પંજાબ પોલીસે અમૃતપાલ સિંઘ સામે કરી કાર્યવાહી, સમગ્ર પંજાબમાં ઇન્ટરનેટ બંધ
પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી પંજાબમાં ચર્ચાસ્પદ બનેલા 'વારિસ પંજાબ દે' સંગઠનના વડા અમૃતપાલ સિંઘના છ ટેકેદારોને અટકમાં લેવામાં આવ્યા છે.
લાઇવ કવરેજ
અમૃતપાલ સિંહ વિરુદ્ધ પોલીસની કાર્યવાહી ચાલુ, સમગ્ર પંજાબમાં ઇન્ટરનેટ બંધ

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, અમૃતપાલ સિંહ પંજાબ પોલીસ 'વારિસ પંજાબ દે'ના વડા અમૃતપાલ સિંહને પકડવા માટે મોટી કાર્યવાહી કરી રહી છે.
પોલીસની વિવિધ ટીમો જલંધર અને શાહકોટ વિસ્તારોમાં કાર્યવાહીમાં જોતરાઈ છે.
પંજાબમાં રવિવારે બપોરે 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર પંજાબ પોલીસે અમૃતપાલ સિંહ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આ સાથે એજન્સીએ કહ્યું કે પંજાબ પોલીસ તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.
પીટીઆઈ અનુસાર, પંજાબ પોલીસે અમૃતપાલ સિંહના કાફલાને જલંધરના મિહતપુર ગામમાં અટકાવવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અમૃતપાલ સિંહ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા પણ તેમના છ સમર્થકોને પકડી લેવામાં આવ્યા હતા.
અમૃતપાલ સિંહ કોણ છે અને દુબઈથી આવીને 'ખાલિસ્તાન'ની માગ કરનારા આ શખ્સે પંજાબમાં પોલીસ અને પ્રશાસનને કેવી રીતે મજબૂર કર્યાં? તે વિશે વાંચવા અહીં ક્લિક કરો.
ઇમરાન ખાનના ઘરમાં ઘૂસી પોલીસ, ફાયરિંગનો દાવો

ઇમેજ સ્રોત, PTI
લાહોરના જમાનપાર્કસ્થિત પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના ઘરની બહાર પોલીસ અભિયાન ચાલી રહ્યું છે.
ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસબળ તહેનાત છે અને બુલડોઝર પણ મંગાવાયાં છે.
બીબીસી સંવાદદાતા તરહબ અસગર અનુસાર પોલીસ ઇમરાન ખાનના ઘરની અંદર પ્રવેશી તે વખતે ફાયરિંગ થયું અને પોલીસને નિશાન બનાવવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, PTI
પોલીસે જિયો ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું કે પોલીસે ઇમરાન ખાનના ઘરની અંદર પ્રવેશ કર્યો ત્યારે અંદરથી ફાયરિંગ થયું અને પોલીસને નિશાન બનાવવામાં આવી હતી.
પોલીસનું કહેવું છે કે ઘરની અંદર કાર્યકરો પાસે હથિયાર છે જેનો ઉપયોગ તેઓ પોલીસ સામે કરી રહ્યા છે.

ઇમરાન ખાને કહ્યું છે કે ઇસ્લામાબાદમાં અદાલત તરફ જતી વખતે તેમના કાફલાની સાથે દુર્ઘટના થઈ.
તેમનો દાવો છે કે તેમને ખબર છે કે તેમની ધરપકડ કરવામાં આવશે પરંતુ ત્યાર બાદ પણ અદાલતમાં તેઓ રજૂ થવા જઈ રહ્યા છે.
ઇમરાન ખાનને આજે તોશાખાના કેસમાં રજૂ થવાનું છે.
ઇમરાન ખાન તોશાખાના કેસમાં આજે કોર્ટમાં રજૂ થશે

ઇમેજ સ્રોત, SHAHZAIB AKBER/EPA-EFE/REX/SHUTTERSTOCK
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન તોશાખાના કેસમાં આજે કોર્ટમાં રજૂ થશે.
આ મામલામાં તેમની વિરુદ્ધ વૉરન્ટ બહાર પડ્યું હતું.
તેમને 18 માર્ચે કોર્ટમાં રજૂ થવાનું કહેવામાં આવ્યું હતું.
આ મામલાની સુનાવણીની જગ્યા બદલાઈ ગઈ છે. સુનાવણી ઇસ્લામાબાદની સત્ર અદાલતની જગ્યાએ હવે જ્યુડિશિયલ કૉમ્પલેક્સમાં થશે.
તહરીકે ઇન્સાફ પાર્ટીના પ્રમુખે પોતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આને ટાંકતા તેમણે કોર્ટમાં હાજર થવાને લઈને અસમર્થતા જાહેર કરી હતી. આને જોતાં સુનાવણીની જગ્યા બદલાઈ હતી.
ત્યાં જ ઇમરાન ખાનને લાહોર હાઈ કોર્ટે શુક્રવારના નવ મામલામાં જામીન આપ્યા હતા.
ઇમરાન ખાનના વકીલે કોર્ટને કહ્યું હતું કે "જો તેમને 15 દિવસ આપવામાં આવ્યા, તો તેઓ બધા જ મામલામાં રજૂ થવાનો પ્રયત્ન કરશે."
ઇમરાન ખાને કોર્ટને કહ્યું, "મારા ચૂંટણીઅભિયાન પર અસર પડી છે. પહેલાં આવું કોઈ નેતા સાથે નથી થયું. તમે (કોર્ટે) અમને બચાવ્યા છે."
કોર્ટે તેમને 28 માર્ચ સુધી જામીન આપ્યા છે.

ઇમેજ સ્રોત, EPA
શું છે તોશાખાના?
તોશાખાના એક સરકારી વિભાગ હોય છે.
જ્યાં વડા પ્રધાન, રાષ્ટ્રપતિ કે અન્ય કોઈ મોટા અધિકારીઓને કોઈ યાત્રા દરમિયાન મળનારી કિંમતી ભેટો મૂકવામાં આવે છે.
કોઈ પણ વિદેશ યાત્રા સમયે, વિદેશમંત્રાલયના અધિકારી આ ભેટોનો રેકૉર્ડ રાખે છે અને દેશ પરત ફરવામાં આવે ત્યારે તેમને તોશાખાનામાં જમા કરાવવામાં આવે છે.
તોશાખાનામાં મુકાયેલી વસ્તુઓને સ્મૃતિચિહ્ન તરીકે મૂકવામાં આવે છે.
અહીં મુકાયેલી વસ્તુઓને કૅબિનેટની મંજૂરી બાદ જ વેચી શકાય છે. પાકિસ્તાનમાં જો આવી રીતે મળનારી ભેટની રકમ 30 હજાર કરતાં ઓછી હોય તો તેને વ્યક્તિ પોતાની પાસે રાખી શકે છે.
પરંતુ જો ભેટ 30 હજાર કરતાં વધુ હોય તો કિંમતના 50 ટકા જેટલી રકમ આપીને તે ખરીદી શકાય છે. વર્ષ 2020 પહેલાં માત્ર કિંમતના 20 ટકા જેટલી રકમ જ જમા કરાવવાની રહેતી.
આવી ભેટોમાં સામાન્યપણે મોંઘી ઘડીયાળો, સોનું, હીરાનાં ઘરેણાં, કિંમતી સજાવટનો સામાન, સ્મૃતિ ચિહ્ન અને ક્રૉકરી સામેલ છે.
રાજ્ય પાસે ઓસેલ્ટામિવિર કૅપ્સુલનો 2.74 લાખ જથ્થો છે- સરકાર

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, આરોગ્ય મંત્રી રૂશીકેશ પટેલે શુક્રવારે ગુજરાત વિધાનસભાને જણાવ્યું હતું કે, ગુજરાત પાસે H1N1 અને H3N2 ઇન્ફ્લુએન્ઝા-એ વાઇરસના કેસોમાં અચાનક આવેલી તેજી સામે લડવા માટે ઓસેલ્ટામિવિર દવાનો 2.74 લાખ જથ્થો છે.
કૉંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા રજૂ કરવામાં આવેલા એક પ્રસ્તાવના જવાબમાં મંત્રીએ રાજ્ય વિધાનસભાના નિયમ-116 અંતર્ગત કહ્યું હતું કે, 1લી જાન્યુઆરીથી 13મી માર્ચ 2023 વચ્ચે ગુજરાત એપિડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ પર સિઝનલ ફ્લૂના 83 પોઝીટીવ કેસ નોંધાયા છે. આ સમયગાળામાં ફ્લૂના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
પટેલે 13 માર્ચે એસએસજી હૉસ્પિટલમાં 58 વર્ષીય મહિલા દર્દીના થયેલા મૃત્યુનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, “વડોદરામાં મૃત્યુ પામેલા દર્દીને કૉમોર્બિડિટી હતી. જો દર્દીને સામાન્ય શરદી સમયે જ સારવાર આપવામાં આવી હોત, તો કદાચ આપણે તેમનું જીવન બચાવી શક્યા હોત.”
કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, "H1N1 અને H3N2 ના કેસો ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે લોકોમાં “ડર” પેદા થઈ રહ્યો છે અને સરકારને પૂછ્યું કે તેઓ કોવિડ દરમિયાન જે રીતે લોકો માટે પરીક્ષણોનું આયોજન કરવાની યોજના બનાવતા હતા, શું હાલ તેવી તૈયારી કરી રહ્યા છે."
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, "બંને પ્રકારના ફ્લૂ માટે પરીક્ષણની કોઈ જરૂર નથી અને તેનું સરળતાથી ઓસેલ્ટામિવિરથી પરીક્ષણ કરી શકાશે."
સરકારે કહ્યું હતું કે, "83 કેસમાંથી 80 H1N1 અને ત્રણ H3N2નાકેસ હતા,રાજ્યમાં અત્યાર સુધીમાં H3N2 ને કારણે કોઈ મૃત્યુ થયું નથી."
ભારતે પ્રથમ વનડેમાં ઑસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું

ઇમેજ સ્રોત, ANI
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મૅચની સિરીઝ પ્રથમ મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું.
ઑસ્ટ્રેલિયાના 188 રનના લક્ષ્યાંકને ભારતે 39.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
ભારત તરફથી કેએલ રાહુલ સૌથી વધુ 75 રન બનાવ્યા બાદ અણનમ રહ્યા હતા. ઑસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે ત્રણ વિકેટ ઝડપી હતી.
આ પહેલાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ઑસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી, બીજી ઓવરમાં જ તેઓઓ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે આ પછી સ્મિથ અને માર્શે ઇનિંગ્સ સંભાળી હતી. 13મી ઓવરમાં સ્મિથ 22 રન બનાવીને આઉટ થયા હતા. આ સમયે ઑસ્ટ્રેલિયાનો સ્કોર 77 રન હતો.
129ના સ્કોર પર એમ. માર્શ પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ કોઈ પણ લાંબા સમય સુધી ટકી શક્યું ન હતું અને ઑસ્ટ્રેલિયાની તમામ ઇનિંગ્સ 35.4 ઓવરમાં 188 રનમાં સમેટાઈ ગઈ હતી.
ભારત તરફથી મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી હતી.
પાકિસ્તાન: ઇમરાન ખાનને લાહોર હાઈકોર્ટમાં ચાલી રહેલ કેસમાં મળ્યા જામીન

ઇમેજ સ્રોત, PTI
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના પ્રમુખ ઇમરાન ખાનને લાહોર હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે.
ઇમરાન ખાનના વકીલે કોર્ટને કહ્યું હતું કે, ‘જો તેઓને 15 દિવસનો સમય આપવામાં આવે, તો તેઓ તમામ કેસમાં હાજર થવાનો પ્રયાસ કરશે.’
ઇમરાન ખાને કોર્ટને કહ્યું હતું કે, “મારા ચૂંટણીના પ્રચાર પર અસર પડી છે. આ પહેલાં અન્ય કોઈ નેતા સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો નથી.”
“તમે (કોર્ટ) એ અમને બચાવ્યા છે.”
જસ્ટિસ તારિક સલીમે ઇમરાન ખાનને કહ્યું હતું કે, તેઓએ કેસને ખોટી રીતે હેન્ડલ કર્યો છે.
જો કે ત્યારબાદ કોર્ટે તેઓને 28 માર્ચ સુધીના જામીન આપ્યા હતા.

આ પહેલાં ઇસ્લામાબાદ હાઈકોર્ટે પોલીસને કહ્યું હતું કે, તેઓ ઇમરાન ખાનની આવતીકાલે કોર્ટમાં હાજર થાય તે પહેલાં ધરપકડ ન કરે.
કોર્ટે કહ્યું હતું કે ઇમરાન ખાનને કોર્ટમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવે.
ઇમરાન ખાનના વકીલોએ એફીટેવિટ આપ્યા બાદ કોર્ટે આ નિર્ણય લીધો હતો, જેમાં વચન આપવામાં આવ્યું હતું કે તેમના ગ્રાહક શનિવારે કોર્ટમાં હાજર થશે.
નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
17 માર્ચના સમાચાર વાંચવા માટેઅહીં ક્લિકકરો.
