જાવેદ અખ્તરે પાકિસ્તાન જઈને કેમ કહ્યું કે, "મુંબઈ પર હુમલો કરનારા નોર્વેથી તો નહોતા આવ્યા..."
હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા ગીતકાર, કથાકાર અને કવિ જાવેદ અખ્તરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
લાઇવ કવરેજ
ગાંધીજીના જીવનમાં કસ્તૂરબાનું સ્થાન કેટલું આગવું હતું?
જાવેદ અખ્તરે પાકિસ્તાન જઈને કેમ કહ્યું કે, "મુંબઈ પર હુમલો કરનારા નોર્વેથી તો નહોતા આવ્યા..."

ઇમેજ સ્રોત, ANI
હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા ગીતકાર, કથાકાર અને કવિ જાવેદ અખ્તરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
આ વીડિયો પાકિસ્તાનનો છે અને તેમાં જાવેદ અખ્તરે કરેલું નિવેદન વાહવાહીઓ મેળવી રહ્યું છે.
જાવેદ અખ્તર હાલમાં જ પાકિસ્તાનના પ્રવાસે ગયા હતા. તેમને લાહૌરમાં યોજાયેલા ફૈઝ ફૅસ્ટિવલમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
તેઓ આ ફૅસ્ટિવલમાં પાંચ વર્ષ પછી ભાગ લઈ રહ્યા હતા.
આ ફૅસ્ટિવલ દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં જાવેદ અખ્તરે કહ્યું, "અમે તો નુસરત અને મહેંદી હસનના મોટા-મોટા ફંક્શન કર્યા. તમારા દેશમાં તો લતા મંગેશકરનું કોઈ ફંક્શન નથી થયું. તો હકીકત એ છે કે આપણે એકબીજા પર આરોપો ન મૂકવા જોઈએ, તેનાથી ઉકેલ નહીં નીકળે."
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરીને જાવેદ અખ્તર બોલ્યા, "વાત એ છે કે આજકાલ વાતાવરણ એટલું ગરમ છે, તે ઠંડું થવું જોઈએ. અમે તો મુંબઈના લોકો છીે, અમે જોયું કેવી રીતે હુમલો થયો હતો. એ લોકો નોર્વેથી તો આવ્યા નહોતા, કે ના ઇજિપ્તથી આવ્યા હતા. એ લોકો હજી પણ તમારા દેશમાં ફરી રહ્યા છે. એટલે જો આ ફરિયાદ હિંદુસ્તાનના દિલમાં હોય, તો તમારે એનું ખોટું ન લગાડવું જોઈએ."
કાર્યક્રમમાં એક મહિલાએ જાવેદ અખ્તરને પૂછ્યું કે, "તમે ઘણી વખત પાકિસ્તાન આવ્યા છો તો તમે ભારત જઈને કહો છો કે પાકિસ્તાનીઓ તો ખૂબ સારા લોકો છે, તેઓ જ્યાં-ત્યાં બૉમ્બ નથી ફોડતા. અમે ફૂલ પણ પહેરાવીએ છીએ અને પ્રેમ પણ કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ ક્ષેત્રમાં મહોબ્બત ફેલાય અને લોકો પ્રેમથી રહે."
તેના જવાબમાં જાવેદ અખ્તરે કહ્યું, "લાહૌર અને અમૃતસરમાં 30 કિલોમિટરનું અંતર છે. તમે એવું ન સમજશો કે તમે હિંદુસ્તાન વિશે બધું જ જાણો છો કે પછી હું એવું નહીં કહું કે હું પાકિસ્તાન વિશે બધું જ જાણું છું."
પાકિસ્તાનના જાણીતા ગાયક અલી ઝફરે પણ જાવેદ અખ્તર સાથેનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો.
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
યુક્રેન યુદ્ધને એક વર્ષ થવા પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું રાષ્ટ્રવ્યાપી સંબોધન

ઇમેજ સ્રોત, Reuters
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા પર રાષ્ટ્રવ્યાપી સંબોધન કર્યું છે.
મૉસ્કોના ગોસ્ટિની ડાવર હૉલમાં તેમના સંબોધનને સાંભળવા માટે ઘણા મંત્રીઓ, સાંસદો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
વ્લાદિમીર પુતિને જ્યારે પોતાનું સંબોધન શરૂ કર્યું ત્યારે તેમના માનમાં ત્યાં ઉપસ્થિત તમામ લોકો ઉભાં થઈ ગયા.
પુતિને સંબોધનમાં શું કહ્યું:
- આ સમય દેશ માટે જટિલ અને પડકારજનક છે અને આ દરમિયાન વિશ્વ ઝડપથઈ વધી રહ્યું છે.
- ઐતિહાસિક ઘટનાઓ દેશનું ભવિષ્ય નક્કી કરશે અને આપણે સૌ મોટી જવાબદારીથી બંધાયેલા છીએ.
- યુક્રેન પર રશિયાનો હુમલો 'સ્પેશિયલ ઑપરેશન' છે. રશિયા સતત નાઝી ખતરો સામે ઝઝૂમી રહ્યું હતું.
- યુક્રેનની સરકારે પણ રશિયા પ્રત્યે ઘૃણા અને ખતરાને સતત આગળ ધપાવ્યો હતો.
- યુક્રેનના લોકો રાહ જોઈ રહ્યા હતા કે રશિયા આવે અને તેમની મદદ કરે.
- રશિયાએ ડોનબાસ વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્ણ નિરાકરણ માટે પ્રયત્ન કર્યો.
- શાંતિ યથાવત રાખવા માટે પશ્ચિમી દેશોનું કમિટમૅન્ટ બીજું કંઈ નહીં પણ 'દગો' અને 'બહું મોટું જૂઠ્ઠાણું' હતું.
- યુક્રેન જૈવિક અને પરમાણુ હથિયાર એકઠા કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. અમે એ સમસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
- પશ્ચિમી દેશો અને યુક્રેન આ 'સ્પેશિયલ ઑપરેશન' માટે જવાબદાર છે.
- તેઓ ઇચ્છે છે કે પૂર્વ તરફથી સીધું આક્રમણ કરીને પ્રતિસ્પર્ધા ખતમ કરી દેવામાં આવે.
- પશ્ચિમી દેશો ઇચ્છે છે કે સ્થાનિક સંઘર્ષને વૈશ્વિક સંઘર્ષમાં બદલી દેવામાં આવે.
- પશ્ચિમી દેશો મૂળભૂત સમજૂતીથી પાછા હઠી ગયા અને તેમણે પાંખડીપૂર્ણ નિવેદનો આપ્યા.
- તેઓ નેટો ગઠબંધનને વધારવામાં લાગ્યા રહ્યા.

ઇમેજ સ્રોત, Reuters
પુતિનનું ભાષણ અડધો કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું.
તેમણે આ મુશ્કેલ સમયમાં પોતાના દેશ માટે જીવ આપનારા સૈનિકોને પણ યાદ કર્યા અને તેમના પરિવારજનોના ત્યાગના વખાણ કર્યા હતા.
- જીવ ગુમાવનારા સૈનિકોના પરિવારજનો અને પૂર્વ સૈનિકો માટે સામાજિક સુરક્ષા યોજના રજૂ કરતા તેમણે કહ્યું કે આ લોકો સાથે એક 'સામાજિક સુરક્ષા સમન્વયક'ની નિયુક્તિ કરવામાં આવશે.
- સામાજિક સુરક્ષા સમન્વયકનું કામ પરિવારજનો અને પૂર્વસૈનિકોની સમસ્યાઓનું સમાધાન કરવાનું રહેશે.
- પુતિને સ્પેશિયલ ગવર્નમેન્ટ ફાઉન્ડેશન બનાવવાની જાહેરાત કરતા કહ્યું કે આ સેનાના વિશેષ અભિયાનમાં સૈનિકો અને તેમના પરિવારજનોને મદદ પહોંચાડશે.
- તેનું કામ સામાજિક અને સ્વાસ્થ્ય સંબંધિત મદદ સિવાય રોજગાર અને વેપારલક્ષી મદદ કરવાનું પણ રહેશે.
જ્યાં સંતાનોનો શ્રેષ્ઠ ઉછેર કરી શકાય તેવા વિશ્વના પાંચ દેશો કયા છે?
પાકિસ્તાનમાં વિદ્યાર્થીઓને ભાઈબહેનના સંબંધ પર એવું શું પૂછવામાં આવ્યું કે હોબાળો થઈ ગયો?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનની એક યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ભાઈબહેનના સંબંધ પર એવો સવાલ પૂછવામાં આવ્યો કે હોબાળો થઈ ગયો.પેપર કાઢનારા આરોપી શિક્ષકને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અને બ્લૅક લિસ્ટ પણ કરી દેવાયો છે. એને હવે બીજી કોઈ સંસ્થામાં નોકરી નહીં મળે.
મીડિયા રિપોર્ટ અનુસાર ઇસ્લાબાદની એક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભાઈબહેનના 'રૉમાન્ટિક સંબંધ' પર પ્રશ્ન પૂછવામાં આવ્યો. શિક્ષકે વર્ગમાં હાજર વિદ્યાર્થીઓને આ પ્રશ્ન પર પોતાની ટિપ્પણી રજૂ કરવા પણ કહ્યું.
શું છે સમગ્ર મામલો?
મીડિયા રિપોર્ટ અનુસાર ઇસ્લામાબાદની બીએસ એન્જિનિયરિંગ કૉલેજમાં અંગ્રેજીના એક શિક્ષકે અચાનક જ એક ક્વીઝનું આયોજન કર્યું હતું અને સંબંધિત પ્રશ્ન પૂછ્યો હતો. પ્રશ્નમાં એક ફ્રેન્ચ ભાઈબહેનના વૅકેશન દરમિયાન નજીક આવી જવાની વાત હતી.
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નવીદ ખાનના જણાવ્યા અનુસાર તપાસમાં શિક્ષક ગુનેગાર જણાતા એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. આ ઘટના 6 ડિસેમ્બરની છે. જોકે, ટ્વિટર પર આ મામલો હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે અને હોબાળો મચેલો છે.
પાકિસ્તાનના સાંસદ મુશ્તાક અહમદ ખાને આ મામલે તપાસ કરવા માટે સંસદમાં માગ કરી છે.
ઉદ્ધવ ઠાકરેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી

ઇમેજ સ્રોત, Getty Images
શિવસેનાનું નામ અને ચૂંટણીચિહ્ન એકનાથ શિંદેને આપી દેવાના ચૂંટણીપંચના નિર્ણય વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરેની અરજી પર સુપ્રીમ કોર્ટ બુધવારે સુનાવણી કરશે.
આ પહેલાં સોમવારે ઉદ્ધવ ઠાકરેના વકીલે સુપ્રીમ કોર્ટમાં આ મામલે તત્કાલ સુનાવણી કરવા માટે અપીલ કરી હતી.
આ અંગે ચીફ જસ્ટીસઑફ ઇન્ડિયા ધનંજય ચંદ્રચૂડે સોમવારે કહ્યું કે 'નિયમ સૌ માટે બરોબર છે અને તમે પ્રક્રિયા માટે કાલે આવો. '
આજે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ચૂંટણીપંચના આદેશ પર તત્કાલ રોક લગાવવાની માગ કરતા કહ્યું, "બીજા પક્ષે વિધાનસભામાં શિવસેના કાર્યાલય પર કબજો કરી લીધો છે અને ટૂંક સમયમાં બૅન્કખાતાં પણ પોતાના કબજામાં લઈ લેશે."
શિંદે જૂથના વકીલ એન.કે.કૌલે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી ના કરવી જોઈએ અને એને બૉમ્બે હાઈકોર્ટને મોકલી દેવી જોઈએ.જોકે, સિબ્બલે કહ્યું કે કોર્ટ આજે બપોરે આ મામલે સુનાવણી યોજે.
આ અંગે ડી.વાઈ. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે ન્યાયાધીશોને ઠાકરે જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી વિશેષ મંજૂરી માટેની અરજી વાંચવાની જરૂર છે.
ઉદ્ધવ ઠાકરે પક્ષની માગ છે કે તીર-ધનુષ ચૂંટણીચિહ્ન એકનાથ શિંદ જૂથને આપવામાં ના આવે.જેના વિરોધમાં ઉદ્ધવ ઠાકેરના જૂથે વાંધો લીધો હતો.
જાવેદ અખ્તરે પાકિસ્તાન જઈને પાકિસ્તાનીઓ વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, જાવેદ અખ્તર પ્રખ્યાત ગીતકાર અને લેખક જાવેદ અખ્તર હાલમાં જ પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા.
જાવેદ અખ્તર પાંચ વર્ષ પછી ફૈઝ ફેસ્ટિવલમાં ભાગ લેવા લાહોર ગયા હતા.
તેમણે આપેલા એક ઇન્ટરવ્યૂની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં શૅર કરવામાં આવી રહી છે.
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
તેમાં જાવેદ અખ્તર પાકિસ્તાનના લોકો સામે પોતાની ફરિયાદ વિશે વાત કરી હતી.
જાવેદ અખ્તરે કહ્યું કે, ''અમે તો નુસરત અને મહેંદીનાં મોટાં-મોટાં ફંક્શન કર્યાં. તમારા દેશમાં તો લતા મંગેશકરનું કોઈ ફંક્શન થયું નહીં. તો હકીકત એ છે કે આપણે એક બીજા પર આક્ષેપ ન કરીએ, તેનાથી સમાધાન નહીં નીકળે.''
મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતા જાવેદ અખ્તરે કહ્યું, ''અમે બૉમ્બેના લોકો છીએ, અમે જોયું છે કેવી રીતે હુમલો થયો હતો. એ લોકો નૉર્વેથી તો આવ્યા નહોતા, ઇજિપ્તમાંથી પણ નહોતા આવ્યા. એ લોકો અત્યારે પણ તમારા દેશમાં ફરી રહ્યા છે. તો ભારતના લોકોનાં દિલોમાં આવી ફરિયાદ હોય તો તમારે ખોટું ન લગાડવું જોઈએ.''
કાર્યક્રમમાં જાવેદ અખ્તરથી એક મહિલાએ પૂછ્યું- ''તમે અનેક વખત પાકિસ્તાન આવી ચૂક્યા છો તો તમે પાછા જઈને કહો છો કો પાકિસ્તાનના લોકો સારા છે, તેઓ અલગઅલગ જગ્યાઓ પર બૉમ્બ નથી મારતા. અમે ફૂલ પણ પહેરાવીએ છીએ અને પ્રેમ પણ કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ વિસ્તારમાં પ્રેમનો પ્રસાર થાય.''
જાવેદ અખ્તરે એવો જવાબ આપ્યો, ''લાહોર અને અમૃતસરમાં 30 કિલોમિટરનું અંતર છે. તમે એવું ન સમજો કે તમે ભારત વિશે બધું જાણો છો અથવા હું એમ નહીં કહું કે હું પાકિસ્તાન વિશે બધું જાણું છું.''
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
જાવેદ અખ્તરે બીજું શું કહ્યું?
ફૈઝ સાહેબ જ્યારે ભારત આવ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે કોઈ રાષ્ટ્રપ્રમુખ આવ્યા હોય.
તમે ક્યારેય કૈફી આઝમી, સાહિરનો કોઈ ઇન્ટરવ્યૂ પીટીવી પર જોયો? અમે તમને બતાવીશું, અમારે ત્યાં થયું છે.
આ જે મર્યાદાઓ છે જેને કારણે એકબીજાને આપણે જાણી નથી શકતા. આ બંને બાજુ છે અને માફ કરજો પાકિસ્તાનમાં વધારે છે.
જાવેદ અખ્તરની પાકિસ્તાન યાત્રા પર સિંગર અલી ઝફરે પણ ટ્વીટ કર્યું છે.
આ વીડિયોને શૅર કરતા અલી ઝફરે જાવેદ અખ્તરનો આભાર વ્યક્ત કર્યો. વીડિયોમાં અલી જફરે ગીત ગાઈને જાવેદ અખ્તરનું સ્વાગત કર્યું હતું.
ગાંધીધામ : ગૅંગ્સ્ટર લૉરેન્સ બિશ્નોઈના સાથીના ઘરે NIAના દરોડા
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર નેશનલ ઇનવેસ્ટિંગ એજન્સી (એનઆઈએ)એ ગૅંગ્સ્ટર લૉરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરના ગાંધીધામસ્થિત નિવાસે દરોડા પાડ્યા છે.
સૂત્રોને ટાંકીને એએનઆઈ જણાવે છે કે કુલવિંદર બિશ્નોઈ સાથે લાંબા સમયથી કાર્યરત છે. તેના વિરુદ્ધમાં બિશ્નોઈ ગૅંગના સભ્યોને આશ્રય આપવાના કેસો પણ નોંધાયેલા છે.કુલવિંદર આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સાથે સંકળાયેલો હોવાનું પણ એનઆઈએનાં સૂત્રોએ સમાચાર સંસ્થાને જણાવ્યું છે.
ગૅંગ્સ્ટર અને તેની ગુનાહિત સિન્ડિકેટ વિરુદ્ધના એક કેસની એનઆઈએ તપાસ કરી રહી છે અને તપાસના ભાગરૂપે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં દરોડા પાડવામાં આવ્યા છે.
ગૅંગ્સ્ટરના નેટવર્ક વિરુદ્ધ એનઆઈએએ પાડેલો આ ચોથો દરોડો છે.
જેમનું 'ઈન આંખો કી મસ્તી કે...' ગીત રાતોરાત પાકિસ્તાનમાં વાયરલ થયું એ નૂરિમા રેહાન કોણ છે?
ગાયક સોનુ નિગમ સાથે ધક્કામુક્કી
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગાયક સોનુ નિગમ સાથે મુંબઈના એક કાર્યક્રમ દરમિયાન પ્રશંસકોએ સેલ્ફીના લેવાના પ્રયાસમાં ધક્કામુક્કી કરી હતી.
આ ઘટના સોમવારે રાતે 11 વાગ્યે ઘટી. એ વખતે સોનુ નિગમ મુંબઈના ચેમ્બુરમાં એક સંગીતના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
એ પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાર્યક્રમ પૂરો થયા બાદ સોનુ નિગમ જઈ રહ્યા હતા ત્યારે પ્રશંસકોનું એક જૂથે ગાયક તરફ આગળ વધ્યું અને સંબંધિત ઘટના ઘટી.
ગાયકે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.
તુર્કીમાં ફરીથી ભૂકંપ, ત્રણનાં મૃત્યુ, 680થી વધારે લોકોને ઈજા

ઇમેજ સ્રોત, Getty Images
તુર્કીમાં સોમવારે ફરી એકવાર ભૂકંપ આવ્યો.
આ ભૂકંપમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં અને 680થી વધારે લોકોને ઈજા પહોંચી.
ભૂકંપની તીવ્રતા 6.4 હતી અને તેના આચકા સીરિયા તથા તુર્કી એમ બન્ને દેશોમાં અનુભવાયા.
તુર્કીની ઇમર્જન્સી સર્વિસ ‘અફાદ’એ જણાવ્યું છે કે સ્થાનિક સમયાનુસાર રાતે 8: 04 વાગ્યે ભૂકંપ નોંધાયો. આ ભૂકંપ આવ્યા બાદ ડઝનેક વખત હળવા આચકા કે 'આફ્ટર શૉક' અનુભવાયા.
આ પહેલા 6 જાન્યુઆરીએ આવેલા ભૂકંપમાં 44 હજારથી વધુ લોકોનો જીવ ગયો હતો. રાહતકર્મીઓ હજુ પણ સ્થિતિને સામાન્ય બનાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.
સોમવારે આવેલા ભૂકંપમાં જે લોકોનાં મૃત્યુ થયાં તેઓ અતાંક્યા, ડેફેને અને સમંદગીના રહેવાસી હતી. અંતાક્યાના મેયરે જણાવ્યું છે કે આ ભૂકંપને કારણે કેટલાક લોકો કાટમાળમાં ફસાયેલા હોઈ શકે છે.
સમાચાર સંસ્થા રૉયટર્સ સાથે વાત કરતાં મુના અલ-ઉમરે કહ્યું,“એવું લાગી રહ્યું હતું કે મારા પગ નીચેથી જમીન ખસી જશે.”
આ દરમિયાન તુર્કીના તંત્રે જણાવ્યું છે કે 6 જાન્યુઆરીએ આવેલા ભૂકંપ બાદ અત્યાર સુધી 6000 આફ્ટર શૉક્સ નોંધાયેલા છે.
તુર્કીમાં હાજર બીબીસીની ટીમે જણાવ્યું છે કે સોમવારે આવેલા ભૂકંપના આચકા પહેલાં નોંધાયેલા આફ્ટર શૉક કરતાં વધારે શક્તિશાળી હતા.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
20 ફેબ્રુઆરીના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
