કેજરીવાલે ફરી વડા પ્રધાન મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવતા શું કહ્યું?

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એક વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવ્યા છે.

લાઇવ કવરેજ

  1. નવજોતસિંહ સિદ્ધુ : ક્રિકેટરથી રાજકારણી અને જેલવાસ સુધીની કહાણી

  2. કેજરીવાલે ફરી વડા પ્રધાન મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવતા શું કહ્યું?

    અરવિંદ કેજરીવાલ

    ઇમેજ સ્રોત, ANI

    દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એક વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવ્યા છે.

    કેજરીવાલે શનિવારે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી મુદ્દે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયથી તેમના શૈક્ષણિક લાયકાતના દાવા પર શંકા વધુ પેદા થઈ છે. જો મોદી શિક્ષિત હોત તો તેમણે નોટબંધી જેવાં પગલાં ન ભર્યાં હોત.

    તેમણે કહ્યું, "દેશના વડા પ્રધાન શિક્ષિત હોવા જરૂરી છે. વડા પ્રધાન વારંવાર એવાં નિવેદનો આપે છે તેનાથી શંકા પેદા થાય છે કે શું આપણા દેશના વડા પ્રધાન શિક્ષિત છે?"

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    કેજરીવાલનું આ નિવેદન ગુજરાત હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી આયોગનાં સાત વર્ષ જૂના આદેશને રદ કર્યા પછી આવ્યું છે જેમાં ગુજરાત યુનિવર્સિટીને પીએમ મોદીની ડિગ્રી સંબંધિત માહિતી આપવા કહેવામાં આવ્યું હતું.

    ભાજપે કેજરીવાલના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે દિલ્હીના મુખ્ય મંત્રી કાં તો તેમનું માનસિક સંતુલન ગુમાવવાની અણિ પર છે અથવા તપાસ એજન્સીઓ દ્વારા તેમની સરકારના ભ્રષ્ટાચારની તપાસમાંથી બચવા માટે મેદાન તૈયાર કરી રહ્યા છે.

  3. એ રશિયન પ્રવાસી જે ભૂલથી બાલીના પર્વત પર નિર્વસ્ત્ર થયો અને દેશનિકાલ કરી દેવાયો

  4. રેલવે સ્ટેશન પર ખૂલ્યો ટ્રાન્સજેન્ડર ટી-સ્ટૉલ, ચલાવનારા બોલ્યા- 'આ સન્માનની લડાઈ'

  5. યુએસ-કૅનેડા બૉર્ડરે ભારતીય પરિવાર સહિત આઠના મૃતદેહો મળી આવ્યા, મૃતકોમાં બે બાળકો સામેલ

    કૅનેડા-અમેરિકા

    ઇમેજ સ્રોત, Reuters

    અધિકારીઓ દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર કૅનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરનાર આઠ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. નોંધનીય છે કે મૃતકોમાં બે બાળકો પણ સમાવિષ્ટ છે.

    શુક્રવારે સેન્ટ લૉરેન્સ નદીમાંથી પોલીસ હેલિકૉપ્ટરને વધુ બે મૃતદેહો દેખાયા હતા. મૃતકોમાં રોમાનિયા અને ભારતના બે પરિવારો સામેલ છે.

    બીબીસી ન્યૂઝનાં સંવાદદાતા નદીન યુસુફના અહેવાલ અનુસાર આ સમયે અધિકારીઓ કૅસી ઑક્સ નામના એક 30 વર્ષીય બોટરની શોધખોળ કરી રહ્યા હતા, તેઓ હજુ લાપતા છે.

    હજુ સુધી એ વાત અંગે સ્પષ્ટતા નથી થઈ શકી કે ઑક્સ અને મૃતક પરિવારો વચ્ચે કોઈ સંબંધ હતો કે કેમ.

    પોલીસ અનુસાર પ્રથમ મૃતદેહ સ્થાનિક સમયાનુસાર સાંજના પાંચ વાગ્યે યુએસ-કૅનેડા બૉર્ડરે આવેલા મોહૉકમાં શી સ્નેનના જળપ્લાવિત ક્ષેત્રમાંથી મળી આવ્યો હતો. અન્ય મૃતદેહો પણ આ જગ્યાની આસપાસ જ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા હજુ સુધી મૃતકોની ઓળખ જાહેર કરાઈ નથી.

    મૃતકોમાં છ વયસ્ક અને બે બાળકો સામેલ હતાં.

    સ્થાનિક પોલીસવડાએ રિપોર્ટરોને પત્રકારપરિષદ દરમિયાન માહિતી આપતાં કહ્યું હતું કે, “મૃત બાળકો પૈકી એક ત્રણ વર્ષ કરતાં પણ નાનું હતું અને તેની પાસે કૅનેડાનો પાસપોર્ટ હતો. તેમજ બીજા બાળક પાસે પણ કૅનેડિયન નાગરિકતા હતી.”

    ઍક્વેસાસ્ન મોહૉક પોલીસ સર્વિસનાં નાયબ વડાં લી-એન ઓ’બ્રાયને માહિતી આપતાં જણાવ્યું હતું કે મૃતકો બે પરિવારના હોવાનું મનાઈ રહ્યુ છે. એક પરિવાર મૂળ રોમાનિયાનો છે જ્યારે બીજો મૂળ ભારતનો.

    તેમણે આગળ કહ્યું કે, “આ તમામ લોકો કૅનેડામાંથી અમેરિકા ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે. બુધવારે રાત્રે આ વિસ્તારમાં હવામાન ખરાબ હતું.”

    આ મૃતદેહો જે જગ્યાએથી મળી આવ્યા એ મોહૉક કૉમ્યુનિટીમાં ઓન્ટારિયો, ક્યુબેક અને ન્યૂયૉર્ક રાજ્યનાં અમુક ક્ષેત્રો સમાવિષ્ટ છે. આ ક્ષેત્ર મોન્ટ્રિયાલથી 120 કિમી પશ્ચિમે આવેલું છે.

    કૅનેડાના વડા પ્રધાન જસ્ટિનટ્રુડોએ આ અંગે કહ્યું કે, “આ દિલ તોડી દેનારી સ્થિતિ છે.”

    “આપણે એ યોગ્ય રીતે સમજવું પડશે કે શું થયું, કેવી રીતે થયું અને પછી આવું થવાની સંભાવના નહિવત્ બનાવવા આપણે શું કરી શકીએ.”

    નોંધનીય છે કે તાજેતરમાં કૅનેડાથી અમેરિકામાં પ્રવેશવાના પ્રયાસ દરમિયાન મૃત્યુ પામનારા લોકોના મૃતદેહ મળી આવ્યાની ઘટનાઓ નોંધાઈ હતી.

    જેમાં જાન્યુઆરી 2022માં ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચાના પટેલ પરિવારના ચાર સભ્યોનાં મૃત્યુ પણ સામેલ છે.

    ડીંગુચાનો પટેલ પરિવાર પણ કથિતપણે કૅનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશતી વખતે ખરાબ હવામાનના કારણે થીજીને યુએસ-કૅનેડાની માનિટોબા બૉર્ડર પાસે મૃત્યુ પામ્યું હતું.

  6. પાકિસ્તાનના કરાચીમાં ખાદ્ય વિતરણ કેન્દ્રમાં ભાગદોડ, 12નાં મૃત્યુ

    પાકિસ્તાન મૃત્યુ

    ઇમેજ સ્રોત, Getty Images

    પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે રમઝાન નિમિત્તે આયોજિત એક ખાદ્ય વિતરણ કેન્દ્રમાં થયેલી ભાગદોડમાં મહિલાઓ અને બાળકો સહિત 12 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

    આ ભાગદોડની શરૂઆત ત્યારે થઈ, જ્યારે કેટલાક લોકોએ અજાણતામાં વીજળીના તાર પર પગ મૂકી દીધો.પોલીસ પ્રમાણે, ત્યાર પછી ધક્કામુક્કી શરૂ થઈ. જેના લીધે ઘણા લોકો પાસે આવેલા નાળામાં પડ્યાં.

    ત્યાંના એસએસપી અમીરુલ્લાહે ભારતીય સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું, "શરુઆતમાં વીજળીના તાર પર પગ મૂકવાથી બે લોકોનાં મૃત્યુ થયાં, જેના કારણે ભાગદોડ મચી."

    કિમારી પોલીસના એક પ્રવક્તાએ શરૂઆતમાં જણાવ્યું હતું કે ઘટનામાં કુલ 11 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાં છે.

    તેમના અનુસાર, ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઘટના સંદર્ભે તપાસ ચાલી રહી છે.

    સિંધ પ્રાંતના મુખ્ય મંત્રી મુરાદઅલી શાહે આ ઘટના વિશે કરાચી પોલીસ આયુક્ત મોહમ્મદ ઇકબાલ મેમણ પાસે રિપોર્ટ માગ્યો છે.

    થોડા દિવસો પહેલાં જ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સરકારી રૅશન વિતરણ કેન્દ્રમાં મફત લોટ લેવા આવેલા 11 જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં.

  7. વકીલે કહ્યું, હાથકડીમાં કોર્ટ નહીં જાય ટ્રમ્પ, જાણો અત્યાર સુધી શું-શું થયું?

    ડોનાલ્ડ ટ્રમ્પ

    ઇમેજ સ્રોત, Getty Images

    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર વર્ષ 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીની ઠીક પહેલાં એક પોર્નસ્ટારને પૈસા આપ્યા હોવા મામલે સત્તાવાર રીતે આરોપ નક્કી કરવામાં આવશે.

    બીબીસીના યુએસ પાર્ટનર સીબીએસ સાથે વાત કરતાં કોર્ટના પ્રવક્તાએ જણાવ્યું કે ચાર એપ્રિલે બપોરે ડોનાલ્ડ ટ્રમ્પની કોર્ટમાં સુનાવણી થશે.

    થોડાક સમય પહેલાં ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટ શૅર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે તેમને ફસાવવા માટે આ કેસ કરવામાં આવ્યો છે. તેમણે એ ન્યાયાધીશ પર પણ પ્રહાર કર્યા હતા. જેમને આ કેસ સોંપવામાં આવ્યો છે.

    બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિના પ્રેસ સચિવે કહ્યું કે મીડિયા રિપોર્ટ્સ દ્વારા રાષ્ટ્રપતિ જો બાઇડનને જાણવા મળ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પર સત્તાવાર રીતે આરોપ નક્કી કરવામાં આવશે.

    આ મામલે ડૅમોક્રેટિક પાર્ટીનાં સૅનેટર એલિઝાબથ વૉરેને કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી અને એ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ લાગુ પડે છે.

    પૂર્વ રાષ્ટ્રપતિ માઇક પેન્સે ટ્રમ્પ પર કેસ ચાલવા પર નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ કેસને લીડ કરનારા મૅનહૅટ્ટનના ઍટર્ની રાજનીતિથી પ્રેરિત છે.

    તેમનું કહેવું છે કે આ દેશને વહેંચવાનું કામ કરશે.

    ડોનાલ્ડ ટ્રમ્પના વકીલનું કહેવું છે કે આવતા અઠવાડિયે જ્યારે તેઓ ન્યૂયૉર્કની કોર્ટમાં હાજર થશે ત્યારે તેમનાં હાથ પર હાથકડી લગાવવામાં નહીં આવે.

    સ્ટૉર્મી ડેનિયલ્સ

    ઇમેજ સ્રોત, Getty Images

    શું છે આખો મામલો?

    જાન્યુઆરી 2018માં અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલે એક લેખ પ્રકાશિત કર્યો અને તેમાં દાવો કરાયો હતો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના તત્કાલીન સલાહકાર માઈકલ કોહેને યુએસ પ્રમુખપદની ચૂંટણીના એક મહિના પહેલાં ઑક્ટોબર 2016માં પોર્નસ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સને એક લાખ 30 હજાર ડૉલર ચૂકવ્યા હતા.

    જર્નલના જણાવ્યા અનુસાર, આ પૈસા એ કરાર હેઠળ આપવામાં આવ્યા હતા જે મુજબ તેમણે ટ્રમ્પ સાથેના અફેર વિશેની વાત સાર્વજનિક કરવાની નહોતી.

    કાયદાદીય રીતે આ ચુકવણી અવૈધ નહોતી. પરંતુ જ્યારે ટ્રમ્પે કોહેનને ચુકવણી કરી, ત્યારે તેમણે તેને કાનૂની ફી તરીકે નોંધી હતી.

    ન્યૂયૉર્ક પ્રશાસનના વકીલોના જણાવ્યા અનુસાર, આ ટ્રમ્પ દ્વારા તેમના દસ્તાવેજો સાથે ચેડાં કરવાનો મામલો છે, જે ન્યૂયૉર્કમાં એક ગુનાહિત કૃત્ય છે.

    સરકારી વકીલ આ કેસમાં ટ્રમ્પ પર ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લગાવી શકે છે, કારણ કે ટ્રમ્પ દ્વારા સ્ટૉર્મી ડેનિયલ્સને કરવામાં આવેલી ચુકવણીને એટલા માટે છુપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે તેઓ પોતાના અને ડેનિયલ્સ વચ્ચેના સંબંધોને મતદારોથી છુપાવી શકે.

  8. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    31 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.