યુપી : રખડતાં ઢોરની સંભાળ રાખવા માટે 750 કરોડ રૂપિયાની જોગવાઈ

ઉત્તર પ્રદેશ સરકારે બુધવારે રજૂ કરેલા બજેટમાં રખડતાં ઢોરની સંભાળ રાખવા માટે 750 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

લાઇવ કવરેજ

  1. ઉત્તર પ્રદેશમાં રખડતાં ઢોરની સંભાળ રાખવા માટે 750 કરોડની જોગવાઈ

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ઉત્તર પ્રદેશ સરકારે બુધવારે રજૂ કરેલા બજેટમાં રખડતાં ઢોરની સંભાળ રાખવા માટે 750 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

    આ ઉપરાંત 120 કરોડ રૂપિયા ગૌસંરક્ષણકેન્દ્ર બનાવવા માટે ફાળવાયા છે. રાજ્યમાં 2023-24ના બજેટમાં 'કિસાન પાઠશાલા' માટે 17 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.

    બજેટમાં 14 નવી મેડિકલ કૉલેજો બનાવવાની અને એનું સંચાલન કરવાની પણ જાહેરાત કરાઈ છે. આ માટે 2491 કરોડ 39 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકાર પ્રત્યેક જિલ્લામાં એક મેડિકલ કૉલેજ શરૂ કરવા જઈ રહી છે.

    આ ઉપરાંત રાજ્યની ચાર કૃષિયુનિવર્સિટીમાં કૃષિલક્ષી સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે 20 કરોડ પણ ફાળવવામાં આવ્યા છે.

  2. બ્રેકિંગ, મહીસાગર : અરીઠા ગામ પાસે અકસ્માત, સાતનાં મૃત્યુ, 20 ઈજાગ્રસ્ત

    અકસ્માત

    ઇમેજ સ્રોત, Daxesh Shah

    મહીસાગર જિલ્લાના લુણાવાડાના અરીઠા ગામ પાસે લગ્નનો ટેમ્પો પલટી જતાં અકસ્માત સર્જાયો હતો,જેમાં સાતનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 20 ઈજાગ્રસ્ત થયા હતા.

    બીબીસીના સ્થાનિક સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા અનુસાર ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરાની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જેમાંથી ગંભીર ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. લગ્નની પહેરામણી લઈને આ ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.

  3. મોરબી પુલ દુર્ઘટના : ઓરેવા ગ્રૂપને મૃતક દીઠ 10 લાખ રૂપિયાનું વચગાળાનું વળતર ચૂકવવા ગુજરાત HC આદેશ

  4. બિહારના ખેડૂત અંગ્રેજીમાં બોલ્યા તો મુખ્ય મંત્રી નીતીશ કુમાર નારાજ થઈ ગયા

    બિહારની રાજધાની પટનામાં આયોજિત ખેડૂતોના એક સમ્મેલનમાં જ્યારે એક ખેડૂતે મુખ્ય મંત્રી નીતીશ કુમારની હાજરીમાં પોતાની વાત અંગ્રેજીમાં રજૂ કરી તો મુખ્ય મંત્રી નારાજ થઈ ગયા.

    નીતીશ કુમારે પોતાને ખેડૂત કહેનારા એ શખ્સને નારાજગી સાથે પૂછ્યું કે, આ (સ્થળ) ઇંગ્લૅન્ડ છે?

    તેમણે એ ખેડૂતની બિહારી ઓળખ પર સવાલ કર્યો, ત્યારે એ શખ્સે કહ્યું કે, "ના સાહેબ, હું શુદ્ધ બિહારી છું."

    મુખ્ય મંત્રી નીતીશકુમારે કહ્યું કે, "અરે ભાઈ, ખેતી કરો છોને? ખેતી તો સામાન્ય માણસ કરે છે. તમને અહીં સૂચનો આપવા માટે બોલાવ્યા છે અને તમે અડધું અંગ્રેજી બોલી રહ્યા છો. આ ઇંગ્લૅન્ડ છે કે શું? આ ભારત છેને અને આ બિહાર છેને?"

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    તેમણે કહ્યું, "હું જોઈ રહ્યો છું આજકાલ. આ થઈ શું ગયું છે? જ્યારથી કોરોના આવ્યો છે અને ત્યારથી એક-એક વસ્તુ લોકો મોબાઈલ પર જોવા લાગ્યા છે, તો બધા પોતાની જૂની ભાષા ભૂલી રહ્યા છે."

    નીતીશ કુમાર અનુસાર, "આ નવા-નવા શબ્દો બોલી રહ્યા છે અને જૂની ભૂલી રહ્યા છે."

    જોકે, તેમણે એમ પણ કહ્યું કે તેઓ સાચું બોલી રહ્યા છે, પરંતુ જરા એને આપણા રાજ્યની ભાષામાં બોલો.

    આ મુદ્દે તે શખ્સે મુખ્ય મંત્રી પાસે ક્ષમા માગી લીધી હતી.

    નીતીશ કુમાર

    ઇમેજ સ્રોત, ANI

  5. રાષ્ટ્રપતિ બાઇડનનો પુતિન પર હુમલો, કહ્યું - "બેકાર નહીં જાય પશ્ચિમી દેશોનું યુક્રેનને સમર્થન"

    જો બાઇડન

    ઇમેજ સ્રોત, Getty Images

    અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને પોલૅન્ડની રાજધાની વૉરસોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર નિશાન સાધતા કહ્યું કે સરમુખત્યારો માત્ર એક જ શબ્દ સમજે છે: "ના, ના, ના."

    નેટોને અગાઉ કરતાં વધુ મજબૂત બનાવવાનું વચન આપતા બાઇડને કહ્યું, "પુતિને વિચાર્યું હતું કે દુનિયા પલટાઈ જશે, પણ તેઓ ખોટા હતા."

    તેમણે કહ્યું, "રશિયન હુમલા દરમિયાન યુક્રેન મજબૂત, ગર્વથી ભરપૂર અને આઝાદ છે અને યુક્રેનને પશ્ચિમી દેશોનું સમર્થન બેકાર નહીં જાય."

    બાઇડને પશ્ચિમી દેશોનાં લોકતંત્રની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ સૌ રશિયન હુમલાના ઇરાદાનો પર્દાફાશ કરવા એકજૂથ છે.

    વૉર્સોના શાહી મહેલમાં તેમણે વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશો પર લગાવેલા આરોપોનો જવાબ આપ્યો. આ પહેલાં તેમણે મંગળવારે પુતિને મૉસ્કોમાં યુક્રેન સંકટ માટે પશ્ચિમી દેશોની ઉશ્કેરણીજનક કાર્યવાહીને જવાબદાર ઠેરવી હતી.

    પોલૅન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેઝ ડૂડાએ જો બાઇડનનું સ્વાગત કરતાં કહ્યું કે યુક્રેનની રાજધાની કિએવની યાત્રા કરીને બાઇડને દર્શાવ્યું કે આઝાદ વિશ્વને કોઈથી ડર નથી.

    ડૂડાએ કહ્યું કે નેટોનું કામ આઝાદ વિશ્વનું રક્ષણ અને મદદ કરવાનું રહ્યું છે. તેમના અનુસાર, યુક્રેને આ લડાઈ જીતવી પડશે.

    વ્લાદિમીર પુતિનના ગંભીર આરોપ

    પુતિન

    આ પહેલાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં રશિયાના 'સ્પેશિયલ ઑપરેશન'ને એક વર્ષ પૂર્ણ થવા પર મંગળવારે રાષ્ટ્રવ્યાપી સંબોધન કર્યું હતું.

    મૉસ્કોના ગોસ્ટિની ડાવર હૉલમાં તેમનું સંબોધન સાંભળવા મંત્રીઓ, સાંસદો અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

    તેમણે શાંતિ સ્થાપવા માટે પશ્ચિમી દેશોની પ્રતિબદ્ધતાને દગો અને મોટું જૂઠ્ઠાણું ગણાવ્યું હતું.

    તેમણે યુક્રેન પર જૈવિક અને પરમાણુ હથિયારો એકઠાં કરવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો હતો.

  6. મનીષ સિસોદિયા વિરુદ્ધ સીબીઆઈને તપાસ કરવા કેન્દ્ર સરકારની મંજૂરી

    manish sisodiya

    ઇમેજ સ્રોત, ANI

    કેન્દ્ર સરકારે સીબીઆઈને દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.

    સમાચાર સંસ્થા પીટીઆઈના અનુસાર, આ નિર્ણય બાદ સિસોદિયા પર લગાવવામાં આવેલા જાસૂસી કરવાના આરોપોની તપાસ, સીબીઆઈ પાસે કરાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ભાજપે સિસોદિયા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે દિલ્હી સરકારની ‘ફીડબૅક યુનિટ’ મારફતે કેન્દ્રીય મંત્રાલયો, વિરોધપક્ષો, વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓની જાસૂસી કરાવી.

    આમ આદમી પાર્ટીએ વર્ષ 2015માં દિલ્હીમાં સરકાર બનાવ્યા બાદ આ યુનિટની રચના કરી હતી. વિજિલન્સ વિભાગના મંત્રી હોવાને લીધે સિસોદિયા પર આ આરોપ લગાવવામાં આવ્યા છે.

    દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના કેન્દ્ર સરકારના આ મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની ભલામણ કરી ચૂક્યા છે.

    ત્યારબાદ સીબીઆઈએ કેન્દ્ર સરકાર પાસે આ મામલે કેસ નોંધવાની મંજૂરી માંગી હતી.

  7. દુબઈ ટેનિસ ચૅમ્પિયનશિપમાં હાર સાથે સાનિયા મિર્ઝાનું ખેલજગતને અલવિદા

    સાનિયા મિર્ઝા

    ઇમેજ સ્રોત, Getty Images

    દુબઈમાં પોતાની પ્રૉફેશનલ કરિયરની છેલ્લી ટુર્નામૅન્ટ રમી રહેલાં સાનિયા મિર્ઝાને ડબલ્સ મૅચના પ્રથમ રાઉન્ડમાં જ હારનો સામનો કરવો પડ્યો.

    આ હાર સાથે જ સાનિયા મિર્ઝાની પ્રોફૅશનલ ટેનિસ ખેલાડી તરીકેની કારકિર્દીનો અંત આવ્યો છે. તેઓ ગયા મહિને પોતાની છેલ્લી ગ્રાન્ડ સ્લૅમ ટુર્નામૅન્ટમાં ફાઇનલ્સ સુધી પહોંચ્યા હતા.

    મંગળવારની મૅચમાં સાનિયા તેમના અમેરિકન પાર્ટનર મૅડિસન કીઝ સાથે હતા. તેમને રશિયાના ખેલાડી વૅરોનિકા કુડેરમેટોવા અને લ્યુડમિલા સેમસોનોવાએ 6-4 અને 4-0થી હરાવ્યા હતા.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    મહિલા ટેનિસ ઍસોસિયેશન એટલે કે ડબ્લ્યૂટીએ દ્વારા પોતાના ટ્વિટર હૅન્ડલ પર ટ્વીટ કરીને સાનિયા મિર્ઝાને વિદાય આપવામાં આવી હતી.

    મિર્ઝાએ લગભગ બે દાયકા લાંબી કારકિર્દીમાં મહિલા અને મિક્સ ડબલ્સમાં કુલ છ ગ્રાન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યાં છે. તેઓ મહિલા ડબલ્સમાં પણ નંબર વન ખેલાડી હતાં.

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

  8. BCCIએ વિમેન્સ પ્રીમિયર લીગના ટાઇટલ સ્પૉન્સરની કરી જાહેરાત

    વિમેન્સ ક્રિકેટ લીગ

    ઇમેજ સ્રોત, ANI

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના સચિવ જય શાહે જાહેરાત કરી છે કે ટાટા જૂથને મહિલા લીગ (WPL)ની પ્રથમ સિઝનના ટાઇટલ સ્પૉન્સર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

    શાહે મંગળવારે પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી આ માહિતી આપી હતી.

    તેમણે લખ્યું, "મને વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનના ટાઇટલ સ્પૉન્સર તરીકે ટાટા ગ્રૂપના નામની જાહેરાત કરતાં આનંદ થાય છે. અમને વિશ્વાસ છે કે તેમના સમર્થનથી અમે મહિલા ક્રિકેટને વધુ આગળ લઈ જઈ શકીશું."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    15 વર્ષ બાદ આઈપીએલની જેમ આયોજિત આ ટી20 ટુર્નામૅન્ટમાં કુલ પાંચ ટીમો રમશે. આ ટુર્નામૅન્ટનું આયોજન નવી મુંબઈમાં કરવામાં આવશે.

    થોડા દિવસો પહેલાં જ મહિલા ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી.

  9. NIAએ આઠ રાજ્યોમાં 76 જગ્યાએ પાડ્યા દરોડા, હથિયારો અને દોઢ કરોડ રોકડા જપ્ત

    એનઆઈએ દ્વારા દરોડા

    ઇમેજ સ્રોત, ANI

    પાકિસ્તાન અને કૅનેડા સહિત વિશ્વના વિવિધ દેશોમાં રહેતાં ગૅંગસ્ટર્સ, ચરમપંથી જૂથો અને ડ્રગ્સ તસ્કરો વચ્ચેની કથિત સાંઠગાંઠ અંગે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે.

    ન્યૂઝ એજન્સી પીટીઆઈએ એનએઆઈએના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું કે મંગળવારે ભારતના આઠ રાજ્યોમાં 76 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

    મંગળવારે પંજાબ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

    તેમનો દાવો છે કે દરોડામાં મોટી સંખ્યામાં હથિયારો, દારૂગોળો અને દોઢ કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.

    આ દરોડા ઑગસ્ટ 2022થી નોંધાયેલા ત્રણ કેસના સંદર્ભમાં છે.

    પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ કેસોમાં કેટલાક કબડ્ડી ખેલાડીઓ સહિત ઘણા લોકોની ઓળખ કરવામાં આવી છે. તેમની સામે ઉગ્રવાદ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ કેસ નોંધવામાં આવ્યા છે.

    તેમના પર પૂર્વનિયોજિત હત્યા અને અગ્રણી ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકો પાસેથી ખંડણી વસૂલવાનો પણ આરોપ છે.

    પ્રવક્તાએ જણાવ્યું હતું કે તપાસમાં સામે આવ્યું છે કે મહારાષ્ટ્રના બિલ્ડર સંજય બિયાની અને પંજાબમાં આંતરરાષ્ટ્રીય કબડ્ડી પ્લેયર સંદીપ નાંગલ અંબિયાની ચકચારી હત્યાનાં ષડ્યંત્રો વિવિધ રાજ્યોની જેલોમાં રચવામાં આવ્યાં હતાં.

    તેમણે દાવો કર્યો છે કે આ ગુનાઓ વિદેશસ્થિત એક સંગઠિત ક્રાઇમ નેટવર્ક દ્વારા આચરવામાં આવ્યા હતા.

    એનઆઈએ અનુસાર, આ કેસોના સંદર્ભે પાંચમી વખત દરોડા પાડવામાં આવ્યા હતા.

  10. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    21 ફેબ્રુઆરીના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો