આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ: ઑસ્ટ્રેલિયાએ ભારતને સેમિફાઇનલમાં હરાવ્યું
દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડકપમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઇનલમાં ભારત હારી ગયું છે.
લાઇવ કવરેજ
ગુજરાત : ઘઉંની એ નવી જાત કઈ છે, જે મબલક ઉત્પાદન આપે છે
બ્રેકિંગ, આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ: ઑસ્ટ્રેલિયાએ ભારતને સેમિફાઇનલમાં હરાવ્યું

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ટી-20 વર્લ્ડકપમાં પહેલી સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને પાંચ રનથી હરાવી દીધું છે. 173 રનનો પીછો કરતી ભારતીય ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ પર 167 રન બનાવી શકી હતી.
સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને 20 ઓવરમાં 4 વિકેટે 172 ફટકાર્યા હતા.
આ મૅચ કેપ ટાઉનના ન્યૂલૅન્ડ્ઝના સ્ટેડિયમમાં રમાઈ હતી, આગામી તમામ મૅચ પણ આ મેદાનમાં જ રમાશે.
ટી-20 વર્લ્ડકપની આ પહેલી સેમિફાઇનલ મૅચ હતી.
ભારતની ઈનિંગની શરૂઆત જ ઘણી ખરાબ રહી હતી અને એક તબક્કે માત્ર 28 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી.
ઑપનર શફાલી વર્મા 6 બૉલમાં 9 રન બનાવીને આઉટ થયાં હતાં જ્યારે સ્મૃતિ મંધાના 5 બૉલમાં માત્ર 2 રન બનાવીને આઉટ થયાં હતાં.
ત્રીજા ક્રમે આવેલા યસ્તિકા ભાટિયા 4 રન પર રન-આઉટ થયાં હતાં.
બીજી સેમિફાઇનલ ઈંગ્લૅન્ડ અને યજમાન દેશ દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે 24 ફેબ્રુઆરીએ રમાશે.
જ્યારે ફાઇનલ મૅચ 26 ફેબ્રુઆરીએ રમાશે.
ભારત-પાકિસ્તાન લુડો લવસ્ટોરી: મુલાયમ અને ઇકરાનાં પ્રેમ, લગ્ન અને અલગ થવાની કહાણી
'સન્માન સાથે મૃત્યુ પણ ના મળે', દર્શન સોલંકી આપઘાત જેવા કિસ્સામાં પ્રતિષ્ઠિત સંસ્થાઓ શું કરે છે?
આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ: ઑસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડકપમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઇનલ ચાલી રહી છે, જેમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી છે અને 20 ઓવરમાં 4 વિકેટે 172 ફટકાર્યા છે.
આ મૅચ કેપ ટાઉનના ન્યૂલૅન્ડ્ઝના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આગામી તમામ મૅચ આ મેદાનમાં જ રમાશે.
ટી-20 વર્લ્ડકપની આ પહેલી સેમિફાઇનલ મૅચ છે. ઑસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો છે.
રાધા યાદવે ભારતને પહેલી વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી.
રાધાએ ટી-20 મહિલા ક્રિકેટનાં સૌથી ખતરનાક બૅટર એલિસ્સા હેલીને આઉટ કર્યાં હતાં.
હેલી આગળ આવીને ફટકારવા જતા વિકેટકીપરના સ્ટંપિંગનો ભોગ બન્યાં હતાં. હેલીએ 26 બૉલમાં 25 રન બનાવ્યા હતા.
જોકે ઑસ્ટેલિયાની પહેલી વિકેટ વચ્ચે અર્ધ શતકીય ભાગીદારી નોંધાઈ હતી. પહેલી વિકેટ 7.3 ઓવરે 52 રન પર પડી હતી.
ત્યારબાદ બેથ મૂની ખતરનાક ફૉર્મમાં જોવાં મળ્યાં હતાં.
તેમણે 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. તેઓ 37 બૉલમાં 54 રન બનાવીને આઉટ થયાં હતાં.
મૂનીની વિકેટ શિખા પાંડેયે લીધી હતી.
ત્યારબાદ કપ્તાન લેનિંગ અને ગાર્ડનર વચ્ચે ઝડપી રનની ભાગીદારી નોંધાઈ. ત્રીજી વિકેટ 142 રન પર પડી.
બંને વચ્ચે 36 બૉલમાં 53 રનની ભાગીદારી નોંધાઈ અને ગાર્ડનર 18 બૉલમાં 31 રન બનાવીને દીપ્તિ શર્માના હાથે બૉલ્ડ થયાં.
ઑસ્ટ્રેલિયન કપ્તાન લેનિંગે 34 બૉલમાં 49 રનની અણનમ ઈનિંગ રમી હતી.
ઉલ્લેખનીય છે કે પૉઇન્ટ ટેબલમાં ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લૅન્ડ 4 પૈકી તમામ ચાર મૅચ જીતીને ટોચ પર છે.
જ્યારે ભારતની ટીમે 4 પૈકી 3 મૅચમાં જીત મેળવી છે.
બીજી સેમિફાઇનલ ઈંગ્લૅન્ડ અને યજમાન દેશ દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે 24 ફેબ્રુઆરીએ રમાશે.
દક્ષિણ આફ્રિકાની ટીમ ચારમાંથી બે મૅચ જીતી છે પણ રનરેટમાં આગળ હોવાના કારણે સેમિફાઇનલમાં સ્થાન મેળવી શકી છે.
જ્યારે ફાઇનલ મૅચ 26 ફેબ્રુઆરીએ રમાશે.
આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ: ભારત સામે ઑસ્ટ્રેલિયાના પાંચ ઓવરમાં 31 રન

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડકપમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઇનલ ચાલી રહી છે, જેમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી છે અને 5 ઓવરમાં વિના વિકેટે 31 રન ફટકાર્યા છે.
આ મૅચ કેપ ટાઉનના ન્યૂલૅન્ડ્ઝના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આગામી તમામ મૅચ આ મેદાનમાં જ રમાશે.
ટી-20 વર્લ્ડકપની આ પહેલી સેમિફાઇનલ મૅચ છે.
ઉલ્લેખનીય છે કે પૉઇન્ટ ટેબલમાં ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લૅન્ડ 4 પૈકી તમામ ચાર મૅચ જીતીને ટોચ પર છે.
જ્યારે ભારતની ટીમે 4 પૈકી 3 મૅચમાં જીત મેળવી છે.
બીજી સેમિફાઇનલ ઈંગ્લૅન્ડ અને યજમાન દેશ દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે 24 ફેબ્રુઆરીએ રમાશે.
દક્ષિણ આફ્રિકાની ટીમ ચારમાંથી બે મૅચ જીતી છે પણ રનરેટમાં આગળ હોવાના કારણે સેમિફાઇનલમાં સ્થાન મેળવી શકી છે.
જ્યારે ફાઇનલ મૅચ 26 ફેબ્રુઆરીએ રમાશે.
પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી, વચગાળાના જામીન આપવાનો નિર્દેશ

ઇમેજ સ્રોત, ANI
સુપ્રીમ કોર્ટે દિલ્હીની દ્વારકા કોર્ટને પવન ખેડાને વચગાળાના જામીન આપવાનો નિર્દેશ આપ્યો છે.
અર્ણવ ગોસ્વામી કેસને ટાંકીને સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ અને આસામ સરકારને આ કેસમાં નોંધાયેલી તમામ એફઆઈઆરને ક્લબ કરવા માટે નોટિસ પાઠવી છે.
પવન ખેડા વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી તાકીદની સુનાવણીની અપીલ સાથે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અગાઉ, જ્યારે બપોરે 3 વાગ્યે સુનાવણી શરૂ થઈ, ત્યારે સિંઘવીએ કેસ સંબંધિત તમામ અરજીઓને ક્લબ કરવાની અપીલ કરી અને કહ્યું કે તેમના અસીલ બિનશરતી માફી માગી લેશે, કારણ કે તેમનો કોઈને દુઃખ પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો.
સિંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમામ એફઆઈઆર એ પ્રેસ-કૉન્ફરન્સમાં આપેલા નિવેદનને કારણે નોંધવામાં આવી છે, તેથી તેને ક્લબ કરવામાં આવે.
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે પૂછ્યું કે શું તેઓ એફઆઈઆર રદ કરવા માગે છે, જેના પર સિંઘવીએ કહ્યું કે તેઓ તમામ એફઆઈઆરને ક્લબ કરવાની અપીલ કરી રહ્યા છે.
ગુજરાતમાં ફેબ્રુઆરીમાં જ કેમ ઉનાળા જેવી ગરમી પડવા લાગી છે?
પવન ખેડાને દિલ્હી પોલીસે ઍરપૉર્ટ પરથી અટકાયત કરી, સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
કૉંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે પક્ષના નેતા પવન ખેડાની ઍરપૉર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાંથી ઉતારાયા બાદ દિલ્હી પોલીસે અટકાયત કરી લીધી છે.
સમાચાર સંસ્થા પીટીઆઈના રિપોર્ટ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કરાયેલી તેમની કથિત ટિપ્પણીને લઈને આસામના હાફલોંગમાં પોલીસે એમના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જે બાદ ગુરુવારે દિલ્હી ઍરપોર્ટ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
જોકે, સમાચાર સંસ્થા એએનઆઈના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે આસામ પોલીસે ખેડાની ધરપકડ કરી છે. પવન ખેડાને આજે દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં તેમના આસામ લઈ જવા માટેના ટ્રાન્ઝિટ રિમાન્ડની માગ કરવામાં આવશે.
ખેડા વિરુદ્ધ આસામના ડીમા હસાઓ જિલ્લાના હાફલોંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
આસામ પોલીસના આઈજીપી પ્રશાંતકુમાર ભુયાને સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું છે કે આસામ પોલીસની એક ટીમ પવન ખેડાને રિમાન્ડમાં લેવા માટે દિલ્હી જવા માટે રવાના થઈ ગઈ છે.
તેમણે એવું પણ ઉમેર્યું, "ખેડાની ધરપકડ કરવા માટે અમે દિલ્હી પોલીસને વિનંતી કરી છે. સ્થાનિક કોર્ટની મંજૂરી મેળવી અમે એમને આસામ લાવીશું."
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ પહેલાં કૉંગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે દાવો કર્યો છે કે પક્ષના નેતા પવન ખેડાને ઇન્ડિગોની રાયપુર જઈ રહેલી ફ્લાઇટમાંથી ઊતરી જવા કહેવાયું હતું.
ટ્વિટર પર આની જાણકારી આપતાં તેમણે લખ્યું, "અમે બધાં ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટ સંખ્યા 6ઈ 204થી રાયપુર જઈ જવાનાં હતાં. એ વખતે અચાનક જ મારા સહયોગી પવન ખેડાને વિમાનમાંથી ઊતરી જવા માટે કહેવાયું. આ કેવા પ્રકારની મનમાની છે? શું કાયદાનું રાજ ખતમ થઈ ગયું? કયા આધારે અને કોના કહેવાથી આવું કરાયું?
જોકે, ઇન્ડિગો કે નાગરિક ઉડ્ડયન વિભાગ તરફથી આ અંગે કોઈ નિવેદન નથી અપાયું.
આજથી ગુજરાત વિધાનસભાના સત્રનોવિરોધપક્ષના નેતાના પદ વગર આરંભ

ઇમેજ સ્રોત, GUJARATASSEMBLY.GOV.IN
ગુજરાત વિધાનસભાનું સત્ર ગુરુવારથી થઈ રહ્યું છે, જેમાં વિરોધપક્ષના કોઈ નેતા નહીં હોય. આવું કદાચ ગુજરાતમાં પ્રથમ વખત ઘટી રહ્યું છે.
ગુજરાત વિધાનસભા સચિવાલયે બુધવારે સ્પષ્ટ કરી દીધું છે કે કૉંગ્રેસ પક્ષને વિરોધપક્ષના નેતાનું પદ નહીં મળે.
આ અંગેનો એક પત્ર વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલે કૉંગ્રેસના નેતા અમિત ચાવડાને લખ્યો છે.અમિત ચાવડા અંકલાવ બેઠક પરથી ચૂંટાયા છે અને કૉંગ્રેસ ધારાસભ્યદળના નેતા છે.
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને 10 ટકા કરતાં પણ ઓછી બેઠકો મળી હતી. વિરોધપક્ષના નેતા બનવા માટે દસ ટકા બેઠકો જરૂરી હોય છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'અખબાર સચિવાલયનાં સૂત્રોને ટાંકીને જણાવે છે વિપક્ષમાં સૌથી મોટા પક્ષ તરીકે કૉંગ્રેસે વિરોધપક્ષના નેતાનું પદ માગ્યું હતું. જોકે, ભાજપે આની અનુમતિ નહોતી આપી. સૂત્રએ અખબારને જણાવ્યું હતું, "સ્પીકરે નક્કી કર્યું છે કે કૉંગ્રેસને વિપક્ષના નેતાનું પદ નહીં મળે કેમ કે પદ મેળવવા માટે જરૂરી સંખ્યા એ મેળવી શકી નથી."
નોંધનીય છે કે ગુરુવારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે
ગત વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો સાથેઅભૂતપૂર્વ વિજય મળ્યો હતો, જ્યારે કૉંગ્રેસની ઝોળીમાં માત્ર 17 બેઠકો જ આવી હતી.
બ્રેકિંગ, તાજિકિસ્તાનમાં 6.8ની તિવ્રતાનો ભૂકંપ, ચીનમાં પણ આચકા
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના જિયોલૉજિકલ સર્વે (યુએસજીએસ)એ જણાવ્યું છે કે ગુરુવારની સવારે લગભગ છ વાગ્યે (ભારતીય સમયાનુસાર) તાજિકિસ્તાનમાં ભૂકંપ આવ્યો છે.
અત્યાર સુધી મળેલી પ્રારંભિક માહિતી અનુસાર ભૂકંપની તિવ્રતા 6.8 નોંધવામાં આવી છે.
યુએસજીએસ અનુસાર ભૂકંપનું કેન્દ્ર પૂર્વ તાજિકિસ્તાનના મુરગોબથી 67 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત હતું.
સમાચાર એજન્સી એએફપી અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 20.5 કિલોમીટર સ્થિત હતું.
જોકે, હજુ સુધી હતાહતના કોઈ સમાચાર નથી આવ્યા.
વેસ્ટ બૅન્ક પર ઇઝરાયલી સૈન્યનો હુમલો, ઓછામાં ઓછા 11 લોકોનાં મૃત્યુ,કેટલાય ઘાયલ

ઇમેજ સ્રોત, Reuters
પેલેસ્ટાઇનના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે ઇઝરાયલનાં સુરક્ષાદળોએ વેસ્ટ બૅન્ક પર કરેલા એક હુમલામાં ઓછામાં ઓછા 11 પેલેસ્ટાઇનિયનો માર્યા ગયા છે, જ્યારે લગભગ 80 લોકો ઘાયલ થયા છે.
ઇઝરાયલી સુરક્ષાદળો બુધવારની સવારે જેવા જ અહીંના જૂના શહેર નબ્લુસમાં પ્રવેશ્યા કે ત્યાંથી વિસ્ફોટો અને ગોળીબારના અવાજો આવવા લાગ્યા.
ઇઝરાયલી સૈન્યે જણાવ્યું છે કે એણે એક ઘરમાં દરોડો પાડી ત્યાં છુપાયેલા ત્રણ વૉન્ટેડ ઉગ્રવાદીઓને ઠાર છે.તો બીજી તરફ, બહાર માર્યા ગયેલા લોકોમાં કેટલાય સામાન્ય લોકો છે અને ઓછામાં ઓછી બે વૃદ્ધ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.
પેલેસ્ટાઇન વિસ્તારના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર માર્યા ગયેલા લોકો 72 કલાકમાં અદનાન સાબે બારાનો પણ સમાવેશ થાય છે.વાઇરલ થઈ રહેલા એક વીડિયોમાં બ્રેડના પૅકેટોની નજીક એમનો મૃતદેહ પડેલો જોઈ શકાય છે.
મંત્રાલયે 61 વર્ષના અબ્દુલ હાદી અશકર અને 16 વર્ષના મહમદ શાબાનના માર્યા જવાની માહિતી પણ જાહેર કરી છે.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
21 ફેબ્રુઆરીના સમાચાર વાંચવા માટેઅહીં ક્લિક કરો
