મહિલા ટી-20 વર્લ્ડકપ: ઇંગ્લૅન્ડ સામે રોમાંચક મુકાબલામાં ભારતની 11 રને હાર
મહિલા ટી20 વર્લ્ડકપની સૌથી રસપ્રદ મૅચમાં ઇંગ્લૅન્ડે સાત વિકેટના નુકસાને 151 રન બનાવીને ભારતીય ટીમને 152 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
લાઇવ કવરેજ
મહિલા ટી20 વર્લ્ડકપ INDvENG : ઇંગ્લૅન્ડે જીત માટે ભારતને 152નો ટાર્ગેટ આપ્યો

ઇમેજ સ્રોત, Getty Images
મહિલા ટી20 વર્લ્ડકપની સૌથી રસપ્રદ મૅચમાં ઇંગ્લૅન્ડે સાત વિકેટના નુકસાને 151 રન બનાવીને ભારતીય ટીમને 152 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમમાંથી રેણુકાસિંહ ઠાકુરે ચાર ઓવરમાં 15 રન આપીને પાંચ વિકેટ ખેરવી છે.
આ સિવાય શિખા પાંડે અને દીપ્તિ શર્માએ એક-એક વિકેટ લીધી હતી.
જ્યારે ઇંગ્લૅન્ડની ટીમમાંથી નૅટ સ્કિવર બ્રન્ટે 42 બૉલમાં 50 રન ફટકાર્યા હતાં. તેમના સિવાય ઍમી જોન્સે 27 બૉલમાં 40 અને કૅપ્ટન હૅધર નાઇટે 23 બૉલમાં 28 રન ફટકાર્યા હતાં.
બંને ટીમો વચ્ચે યોજાઈ રહેલી આ મૅચની ચર્ચા ટુર્નામેન્ટ શરૂ થઈ તે પહેલાંથી હતી, કારણ કે જો આગળ કોઈ મોટો ઊલટફેર ન થાય તો જીતનારી ટીમ ગ્રૂપ-2માં પ્રથમ નંબરે રહેશે.
અમદાવાદના વિદ્યાર્થીની આત્મહત્યા અંગે આઈઆઈટી બૉમ્બેએ જાહેર કર્યું નવું નિવેદન

ઇમેજ સ્રોત, RAMESH SOLANKI
અમદાવાદના દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીએ થોડા સમય પહેલાં જ આઈઆઈટી બૉમ્બેમાં આત્મહત્યા કરી હતી, જેને લઈને આઈઆઈટી બૉમ્બેએ બીજું સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.
18 ફેબ્રુઆરી શનિવારે જાહેર કરાયેલા નવા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈ પોલીસ અને આઈઆઈટી બૉમ્બે દર્શનનાં મૃત્યુનું ચોક્કસ કારણ અને સંજોગો શોધવા માટે તપાસ હાથ ધરી રહી છે.
આઈઆઈટીએ આ મામલે ચીફ વિજિલન્સ ઑફિસર પ્રૉ. નંદ કિશોરના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી છે. આ કમિટીમાં ફૅકલ્ટીના સભ્યો સહિત એસસી/એસટી સ્ટુડન્ટ સૅલના વિદ્યાર્થીઓ પણ સમાવિષ્ટ છે.
નિવેદનમાં જણાવ્યા અનુસાર, આ કમિટી એ તમામ વિદ્યાર્થીઓ અને લોકોની મુલાકાત લઈ રહી છે જે આ મામલા પર પ્રકાશ પાડી શકે.
આ સાથે તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે જો કોઈની પાસે દર્શનની આત્મહત્યાને લઈને કોઈ માહિતી હોય તો તેઓ કમિટી કે પછી પોવઈ પોલીસને જાણ કરી શકે છે.
દર્શનની આત્મહત્યાને લઈને પ્રકાશિત થયેલા વિવિધ અહેવાલોને લઈને કહેવામાં આવ્યું છે કે "આ કાયદાકીય બાબત હોવાથી જ્યાં સુધી તપાસમાં સત્ય સામે ન આવે ત્યાં સુધી અમે કંઈ કહી શકીશું નહીં."
મહિલા ટી20 વર્લ્ડકપ : INDvENG - ભારતે ટૉસ જીત્યો, પ્રથમ બૉલિંગની પસંદગી

ઇમેજ સ્રોત, ANI
મહિલા ટી20 વર્લ્ડકપમાં ગ્રૂપ-2ની સૌથી મહત્ત્વપૂર્ણ મૅચમાં ભારતીય ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગનો નિર્ણય લીધો છે.
આ ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમની આ ત્રીજી મૅચ છે. આ પહેલાં રમાયેલી બંને મૅચમાં ભારત અને ઇંગ્લૅન્ડ બંને જીતી ચૂક્યા છે.
ઇંગ્લૅન્ડે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે ભારતીય ટીમે એક ફેરફાર કરીને દેવિકા વૈદ્યની જગ્યાએ શિખા પાંડેને લીધાં છે.
બંને ટીમો વચ્ચે યોજાઈ રહેલી આ મૅચની ચર્ચા ટુર્નામેન્ટ શરૂ થઈ તે પહેલાંથી હતી, કારણ કે જો આગળ જઈને કોઈ મોટો ઊલટફેર ન થાય તો જીતનારી ટીમ ગ્રૂપ-2માં પ્રથમ નંબરે રહેશે.
ભારતીય કપ્તાન હરમનપ્રીતકોરે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી મોટો સ્કોર કર્યો નથી. આજે હરમનપ્રીતકોર એક રૅકોર્ડ બનાવી શકે તેમ છે.
હરમનપ્રીતકોરને મહિલા ક્રિકેટ ટી20 ક્રિકેટમાં ત્રણ હજાર રન પૂરા કરવા માટે 11 રનની જરૂર છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આંકડામાં ઇંગ્લૅન્ડ ઘણું આગળ
આંકડાની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે ગયા વર્ષે ચાર ટી20 મૅચ રમાઈ હતી. જેમાં બંને ટીમો 2-2 મૅચ જીતી છે.
જ્યારે ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધી ભારતીય મહિલા ટીમ ઇંગ્લૅન્ડને હરાવી શકી નથી. ટી20 વર્લ્ડકપમાં ઇંગ્લૅન્ડ 5-0થી આગળ છે.
જો અત્યાર સુધી બંને ટીમો વચ્ચે રમાયેલી ટી20 મૅચના આંકડાને જોઈએ તો ઇંગ્લૅન્ડ 19-07થી ઘણું આગળ છે.
#INDvAUS : બીજો દિવસ પૂર્ણ, ઑસ્ટ્રેલિયાની ભારત સામે 62 રનની લીડ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી મૅચનો બીજો દિવસ પૂર્ણ થતા સુધીમાં ઑસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટના નુક્સાન પર 61 રન છે.
દિલ્હીમાં ચાલી રહેલી આ મૅચની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. પ્રથમ ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાએ 263 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ 262 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.
હાલ બીજી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયન ટીમના ઉસ્માન ખ્વાજા છ રન બનાવીને આઉટ થઈ ગયા છે. હાલ ટ્રૅવિસ હેડ (39 રન) અને માર્નસ લબુશેન (16 રન) ક્રીસ પર ટકેલા છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઑસ્ટ્રેલિયાના ઑફ સ્પિનર નાથન લૉયનની ધારદાર બૉલિંગ સામે દિલ્હી ટેસ્ટમાં ભારતીય ટીમનો ટૉપ ઑર્ડર ધ્વસ્ત થયો હતો.
ભારતે બીજા દિવસે વગર કોઈ નુક્સાને 21 રન સાથે રમવાનું શરૂ કર્યું હતું.
ઓપનર કેએલ રાહુલ (17 રન)ની સૌથી પહેલા વિકેટ પડી હતી. તેમના બાદ કૅપ્ટન રોહિત શર્મા 32 રન પર આઉટ થયા હતા.
પોતાની 100મી ટેસ્ટ રમી રહેલાં ચેતેશ્વર પૂજારા ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. શ્રેયસ અય્યર માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાર મૅચોની ટેસ્ટ સિરીઝની આ બીજી મૅચ છે. પ્રથમ ટેસ્ટ મૅચમાં ભારતની જીત થઈ હતી.
પાકિસ્તાનઃ 'રોજ ટૅક્સ લગાડવાને બદલે એક વાર લોકો પર અણુબૉમ્બ કેમ નથી ફેંકી દેતા'
#INDvAUS : પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ 262 રન બનાવીને ઑલઆઉટ, ઑસ્ટ્રેલિયાથી એક રન પાછળ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મૅચમાં ભારતીય ટીમ 262 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ છે.
ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 263 રન બનાવ્યા હતા. ભારત તેનાથી માત્ર એક રન પાછળ છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઑસ્ટ્રેલિયાના ઑફ સ્પિનર નાથન લૉયનની ધારદાર બૉલિંગ સામે દિલ્હી ટેસ્ટમાં ભારતીય ટીમનો ટૉપ ઑર્ડર ધ્વસ્ત થયો હતો.
ભારતે બીજા દિવસે વગર કોઈ નુક્સાને 21 રન સાથે રમવાનું શરૂ કર્યું હતું.
ઓપનર કેએલ રાહુલ (17 રન)ની સૌથી પહેલા વિકેટ પડી હતી. તેમના બાદ કૅપ્ટન રોહિત શર્મા 32 રન પર આઉટ થયા હતા.
પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા ચેતેશ્વર પૂજારા ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. શ્રેયસ અય્યર માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
દક્ષિણ આફ્રિકાથી લવાયેલા વધુ 12 ચિત્તા ગ્વાલિયર પહોંચ્યા

ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાની પ્રથમ બેચને કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા ત્યારની ફાઇલ તસવીર દક્ષિણ આફ્રિકાથી લવાયેલા વધુ 12 ચિત્તા ભારતીય વાયુસેનાના માલવાહક વિમાન બોઇંગ સી-17 ગ્લોબમાસ્ટર મારફતે શનિવાર સવારે ગ્વાલિયર પહોંચ્યા હતા. જ્યાંથી તેમને વાયુ સેનાના એમઆઈ-17 હૅલિકોપ્ટરો દ્વારા તેમના ગંતવ્ય સ્થાન કુનો નેશનલ પાર્ક પહોંચાડવામાં આવ્યા છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર, આ ચિત્તાને દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગથી 10 કલાકની હવાઈ યાત્રા બાદ ગ્વાલિયર પહોંચાડવામાં આવ્યા હતા.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, "હવે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાની કુલ સંખ્યા 20 થઈ જશે."
આ ચિત્તાને દક્ષિણ આફ્રિકા અને ભારત સરકાર વચ્ચે ભારતમાં ચિત્તાના પુનઃ સ્થાપિત કરવા માટે થયેલા કરારના ભાગરૂપે લાવવામાં આવ્યા છે.
અદાણી જૂથને હચમચાવી દેનાર હિંડનબર્ગ રિસર્ચના નેટ એન્ડરસન હીરો છે કે વિલન?
#INDvAUS : ઑસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લૉયનની બૉલિંગે ભારતના ટોપ ઑર્ડરના બૅટરોને સસ્તામાં પેવેલિયન ભેગા કરી દીધા

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીમાં રમાઈ રહેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મૅચના બીજા દિવસે ઑસ્ટ્રેલિયાના ઑફ સ્પિનર નાથન લૉયનની સ્પિન બૉલિંગ સામે ભારતનો ટોપ ઑર્ડર વિખેરાઈ ગયો છે.
આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ભારતીય ટીમે 68 રન બનાવીને ચાર વિકેટો ખોઈ દીધી છે.
ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગના 263 રનના લક્ષ્યાંકથી હજી 170 રન પાછળ છે.

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 21 રનના સ્કોરથી બીજા દિવસે સવારે રમતની શરૂઆત કરી હતી.
ઑપનર કેએલ રાહુલ (17 રન) બનાવીને સૌથી પહેલા આઉટ થયા. ત્યારબાદ ટીમના કૅપ્ટન રોહિત શર્મા 32 રન બનાવીને આઉટ થયા.
પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા ચેતેશ્વર પુજારા પોતાનું ખાતુ પણ ન ખોલાવી શક્યા અને શૂન્ય રને આઉટ થયા. જ્યારે શ્રેયસ અય્યર માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયા.
હાલ ક્રીઝ પર વિરાટ કોહલી અને તેમની સાથે રવીન્દ્ર જાડેજા છે.
આ અગાઉ શુક્રવારે ઑસ્ટ્રેલિયના ઑપનિંગ બૅટર ડેવિડ વૉર્નરને માથામાં ઇજા થવાને કારણે તેઓ બીજી ટેસ્ટ મૅચની બાકીની રમતમાં ભાગ નહીં લઈ શકે.
આઈસીસીએ પોતાના ટ્વિટર હૅન્ડલ પર કરેલા એક ટ્વીટમાં આ માહિતી આપી હતી. હવે વૉર્નરની બદલે બાકીની મૅચ મૅથ્યૂ રેનશૉ રમશે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
2 ગામનું ટર્નઓવર 10 કરોડ, કરોડોની કમાણી કરતા ખેડૂતોની કહાણી
ભારતનો વિકાસદર આગામી દોઢ દાયકા સુધી 7થી 8 ટકા રહેશે – એસ. જયશંકર
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે સિડનીમાં ‘રાયસીના સિડની બિઝનેસ બ્રેકફસ્ટ’માં દાવો કર્યો કે ભારતીય અર્થતંત્રનું સ્વાસ્થ્ય ઘણું સારું છે. તેમણે કહ્યું કે ભારતનો વિકાસદર આગામી દોઢ દાયકા સુધી સાતથી નવ ટકાની વચ્ચે રહેશે એવું અનુમાન છે.
વિદેશમંત્રી ‘રાયસીના ડાયલૉગ’માં લાગ લેવા માટે હાલ ઑસ્ટ્રેલિયાની મુલાકાત છે. મહત્ત્વપૂર્ણ છે કે ભારતના વિદેશ મંત્રાલય અને થિંકટૅન્ક ‘ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન’ના સહયોગથી દર વર્ષે આ સંમેલનનું આયોજન કરવામાં આવે છે.
ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે શનિવારે સિડનીમાં ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બાનીઝ સાથે મુલાકાત કરી હતી. એસ. જયશંકર ઑસ્ટ્રેલિયાનાં વિદેશમંત્રી પૅની વૉન્ગને પણ મળ્યા હતા.
પક્ષનું ચિહ્ન છિનવાઈ જતાં બોલ્યા ઉદ્ધવ ઠાકરે– શિંદેએ ચોરી લીધાં ધનુષબાણ

ઇમેજ સ્રોત, FACEBOOK/UDDHAVTHACKREY
એકનાથ શિંદે જૂથને શિવસેનાનો આધિકારીક દરજ્જો મળતાં ઉદ્ધવ ઠાકરે માત્ર ચૂંટણીપંચ જ નહીં, એકનાથ શિંદે જૂથ પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું,"પક્ષો કોનો છે, કોની સાથે જશે, એ બધું જો ચૂંટાઈને આવેલા ધારાસભ્યોની સંખ્યા પર જ નક્કી થાય તો પછી પાર્ટી સંગઠનનો અર્થ શો રહેશે?"
તેમણે એવું પણ કહ્યું, "કેટલાક લોકો માટે રાજમાન્યતા મેળવવી મોટી વાત હશે પણ ચોર તો ચોર જ રહે છે."
ચૂંટણીપંચે કહ્યું – શિંદે જૂથ જ આધિકારિક શિવસેના
આ પહેલાં ભારતીય ચૂંટણીપંચે એકનાથ શિંદે જૂથને આધિકારિક શિવસેનાના રૂપે માન્યતા આપી. જૂથને પક્ષના આધિકારિક ચૂંટણીચિહ્ન તરીકે ‘ધનુષ અને તીર’ તથા ‘શિવસેના’ના નામનો ઉપયોગ કરવાની મંજૂરી પણ મળી છે. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ નિર્ણયને સત્યનો વિજય ગણાવ્યો હતો.
તેમણે કહ્યું હતું, "ચૂંટણીપંચનો આભાર. આ સત્યનો વિજય છે. અમારા વિચારો સાથે લોકો જોડાયેલા છે. આ બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિધેના વિચારોનો વિજય છે."
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર આપનું સ્વાગત છે. આ લાઇવ પેજ 24 કલાક ઉપલબ્ધ રહેશે. 17 ફેબ્રુઆરીની અપડેટ્સ મેળવવા માટે આપ અહીં ક્લિક કરી શકો છો.
આજના મુખ્ય સમાચાર
- ચૂંટણીપંચે કહ્યું, 'એકનાથ શિંદે જૂથ જ આધિકારીક શિવસેના'
- પાકિસ્તાન : કરાચીના પોલીસ વડા મથક પર તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાનનો હુમલો, ત્રણ હુમલાખોર ઠાર
- આવકવેરા વિભાગે બીબીસીનું નામ લીધા વગર જણાવ્યું, 'એક પ્રમુખ આંતરરાષ્ટ્રીય મીડિયા કંપનીનાં કાર્યાલયોમાં' સર્વે બાદ ટેક્સની ચૂકવણી સંબંધિત અનિયમિતતા જણાઈ.
- આવકવેરા વિભાગના નિવેદન પર બીબીસીએ જણાવ્યું કે આવા કોઈ પણ આધિકારિક સંદેશનો યોગ્ય જવાબ અપાશે, જે એને આવકવેરા વિભાગ દ્વારા પ્રત્યક્ષ રૂપે મળશે.