ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે
મંગળવારનો દિવસ રાહતના સમાચાર લઈને આવ્યો છે.
તેમની કંપની અદાણી એન્ટરપ્રાઇઝ તરફથી ગયા અઠવાડિયે
માર્કેટમાં ઉતારવામાં આવેલા એફપીઓ એટલે કે ફૉલો-ઑન પબ્લિક ઑફરને આખરે સંપૂર્ણ રીતે
ખરીદી લેવામાં આવી છે.
અદાણી ગ્રૂપ 20 હજાર કરોડ રૂપિયા મેળવવાના હેતુથી આ પબ્લિક
ઑફર લઈને આવ્યું હતું, જેને ખરીદવા માટેની અંતિમ તારીખ 31 જાન્યુઆરી હતી.
જોકે, સોમવાર સુધી આ પબ્લિક ઑફરનો લગભગ 3 ટકા ભાગ જ ખરીદવામાં
આવ્યો હતો.
ત્યારબાદ એકાએક સોમવારે સાંજે સમાચાર મળ્યા હતા કે અબુ
ધાબીના શાહી પરિવાર સાથે જોડાયેલી ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીએ અદાણી ગ્રુપમાં 3218
કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે.
આ સાથે જ ભારતની ઘણી ફેમિલી ઑફિસોએ આ એફપીઓમાં રસ દાખવ્યો
છે. ફેમિલી ઑફિસ સાથેનો આશય એ ફર્મો સાથે છે, જે ઘણા અમીર લોકોની ખાનગી
સંપત્તિઓનું પ્રબંધન કરે છે.
જોકે, મંગળવાર સવાર સુધી એ સામે આવ્યું ન હતું કે ભારતના કયા
ઉદ્યોગપતિઓ અદાણી ગ્રૂપમાં રોકાણ કરવા માગે છે.
જોકે, ફાઇનાન્સિયલ એક્સપ્રેસમાં બુધવારે છપાયેલા અહેવાલ અનુસાર,
આ મામલાથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે, મુકેશ અંબાણી મુશ્કેલીના સમયમાં ગૌતમ
અદાણીની મદદે આવ્યા છે.
જોકે, મુકેશ અંબાણી એકલા નથી જેમણે આ પ્રસંગે ગૌતમ અદાણીની
મદદ કરી છે.
ટેલીગ્રાફના અહેવાલ અનુસાર, અદાણી ગ્રૂપની મદદ કરનારામાં જેએસડબલ્યૂ સ્ટીલના માલિક સજ્જન જિંદલ, એરટેલના માલિક સુનીલ ભારતી મિત્તલ અને ઝાયડસ લાઇફના પંકજ પટેલના સામેલ થયાના સમાચાર મળ્યા છે.
અખબાર લાઈવ મિન્ટના રિપોર્ટમાંપણ આ અટકળોનો ઉલ્લેખકરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અદાણી ગ્રૂપને કયા-કયા ઉદ્યોગપતિઓએ મદદ કરી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એફપીઓને તેના અંતિમ દિવસે સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ કરવું એ અદાણી ગ્રૂપ માટે યુદ્ધ જીતવા જેવું છે.
કારણ કે, કોઈપણ પબ્લિક ઓફરનું 100 ટકા વેચાણ કરવું જરૂરી છે,પરંતુ તેનાથી અદાણી ગ્રૂપના કૉર્પોરેટ ગવર્નન્સને લઈને રોકાણકારોની ચિંતાનો અંત નથી આવ્યો.
આટલું જ નહીં, રિટેલ રોકાણકારોએ તેમના માટે નક્કી કરેલા શૅરના માત્ર 10 ટકા જ ખરીદ્યા છે અને આનાથી અદાણી ગ્રૂપનો હેતુ પૂરો થતો હોય તેવું લાગતું નથી, જેનો ઉલ્લેખ અદાણી ગ્રૂપના સીએફઓ જુગશિંદર સિંહે ગયા નવેમ્બરમાં કર્યો હતો.
જુગશિંદર સિંહે કહ્યું હતું કે, “તાજેતરના વર્ષોમાં વ્યૂહાત્મક રોકાણકારો પર ધ્યાન આપ્યા પછી અદાણી ગ્રૂપ તેના રોકાણકાર ગ્રૂપને વિસ્તારવાનો પ્રયાસ કરી રહ્યું છે.