વલસાડની ઉમરગામ GIDCમાં ભીષણ આગ, 5થી વધુ ફાયરની ગાડી પહોંચી

વલસાડની ઉમરગામ GIDCમાં ભીષણ આગ, 5થી વધુ ફાયરની ગાડી પહોંચી

લાઇવ કવરેજ

  1. હિંડનબર્ગની કહાણી, જેણે ગૌતમ અદાણીના સામ્રાજ્યનાં મૂળિયાં હલાવી નાખ્યાં હતાં

  2. મહેસાણા : ટ્રકની પાછળ લખાયેલા નામથી ખૂલ્યું અકસ્માતે મૃત્યુ પામેલા બાપ-દીકરાની હત્યાનું રહસ્ય

  3. વલસાડના ઉમરગામમાં એક ફેકટરીમાં આગ, ફાયરવિભાગનાં વાહનો ઘટનાસ્થળે પહોંચ્યાં

    વલસાડમાં આગ

    ઇમેજ સ્રોત, ANI

    વલસાડના ઉમરગામમાં એક ફેકટરીમાં આગ લાગવાની ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે.

    સમાચાર સંસ્થા એએનઆઈ પ્રમાણે આગ ઓલવવા માટે ફાયરવિભાગનાં વાહનો પહોંચી ગયાં છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ઉમરગામની GIDCમાંની સોહોની મેટલ નામની ફેકટરીમાં ભીષણ આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.

    આગ લાગતાં નાસભાગ સર્જાઈ હતી, જોકે આગનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ફાયરવિભાગની સાથોસાથ આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા.

    પ્રાથમિક માહિતી અનુસાર ફાયરવિભાગની પાંચ ગાડી સ્થળ પર પહોંચી ચૂકી છે.

  4. અદાણી સમૂહ વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ થવી જોઈએ : નીતીશકુમાર

    નીતીશકુમાર

    ઇમેજ સ્રોત, ANI

    બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે શનિવારે કહ્યું કે અબજપતિ કારોબારી ગૌતમ અંબાણીની કંપની વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ થવી જોઈએ.

    નીતીશકુમારે આ નિવેદન કિશનગંજ જિલ્લામાં આપ્યું જ્યાં તેઓ પોતાની રાજ્યવ્યાપી યાત્રાને લઈને પહોંચ્યા હતા.

    અદાણી મામલે સંસદમાં થઈ રહેલા હંગામાં પર પત્રકારો દ્વારા પુછાયેલ સવાલના જવાબમાં તેમણે કહ્યું, “હા, મેં આ વિશે કંઈક સાંભળ્યું છે, જોઈ રહ્યો છું, તેના કામનો કોઈ અર્થ નથી. હવે તો બધું સામે જ આવી ગયું તો તેની તપાસ થવી જોઈએ.”

    ભાજપ સાથે છ મહિલા પહેલાં જ ગઠબંધન તોડનારી નીતીશકુમારની પાર્ટીએ જૉઇન્ટ પાર્લામૅન્ટ્રી કમિટીની વિપક્ષની માગણીનું સમર્થન કર્યું છે. વિપક્ષ અદાણી સાથે સંકળાયેલા મામલાની તપાસ જેપીસી મારફતે કરાવાની માગ કરી રહ્યો છે.

    વિપક્ષનાં દળોનું કહેવું છે કે એલઆઇસી જેવી સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને અદાણી સમૂહમાં ભારે રોકાણ માટે મજબૂર કરાઈ છે.

    અદાણી સમૂહની કંપનીઓના શૅરોની કીમતોમાં ઘટાડો થયો છે, જેનું નુકસાન એલઆઇસી જેવી કંપનીઓએ પણ ભોગવવું પડ્યું છે.

    અદાણી સમૂહના માલિક ગૌતમ અદાણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નિકટ માનવામાં આવે છે.

    અદાણી સમૂહનું કહેવું છે કે હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ બદઇરાદા સાથે તૈયાર કરાયેલો છે.

  5. અફઘાનિસ્તાનમાં શીતલહેરનો કેર, મૃતકોની સંખ્યા વધીને 175 થઈ

    અફઘાનિસ્તાન

    ઇમેજ સ્રોત, Social Media

    અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારનું કહેવું છે કે દેશમાં શીતલહેરથી થયેલાં મૃત્યુની સંખ્યા વધીને 175 થઈ ગઈ છે.

    તાલિબાનના રેડ ક્રિસેંટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ઠંડીના કારણે લગભગ 80 પ્રાણીઓએ પણ જીવ ગુમાવ્યા છે.

    અફઘાન રેડ ક્રિસેંટ ચારસંબલીના પ્રમુખ મૌલવી હક ખલસનું કહેવું છે કે સમગ્ર દેશમાં ભારે ઠંડી, ગૅસ પ્રદૂષણ અને વરસાદના કારણે શુક્રવાર સુધી 175 લોકોનાં મૃત્યુ થયાં છે અને લગભગ 30 લોકો બીમાર છે.

    અફઘાનિસ્તાનમાં એક તરફ ઠંડીનો કેર જોવા મળી રહ્યો છે અને બીજી તરફ તાલિબાનના મહિલાઓ પર વધતા જતા પ્રતિબંધોના કારણે આંતરરાષ્ટ્રીય મદદ મળવાનું ઘટી ગયું છે.

    જાણકારોનું માનવું છે કે અફઘાનિસ્તાનમાં એક કરોડ લોકોને તાત્કાલિક મદદની જરૂરિયાત છે.

  6. મહિલા અને પુરુષોમાં થતાં પાંચ સૌથી સામાન્ય કૅન્સર કયાં છે?

  7. દસ દિવસમાં ‘પઠાન’ની કમાણી 700 કરોડ રૂપિયા પાર પહોંચી

    પઠાન

    ઇમેજ સ્રોત, Yash Raj Films

    શાહરુખ ખાનની ફિલ્મ પઠાને દસ દિવસમાં 729 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

    યશરાજ ફિલ્મ્સ પ્રમાણે, નવમા દિવસે ફિલ્મની કમાણીનો આંકડો 696 કરોડ હતો જે દસમા દિવસે વધીને 739 કરોડ થઈ ગયો છે.

    યશરાજ ફિલ્મ્સે જણાવ્યું કે ફિલ્મે અત્યાર સુધી ભારતમાં 453 અને વિદેશમાં 276 કરોડ રૂપિયા કમાવ્યા છે.

    યશરાજ ફિલ્મ્સ માટે આ કમાણી એટલા માટે પણ ખાસ છે કારણ કે પાછલાં ઘણાં વર્ષોમાં યશરાજ બૅનર હેઠળ બનેલી ઘણી ફિલ્મો ફ્લૉપ થઈ હતી.

    આ ફિલ્મોમાં રણબીર કપૂરની શમશેરા, અક્ષયકુમારની પૃથ્વીરાજ અને રણવીર સિંહની જયેશભાઈ જોરદાર સામેલ છે.

    આ સિવાય યશરાજે પોતાની બે હિટ ફિલ્મોની સિક્વલ પણ બનાવી હતી જે બૉક્સ ઑફિસ પપર નથી ચાલી શકી.

    આ ફિલ્મોમમાં મર્દાની – 2 અને બંટી બબલી 2 જેવી ફિલ્મો સામેલ છે.

    એક તરફ ચાર વર્ષ બાદ આવેલી શાહરુખની ફિલ્મ પઠાનની ઉજવણી કરાઈ રહી છે, બીજી તરફ શાહરુખ જવાનના શૂટિંગમાં પણ લાગી ગયા છે.

    2023માં શાહરુખની વધુ બે ફિલ્મો રિલીઝ થવાની છે. તેમાં જવાન અને રાજકુમાર હિરાનીની ડંકી ફિલ્મ સામેલ છે.

  8. અગ્નિપથ યોજનામાં ભરતીપ્રક્રિયામાં ફેરફાર, હવે કેવી રીતે થશે ભરતી

    ઉમેદવારો

    ઇમેજ સ્રોત, ANI

    અગ્નિપથ યોજના હેઠળ અગ્રિવીર બનવા માગતા ઉમેદવારોએ હવે એક ઑનલાઇન કૉમન એન્ટ્રન્સ એગ્ઝામિનેશન (સીઈઈ) આપવી પડશે.

    ત્યાર બાદ ઉમેદવારોએ શારીરિક ફિટનેસ અને મેડિકલ ટેસ્ટ બંને આપવા પડશે.

    સેનાએ અખબારોમાં જે ભરતીની જાહેરાત આપી છે, તેમાં ભરતીપ્રક્રિયામાં થયેલા ફેરફારની માહિતી આપી છે.

    જોકે સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ બાબતે 14 ફેબ્રુઆરી આસપાસ એક નોટિફિકેશન જાહેર થાય તેવી શક્યતા છે.

    આશા છે કે પહેલી ઑનલાઇન સીઈઈ પરીક્ષા એપ્રિલમાં દેશભરમાં અંદાજે 200 પરીક્ષાકેન્દ્ર પર થઈ શકે છે અને આ અંગેની તૈયારી પણ પૂરી કરી લેવાઈ છે.

  9. બોટાદના ઢાંકણિયા ગામે માલધારી યુવકનું ગળું કાપી હત્યા

    મૃતક યુવાન નવઘણ જોગરાણા
    ઇમેજ કૅપ્શન, મૃતક યુવાન નવઘણ જોગરાણા

    બોટાદ જિલ્લાના ઢાંકણિયા ગામે શુક્રવારે રાત્રે 30 વર્ષીય માલધારી યુવક નવઘણ જોગરાણાની ગળું કાપીને હત્યા કરાઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.

    મૃતક યુવકનું ભાવનગરની સર ટી હૉસ્પિટલમાં ડૉક્ટરોની પેનલ દ્વારા પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે. હૉસ્પિટલમાં માલધારી સમાજનાં ટોળાં ઊમટયાં છે.

    પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    પોલીસ

    બનાવની વિગત અનુસાર, મૃતક યુવકને બચાવવા જતાં અન્ય બે મુન્નાભાઈ જોગરાણા અને તેજાભાઈ જોગરાણાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અને બંને ઈજાગ્રસ્તોને તત્કાલ સારવાર માટે ભાવનગર ખસેડવામા આવ્યા છે.

    ઘટનાની વિગતો જણાવતા બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવલે કહ્યું,"કુલ 6 આરોપીઓ છે, ઈકબાલ અકુબ રાઠોડ, દાઉદ રહીમ, અમન ઈકબાલ, સાજિદ ઈકબાલ, બાબુ અકુબ, અકુબ રહીમ."

    "બનાવની પ્રાથમિક વિગતો એવી છે કે છ મહિના પહેલાં મૃતક અને આરોપીઓ વચ્ચે તકરાર થઈ હતી અને પાળિયાદ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો. એ બાબતે ખાર રાખીને શુક્રવારે રાત્રે 9થી 10 વાગ્યાના અરસામાં મારામારી થઈ હતી અને આ મારામારીમાં નવઘણ જોગરાણાનું મોત થયું છે."

    ડીવાયએસપી વધુ વિગતો જણાવતા કહે છે, "આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે તમામ છ આરોપીની ધરપકડ કરી લીધી છે."

  10. અદાણીનાં 'સામ્રાજ્ય'નાં મૂળિયાં હચમચી ગયાં પછી હવે કેવાં વિકલ્પો બચ્યા છે?

  11. પરફેક્ટ બૉડીનું વળગણ આરોગ્ય માટે કેટલું ખતરનાક છે? આ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની કહાણી પરથી મળશે જવાબ

  12. કેનેડા અને અમેરિકાના ઘણા રાજ્યોમાં ભારે ઠંડીનું મોજું, પારો -17 ડિગ્રી સુધી જવાની આશંકા

    કેનેડા

    ઇમેજ સ્રોત, ALAMY STOCK PHOTO

    અમેરિકા અને કેનેડાના લગભગ 10 કરોડ લોકો ઉત્તર અમેરિકામાં ચાલી રહેલા આકરા શિયાળાનો સામનો કરી રહ્યા છે.

    દેશના હવામાન વિભાગે ભારે ઠંડા પવનની આગાહી કરી છે અને કહ્યું છે કે તે 10 મિનિટથી ઓછા સમયમાં શીતલહેરની સમસ્યા ઊભી કરી શકે છે.

    શીત લહેરમાં ત્વચા અથવા ક્યારેક ત્વચાની નીચેના ટિશ્યૂ જામી જવાનો ભય રહે છે અને તેની માનવ શરીર પર ખરાબ અસર પડે છે.

    હવામાન વિભાગે કેનેડાના મૅનિટોબા પ્રાંતથી લઈને યુએસના મેન પ્રાંત સુધીના રહેવાસીઓને શુક્રવાર અને શનિવારે જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે.

    અમેરિકામાં ખરાબ હવામાનને કારણે સોમવારથી અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. ટેક્સાસમાં આઠ, ઓક્લાહોમામાં બે અને અરકંસાસમાં એકનું મોત થયું છે.

    તાપમાનમાં આ ઘટાડા માટે આર્કટિક પ્રદેશમાંથી આવતી ઠંડી હવા જવાબદાર હોવાનું કહેવાય છે.

    અમેરિકાના ઘણા રાજ્યોમાં શુક્રવાર બપોર સુધીમાં ઘણા રેકૉર્ડ તૂટી જવાની અપેક્ષા છે, જ્યાં કુલ 8.2 લાખ લોકોને માઈનસ 17 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી ઓછા તાપમાનનો સામનો કરવો પડી શકે છે.

    જેમકે મેન પ્રાંતના કેટલાક ભાગોમાં 1971 પછીનું સૌથી નીચું તાપમાન નોંધાય તેવી અપેક્ષા છે. પોર્ટલૅન્ડ શહેરમાં, ઠંડા પવનની અસર માઈનસ 40.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે.

  13. જોહાનિસબર્ગમાં અપહરણ કરાયેલ રાજકોટના વેપારીનો બચાવ

    યુવક

    ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

    ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, રાજકોટના એક વેપારીનું દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ એરપોર્ટની બહારથી કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર પોલીસે દક્ષિણ આફ્રિકાની પોલીસને આ ઘટના અંગે ઍલર્ટ કરાયા બાદ બિઝનેસમૅનને બચાવી લેવાયા હતા.

    દક્ષિણ આફ્રિકાની પોલીસે આ સંબંધમાં ચાર લોકોની ધરપકડ કરી હતી અને 28 વર્ષીય વેપારી કેયુર મલ્લી ગુરુવારે રાજકોટ પરત ફર્યા હતા.

    કેયુરના પિતાના કહેવા પ્રમાણે, તેમણે અપહરણકર્તાઓએ રૂ. 30 લાખની ખંડણી ચૂકવીને કેયુરને છોડાવ્યો હતો.

    આયાત-નિકાસનો વ્યવસાય કરતા કેયુર 20 જાન્યુઆરીની સવારે જોહાનિસબર્ગના ટેમ્બો ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ઊતર્યા હતા. તેમના પિતાએ જણાવ્યું હતું કે ટૅક્સી ડ્રાઈવરે જ કેયુરનું અપહરણ કર્યું હતું.

    ઈન્ડિયન એક્સપ્રેસને કેયુરના પિતા પ્રફુલ્લ મલ્લીએ જણાવ્યું હતું કે, 'મારો પુત્ર છેલ્લા ચાર મહિનાથી જોહાનિસબર્ગમાં અબ્દુલ નામના વ્યક્તિના સંપર્કમાં હતો અને તે લોખંડ અને તાંબાનો ભંગાર વેચવાનો હતો. 20 જાન્યુઆરીએ ઍરપોર્ટ પરથી મારા પુત્રએ અબ્દુલનો સંપર્ક કર્યો અને તેમણે ટૅક્સી મોકલી હતી. કારમાં બેઠેલા માણસો તેને હોટલને બદલે કોઈ ઉપનગરમાં લઈ ગયા હતા અને બાદમાં મારા પુત્ર પાસેથી ફોન કરાવીને રૂ. 1.5 કરોડની ખંડણી માંગી હતી.'

    કેયુરનું અપહરણ થયા બાદ, તેના પિતાએ રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને રાજકોટના ધારાસભ્ય અને સામાજિક ન્યાય અને સશક્તિકરણમંત્રી ભાનુ બાબરીયા, સાંસદ રમેશ ધડુક અને કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાને જાણ કરી હતી.

    રાજકોટ શહેરના ડીસીપી (ક્રાઈમ) પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકાની પોલીસે ગુનાના સંબંધમાં 4 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી.

    કેયુરને 23 જાન્યુઆરીએ જોહાનિસબર્ગના ફોર્ડ્સબર્ગ ઉપનગરમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.

    પોલીસે અપહરણકર્તાઓ પાસેથી કેટલોક મુદ્દામાલ કબજે કર્યો હતો.

  14. શુક્રવારે સંસદના બંને ગૃહો સ્થગિત, વિપક્ષી નેતાઓ અદાણીની તપાસની માંગ પર અડગ

    સંસદની ફાઇલ તસવીર

    ઇમેજ સ્રોત, PRAKASH SINGH/GETTY

    ઇમેજ કૅપ્શન, સંસદની ફાઇલ તસવીર

    ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં અદાણી જૂથ સામેના આક્ષેપોની સંયુક્ત સંસદીય સમિતિ અથવા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા નિયુક્ત સમિતિ દ્વારા તપાસની વિપક્ષી નેતાઓની માગણીઓ વચ્ચે સંસદની કાર્યવાહી શરૂ થતાની સાથે જ શુક્રવારે સંસદના બંને ગૃહોને બાકીના દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યા હતા.

    6 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે લોકસભા અને રાજ્યસભાની બેઠક મળશે.

    2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યાના બે દિવસ પછી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે સંસદમાં ભાજપના તમામ સાંસદોને એક બેઠકમાં બજેટ અંગે માહિતી આપી હતી.

    સંયુક્ત વિપક્ષે સંસદના બંને ગૃહોને હિંડનબર્ગ રિપોર્ટ પર ચર્ચાની માગણી સાથે અટકાવી દીધા હતા. જેમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓ પર "દાયકાઓથી શેરબજારમાં શેર સોદાની પ્રક્રિયાઓ અને એકાઉન્ટિંગથી છેતરપિંડીની યોજના" કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

  15. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    3 ફેબ્રુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.