હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપે ગુજરાતમાં 34,900 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું કામ રોક્યું
અદાણી ગ્રૂપે વૅન્ડર્સ અને સપ્લાયર્સને આગામી નોટિસ સુધી મુંદ્રા પેટ્રોકૅમ લિમિટેડ ગ્રીન પીવીસી પ્રોજેક્ટ પર કામ રોકવાનું કહ્યું છે.
લાઇવ કવરેજ
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપે ગુજરાતમાં 34,900 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું કામ રોક્યું
ઇમેજ સ્રોત, Reuters
હિંડનબર્ગ
રિપોર્ટ બાદ પોતાના કામકાજને મજબૂત કરવા અને રોકાણકારોની ચિંતા દૂર કરવા માટે
અદાણી ગ્રૂપે મોટો નિર્ણય લીધો છે.
સમાચાર એજન્સી
રૉયટર્સ અનુસાર, અદાણી ગ્રૂપે 34,900 કરોડ રૂપિયાની
પેટ્રોકેમિકલ યોજનાનું કામ રોકી દીધું છે.
સમાચાર એજન્સી
પીટીઆઈ પ્રમાણે ગુજરાતના મુંદ્રામાં આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું.
ઇકોનૉમિક્સ
ટાઇમ્સના અહેવાલ પ્રમાણે,
અદાણી ગ્રૂપે વૅન્ડર્સ
અને સપ્લાયર્સને આગામી નોટિસ સુધી મુંદ્રા પેટ્રોકૅમ લિમિટેડ ગ્રીન પીવીસી
પ્રોજેક્ટ પર કામ રોકવાનું કહ્યું છે.
આ અંગે અદાણી
ગ્રૂપ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી ન હોવાનું ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
એક એવું રેલવે સ્ટેશન જેને માત્ર મહિલાઓ જ ચલાવે છે
અભિમાન : જયા-અમિતાભ બચ્ચનની આ ફિલ્મની મોહિની 50 વર્ષ પછી પણ કેમ યથાવત્ છે?
INDvAUS : ભારતનો કારમો પરાજય, ઑસ્ટ્રેલિયાએ 11 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્યાંક પૂર્ણ કર્યો
ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને
ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વનડે સિરીઝની બીજી મૅચમાં ઑસ્ટ્રેલિયાનો 10 વિકેટે
વિજય થયો છે.
વિશાખાપટ્ટનમ
ખાતે રમાયેલી આ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો
હતો અને ભારતીય ટીમને 26 ઓવરમાં 117 રન પર ઑલઆઉટ કરી હતી.
118 રનોનો
લક્ષ્યાંક પાર પાડવા મેદાને ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર
માત્ર 11 ઓવરમાં જ જીતનો લક્ષ્યાંક પાર પાડ્યો હતો.
ઑસ્ટ્રેલિયા
તરફથી ટ્રેવિસ હેડે 30 બૉલમાં 51 અને મિચૅલ માર્શે 36 બૉલમાં 68 રન ફટકાર્યા હતા.
નોંધનીય બાબત
એ છે કે ઑસ્ટ્રેલિયન ટીમના આ બે ખેલાડીઓ કુલ 121 રનમાંથી માત્ર 17 રન દોડ્યા હતા.
તેમને બાકીના 100 રન ચોગ્ગા અને છગ્ગામાં મળ્યા હતા.
ટ્રેવિસ હેડે
10 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે મિચૅલ માર્શે છ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા.
જ્યારે ચાર રન ઍક્સ્ટ્રા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે
કેવિશાખાપટ્ટનમ ખાતેના ગ્રાઉન્ડમાં
ભારતનો આ સૌથી ઓછો સ્કોર હતો. જ્યારે
હોમ-ગ્રાઉન્ડમાં પણ ભારતનો ઑસ્ટ્રેલિયા સામેનો આ સૌથી ઓછો સ્કોર હતો.
INDvAUS : ભારતીય ટીમ 117 રન પર ધ્વસ્ત, મિચૅલ સ્ટાર્કે ઝડપી પાંચ વિકેટ
ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને
ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વનડે સિરીઝની બીજી મૅચમાં ભારતીય ટીમ 117 રનમાં ઑલઆઉટ થઈ ગઈ છે.
વિરાટ કોહલીને
બાદ કરતા ભારતીય ટીમનો ટૉપ ઑર્ડર તદ્દન નિષ્ફળ રહ્યો છે.
ક્રીઝ પર
ઊતરેલા 11 ખેલાડીઓ પૈકી શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ સહિત કુલ ચાર ખેલાડીઓ એક પણ
રન નોંધાવ્યા વગર પેવેલિયનભેગા થયા હતા.
26મી ઓવરના અંતે ભારતીય ટીમ 117 રન બનાવીને તમામ વિકેટો ગુમાવી ચૂકી હતી. ઑસ્ટ્રેલિયાને
જીતવા માટે 118 રનનો ટાર્ગેટ છે.
ભારતીય ટીમમાં
સૌથી વધુ 31 રન વિરાટ કોહલીએ અને તેમના પછી અક્ષર પટેલ 29 રન બનાવીને અણનમ રહ્યા હતા.
ઑસ્ટ્રેલિયા
તરફથી મિચૅલ સ્ટાર્કે પાંચ વિકેટ લીધી હતી. જ્યારે સીન ઍબોટે ત્રણ અને નેશન ઍલિસે
બે વિકેટ લીધી હતી.
ઉલ્લેખનીય છે
કે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વનડે મૅચ સિરીઝની પ્રથમ મૅચ ભારત જીતી ચૂક્યું
છે. જ્યારે આજે રમાઈ રહેલી બીજી મૅચમાં ટૉસ જીતીને ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બૉલિંગ
કરવાનો નિર્ણય લીધો હતો.
ઇક્વાડોરમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ, અત્યાર સુધી 13 લોકોનાં મોત
ઇમેજ સ્રોત, REUTERS/Rafa Idrovo Espinoza
ઇક્વાડોરના દક્ષિણ કિનારે 6.7 તીવ્રતાનો
શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયા છે.
યુએસજીએસ અનુસાર, ઇક્વાડોરના મોટાભાગના
પ્રાંતોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.
ભૂકંપના કારણે દેશના અનેક શહેરોમાં
ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, અહીંનો
એલ ઓરુ વિસ્તાર ભૂકંપના કારણે સૌથી વધુ પ્રભાવિત છે, અહીં 11 લોકોનાં મોત થયા છે. તે
જ સમયે આઝુએ પ્રાંતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ઉત્તર પેરુમાં પણ ભૂકંપના તીવ્ર
આંચકા અનુભવાયા હતા. અહીં તુમ્બેસ પ્રાંતમાં એક મકાન ધરાશાયી થવાને કારણે એક મહિલાનું
મોત થયું છે.
ઇક્વાડોરની ઈમર્જન્સી સેવાઓએ કહ્યું
હતું કે, અહીં મકાનો ધરાશાયી થવાના કારણે ઘણા લોકો કાટમાળ નીચે દબાઈ ગયા છે, તેમને
બચાવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
ઇમેજ સ્રોત, REUTERS/Maria Fernanda Landin
ભૂકંપનું કેન્દ્ર ઇક્વાડોરના બીજા
સૌથી મોટા શહેર ગુઆકિલથી લગભગ 80 કિલોમિટર દૂર બાલાઓમાં હોવાનું જાણવા મળી રહ્યું
છે. ગીચ વસતીવાળા ગુઆકિલની વસતી લગભગ 30 લાખ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ગુલેર્મો
લાસોએ લોકોને કહ્યું છે કે, બચાવકર્મીઓ બચાવ અભિયાનમાં લાગેલા છે અને કાટમાળ નીચે
ફસાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવામાં આવશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
રાષ્ટ્રપતિ કાર્યાલયે માહિતી આપી
છે કે, કેટલાક ઇજાગ્રસ્તોની સારવાર હૉસ્પિટલમાં ચાલી રહી છે. જોકે કાર્યાલયે
ઇજાગ્રસ્તો સાથે જોડાયેલા કોઈ આંકડા જાહેર કર્યા નથી અને તેમના વિશે અન્ય માહિતી
પણ આપી નથી.
રાહુલ ગાંધીના ઘરે દિલ્હી પોલીસના પહોંચવા પર કૉંગ્રેસનો સવાલ
ઇમેજ સ્રોત, ANI
ભારત જોડો યાત્રા દરમિયાન મહિલાઓ પર થઈ રહેલા જાતીય શોષણને લઈને રાહુલ ગાંધીની ટિપ્પણી મામલે દિલ્હી પોલીસ રવિવારે તેમના ઘરે પહોંચી હતી.
રાહુલ ગાંધીના ઘર પર પોલીસના આવવાનો કૉંગ્રેસ વિરોધ કર્યો છે અને કૉંગ્રેસ કાર્યકરો પણ પ્રદર્શન કરી રહ્યા છે.
સ્પેશિયલ કમિશ્નર (કાયદા વ્યવસ્થા) સાગરપ્રીત હુડ્ડાએ કહ્યું કે, " દિલ્હી પોલીસની રાહુલ ગાંધી સાથે બેઠક થઈ ગઈ છે. અમે તેમની પાસેથી જે માહિતી માગી છે અમે તે આપશે. તેમને એક નોટિસ આપવામાં આવી છે, નોટિસ તેમના કાર્યલયે પ્રાપ્ત કરી છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
વધુમાં તેમણે કહ્યું કે, અમે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અમને માહિતી મળી નહોતી, આજે ત્રણ વખત પોલીસ તેમના નિવાસસ્થાન પર ગઈ હતી પરંતુ અત્યાર સુધી સાંસદસભ્યે કોઈ માહિતી આપી નથી."
સ્પેશિયલ કમિશ્નરે કહ્યું કે 30 જાન્યુઆરીના શ્રીનગરમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે યાત્રા દરમિયાન કેટલીક મહિલાઓ મળી હતી જે રોતી હતી. તેમની સાથે બળાત્કાર થયો હતો. હવે તેમને આ માહિતી ભેગી કરવામાં સમય લાગશે પરંતુ તેઓ જલદી માહિતી આપશે.
રાહુલ ગાંધીના ઘર પર પોલીસ પહોંચ્યા બાદ કૉંગ્રેસ નેતાઓએ કેન્દ્ર સરકાર સામે આક્રામક વલણ અપનાવ્યું છે.
તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી નોટિસનો જવાબ આપી રહ્યા છે તો પોલીસ તેમના ઘરે કેમ ગઈ.
દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને તેમના આ નિવેદન પર નોટિસ મોકલી હતી જેમાં તેમની પાસેથી કેટલાક સવાલોના જવાબ માગવામાં આવ્યા હતા.
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું, " ગૃહમંત્રાલય અને ઉપરથી આદેશ સિવાય આ સંભવ નથી કે પોલીસ અહીંયા સુધી પહોંચે. જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને નોટિસ મળી છે અને તેઓ જવાબ આપશે છતાં પોલીસ પહોંચી છે."
તેમણે કહ્યું કે, "તેમની હિંમત કેવી રીતે થઈ કે તેઓ અહીંયા સુધી પહોંચ્યા. સમગ્ર દેશ તેમની હરકતો જોઈ રહ્યો છે. દેશ તેમને માફ નહીં કરે. આજની હરકત ખૂબ ગંભીર છે. તપાસથી કોઈ ઇન્કાર નહીં કરી શકે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
તો કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે, "અમે ઘટનાક્રમનો નિયમ અનુસાર જવાબ આપશું પરંતુ આવી રીતે આવવું કેટલું યોગ્ય છે? ભારત જોડો યાત્રાને ખતમ થઈને આજે 45 દિવસ થઈ ગયા છે, એ લોકો આજે પૂછી રહ્યા છે. તેઓ દેખાય છે કે સરકાર ગભરાઈ છે. અત્યારે મને અંદર જવાથી રોકવામાં આવ્યો. કેમ રોકવામાં આવ્યો. આ રસ્તો છે અહીંયા કોઈ પણ આવી શકે છે."
ત્યારે જ કૉંગ્રેસ કમ્યુનિકેશન પ્રભારી જયરામ રમેશે પણ પોલીસના પહોંચવાની ટીકા કરી હતી.
તેમણે કહ્યું કે, "ભારત જોડો યાત્રાને સમાપ્ત થયાને 45 દિવસ થઈ ગયા છે. તેઓ 45 દિવસ પછી સવાલ પૂછે છે. જો તેમને એટલી ચિંતા હતી તો તેઓ ફેબ્રુઆરીમાં જ તેમની પાસે કેમ ન ગઈ? રાહુલ ગાંધીની કાયદાકીય ટીમ કાયદા અનુસાર આનો જવાબ આપશે."
ડૉ. ચગ આત્મહત્યા કેસ: સુસાઇડ નોટ છતાં ભાજપના સંસદસભ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાવા હાઈકોર્ટ સુધી લડવું પડ્યું
પંજાબ પોલીસે અમૃતપાલ સિંહને ભાગેડું જાહેર કર્યા, તપાસ ચાલુ
પંજાબ પોલીસે ‘વારિસ
પંજાબ દે’
સંગઠનના પ્રમુખ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને ભાગેડું જાહેર કર્યા છે. પોલીસના
જણાવ્યા અનુસાર, તેમને શોધવા માટે તપાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
જલંધરના પોલીસ કમિશનર કુલદીપસિંહ
ચહલે શનિવારે મોડી રાત્રે મીડિયાને જણાવ્યું હતું કે, “અમૃતપાલ
સિંહ હાલ ફરાર છે અને અમે તેમને શોધી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તેમની ધરપકડ
કરીશું.”
તેમણે જણાવ્યું હતું કે, “અમૃતપાલ
સિંહની બે કાર અને બંદૂકધારીઓ જપ્ત કરવામાં આવ્યા છે. અમે એ પણ શોધ કરી રહ્યા છે
કે તેમની સુરક્ષામાં રાખવામાં આવેલા હથિયાર ગેરકાયદે છે કે કેમ. તે અંગે કેસ
નોંધવામાં આવ્યો છે.”
પંજાબ પોલીસે તેમના ટ્વિટર
હૅન્ડલ પર માહિતી આપી છે કે, “વારિસ પંજાબ દે સામે કાર્યવાહીમાં
અત્યારસુધીમાં 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમૃતપાલ ફરાર છે, પોલીસ ટીમ તેમને
શોધી રહી છે. આઠ રાઇફલ, એક રિવૉલ્વર સહિત નવ હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. હાલ
સ્થિતિ નિયંત્રણમાં છે અને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપવામાં આવી છે.”
વર્તમાન સ્થિતિ જોતા અમૃતપાલ
સિંહના ગામ જુલ્લુપુરમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળો તહેનાત કરવામાં આવ્યાં છે અને
પંજાબમાં રવિવારે બપોર સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટને ધ્યાનમાં લેતા દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને " જાતીય સતામણીની ફરિયાદો સાથે સંપર્ક કરનાર મહિલાઓ વિશેની માહિતી" માગતી નોટિસ જારી કરી હતી.
દિલ્હી પોલીસનું કહેવું છે કે, રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનગરમાં કહ્યું હતું કે, "મેં સાંભળ્યું છે કે તે મહિલાઓ પર હજુ જાતીય શોષણ થઈ રહ્યું છે."
અધિકારીઓના જણાવ્યા અનુસાર, "પોલીસે તેમને એ પીડિત મહિલાઓ વિશે માહિતી આપવા કહ્યું છે, જેથી તેમને સુરક્ષા પુરી પાડી શકાય."
પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે
લાહોરના ઝમાન પાર્કમાં પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના ઘરે શુક્રવારે શરૂ કરવામાં
આવેલા અભિયાનનો બચાવ કર્યો છે.
તેઓએ શુક્રવારે રાત્રે પ્રેસ
કૉન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે, “આજે સવારે લાહોરમાં પોલીસે અન્ય
કાયદા અમલીકરણ એજન્સીઓની મદદથી લાહોર જેવા શહેરમાં લગભગ એક મહિનાથી લાગુ કરવામાં
આવેલો નોગો એરિયા હટાવી દીધો છે.”
તેઓએ કહ્યું હતું કે, “તપાસ અભિયાન દરમિયાન ઇમરાન ખાનના ઘરની બહારથી ગેરકાયદેસર હથિયાર, પેટ્રોલ બૉમ્બ
બનાવવાના સાધનો મળી આવ્યા છે. આ તમામ સાધનોનો ઉપયોગ કાયદા અમલીકરણ એજન્સીઓ વિરુદ્ધ
કરવામાં આવ્યો છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
રાણા સનાઉલ્લાહે કહ્યું હતું કે, "ઝમાન પાર્કમાંથી તેમને જે મળ્યું છે, તે પછી બીજું કંઈ કહેવાની જરૂર નથી. સર્ચ વૉરન્ટ પર ઇમરાન ખાનના ઘરની બહારના ભાગની તપાસ કરવામાં આવી હતી. વૉરન્ટ હોવા છતાં પોલીસે રહેણાંક વિસ્તારમાં ગઈ ન હતી, જ્યાં તેમનાં પત્ની હાજર હતાં."
તેમણે કહ્યું કે, "ઇમરાન ખાનના ઘરની પણ તપાસ કરવામાં આવશે, કારણ કે અમને શંકા છે કે ત્યાં ગેરકાયદેસર હથિયારોનો મોટો જથ્થો હોઈ શકે છે."
તેમણે આરોપ લગાવ્યો હતો કે, "ઇમરાન ખાનની આસપાસ એકઠાં થયેલા લોકોને ખબર નથી કે તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે. તેઓ પોતે ઉગ્રવાદીઓને પોતાના ઘરમાં રાખે છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
રાણા સનાઉલ્લાહે ઇમરાન ખાન પર અસાધારણ રાહતનો આરોપ પણ લગાવ્યો હતો. તેમનો ઇશારો કોર્ટમાંથી જામીનની રાહત તરફ હતો. તેઓએ કહ્યું કે જો તેમને અસાધારણ રાહત નહીં મળે તો તેઓ થોડા દિવસોમાં ઠીક થઈ જશે.
પ્રમુખ ઇમરાન ખાનના ઘરે શુક્રવારે પોલીસ કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો થયો હતો. પોલીસ દરવાજો તોડીને અંદર ઘૂસી ગઈ હતી અને ઇમરાન ખાનના સમર્થક તેનો વિરોધ કરી રહ્યા હતા.
પોલીસે તેમની પર ઘરમાંથી ફાયરિંગ થવાનો પણ આરોપ લગાવ્યો હતો. જોકે એ દરમિયાન ઇમરાન ખાન ઘરમાં ન હતા. તેઓ કોર્ટમાં હાજર થવા માટે ઘરેથી નીકળી ગયા હતા.
તેમણે કહ્યું હતું કે, કોઈ પણ
વકીલના જજ બનવાની વ્યવસાયિક યોગ્યતા અને તેમના જાતીય અભિગમ વચ્ચે કોઈ સંબંધ નથી.
સૌરભ કૃપાલને દિલ્હી હાઈકોર્ટના જજ
બનાવવા માટે કૉલેજિયમે બીજીવાર ભલામણ કરી હતી.
કૉલેજિયમની આ ભલામણ બાદ આ મામલે
વિવાદ ઊભો થયો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર,
શનિવારે ચંદ્રચુડે ‘ઇન્ડિયા કૉન્કલેવ’ માં કહ્યું હતું કે, "કૉલેજિયમ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત
કરવા માટે વકીલોના નામ પર વિચાર કરે છે."
આવામાં કૉલેજિયમ તેમના જીવનના દરેક
પાસાઓને સમાજ સામે ઉજાગર ન કરી શકે તે બાબતે સાવચેતી રાખવામાં આવે છે.
ઇમેજ સ્રોત, TWITTER/ SAURABH KIRPAL
કૉલેજિયમે લખ્યું હતું કે, "સૌરભ કૃપાલે LGBTQI લોકોના હકો વિશે વાત કરવા અંગે એક વકીલ તરીકે જે પણ કંઈ કર્યું છે, તે ‘માઈલસ્ટોન’ છે."
એક સમલૈગિંકના રૂપમાં સૌરભ કૃપાલે પોતાની ઓળખ છુપાવી નથી.
કૉલેજિયમ દેશના ચીફ જસ્ટિસ ડૉક્ટર ધનંજય યશવંત ચંદ્રચુડની નેતૃત્વમાં એક સમિતિ છે.
દિલ્હી હાઈકોર્ટના જજ પદ માટે જસ્ટિસ ચંદ્રચુડે સૌરભ કૃપાલના નામના પ્રસ્તાવ પર ફરી એકવાર સહમતિ દર્શાવી છે.
અમૃતપાલ સિંહ ‘ફરાર’, પંજાબ પોલીસે ‘વારિસ પંજાબ દે’ ના 78 લોકોની કરી ધરપકડ
પંજાબ પોલીસે શનિવારે ‘વારિસ પંજાબ દે’ સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહ અને સંગઠનના અન્ય સભ્યો
વિરુદ્ધ રાજવ્યાપી અભિયાન શરૂ કર્યું છે.
પોલીસ અનુસાર, "અમૃતપાલ
સિંહ હજુ પણ પોલીસની પકડથી દૂર છે, પરંતુ અત્યાર સુધીમાં કુલ 78 લોકોની ધરપકડ કરવામાં
આવી છે."
અન્ય ઘણા લોકોની પૂછપરછ માટે અટકાયત
કરવામાં આવી છે. તેમની કાર્યવાહી દરમિયાન પોલીસે નવ હથિયારો પણ જપ્ત કર્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે, "આ
કાર્યવાહી એ લોકો વિરુદ્ધ કરવામાં આવી રહી છે, જેમની પર ઘણા ગુનાહિત કેસ નોંધાયેલા
છે."
પોલીસની કાર્યવાહીને લઈને રાજ્યના
ઘણા ભાગોમાં તણાવ છે.
પોલીસે ઘણા જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી છે અને રવિવારે
બપોરે 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ બંધ રાખવાનું એલાન કર્યું છે.
પંજાબના કૅબિનેટ મંત્રી બલબીર સિંહે
કહ્યું હતું કે, આ કાર્યવાહી કાયદા હેઠળ કરાઈ રહી છે.
પંજાબ પોલીસના પ્રવક્તાએ કહ્યું
હતું કે, "શનિવારે બપોરે પોલીસે જલંધર જિલ્લાના શાહકોટ માલસૈન રોડ પર ‘વારિસ પંજાબ દે’ સંગઠનના ઘણા કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. આમાંથી
સાત લોકોની તે જગ્યાએથી ધરપકડ કરવામાં આવી હતી."
પોલીસ પ્રવક્તા અનુસાર, "અમૃતપાલ
સિંહ સહિત ઘણા અન્ય લોકો ભાગી ગયા હતા. તેમને પકડવા માટે વ્યાપક અભિયાન ચલાવવામાં
આવ્યું છે."
પોલીસ પ્રવક્તા અનુસાર, વારિસ પંજાબ દે સાથે જોડાયેલા લોકો સામે ચાર ગુનાહિત કેસ છે, જેમાં લોકોને અસંતોષ ફેલાવવા, હત્યાનો પ્રયાસ, પોલીસકર્મીઓ પર હુમલો અને પોલીસ કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ છે.
તેઓએ કહ્યું હતું કે, અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કરવા બદલ વારિસ પંજાબના લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે, જે લોકોએ ગુનો કર્યો છે, તે તમામ લોકો સામે કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે.
શું કહ્યું અમૃતપાલ સિંહના પિતાએ?
અમૃતપાલ સિંહના ગામ જલ્લુપુર ખેડામાં પોલીસ સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમૃતપાલ સિંહના ઘરની બહાર પણ સુરક્ષા કડક છે.
અમૃતપાલ સિંહના પિતા તરસંમ સિંહે કહ્યું હતું કે, "અમારા ઘરે કેટલાક કલાકો સુધી પોલીસ ઑપરેશન ચાલ્યું, આ બધું જ રાજકારણની આડમાં થઈ રહ્યું છે. અમૃતપાલ સિંહ ક્યાં છે મને ખબર નથી."
પોર્ન સ્ટાર સાથે જોડાયેલા વિવાદમાં ટ્રમ્પને ધરપકડનો ભય, તેમણે સમર્થકોને શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે
તેમની કથિત રીતે એક પૂર્વ પૉર્ન સ્ટારને ચૂપ રહેવા માટે પૈસા આપવાના કેસમાં ધરપકડ
થઈ શકે છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ પર કહ્યું કે જો તેમની
ધરપકડ કરવામાં આવી તો તેમના સમર્થકો જોરદાર વિરોધ પ્રદર્શન કરે.
ટ્રમ્પે એક વકીલને કહ્યું કે તેમણે મીડિયા રિપોર્ટ્સને
આધારે આ નિવેદન આપ્યું છે.
જો આવું થશે તો તેઓ પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ હશે જેમની વિરુદ્ધ
કોઈ ગુનાહિત મામલામાં ખટલો ચાલશે
જો તેમની ધરપકડ થશે તો આનાથી 2024માં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં
રિપબ્લિકન પાર્ટીના ઉમેદવરા બનવાનું તેમનું અભિયાન અસરગ્રસ્ત થશે. ટ્રમ્પની સામે આ
મામલામાં ગત પાંચ વર્ષથી તપાસ ચાલી રહી છે.
આરોપ છે કે ટ્રમ્પ તરફથી પૂર્વ પોર્ન સ્ટાર સ્ટૉર્મી
ડેનિયલને ચૂપ રહેવાં માટે પૈસા આપવામાં આવ્યા હતા.
ઇમેજ સ્રોત, Getty Images
ડેનિયલ અનુસાર આ પૈસા તેમને 2016માં અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં આપવામાં આવ્યા હતા.
સ્ટૉર્મી ડેનિયલે કહ્યું હતું કે તેમને 2016માં અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી પહેલાં ટ્રમ્પના પૂર્વ વકીલે માઇકલ કોહેને ટ્રમ્પ સાથેના સંબંધો વિશે જાહેર ન કરવાને બદલે એક લાખ 30 હજાર ડૉલર આપ્યા હતા.
પરંતુ ટ્રમ્પે કહ્યું હતું કે સ્ટૉર્મી ડેનિયલ સાથે તેમના કોઈ જાતીય સંબંધ નથી રહ્યા. તેમણે કહ્યું હતું કે આ કેસ રાજનીતિથી પ્રેરિત છે.
નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.