ઉનામાં હેટ સ્પીચ મુદ્દે હિન્દુ સંગઠનની મહિલા કાર્યકર પર કેસ, 50થી વધુની અટકાયત

ગુજરાત પોલીસે ઉના શહેરમાં એક દક્ષિણપંથી સંગઠનની મહિલા કાર્યકર વિરુદ્ધ હેટ સ્પીચનો કેસ કર્યો છે.

લાઇવ કવરેજ

  1. ફારૂક એન્જિનિયરઃ વિકેટકીપરમાં એક સમયે અવ્વલ ગણાતા ગુજરાતી ક્રિકેટર કોણ છે?

  2. ઉનામાં હેટ સ્પીચ મુદ્દે હિન્દુ સંગઠનની મહિલા કાર્યકર પર કેસ, 50થી વધુની અટકાયત

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    ગુજરાત પોલીસે ઉના શહેરમાં એક દક્ષિણપંથી સંગઠનની મહિલા કાર્યકર વિરુદ્ધ હેટ સ્પીચનો કેસ કર્યો છે.

    આ સાથે કોમી રમખાણો ભડકાવવાના આરોપમાં 50થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સંઘર્ષમાં બે લોકો ઘાયલ થયા હતા.

    ઉનામાં ગુરુવારે રામનવમી નિમિત્તે આયોજિત એક 'હિંદુ સંમેલન'માં કાજલ હિન્દુસ્તાની નામની મહિલાના ભાષણ બાદ કોમી તણાવ પેદા થયો હતો.

    તણાવપૂર્ણ માહોલ વચ્ચે શનિવારે રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો અને શહેરના સંવેદનશીલ વિસ્તારમાં સાંપ્રદાયિક સંઘર્ષ શરૂ થયો હતો.

    કહેવાઈ રહ્યું છે કે આ દરમિયાન હિન્દુસ્તાનીએ અલ્પસંખ્યકવર્ગના લોકોને નિશાન બનાવ્યા હતા.

    ઉનામાં આ હેટ સ્પીચ બાદ તણાવ ઓછો કરવા માટે શનિવારે બજારો બંધ રહી હતી.

    તણાવ ઓછો કરવા માટે પોલીસ અને સ્થાનિક આગેવાનોએ બંને સમાજના લોકો વચ્ચે શાંતિસભા યોજી હતી, પરંતુ બેઠકના કલાકો બાદ શહેરના સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારમાં સંઘર્ષ થયો હતો.

  3. રાહુલ ગાંધીએ ફરી વડા પ્રધાન મોદીને ઘેર્યા, પૂછ્યું- અદાણીજી સાથે તમારો શો સંબંધ છે?

    રાહુલ ગાંધી

    ઇમેજ સ્રોત, Getty Images

    કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણી મામલે ફરી એક વાર સવાલ ઉઠાવ્યા છે. કૉંગ્રેસે પોતાના ફેસબુક પેજ પર એક નાનો વીડિયો મૂક્યો છે, જેમાં રાહુલ ગાંધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવે છે.

    આ પોસ્ટમાં લખવામાં આવ્યું કે, "વડા પ્રધાન, તમે પ્રશ્ન પૂછ્યાને ઘણો સમય થઈ ગયો! તમારો જવાબ હજુ આવ્યો નથી, આથી હું તેને પુનરાવર્તન કરી રહ્યો છું. નરેન્દ્ર મોદીજીનો સંબંધ શો છે? 20,000 કરોડ રૂપિયા કોના છે? કોના કહેવાથી અદાણી ગ્રૂપને બચાવવા માટે એલઆઈસી અને એસબીઆઈને આદેશ આપવામાં આવ્યો?

    તેમણે પૂછ્યું, "તમે અને અદાણીજી એકસાથે કેટલી વખત વિદેશપ્રવાસે ગયા છો? અને અદાણીજીએ છેલ્લાં 20 વર્ષમાં ભાજપને કેટલા પૈસા આપ્યા છે. મોરેશિયસમાં કોની શેલ કંપનીઓ છે તે કોની છે અને શું આ કામ અદાણીજી મફતમાં કરી રહ્યા છે?"

    રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેઓ પ્રશ્નો પૂછવાનું બંધ નહીં કરે. તેઓ પ્રશ્નો પૂછવામાં ડરતા નથી.

    "તેઓ મને ગેરલાયક ઠરાવીને, મને ધમકાવીને, મને જેલમાં બંધ કરીને ચૂપ કરી દેશે. એવું નહીં થાય, આવો મારો ઇતિહાસ નથી રહ્યો."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    તાજેતરમાં રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ તેમનું લોકસભા સભ્યપદ કરવામાં આવ્યું હતું.

    આ પછી કૉંગ્રેસ અને રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ભાજપ વિરુદ્ધ પ્રહારો તેજ કર્યા છે.

  4. સુરત : રાહુલ ગાંધી માનહાનિ મામલે કોર્ટનો ચુકાદો સેશન્સ કોર્ટમાં પડકારશે

    રાહુલ ગાંધી

    ઇમેજ સ્રોત, ANI

    કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી ‘મોદી અટક’ મામલે કથિત ટિપ્પણીના માનહાનિ અંગેના કેસમાં સુરતની કોર્ટે તેમને કરેલ બે વર્ષની સજાના હુકમને સુરતની સેશન્સ કોર્ટમાં પડકારશે.

    રાહુલ ગાંધીની લીગલ ટીમના સભ્યે આ જાણકારી બીબીસીને આપી હતી.

    નોંધનીય છે કે રાહુલ ગાંધીને ગત 23 માર્ચના રોજ 2019માં તેમની સામે નોંધાયેલા માનહાનિના કેસમાં ઇન્ડિયન પીનલ કોડની કલમ 499 અને 500 અંતર્ગત સુરતની કોર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી. જે બાદ લોકસભા સચિવાલયે નોટિફિકેશન બહાર પાડી તેમનું સભ્યપદ રદ કરી દેવાયું હતું.

    આ ચુકાદા બાદથી કૉંગ્રેસ અને વિપક્ષ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવાને લઈને કેન્દ્ર સરકાર અને ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી રહ્યાં છે, જ્યારે ભાજપ આ સમગ્ર મામલાને ન્યાયિક ગણાવી રહ્યો છે.

    હવે આ મામલે સેશન્સ કોર્ટમાં જવાને લઈને રાહુલ ગાંધીની લીગલ ટીમના સભ્યે કહ્યું હતું કે, “રાહુલ ગાંધી આવતી કાલે સુરતની સેશન્સ કોર્ટમાં આ મામલે અપીલ દાખલ કરી શકે છે.”

    “રાહુલ ગાંધી આવતી કાલે સેશન્સ કોર્ટમાં જાતે હાજર રહી શકે છે.”

    નોંધનીય છે કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી સાંસદ હતા. તેમનું સભ્યપદ રદ થયા બાદ તેમની પાસે રહેલા કાનૂની વિકલ્પોમાં કોર્ટના ચુકાદાને ઉપરી અદાલતમાં પડકારવાનો વિકલ્પ પણ સામેલ હતો.

    સુરતની કોર્ટે માનહાનિ મામલે રાહુલ ગાંધીને કરેલી બે વર્ષની સજા પર સજા સંભળાવ્યા બાદ સજા 30 દિવસ માટે સસ્પેન્ડ કરી હતી, જેથી રાહુલ ગાંધી ઉપરની અદાલતમાં અપીલ કરી શકે. સજા કરાયા બાદ રાહુલ ગાંધીને તાત્કાલિક જામીન પણ આપી દેવાયા હતા.

  5. 2002માં કાલોલ રમખાણ કેસમાં કોર્ટે 39ને નિર્દોષ જાહેર કર્યા

    કાલોલ રમખાણ કેસ

    ઇમેજ સ્રોત, Getty Images

    ગુજરાતના પંચમહાલ જિલ્લાની હાલોલ કોર્ટે વર્ષ 2002ના અનુગોધરા રમખાણના એક કેસમાં 27 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. નોંધનીય છે કે આ કેસમાં કુલ 39 આરોપીઓ પૈકી 12નાં મૃત્યુ થયાં હતાં.

    કોર્ટે તમામ આરોપીઓને પુરાવાના અભાવે છોડી મૂક્યા હતા.

    નોંધનીય છે કે માર્ચ 2002માં કાલોલ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ, હિંસા, ગૅંગરેપ અને અન્ય મામલાને લઈને ગુના દાખલ કરાયા હતા.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં બચાવપક્ષના વકીલ વિજય પાઠકે જણાવ્યું કે, “કોર્ટે આ મામલામાં દાખલ થયેલા આઠ જુદા જુદા કેસોમાં ચુકાદો આપ્યો હતો.”

    ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર એડિશનલ સેશન્સ જજ લીલાભાઈ ચુડાસમાએ આ ચુકાદો આપ્યો હતો.

    આ કેસમાં 27 આરોપીઓ પર ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં સાબરમતી ટ્રેનમાં લાગેલી આગ બાદ ફાટી નીકળેલાં રમખાણો બાદ ટોળામાં સાંપ્રદાયિક હિંસા આચરવાનો આરોપ હતો.

  6. આ એપ્રિલથી તમારા જીવનમાં આવશે આ સાત બદલાવ, આવક પર પડશે અસર

  7. પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, પોલીસે શું કહ્યું?, પ્રભાકર મણિ તિવારી, કોલકાતાથી

    પશ્ચિમ બંગાળ ભાજપ નેતા હત્યા

    ઇમેજ સ્રોત, Sanjay Das

    ઇમેજ કૅપ્શન, રાજુ ઝા

    પશ્ચિમ બંગાળના પૂર્વ બર્દવાન જિલ્લામાં ભાજપ નેતા અને કોલસાના વેપારી રાજુ ઝાની ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી છે.

    પોલીસે હત્યામાં કથિત રીતે વપરાયેલી ગાડીને રવિવારે સવારે જપ્ત કરી છે.

    જોકે, ગાડી પર લાગેલી નંબર પ્લેટ નકલી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજુ ઝા પર ફાયરિંગ કરનારા લોકો આ ગાડીમાં સવાર હતા.

    શનિવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ હાઈવે પાસે આવેલા શક્તિગઢમાં ભૂરા રંગની ગાડીમાં કેટલાક લોકો આવ્યા હતા અને રાજુ ઝા પર ગોળીઓ ચલાવી હતી.

    પશ્ચિમ બંગાળ ભાજપ નેતા હત્યા

    ઇમેજ સ્રોત, Sanjay Das

    તેમાં ડ્રાઇવિંગ સીટ પર બેસેલા રાજુ અને તેમના એક સહયોગી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

    જ્યાંથી બંનેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રાજુને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસનું અનુમાન છે કે હત્યા બાદ હુમલાખોરો ગાડી ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા હતા.

    પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે રાજુની ગાડી શક્તિગઢમાં એક મિઠાઈની દુકાન સામે હતી. તે સમયે એક ભૂરા રંગની ગાડીમાં સવાર લોકોએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું અને તાત્કાલિક કોલકાતા તરફ રવાના થઈ ગયા હતા.

    પોલીસે જણાવ્યું કે હુમલા બાદ તેમાં સવાર આરોપીઓ કારને ત્યાં જ છોડીને કદાચ ટ્રેન મારફતે કોલકાતા રવાના થયા હશે. પહેલાં તેઓ ગાડી લઈને જ જવાના હશે પરંતુ ચૅકિંગના કારણે તેઓ ગાડી છોડીને ચાલ્યા ગયા હશે.

    પોલીસને ગાડીમાંથી દારુની ઘણી બૉટલો મળી આવી છે. પોલીસ હાલ હુમલાખોરોની શોધખોળ હાથ ધરી રહી છે.

  8. ભારતીય ક્રિકેટ ટીમના ખ્યાતનામ ઑલરાઉન્ડર સલીમ દુરાનીનું નિધન

    સલીમ દુરાની

    ઇમેજ સ્રોત, Getty Images

    જામનગરના વતની અને ભારતીય ક્રિકેટમાં સિક્સરો ફટકારવાના બેતાજ બાદશાહ સલીમ દુરાનીનું 88 વર્ષની ઉંમરે નિધન થયું છે.

    સમાચાર એજન્સી એએનઆઈએ તેની પુષ્ટિ કરી છે.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    11 ડિસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનમાં જન્મેલા સલીમ દુરાની સ્ટેડિયમમાં જે સ્ટૅન્ડમાંથી પ્રેક્ષકની ડિમાન્ડ આવે તે બાજુ સિક્સર ફટકારવા માટે જાણીતા હતા.

    તેમણે ક્રિકેટની સાથેસાથે 1973માં આવેલી ફિલ્મ ચરિત્ર અને એક માસૂમ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

    આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ જામનગરસ્થિત પોતાના ઘરમાં પડી જતા તેમણે સર્જરી કરાવવી પડી હતી.

    તેમના નિધન બાદ દેશભરમાંથી લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    હર્ષા ભોગલેએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યું, "પ્રભાવશાળી, વિશાળ હ્રદયના અને તેજસ્વી સલીમ દુરાની હવે આપણી વચ્ચે નથી. હું ઈચ્છું છું કે યુવા પેઢી તેમના વિશે વધુ વાર્તા સાંભળી શકે."

    જાણીતા પત્રકાર વિનોદ શર્મા અને રાજદીપ સરદેસાઈએ પણ સલીમ દુરાની સાથેની પોતાના સંસ્મરણો વાગોળીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

    બદલો X કન્ટેન્ટ, 3
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 3

    બદલો X કન્ટેન્ટ, 4
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 4

    તેમની આક્રમક રમત અને તેઓ ભારતીય ક્રિકેટના મહાન ક્રિકેટરોમાં કેમ સ્થાન પામે છે, તે જાણવાઅહીં ક્લિકકરો.

  9. યુપીઆઈ ચાર્જના નવા નિયમ અંગે જાણો? Google Pay, Paytm કે Phonepe વાપરવા પર ચાર્જ લાગશે?

  10. ઈરાનમાં વાળ ન ઢાંકવા બદલ બે મહિલાઓની ધરપકડ, માથા પર ફેંકાયું દહીં

    ઈરાન હિજાબ

    ઈરાનમાં બે મહિલાઓ પર દહીં ફેંક્યાં બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહિલાઓએ પોતાના વાળ ન ઢાંક્યાં હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી છે.

    આ ઘટના સાથે જોડાયેલા વાઇરલ વીડિયોમાં બે મહિલા ગ્રાહકો સાથે વાત કરવા એક શખ્સ આવે છે અને થોડી જ વારમાં દુકાનમાં રાખેલા દહીંને ગુસ્સામાં બંને મહિલાનાં માથા પર ફેંકે છે.

    ઈરાનની ન્યાયપાલિકાએ કહ્યું છે કે બંને મહિલાઓની સાર્વજનિક સ્થળ પર પોતાના વાળ ખુલ્લા રાખવા બદલ ધરપકડ કરવામાં આવી છે, જે ઈરાનમાં ગેરકાયદેસર છે.

    ઈરાનમાં આ ધરપકડ મહિનાઓથી ચાલી આવેલા હિજાબ વિરોધી પ્રદર્શન બાદ થઈ છે.

    ઈરાનની ન્યાયપાલિકાનું કહેવું છે કે આ મામલે દુકાનમાલિકને પણ નોટિસ આપવામાં આવી છે. જેથી કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય.

    ઈરાન હિજાબ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ઈરાનમાં મહિલાઓના સમર્થનમાં લંડનમાં પણ પ્રદર્શન

    ઈરાનમાં હિજાબ વગર મહિલાઓનું બહાર નીકળવું ગેરકાયદેસર છે. જોકે, કેટલાક મોટા શહેરોમાં ઘણી મહિલાઓ હિજાબ વગર ફરતી જોવા મળે છે.

    ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 22 વર્ષીય મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. એ પછીથી દેશભરમાં હિજાબ વિરોધી પ્રદર્શનો યોજાયાં હતાં. એવો દાવો કરવામાં આવ્યો હતો કે મહસાએ યોગ્ય રીતે હિજાબ ન પહેર્યો હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

    અત્યાર સુધી હજારો પ્રદર્શનકારીઓએની ધરપકડ કરવામાં આવી છે અને ડિસેમ્બરમાં તો ચાર પ્રદર્શનકારીઓને ફાંસીની સજા પણ સંભળાવવામાં આવી હતી.

  11. પીવી સિંધુ સ્પેન માસ્ટર્સના ફાઇનલમાં પહોંચ્યાં

    પીવી સિંધુ

    ઇમેજ સ્રોત, ANI

    ભારતના બૅડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સ્પેન માસ્ટર્સ સુપર 300ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

    સિંધુએ સિંગાપોરના ખેલાડી યો જિયા મિનને 24-22, 22-20થી હરાવ્યાં છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    હવે ફાઇનલમાં તેમનો મુકાબલો બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે. બીજી સેમિફાઇનલ સ્પેનના કૅરોલાઇના મારિન અને ઇંડોનેશિયાના ગ્રેગોરિયા મારિસ્કા તુંજુંગ વચ્ચે રમાશે.

  12. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    1 એપ્રિલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.