ્રોત, Moharsinh Meena

    ઇમેજ કૅપ્શન, ડૉ અર્ચનાની સ્યુસાઇડ નોટ

    મૃતક ડૉક્ટરની એક સ્યુસાઇડ નોટ સામે આવી છે. જેમાં ડૉક્ટરે લખ્યું છે કે, "મેં કોઈ ભૂલ કરી નથી, મેં કોઈને નથી મારી. હું મરી જાઉં તો કદાચ હું પોતાની જાતને નિર્દોષ સાબિત કરી શકીશ. હું મારા પતિ અને બાળકોને બહુ પ્રેમ કરું છું. કૃપા કરીને મારા મર્યા પછી તેમને પરેશાન ન કરવામાં આવે. પીપીએચ કૉમ્પ્લિકેશન છે, તેના માટે ડૉક્ટરોની પજવણી બંધ કરો."

    મૃતકના પતિ ડૉક્ટર સુનીત ઉપાધ્યાય પણ ડૉક્ટર છે. પતિ-પત્ની મળીને લાલસોટમાં એક હૉસ્પિટલ ચલાવતાં હતાં. ડૉક્ટર ઉપાધ્યાયે પણ લાલસોટ પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર દાખલ કરી છે જે પ્રમાણે હૉસ્પિટલમાં એક મહિલા દર્દીના મૃત્યુ પર કેટલાક લોકોએ હૉસ્પિટલનો ઘેરાવ કર્યો અને હત્યાનો કેસ દાખલ કરવા માટે પ્રશાસન પર દબાણ કરવાનું ગંદું રાજકારણ કરવાનો આરોપ કર્યો છે.

    રાજસ્થાનના આરોગ્ય તથા ચિકિત્સા મંત્રી પરસાદી લાલ મીણાના વિધાનસભા વિસ્તાર લાલસોટમાં જ આ ઘટના થઈ છે.

    આ મામલામાં રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, "દૌસામાં ડૉ. અર્ચના શર્માની આપઘાતની ઘટના ખૂબ દુ:ખદ છે. દર ડૉક્ટર દર્દીનો જીવ બચાવવા માટે પૂરતા પ્રયત્ન કરે છે પરંતુ કોઈ પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટના થતાં જ ડૉક્ટર પર આરોપ લગાવવું ન્યાયસંગત નથી. જો આ રીતે ડૉક્ટરને ડરાવવામાં આવશે તો તેઓ નિશ્ચિન્ત થઈને કેવી રીતે કામ કરી શકશે. આ મામલાની ગંભીરતાથી તપાસ થઈ રહી છે અને દોષિતોને છોડવામાં નહીં આવે.”

  7. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનની બહાર પોલીસ અને ભાજપ કાર્યકરો વચ્ચે અથડામણ

    દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ

    એનડીટીવીના અનુસાર દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનની બહાર ભાજપના કાર્યકર્તાઓના વિરોધપ્રદર્શનમાં પોલીસ સાથે અથડામણ દરમિયાન તોડફોડ અને હિંસાના અહેવાલો છે.

    દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર અસામાજિક તત્ત્વોએ હુમલો કર્યો છે.

    તેમણે કહ્યું કે અસામાજિક તત્ત્વોએ હુમલો કરીને સીસીટીવી કૅમેરા અને સિક્યૉકિટી બૅરિકેડ તોડી નાખ્યા અને ગેટ પર લાગેલા બૂમ બૅરિયર પણ તોડી નાખ્યા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    આમ આદમી પાર્ટીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે કેજરીવાલના ઘર પર હુમલો થયો છે. પાર્ટીનો આરોપ છે કે દિલ્હી પોલીસની હાજરીમાં આ બધું થયું હતું.

  8. ગુજરાતની હજારો શાળાઓમાં કમ્પ્યૂટર લૅબ નથી

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  9. આધાર અને પૅન કાર્ડ લિંક ન કરાવ્યું હોય તો આટલો દંડ ભરવો પડી શકે

    આધાર કાર્ડ અને પૅન કાર્ડ

    ઇમેજ સ્રોત, g

    ઇમેજ કૅપ્શન, આધાર કાર્ડ અને પૅન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે

    ઇકોનૉમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર આધાર કાર્ડ અને પૅન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 છે.

    આધાર કાર્ડ અને પૅન કાર્ડને લિંક નહીં કરાવનાર લોકોને એક એપ્રિલ પછીથી દંડ માટે બે સ્તરની વ્યવસ્થા કરવામાં આવી છે.

    સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટ ટેક્સ (સીબીડીટી)ના 29 માર્ચના એક નોટિફિકેશન મુજબ છેલ્લી તારીખ પછી ત્રણ મહિના સુધી પાંચ સો રૂપિયાનો દંડ ભરવો પડશે.

    આનો અર્થ એ થયો કે પહેલી એપ્રિલથી 30 જૂન 2022 સુધી આધાર-પૅન કાર્ડ લિંક કરવા પર 500 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.

    ત્યાર બાદ આધાર-પૅન કાર્ડ લિંક કરાવવા પર 1000 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.

  10. 'સૈન્ય કાર્યવાહીમાં ઘટાડાના રશિયાના વાયદા છતાં ચેર્નિહિવમાં હુમલા ચાલુ' - યુક્રેનના પદાધિકારીઓ

    યુક્રેનના પૂર્વમાં રશિયાની સેનાએ લુહાન્સ્ક શહેરના રહેણાક વિસ્તારમાં હુમલો કર્યા હોવાના અહેવાલ છે.

    ઇમેજ સ્રોત, Luhansk OVA

    ઇમેજ કૅપ્શન, યુક્રેનના પૂર્વમાં રશિયાની સેનાએ લુહાન્સ્ક શહેરના રહેણાક વિસ્તારમાં હુમલો કર્યા હોવાના અહેવાલ છે.

    યુક્રેનના ચેર્નિહિવ વિસ્તારના ગવર્નર અનુસાર રશિયાના હુમલામાં કોઈ કમી આવી નથી.

    ચેર્નિહિવના ગવર્નરે કહ્યું કે રશિયાએ સૈન્ય અભિયાનમાં ઘટાડો કરવાનો વાયદો કર્યો છતાં હુમલામાં કોઈ કમી જોવા નથી મળી રહી.

    ગવર્નર વિએચેસ્લાવ ચૌસે ટેલિગ્રામ ચેનલ પર કહ્યું, "શું અમને (વાયદા) પર ભરોસો છે? ના."

    ચૌસે કહ્યું કે, "રશિયાની સેના નિઝિન શહેરમાં હવાઇ હુમલા સહિત સૈન્ય કાર્યવાહી કરી રહી છે અને ચેર્નિહિવમાં આખી રાત હુમલા ચાલ્યા છે."

    ગઈકાલે, રશિયાએ ચેર્નિહિવની આસપાસ સૈન્ય કાર્યવાહીમાં ઘટાડો કરવાનો વાયદો કર્યો હતો.

    બીજી તરફ યુક્રેનની સમાચાર સંસ્થા ઇન્ટરફેક્સ અનુસાર યુક્રેનના પૂર્વમાં રશિયાની સેનાએ લુહાન્સ્ક શહેરના રહેણાક વિસ્તારમાં હુમલો કર્યા હોવાના અહેવાલ છે.

    લુહાન્સ્કના સ્થાનિક સૈન્ય વડા સેરહિય હૈદેએ ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું કે સ્થાનિક સમય સવારે 6.30 વાગ્યાથી શેલિંગ શરૂ થઈ હતી.

    હૈદેએ કહ્યું કે, “ઊંચી ઇમારતોને ખાસ નુકસાન થયું છે” અને "કેટલીક જાનહાનિ" પણ થઈ છે.

    “મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યા જાણવાનું કામ ચાલુ છે, ઘટનાસ્થળ પર ખૂબ કાટમાળ છે”.

  11. પેટ્રોલના વધતા ભાવ અને 'પુષ્પા'

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  12. શું પુતિનનાં લક્ષ્યમાં પરિવર્તન આવ્યું છે?

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    રશિયાએ મંગળવારની શાંતિમંત્રણા બાદ કહ્યું કે કિએવ તથા યુક્રેનના ઉત્તરમાં સ્થિત ચેર્નિહિવ શહેરમાં સૈન્ય કાર્યવાહીમાં ઘટાડો કરશે.

    આના પરથી નિષ્ણાતો માને છે કે રશિયાએ પોતાની મહત્ત્વાકાંક્ષા પણ ઘટાડી છે. જોકે રશિયાએ દાવો કર્યો છે કે હુમલાના પ્રથમ તબક્કામાં તેણે પોતાના લક્ષ્યો હાંસલ કરી લીધાં છે, તેમાં યુક્રેનની સૈન્ય તાકાત ઘટાડવું સામેલ હતું.

    પરંતુ પૂર્વ તથા દક્ષિણ યુક્રેનમાં યુદ્ધ હજી ચાલુ છે જ્યાં રશિયાની સેના દક્ષિણમાં સ્થિત તટ પર લૅન્ડ કૉરિડોર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે.

    યુક્રેન પર રશિયાના હુમલાને એક મહિનાનો સમય થયો છે, રશિયાએ કહ્યું હતું કે તેનું મુખ્ય લક્ષ્ય ડોનબાસ વિસ્તારને આઝાદ કરાવવાનું હતું.

    પરંતુ સૈન્ય લક્ષ્યો ઉપરાંત રાષ્ટ્રપતિ પુતિનની માગ છે કે યુક્રેન ભવિષ્યમાં તટસ્થ રહે.

  13. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પાંચ દિવસ સુધી હીટ વેવની અસર, તાપમાનનો પારો 40 ડિગ્રી જવાનું અનુમાન

    હીટ વેવ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ગુજરાત સહિત રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં આવનારા પાંચ દિવસ સુધી હીટ વેવની અસર રહેવાનું હવામાન ખાતાનું અનુમાન

    ભારતીય હવામાન વિભાગ અનુસાર આવનારા પાંચ દિવસોમાં ગુજરાત, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં હીટ વેવનો પ્રભાવ જોવા મળશે.

    ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર હવામાન ખાતા અનુસાર હીટ વેવમાં આ રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે છે ત્યારે પહાડી વિસ્તારોમાં લઘુતમ તાપમાન 30 ડિગ્રી સુધી રહેશે.

    ત્યારે પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાન તથા મધ્ય પ્રદેશમાં બુધવારે હીટ વેવની અસર રહેશે. દિલ્હી અને હરિયાણામાં પણ ભયંકર ગરમીનો સામનો કરવો પડી શકે છે.

    બીજી બાજુ ઉત્તર-પૂર્વીય ભારતમાં આવનારા 24 કલાકમાં હળવોથી મધ્ય વરસાદ પડી શકે છે.

    બંગાળની ખાડીમાંથી દક્ષિણ-પશ્ચિમ દિશાથી પવનના પગલે ગાજવીજ સાથે વરસાદ રહેશે.

  14. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની સ્થાપનામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ભૂમિકા શું હતી?

    1 એપ્રિલ 1935માં ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના થઈ હતી.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, 1 એપ્રિલ 1935માં ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના થઈ હતી.

    ડૉ. બી. આર. આંબેડકરના આર્થિક વિચારો, તેમણે જુદા જુદા તબક્કે રજૂ કરેલા અભિપ્રાયો વગેરેને કારણે આરબીઆઈની સ્થાપનામાં તેમની અગત્યની ભૂમિકા રહી હતી.

    ડૉ. આંબેડકરને સામાન્ય રીતે ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે સદીઓથી શોષિત રહેલા દલિત સમાજને જાગૃત કર્યો હતો અને ભારતની જ્ઞાતિ વ્યવસ્થાને પડકાર ફેંક્યો હતો.

    તેમણે આ દિશામાં એકલે હાથે કરેલા ક્રાંતિકારી કાર્યોને કારણે તેમને મહામાનવ કહેવાયા હતા. તેમનું વ્યક્તિત્વ બહુ આામી હતું.

    તેઓ ધર્મ, નૃવંશશાસ્ત્ર, સમાજ શાસ્ત્ર અને રાજ્ય શાસ્ત્ર સહિતના વિષયોમાં નિષ્ણાત હતા. પરંતુ તેમના ભાષણો અને લખાણો પરથી એટલો ખ્યાલ આવે છે કે તેમનો સૌથી મનપસંદ વિષય અર્થતંત્ર હતો.

    જોકે ડૉ. આંબેડકર વિશે વાત કરવામાં આવે ત્યારે પ્રથમ તેમને બંધારણના ઘડવૈયા તરીકે અને દલિત લડત માટે યાદ કરવામાં આવે છે અને તે પછી જ તેમની અર્થશાસ્ત્રી તરીકેની પ્રતિભાની ચર્ચા થાય છે.

  15. ગીરની કેસર કેરી આ વર્ષે કેમ મોંઘી થવાની છે?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    કેરની સિઝન શરૂ થવા જઈ રહી છે, જોકે કેરીના ચાહકો માટા માઠા સમાચાર છે.

    આ વખતે કેસર કેરીનો સ્વાદ ફિક્કો પડી શકે છે. કેસર કેરી માટે જણીતા તલાલા અને ગીરમાં ગયા વર્ષે આવેલા તૌકતે વાવાઝોડાને પગલે પાકને મોટા પાયે નુકસાન થયું હતું.

    વાવાઝોડામાં ઉના અને ગિરગઢડાના મોટા બગીચાઓને ભારે નુકસાન થયું હતું. હવે આ વર્ષે તલાલા ગીરમાં કેસર બગીચાઓમાં જોઈએ એવો પાક આવ્યો નથી.

    વળી સતત વરસાદી માહોલને કરાણે કેરીનો પાક વિવિધ પ્રકારના રોગોનો સામનો કરી રહ્યો છે.

  16. ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં હુમલામાં પાંચ લોકોનાં મૃત્યુ

    તેલ અવીવમાં હુમલો

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, તેલ અવીવમાં ગોળીબારમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે

    ઇઝરાયલના તેલ અવીવના સીમાડે આવેલા એક વિસ્તારમાં ગોળીબારમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. આરોગ્ય અધિકારીઓ તરફથી આ લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી.

    છેલ્લા એક અઠવાડિયામાં જીવલેણ હુમલાની ત્રીજી ઘટના છે.

    ઇઝરાયલના અતિરુઢિચુસ્ત યહૂદી વિસ્તાર બ્નેઈ બ્રાકમાં આ ગોળીબાર થયો હતો.

    ઘટનાસ્થળ પર હાજર એક આરોગ્યકર્મીએ જાણકારી આપી કે હુમલો કરનાર પોલીસની ગોળીથી ઠાર મરાયો હતો.

    ગત મંગળવાર અને રવિવારે ઇઝરાયલના આરબોના હુમલામાં છ લોકોનાં મૃત્યુ બાદ સુરક્ષાદળો હાઈ એલર્ટ પર હતાં.

    બ્નેઈ બ્રાક અને પાડોશમાં આવેલા રમાત ગમ શહેરના રહેવાસીઓ અનુસાર મંગળવારે એક વ્યક્તિ ગાડીમાં આવી અને તેણે રસ્તા પર ગોળીઓ ચલાવી હતી.

    ઇઝરાયલના વડા પ્રધાન નેફ્ટાલી બેનેટે ઇમર્જન્સી સુરક્ષા બેઠક બોલાવી હતી.

    તેમણે કહ્યું કે, "ઇઝરાયલ ખૂની આરબ આતંકવાદની લહેરનો સામનો કરી રહ્યું છે. સુરક્ષાદળો તેમનું કામ કરી રહ્યાં છે. અમે ખંત, જીદ અને કડકાઈથી આંતકવાદ સામે લડીશું."

    પૂર્વ વડા પ્રધાન અને વિપક્ષના નેતા બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઇઝરાયલ આંતકવાદની એવી ખતરનાક લહેરનો સામનો કરી રહ્યું છે, જેવી છેલ્લા કેટલાંય વર્ષોમાં નથી જોઈ...ઇઝરાયલમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે નિર્ણાયક કાર્યવાહીની જરૂર છે".

    અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને હુમલાની ટીકા કરી હતી.

  17. યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીમાં ઘટાડો કરવાની જાહેરાત પર શું બોલ્યા નેતાઓ?

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી

    ઇમેજ સ્રોત, EPA

    ઇમેજ કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી

    રશિયા તરફથી યુક્રેનનાં કિએવ અને ચેર્નિહિવમાં સૈન્ય કાર્યવાહીમાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત સામે પ્રતિક્રિયા આપતા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કહ્યું કે, "યુક્રેનના લોકો ભોળા નથી."

    તુર્કીના ઇસ્તાંબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં રશિયાએ આ વાયદો કર્યો હતો.

    પરંતુ ઝૅલેન્સ્કીએ કહ્યું કે મંત્રણા હકારાત્મક દિશામાં જતી હોવાના પ્રારંભિક સંકેત મળી રહ્યા છે પરંતુ શાંતિમંત્રણા રશિયા તરફથી થતા શેલિંગના અવાજને ઢાંકી શકતી નથી.

    બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે,"જ્યાર સુધી હું તેમની કાર્યવાહી નહીં જોવું ત્યાર સુધી હું આમાં કંઈ ખાસ જોઈ શકતો નથી."

    અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે, "રશિયા જે કહે છે અને કરે છે તેમાં અંતર હોય છે."

    યુકે, ફ્રાન્સ, જર્મની અને ઇટાલીએ પશ્ચિમી દેશોને રશિયા સામે સાવચેત રહેવાની વિનંતી કરી છે.

  18. કર્ણમ મલ્લેશ્વરી : 'હું કદી હારતી નથી', ઑલિમ્પિકમાં મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલાની કહાણી

  19. પાકિસ્તાનમાં ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી, વધુ એક પાર્ટીએ છેડો ફાડ્યો

    પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન

    પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની વિરુદ્ધ નેશનલ એસેમ્બલીમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલાં તેમની સહયોગી પાર્ટી મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન એટલે એમક્યૂએમ-પીએ તેમની વિરુદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી છે.

    મંગળવારે મોડી રાત્રે એમક્યૂએમ-પીની વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન સાથે બેઠક થઈ અને બધુવારે પાર્ટીએ પોતાના નિર્ણયની જાહેરાત કરી.

    મંગળવારના સવારે પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારીએ ટ્વીટ કરીને કહ્યું, "સંયુક્ત વિપક્ષ અને એમક્યૂએમ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. અમે કાલે એક પ્રેસ કૉન્ફરન્સમાં મીડિયાની સાથે આ નિર્ણયની જાણ કરીશું. પાકિસ્તાનને અભિનંદન."

    આ નિર્ણય બાદ ઇમરાન ખાનની પાસે સરકારમાં રહેવા માટે જરૂરી સંખ્યા પૂરી કરવાનો સંકટ વધતો જાય છે.

  20. યુક્રેન યુદ્ધ સમયે ભારત કેમ રશિયામાંથી વધુ ખનીજ તેલ ખરીદી રહ્યું છે?

    ઓઇલ

    ઇમેજ સ્રોત, Getty Images

    પશ્ચિમ તરફથી પ્રતિબંધો કડક કરવામાં આવી રહ્યા છે ત્યારે રશિયા પોતાના ખનીજ માટે નવા ગ્રાહકો શોધી રહ્યું છે અને ભારત તેનો ફાયદો ઉઠાવીને ઓછા ભાવે મળી રહેલા રશિયન ઑઇલની આયાત વધારી રહ્યું છે.

    અમેરિકાનું કહેવું છે કે ખનીજ તેલની આયાત પર પ્રતિબંધો લાગુ પડતા નથી, પરંતુ "રશિયાને સમર્થન આપવું, એ દેખીતી રીતે જ વિનાશ વેરી રહેલા આક્રમણને સમર્થન આપવા બરાબર છે".

    અમેરિકા અને ચીન પછી ભારત વિશ્વમાં સૌથી વધારે ક્રૂડ ઑઇલનો ઉપયોગ કરનારો દેશ છે અને તેમાંથી 80% જથ્થાની ભારતે આયાત કરવી પડે છે. ત્યારે વાંચો ભારત અને રશિયા વચ્ચે તેલ આયાતને લઈને શું ચાલી રહ્યું છે