યુક્રેનના ખારકિએવમાં હવે કોઈ ભારતીય નથી, વિદેશ મંત્રાલયનો દાવો
રશિયન રક્ષા મંત્રાલયે કહ્યું કે મોસ્કોના સમયાનુસાર 10 વાગ્યે હુમલાઓ રોકી દેવાશે, જેથી મારિયુપોલ અને વોલ્નોવાકા શહેરોમાં લોકોની મદદ માટે માનવીય કૉરિડૉર ખોલી શકાય.
લાઇવ કવરેજ
બીબીસી ગુજરાતીનું આ લાઇવ પેજ અહીં જ સમાપ્ત થાય છે, નવી અપડેટ્સ સાથે રવિવારે સવારે ફરી મળીશું. જોડાયેલા રહો બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે.
ખારકિએવમાં હવે એક પણ ભારતીય નથી - ભારતીય વિદેશ મંત્રાલયનો દાવો
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે કે યુક્રેનના ખારકિએવમાં હાલ કોઈ પણ ભારતીય બાકી રહ્યા નથી, હવે તેમનો ઉદ્દેશ સુમીમાંથી ભારતીયોને બહાર કાઢવાનો છે.
મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શનિવારની સાંજે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યું કે સુમીમાંથી ભારતીયોને બહાર કાઢવા, એ પડકારભર્યું છે કારણ કે ત્યાં હિંસા જારી છે અને પરિવહનની પણ કમી છે, સૌથી સારો વિકલ્પ સંઘર્ષવિરામ જ હોઈ શકે છે.
તેમણે જણાવ્યું કે હવે ભારત એ વાત પર ભાર મૂકી રહ્યું છે કે યુક્રેનમાં હજુ કેટલા ભારતીયો બાકી છે, દૂતાવાસ એ લોકો સાથે સંપર્ક કરશે જેમણે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું.
મંત્રાલયે જણાવ્યું છે કે યુક્રેનથી અત્યાર સુધીમાં 13,300 લોકોને પાછા લાવવામાં આવ્યા છે.
પાછલા 24 કલાક દરમિયાન 15 ઉડાણ થકી 2,900 લોકો ભારત પાછા ફર્યા અને આવનારા 24 કલાકમાં 13 ઉડાણ યોજાવાની છે.
શેન વૉર્ન : સ્પિન બૉલિંગથી મૅચને પલટી નાખનાર ક્રિકેટના 'જાદુગર'
યુક્રેનથી ગુજરાત આવીને વસેલાં મહિલા, 'મારો પરિવાર બંકરમાં છે'

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
ઇમેજ કૅપ્શન, સ્વેત્લાના સિંહ "હું ભારતમાં છું અને મારો આખો પરિવાર યુક્રેનમાં છે. તે બૉમ્બમારાને કારણે બંકરમાં ફસાયેલો છે. આવતા અઠવાડિયે તેમને રૅશન મળશે કે નહીં, તેની પણ ખબર નથી. હું ગર્ભવતી છું, એટલે યુદ્ધ શરૂ થયું તે અઠવાડિયાથી મારા પતિએ ટીવી બંધ કરી દીધું."
"મારા આવનારા બાળક પર અસર ન પડે, તેની કાળજી રાખી રહ્યાં છીએ. યુદ્ધ શરૂ થયું તે સમયથી હું કશું ખાઈ નથી શકતી. છતાં આવનારા બાળકને ખાતર બે-ચાર કોળિયા ખાઈ લઉં છું."
આ વ્યથા છે મૂળ યુક્રેનનાં સ્વેત્લાનાસિંહની, જેમણે એક ભારતીય સાથે લગ્ન કર્યાં છે અને હાલ ગુજરાતમાં રહે છે.
તેમની વ્યથા અને યુક્રેનથી ગુજરાત સુધી પહોંચવાની કહાણી તમે અહીં વાંચી શકો છો
"મારા પરિવારે અમારા પુત્રને નથી જોયો, પણ હું યુક્રેન છોડીને નહીં જાઉં"
રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ ભારતીયો સ્વદેશ પાછા ફરવા અપીલ કરી રહ્યા છે. ત્યારે મળો એક એવા ભારતીય મહિલાને જેઓ ભારત આવવા માગતા નથી. તેમનું કારણ જાણીને તમે પણ ચોંકી ઊઠશો...
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
બ્રેકિંગ, રશિયાના ગોળીબાર વચ્ચે લોકોના સ્થળાંતરની પ્રક્રિયા રોકવામાં આવી

ઇમેજ સ્રોત, EPA
સંઘર્ષવિરામની ઘોષણા છતાં મારિયુપોલમાંથી લોકોના સ્થળાંતરની પ્રક્રિયાને સ્થગિત કરી દેવામાં આવી છે. મારિયુપોલની સિટી કાઉન્સિલે આ જાણકારી આપી છે.
તેમનું કહેવું છે કે રશિયન પક્ષ અસ્થાયી સંઘર્ષવિરામનું પાલન કરી રહ્યા નથી.
તેમને જણાવ્યું કે સામાન્ય નાગરિક વેરવિખેર ન થાય અને છુપાઈ જવા માટે જગ્યા શોધે. આગળની જાણકારી તેમને જલદી જ જારી કરવામાં આવશે.

ઇમેજ સ્રોત, EPA
આ પહેલાં મારિયુપોલના ડૅપ્યુટી મેયરે કહ્યું હતું કે સંઘર્ષવિરામ લાગુ કરવાની રશિયાની ઘોષણા બાદ પણ હુમલા ચાલી રહ્યા છે.
મારિયુપોલમાં અત્યારે પણ ધડાકા સંભળાઈ રહ્યા છે.
મારિયુપોલના ડૅપ્યુટી મેયર સેરેઈ ઓરલોફે બીબીસીને જણાવ્યું કે "રશિયનો અમારા પર બૉમ્બમારો કરી રહ્યા છે અને ગોળીઓ ચલાવી રહ્યા છે."
બ્રેકિંગ, યુક્રેનનો દાવો, સંઘર્ષવિરામ છતાં ચાલી રહી છે ગોળીઓ
થોડા સમય પહેલાં જ યુક્રેનનાં બે મોટા શહેરોમાં સંઘર્ષવિરામ શરૂ થયો હતો અને નાગરિકોને ખસેડવા માનવીય કૉરિડોર ખૂલો મૂકવામાં આવ્યો હતો.
જોકે, મારિયુપોલના સિટી કાઉન્સિલ પ્રમાણે, આ સંઘર્ષવિરામનું પાલન ન થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ટેલિગ્રામ પર પોસ્ટ કરાયેલા એક મૅસેજમાં કાઉન્સિલે કહ્યું કે ઝૅપોરઝિયા વિસ્તારમાં ગોળીબાર ચાલી રહ્યો છે. આ વિસ્તાર માનવીય કૉરિડોરનો અંતનો વિસ્તાર છે.
મૅસેજમાં જણાવ્યું છે કે ઝૅપોરઝિયામાં માનવીય કૉરિડોર પૂરો થતો હતો. ત્યાં જ ગોળીબાર ચાલુ હોવાથી રશિયાએ સંઘર્ષવિરામનો ભંગ કર્યો છે.
મારિયુપોલના મેયરની અપીલ: રશિયન સેના કરી રહી છે ક્રૂર હુમલા

અગાઉ યુક્રેનનાં મોટાં શહેરોમાંથી એક મારિયુપોલના મેયર વેદિમ બોઇચેન્કોએ કહ્યું હતું કે રશિયન સેનાએ શહેરને ચારેબાજુથી ઘેરી લીધું છે અને 'ક્રૂર હુમલા' કરી રહી છે. જેથી લોકોને બચાવવા માટે માનવીય કૉરિડૉરની જરૂર છે.
બોઇચેન્કોએ કહ્યું કે તેઓ સંઘર્ષવિરામ ઇચ્છે છે અને તેમની માગ છે કે એક માનવીય કૉરિડૉર બનાવવામાં આવે, જેથી ભોજન, પાણી અને લોકો માટે જરૂરી દવાઓ મેળવી શકાય.
બોઇચેન્કોએ આ પહેલાં માનવીય ત્રાસદીની ચેતવણી આપી ચૂક્યા છે. શહેર પર ગુરુવારથી જ રશિયન સેનાના હુમલા ચાલુ છે.
આ શહેરમાં લગભગ 4.50 લાખ લોકો રહે છે. રશિયન હુમલા વચ્ચે આ શહેરમાં વીજળી અને પાણીનો જથ્થો કાપી નાખવામાં આવ્યો છે.
મારિયુપોલમાં યુક્રેનનું સૌથી મોટું બંદર છે અને રણનૈતિક સ્તરે તેને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
જો આ શહેર રશિયન સેનાના કબજામાં આવી જાય તો ક્રાઇમિયાને દોનેત્સ્ક અને લુહાન્સ્ક સાથે જમીનમાર્ગે જોડી શકાશે. દોનેત્સ્ક અને લુહાન્સ્ક રશિયા સમર્થિત અલગતાવાદીઓના કબજાવાળા વિસ્તારો છે.
આ વચ્ચે મળી રહેલા અહેવાલો અનુસાર ઉત્તરપૂર્વમાં વસેલા શહેર સૂમી અને ખારકિએવના એક ટ્રેન સ્ટેશન પર પણ રૉકેટ હુમલા થયા છે.
વિન્ટર પૅરાલિમ્પિક્સના પ્રથમ દિવસે યુક્રેને સૌથી વધારે મેડલ મેળવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
બીજિંગ ખાતે વિન્ટર પૅરાલિમ્પિક્સની શરૂઆત થઈ છે. ત્યારે પહેલા દિવસે મેડલ મેળવવામાં યુક્રેન પ્રથમ નંબરે છે.
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું, તે સમયે જ યુક્રેનના 20 ખેલાડીઓ પૅરાલિમ્પિક્સમાં ભાગ લેવા ચીન પહોંચ્યા હતા.
પહેલા દિવસે જ યુક્રેને ત્રણ ગોલ્ડ મેડલ સહિત કુલ સાત મેડલ્સ મેળવ્યા છે.
રશિયા અને બેલારુસના ખેલાડીઓ પર વિન્ટર પૅરાલિમ્પિક્સમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બ્રેકિંગ, સંઘર્ષવિરામ બાદ મારિયુપોલના મેયરે કહ્યું, લોકોને કાઢવા સિવાય કોઇ વિકલ્પ નથી

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, મારિયુપોલના મેયર વેડિમ બોઇચેંકો યુક્રેનનાં બે શહેરોમાં રશિયાની અસ્થાયી સંઘર્ષવિરામની જાહેરાત અને માનવીય કૉરિડૉર પર સહમતિ દર્શાવ્યા બાદ યુક્રેનના સૌથી મોટા બંદર ધરાવતા શહેર મારિયુપોલના મેયર વેડિમ બોઇચેંકોએ એક ભાવુક નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું, "મારિયુપોલ તેની ઇમારતો અને રસ્તાઓના કારણે નથી, પરંતુ તેના લોકોથી છે."
બોઇચેંકોએ કહ્યું, "કબજો કરનારાઓની તરફથી સતત જારી હુમલાના કારણે હવે નાગરિકોને સુરક્ષિત રીતે મારિયુપોલથી કાઢવા સિવાય અમારી પાસે અન્ય કોઇ વિકલ્પ નથી."
આ પહેલાં મારિયુપોલના મેયરે અપીલ કરી હતી કે રશિયન સેનાની ઘેરાબંધી વચ્ચે નાગરિકોને શહેર છોડવા દેવામાં આવે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે શનિવારે દક્ષિણ યુક્રેનનાં બે શહેર મારિયુપોલ અને વોલ્નોવાકામાં અસ્થાયી સંઘર્ષવિરામની જાહેરાત કરી હતી.
આ સાથે જ મોસ્કોના સમયાનુસાર શનિવારે સવારે 10 વાગ્યે આ વિસ્તારોમાં માનવીય કૉરિડૉર પણ ખોલવામાં આવશે.
રશિયા-યુક્રેન સંકટ: સિંગાપુરે પણ રશિયા પર લગાવ્યા પ્રતિબંધ

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, સિંગાપુરના વિદેશમંત્રી વિવિયન બાલાકૃષ્ણન યુક્રેન પર રશિયાના આક્રમણના વિરોધમાં સિંગાપુરે રશિયા પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. સિંગાપુરે કહ્યું કે તેઓ રશિયાથી સામાનની આયાતને સીમિત કરશે અને કેટલીક રશિયન બૅન્કો પર પ્રતિબંધ લાદશે.
આ સિવાય સિંગાપુરે રશિયા સાથે ક્રિપ્ટોકરન્સીની લેવડદેવડ અને એવા તમામ નાણાકીય સંસ્થાઓને પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે, જે રશિયાની સૅન્ટ્રલ બૅન્કને સહયોગ કરી શકે છે.
સિંગાપુરના વિદેશમંત્રી વિવિયન બાલાકૃષ્ણને આ પહેલાં સંસદમાં કહ્યું હતું કે સિંગાપુરનો ઇરાદો રશિયા વિરુદ્ધ યોગ્ય પ્રતિબંધ લગાવવા માટે ઘણા સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે મળીને કામ કરવાનો છે.
સિંગાપુર ક્ષેત્રીય પાડોશીઓમાં પ્રતિબંધો લગાવનારો પ્રથમ દેશ છે. જોકે, પૂર્વ એશિયાનાં રાષ્ટ્રોના સંઘ (આસિયાન)ના અન્ય સદસ્ય દેશોએ રશિયાની કાર્યવાહીની નિંદા કરી છે.
બ્રેકિંગ, રશિયાએ બે શહેરોમાં સંઘર્ષવિરામની કરી જાહેરાત

ઇમેજ સ્રોત, Reuters/Ukrainian military handout
ઇમેજ કૅપ્શન, રશિયાની સંઘર્ષવિરામની ઘોષણા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધના દસમા દિવસે રશિયાએ યુક્રેનનાં બે શહેરમાં સંઘર્ષવિરામની જાહેરાત કરી છે.
આ સંઘર્ષવિરામ મારિયુપોલ અને વોલ્નોવાકા શહેરમાં લાગુ થશે.
કિએવમાં હાજર બીબીસી સંવાદદાતા જેમ્સ વૉટરહાઉસના જણાવ્યા પ્રમાણે, રશિયા અને યુક્રેન વચ્ચે જારી જંગના દસમા દિવસે રશિયાએ સંઘર્ષવિરામની જાહેરાત કરી છે.
સોશિયલ મીડિયા પર કરેલા એક ટ્વીટમાં તેમણે કહ્યું કે રશિયાના સંરક્ષણ મંત્રાલય મુજબ રશિયાની સેના મોસ્કોના સમયાનુસાર 10 વાગ્યે હુમલો રોકશે, જેથી લોકોની મદદ માટે માનવીય કૉરિડૉર ખુલ્લા મૂકી શકે.
તેના દ્વારા મારિયુપોલ અને વોલ્નોવાકા શહેરોના નાગરિકોને મદદ કરવામાં આવશે.
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
રશિયન સરકાર સમર્થિત મીડિયા હાઉસ સ્પુતનિકે પણ જાણકારી આપી છે કે સંઘર્ષવિરામ દરમિયાન સામાન્ય લોકોની મદદ માટે માનવીય કૉરિડૉર ખોલાશે.
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
સંઘર્ષવિરામની જાહેરાત એવા સમયે થઈ છે કે યુક્રેનના અધિકાંશ વિસ્તારોમાં વિનાશકારી માનવીય સંકટની આશંકા છે. તેમાં કિએવ, ખારકિએવ, સુમી, ચેર્નિગોવ અને મારિયુપોલ સૌથી વધારે પ્રભાવિત શહેરોમાંનાં છે.
યુક્રેનના રાષ્ટ્રપતિના સહયોગી મિખાઇલ પોદોલિયાકે કહ્યું હતું કે લગભગ બે લાખ લોકો મારિયુપોલથી નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે લગભગ 20 હજાર લોકો દોનેત્સ્કના વોલ્નોવાખા વિસ્તારને છોડવા માગે છે.
હાલના સમયમાં યુક્રેનના સૌથી મોટા બે બંદરો ધરાવતા શહેર મારિયુપોલ અને વોલ્નોવાખાને રશિયન સેનાએ ઘેરી લીધાં છે અને અહીં હુમલા ચાલુ છે.
મારિયુપોલમાં રશિયન હેલિકૉપ્ટર્સ દ્વારા હુમલો, જુઓ વીડિયો...
કૂટનીતિક રીતે મહત્ત્વપૂર્ણ એવા યુક્રેનના મારિયુપોલ શહેરમાં રશિયન હેલિકૉપ્ટર્સ દ્વારા ગોળીઓ વરસાવવામાં આવી રહી છે.
જેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. જોકે, જુદાજુદા આ વીડિયો પૈકી બીબીસીએ એક વીડિયોની પુષ્ટિ કરી છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ શહેર પર ગુરુવારથી જ રશિયન સેનાના હુમલા ચાલું છે. અહીં લગભગ 4.50 લાખ લોકો રહે છે. રશિયન હુમલા વચ્ચે આ શહેરમાં વિજળી અને પાણીના કનૅક્શન કાપી નાખવામાં આવ્યા છે.
યુદ્ધના 10 દિવસ: અત્યાર સુધી શું-શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેન પર રશિયાના આક્રમણનો આજે દસમો દિવસ છે. આ દસ દિવસમાં બનેલી મુખ્ય ઘટનાઓ પર એક નજર:
- હુમલામાં સંપૂર્ણપણ રશિયાના કબજામાં આવેલું પ્રથમ શહેર ખેરસન બન્યું, આ શહેર દ્નિપેર નદી જ્યાં કાળા સમુદ્રને મળે છે ત્યાં આવેલું છે.
- રશિનાની મિસાઇલો કેટલાય દિવસોથી રાજધાની કિએવને ધમરોળી રહી છે. રહેણાક વિસ્તારોથી લઈને સૈન્યમથકો પર હુમલા થઈ રહ્યા છે. કિએવ તરફ જતો રશિયન કાફલો સ્થિર છે.
- ઉત્તર પૂર્વમાં આવેલ યુક્રેનના બીજા નંબરના સૌથી મોટા શહેર ખારકિએવમાં પણ ભારે બૉમ્બિંગ થઈ રહ્યું છે. જેના કારણે સેંકડો લોકો અન્ડરગ્રાઉન્ડ શૅલ્ટર્સમાં આશરો લેવા મજબૂર બન્યા છે.
- દક્ષિણમાં આવેલ મારિયુપોલ બંદર પર હજુય આક્રમણ ચાલુ છે. રશિયન સૈનિકો અન્ય એક બંદર ઑડેસા તરફ જઈ રહ્યા છે. જો રશિયા આ બે બંદરો પર કબજો જમાવી લે તો તેમનો દરિયાઈ સંપર્ક ખોરવાઈ શકે છે.
- રશિયન સૈનિકોએ શુક્રવારે હુમલો કર્યા બાદ ઝૅપોરઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર પણ કબજો જમાવ્યો છે. આ સાથે તેમના કબજામાં યુક્રેનના બે મોટા પરમાણુ સંયંત્રો આવી ગયા છે.
- યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ પશ્ચિમી દેશોના 'નો ફ્લાય ઝોન' અંગેના નિર્ણયની ટીકા કરતા કહ્યું કે હવે જે લોકોનાં મૃત્યુ થશે, તે તમારા લીધે થશે.
- રશિયાએ યુદ્ધ અંગેના રિપોર્ટિંગને લઈને કાયદો લાગુ કરતા બીબીસી સહિત સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાનોએ રશિયામાં પોતાના ઑપરેશન બંધ કર્યા.
- સૅમસંગ, ઍરબીએનબી સહિત સંખ્યાબંધ કંપનીઓએ રશિયામાં પોતાનું કામ તેમજ નિકાસ બંધ કરવાનો નિર્ણય લીધો.
જ્યારે હથિયારબંધ રશિયન સૈનિકોને યુક્રેનનાં વૃદ્ધાએ ધમકાવ્યા અને કહ્યું...
રશિયાના યુક્રેન પર હુમલાને દસ દિવસ થયા છે. યુક્રેનનાં વિવિધ શહેરોમાં હથિયારો સાથે ઘૂસી ગયેલા રશિયન સૈનિકો અને યુક્રેનના સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે.
ત્યારે થોડા સમય પહેલાં એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં હથિયાર વગર જાહેરમાં એક યુક્રેનિયન વૃદ્ધા બંદૂક લઈને ઊભેલા રશિયન સૈનિકને ધમકાવતાં નજરે પડ્યાં હતાં.
તેમની પાસે ભલે બંદૂક ન હતી, પણ તેમના શબ્દો રશિયન સૈનિકના બખ્તરને પણ ચીરી નાખે તેવા હતા. તેમણે શું કહ્યું તે જાણવા, જુઓ આ વીડિયો...
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના વિદેશમંત્રીએ બીબીસીને કહ્યું, રશિયા સામેના યુદ્ધમાં યુક્રેન જીતશે

ઇમેજ કૅપ્શન, અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિન્કન અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિન્કને બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેમને ભરોસો છે કે રશિયા સામેની લડાઈમાં યુક્રેનનો વિજય થશે.
તેમણે કહ્યું, "જો રશિયાનો ઇરાદો યુક્રેનની સરકારને હઠાવીને ત્યાં પોતાની કઠપૂતળી સરકાર બનાવવાનો છે તો 4.5 કરોડ યુક્રેનિયનો તેનો સ્વીકાર નહીં કરે."
બ્લિન્કને એમ પણ કહ્યું કે આ યુદ્ધ કદાચ એવું નથી જેવું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઇચ્છતા હતા. યુક્રેનિયન સેના તરફથી મળી રહેલી ટક્કરથી રશિયાની સેના નવમા દિવસે પણ દેશ પર કબજો કરી શકી નથી.
બ્લિન્કને પોતાની છ દિવસીય યુરોપ મુલાકાતના પહેલાં દિવસે બીબીસીના રાજનૈતિક સંવાદદાતા જેમ્સ લૅન્ડેલ સાથે વાતચીત કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને ભરોસો છે કે યુક્રેન જીતશે, તો તેમણે કહ્યું, "સમયની સાથે, બિલકુલ."
બ્લિન્કને કહ્યું, "હું તમને એ ના કહી શકું કે આ ક્યાં સુધી ચાલશે. એ પણ નથી કહી શકતો કે કેટલો સમય લાગશે પરંતુ રશિયા વિરુદ્ધ 4.5 કરોડ યુક્રેનિયન પોતાની આઝાદી અને ભવિષ્ય માટે લડી રહ્યા છે, એક એવા યુક્રેન માટે લડાઈ ચાલુ છે જેમાં રશિયાનો હસ્તક્ષેપ ન હોય."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે યુદ્ધ ખતમ કરવા શું અમેરિકા રશિયામાં સત્તાપરિવર્તન ઇચ્છશે?
તો તેના જવાબમાં બ્લિન્કને કહ્યું, "અમે એમ નથી ઇચ્છતા અને કોઇ પણ પરિસ્થિતિમાં અમે એ નક્કી ન કરી શકીએ. રશિયાના લોકોએ પોતાનું નેતૃત્વ નક્કી કરવાની જરૂર છે."
યુક્રેનના વધુ એક પરમાણુ સંયંત્ર તરફ વધી રહી છે રશિયન સેના: UNમાં અમેરિકન રાજદૂત

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનાં રાજદૂતે કહ્યું કે રશિયન સેના યુક્રેનના વધુ એક પરમાણુ સંયંત્રની પાસે પહોંચી ગઈ છે.
યુક્રેનના સૌથી મોટા પરમાણુ સંયંત્ર ઝૅપોરઝિયા પર ગુરુવારે રશિયાના હુમલા બાદ લિન્ડા થૉમસ ગ્રીનફીલ્ડે ચેતવણી આપી છે કે દુનિયા માંડમાંડ એક આપદાથી બચી છે અને હવે રશિયાના સૈનિકો યુક્રેનના વધુ એક પરમાણુ સંયંત્ર તરફ વધી રહ્યા છે.
તેઓ સંભવતઃ કિએવના દક્ષિણમાં લગભગ 320 કિલોમીટર દૂર આવેલા યુઝૉક્રિન્સ્ક પાવર સ્ટેશનનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
થૉમસ ગ્રીનફીલ્ડે કહ્યું, "હજુ પણ એક ખતરો છે. રશિયાની સેના દ્વારા કરાઈ રહેલા ખતરનાક હુમલાને રોકવાની માગ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે એકસાથે આવવું જોઈએ."
યુક્રેન પર હુમલા બાદ રશિયન સૈનિકોએ ચેર્નોબિલ પરમાણુ સંયંત્ર પર કબજો કર્યો હતો. ત્યાર બાદથી ત્યાં રેડિયેશનમાં વધારો નોંધાયો હતો. ગુરુવારે રશિયન સેનાએ ઝૅપોરઝિયા સંયંત્ર પર પણ હુમલો કર્યો હતો.
સેમસંગે રશિયામાં તેનાં ફોન અને ચિપ્સનું વેચાણ બંધ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, દક્ષિણ કોરિયાની સેમસંગ રશિયામાં સૌથી વધુ વેચાતી સ્માર્ટફોન બ્રાન્ડ છે સ્માર્ટફોન નિર્માતા સેમસંગે 'વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ'ને ધ્યાનમાં રાખીને રશિયામાં તેનાં ફોન અને ચિપ્સનું વેચાણ બંધ કરી દીધું છે.
કંપનીએ કહ્યું છે કે તે "આ જટિલ પરિસ્થિતિ પર નજર રાખશે અને તે પછી જ નિર્ણય લેશે."
દક્ષિણ કોરિયાની સેમસંગ રશિયામાં સૌથી વધુ વેચાતી સ્માર્ટફોન બ્રાન્ડ છે. આ પછી, સૌથી વધુ વેચાણ ચીનની શાઓમી અને અમેરિકાની એપલ દ્વારા કરવામાં આવે છે.
આ સાથે જ કંપનીએ યુક્રેનમાં ચાલી રહેલા માનવતાવાદી રાહતકાર્યને ટેકો આપવા માટે 60 લાખ ડૉલરની મદદની પણ ઑફર કરી છે.
આ પહેલાં શુક્રવારે માઇક્રોસોફ્ટે રશિયામાં તેના સામાનનું વેચાણ બંધ કરી દીધું હતું.
હર્મેસ, કેરિંગ અને ચૅનલ જેવી લક્ઝરી ચીજવસ્તુઓ બનાવતી ઘણી ફ્રેન્ચ કંપનીઓએ પણ રશિયામાં પોતાની દુકાનો બંધ કરી દીધી છે. તેમજ કાર્લ્સબર્ગ બિયર બનાવતી ડેનિશ કંપનીએ પણ રશિયામાં નિકાસ બંધ કરી દીધી છે.
તસવીરોમાં જુઓ, રશિયાએ યુક્રેનમાં કેવો વિનાશ વેર્યો
રશિયાએ ક્રાઇમિયા નજીકના વિસ્તારો ઉપરાંત ખારકિએવ અને યુક્રેનની રાજધાની કિએવમાં તબાહી મચાવી છે. મેક્સર નામની ટેકનોલૉજી કંપનીએ રશિયન સેનાએ યુક્રેનમાં કરેલા વિનાશની સેટલાઇટ તસવીરો જાહેર કરી છે. જુઓ આ વીડિયોમાં...
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
