અમદાવાદમાં ટી20 મૅચમાં શુભમન ગીલની ન્યૂઝીલૅન્ડ સામે સદી ન્યૂઝીલૅન્ડ સામે 235 રનનું લક્ષ્ય
શુભમન ગિલે 63 બૉલમાં 126 રન સાથે ન્યૂઝલૅન્ડ સામે ભારતે ટી20માં 234 રન બનાવી અત્યાર સુધીનો સર્વોચ્ચ રનનો સ્કોર બનાવ્યો
લાઇવ કવરેજ
અમદાવાદમાં ટી20 મૅચમાં શુભમન ગીલની સામે સદી, ન્યૂઝીલૅન્ડે 235 રનનું લક્ષ્યની સામે 6 રન બનાવી 3 વિકેટ ગુમાવી
ઇમેજ સ્રોત, ANI
અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલૅન્ડની વચ્ચે રમાઈ રહેલી ટી20 મૅચમાં શુભમન ગીલે નોટઆઉટ રહીને 63 બૉલમાં બનાવેલા126 રન સાથે ભારતે ચાર વિકેટે 234 ન્યૂઝીલૅન્ડને જીતવા માટે 235 રનનું લક્ષ્ય આપ્યું છે.
જવાબમાં ન્યૂઝીલૅન્ડે પોતાની બેટિંગમાં પ્રથમ બે ઓવરમાં જ પાંચ રન બનાવીને ત્રણ વિકેટનું નુકસાન ભોગવ્યું છે.
હાર્દિક પંડ્યાએ પ્રથમ ઓવરમાં ચાર રન આપીને ફિન ઍલનને સ્લિપમાં સૂર્યકુમાર યાદવના હાથે કેચ કરાવીને આઉટ કર્યા. જ્યારે અર્શદીપસિંહે મૅચમાં પોતાની પ્રથમ ઓવરના પહેલા બૉલે જ હાર્દિક પંડ્યાના હાથે ડેવોન કોનવેને કૅચ કરાવીને વિકેટ ઝડપી હતી.
અર્શદીપે ઑવરના છેલ્લા બૉલે માર્ક ચેપમેનને વિકેટની પાછળ ઇશાન કિશન પાસે કેચ કરાવીને બીજી વિકેટ ઝડપી હતી.
આ અગાઉ ભારતે ટૉસ જીતીને પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.
મંગળવારે
ઓરેવા ગ્રૂપના માલિક અને મોરબીમાં પુલ દુર્ઘટનામાં આરોપી
જયસુખ પટેલે મોરબીની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આત્મસર્પણ કર્યું હતું.
નોંધનીય છે કે અગાઉ જયસુખ
પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
બીબીસી ગુજરાતીના સહયોગી દ્વારા અપાયેલ માહિતી અનુસાર આત્મસમર્પણ
બાદ કોર્ટે જયસુખ પટેલના આઠ તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે.
ઉલ્લેખનીય છે કે
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોનાં મોત થયાં હતાં, જેના
લગભગ ત્રણ મહિના બાદ ઓરેવા ગ્રૂપના પ્રમોટર અને અજંતા મૅન્યુફૅક્ચરિંગ લિમિટેડના
મૅનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલનું ચાર્જશીટમાં મુખ્ય આરોપી તરીકે નામ સામેલ કરવામાં
આવ્યું હતું.
આ
ઘટના બાદ જયસુખ પટેલ ગાયબ હતા અને ગયા અઠવાડિયે તેમની ધરપકડ માટે વૉરંટ બહાર
પાડવામાં કરવામાં આવ્યું હતું. ધરપકડના ડરથી તેમણે 16 જાન્યુઆરીએ કોર્ટમાં
આગોતરા જામીન અરજી કરી હતી.
1,262 પાનાંની ચાર્જશીટમાં જયસુખ પટેલનું મુખ્ય આરોપી અને 'ભાગેડુ' તરીકે નામ આપવામાં આવ્યું હતું.
જયસુખ પટેલને અગાઉ ધકપકડ કરાયેલા નવ
આરોપી સાથે 10મા આરોપી તરીકે ઉમેરવામાં આવ્યા હતા. જેમાં પેટા કૉન્ટ્રૅક્ટર, ટિકિટ ક્લાર્ક અને
સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા દૈનિક વેતન મજૂરોનો સમાવેશ થાય છે.
ગૌતમ અદાણી મુશ્કેલીમાં મુકાયા, ત્યારે મદદે આવ્યો અંબાણી પરિવાર?
ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે
મંગળવારનો દિવસ રાહતના સમાચાર લઈને આવ્યો છે.
તેમની કંપની અદાણી એન્ટરપ્રાઇઝ તરફથી ગયા અઠવાડિયે
માર્કેટમાં ઉતારવામાં આવેલા એફપીઓ એટલે કે ફૉલો-ઑન પબ્લિક ઑફરને આખરે સંપૂર્ણ રીતે
ખરીદી લેવામાં આવી છે.
અદાણી ગ્રૂપ 20 હજાર કરોડ રૂપિયા મેળવવાના હેતુથી આ પબ્લિક
ઑફર લઈને આવ્યું હતું, જેને ખરીદવા માટેની અંતિમ તારીખ 31 જાન્યુઆરી હતી.
જોકે, સોમવાર સુધી આ પબ્લિક ઑફરનો લગભગ 3 ટકા ભાગ જ ખરીદવામાં
આવ્યો હતો.
ત્યારબાદ એકાએક સોમવારે સાંજે સમાચાર મળ્યા હતા કે અબુ
ધાબીના શાહી પરિવાર સાથે જોડાયેલી ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીએ અદાણી ગ્રુપમાં 3218
કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે.
આ સાથે જ ભારતની ઘણી ફેમિલી ઑફિસોએ આ એફપીઓમાં રસ દાખવ્યો
છે. ફેમિલી ઑફિસ સાથેનો આશય એ ફર્મો સાથે છે, જે ઘણા અમીર લોકોની ખાનગી
સંપત્તિઓનું પ્રબંધન કરે છે.
જોકે, મંગળવાર સવાર સુધી એ સામે આવ્યું ન હતું કે ભારતના કયા
ઉદ્યોગપતિઓ અદાણી ગ્રૂપમાં રોકાણ કરવા માગે છે.
જોકે, ફાઇનાન્સિયલ એક્સપ્રેસમાં બુધવારે છપાયેલા અહેવાલ અનુસાર,
આ મામલાથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે, મુકેશ અંબાણી મુશ્કેલીના સમયમાં ગૌતમ
અદાણીની મદદે આવ્યા છે.
જોકે, મુકેશ અંબાણી એકલા નથી જેમણે આ પ્રસંગે ગૌતમ અદાણીની
મદદ કરી છે.
અખબાર લાઈવ મિન્ટના રિપોર્ટમાંપણ આ અટકળોનો ઉલ્લેખકરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અદાણી ગ્રૂપને કયા-કયા ઉદ્યોગપતિઓએ મદદ કરી છે.
ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
જોકે, બ્લૂમબર્ગના અહેવાલમાંઆ મુદ્દા સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ પાસું સામે આવ્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એફપીઓને તેના અંતિમ દિવસે સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ કરવું એ અદાણી ગ્રૂપ માટે યુદ્ધ જીતવા જેવું છે.
કારણ કે, કોઈપણ પબ્લિક ઓફરનું 100 ટકા વેચાણ કરવું જરૂરી છે,પરંતુ તેનાથી અદાણી ગ્રૂપના કૉર્પોરેટ ગવર્નન્સને લઈને રોકાણકારોની ચિંતાનો અંત નથી આવ્યો.
આટલું જ નહીં, રિટેલ રોકાણકારોએ તેમના માટે નક્કી કરેલા શૅરના માત્ર 10 ટકા જ ખરીદ્યા છે અને આનાથી અદાણી ગ્રૂપનો હેતુ પૂરો થતો હોય તેવું લાગતું નથી, જેનો ઉલ્લેખ અદાણી ગ્રૂપના સીએફઓ જુગશિંદર સિંહે ગયા નવેમ્બરમાં કર્યો હતો.
જુગશિંદર સિંહે કહ્યું હતું કે, “તાજેતરના વર્ષોમાં વ્યૂહાત્મક રોકાણકારો પર ધ્યાન આપ્યા પછી અદાણી ગ્રૂપ તેના રોકાણકાર ગ્રૂપને વિસ્તારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારના મહિલાઓ માટે એક નવી બચત યોજના 'મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ' ની જાહેરાત કરી છે.
આની પર બે વર્ષ માટે 7.5 ટકાના દરથી આ નક્કી વ્યાજ મળશે.
આ યોજના હેઠળ કોઈ મહિલાના નામ પર આ ખાતું શરૂ કરી શકાશે. આ યોજના હેઠળ અધિકતમ બે લાખ રૂપિયા જમા કરાવી શકાય અને તેમાં આંશિક નિકાસની સુવિધા પણ ઉપલબ્ધ છે.
નિર્મલા સીતારમણે કહ્યું છે કે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર મિશન હેઠળ દેશભરમાં 81 લાખ સ્વયં સહાય સમૂહ બનાવવામાં આવ્યાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
'આ બજેટ માત્ર અદાણી, અંબાણી અને ગુજરાત માટે છે' - કૉંગ્રેસ નેતા કે સુરેશ
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, કે સુરેશ
નાણામંત્રી
નિર્મલા સીતારમણે બજેટમાં મધ્યમવર્ગને મોટી રાહત આપી છે.
આજે તેમણે પોતાનું
પાંચમું બજેટ સંસદમાં રજૂ કર્યું. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ
બજેટ છે.
પોતાના બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યું કે "આ અમૃતકાળનું પહેલું
બજેટ છે અને પહેલાંના જે બજેટમાં તસવીર દર્શાવી હતી તેને તે આગળ વધારે છે. તેનો
ઉદ્દેશ દેશના તમામ વર્ગોને ફાયદો પહોંચાડવાનો છે."
સીતારમણના આ બજેટ પર પ્રતિક્રિયા
આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે "આ બજેટ ગ્રીન ઉર્જા, ગ્રીન ગ્રોથ, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન જૉબ ઊભી
કરશે."
પીએમ મોદીએ દૂરદર્શનને આપેલી મુલાકાતમાં કહ્યું કે, “તેમની સરકારે આ બજેટમાં ગ્રામ્ય વિસ્તારના લોકો
અને ખાસ કરીને મહિલાઓના જીવન ધોરણને ઉપર લાવવાના પ્રયાસ કર્યા છે."
જ્યારે વિપક્ષોએ
આ બજેટને કામચલાઉ અને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવ્યું હોવાના
આરોપ લગાવ્યા છે.
કૉંગ્રેસના સાંસદ કે. સુરેશે સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાતચીત
કરતા કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે "આ બજેટ માત્ર અદાણી અને અંબાણીને ફાયદો
પહોંચાડનારું છે."
સુરેશે કહ્યું કે, “આ બજેટ માત્ર ઉદ્યોગગૃહોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. અદાણીના
હિતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા આ બજેટમાં સામાન્ય માનવીની જરૂરતોને
ધ્યાનમાં લેવાઈ નથી. આ બજેટ અદાણી, અંબાણી અને
ગુજરાતનું બજેટ છે.”
નવી ટૅક્સ રિજીમ અને જૂની ટૅક્સ રિજીમ - શું બદલાયું?
ઇમેજ સ્રોત, Getty Images
નાણા મંત્રી
નિર્મલા સીતારમણે કરદાતાઓ માટે રિબેટની મર્યાદા પાંચ લાખથી વધારીને સાત લાખ રૂપિયા
કરવાની જાહેરાત કરી છે.
તેમણે સંસદમાં
બજેટ રજૂ કરતાં કહ્યું કે, "..હાલ, પાંચ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો જૂની
અને નવી ટૅક્સ રિજિમમાં આવકવેરો નથી ભરતા. હું નવી ટૅક્સ રિજિમમાં આ રિબેટની
મર્યાદા સાત લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ કરું છું. એટલે નવી ટૅક્સ રિજિમમાં
વ્યક્તિઓએ સાત લાખ રૂપિયા સુધીની આવક પર આવકવેરો નથી ભરવાનો."
તેમણે એવું પણ
કહ્યું કે નવા ટૅક્સ સ્લૅબ અને 2020માં લાવવામાં આવેલા જૂના ટ્વિન સ્ટ્રક્ચરને રદ
કર્યું છે, જેમાં ઍક્ઝેમ્પશન
ક્લૅઇમ વગર 15 લાખની વાર્ષિક આવક પર 25 ટકાના દરે આવકવેરો ભરવો પડતો અને
ઍક્ઝેમ્પશન સાથે 30 ટકાના દરે ટૅક્સ ભરવો પડતો.
અત્યારે વાર્ષિક
પાંચ લાખ સુધીની આવક પર લોકો કોઈ ઇન્કમટૅક્સ નથી આપતા. આ સ્તર પર નવી ટૅક્સ
રિજીમમાં સાત લાખ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
વર્ષ 2020માં
પર્સનલ ટૅક્સ રિજીમમાં છ દર નક્કી કરવામાં આવ્યા હતા જેને ઘટાડીને પાંચ સ્તર
કરવામાં આવશે.
15 લાખની આવક પર
1.5 લાખ અથવા 10 ટકાનો ટૅક્સ આપવો પડશે.
Budget2023: શું થશે મોંઘું અને કઈ ચીજો પડશે સસ્તી?
દેશના પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણા મંત્રી નિર્મલા સિતારમણે બુધવારે તેમનું પાંચમું બજેટ રજૂ કર્યું.
જેમાં તેમણે ત્યારે પ્રત્યક્ષ કરની જાહેરાતો સાથે કેટલીક અપ્રત્યક્ષ ડ્યૂટી અને ટેક્સમાં ફેરફારની જાહેરાત કરી હતી.
જેના કારણે ચીજવસ્તુઓ મોંઘી કે સસ્તી બનશે. એક નજર આવી ચીજવસ્તુઓની ઉપર.
ટીવી પેનલના અમુક ઓપન સેલ પરની કસ્ટમડયૂટી ઘટાડીને અઢી ટકા કરવામાં આવી છે, જેથી તે સસ્તાં બનશે.
મોબાઇલઉત્પાદન માટે કૅમેરા લૅન્સ અને લિથિયમ આયન બૅટરી વગેરે જરૂરી સામાનની આયાત ઉપર આપવામાં આવેલી છૂટને કારણે તે સસ્તાં બનશે.
લૅબોરેટરીમાં તૈયાર કરવામાં આવતાં સિડ્સ પરની કસ્ટમડ્યુટી ઘટાડવામાં આવશે, જેથી કરીને કુદરતી હીરા જેવી જ ગુણવત્તા અને લાક્ષ્ણિકતા ધરાવતા, પરંતુ ઇકૉફ્રૅન્ડલી એલ.જી.ડી. (લૅબ ગ્રૉન ડાયમંડ) સસ્તા બનશે.
રસોડાના ચૂલામાં વપરાતી કૉઇલ સસ્તી થશે.
ડિનેચર્ડ ઇથાઇલ આલ્કોહોલ સસ્તું થશે, જેથી કરીને પેટ્રોલની સાથે તેના મિશ્રણને પ્રોત્સાહન મળશે.
માછલીઓ માટેના શ્રિમ્પ ફિડ પરની ડ્યુટી ઘટાડવામાં આવશે, જેથી કરીને મત્સ્ય-ઉત્પાદનના નિકાસને પ્રોત્સાહન મળે.
શું થશે મોંઘું?
કમ્પાઉન્ડેડ રબર પરની ડ્યુટી 10 ટકાથી વધારીને 25 ટકા કરવામાં આવશે.
રસોડાની ઇલૅક્ટ્રિક ચિમની પરની કસ્ટમડ્યુટી સાડા સાત ટકાથી વધારીને 15 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ચાંદી પરની કસ્ટમડ્યુટીને સોના અને પ્લૅટિનમ પરના દરની સમકક્ષ લાવવામાં આવશે, જેથી તે મોંઘી થશે.
ચોક્કસ પ્રકારની સિગારેટ ઉપર નેશનલ કૅલામિટી કન્ટિજન્સી ડ્યૂટીમાં 16 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષ અગાઉ આ દરમાં વૃદ્ધિ કરવામાં આવી હતી, જેથી અમુક પ્રકારની સિગારેટ મોંઘી બનશે.
ઇન્કમટૅક્સ વિશે નિર્મલા સીતારમણે શું જાહેરાત કરી? કરના નવા દર સમજો
અત્યારે વાર્ષિક પાંચ લાખ સુધીની આવક પર લોકો કોઈ ઇન્કમટૅક્સ નથી આપતા. આ સ્તર પર નવી ટૅક્સ રિજીમમાં સાત લાખ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
વર્ષ 2020માં પર્સનલ ટૅક્સ રિજીમમાં છ દર નક્કી કરવામાં આવ્યા હતા જેને ઘટાડીને પાંચ સ્તર કરવામાં આવશે.
15 લાખની આવક પર 1.5 લાખ અથવા 10 ટકાનો ટૅક્સ આપવો પડશે.
બજેટ 2023 : શું સસ્તું, શું મોંઘું થશે?
ઇમેજ સ્રોત, Getty Images
•લિથિયમ આયન બૅટરી માટે જરૂરી સામાનની આયાત
ઉપર આપવામાં આવતી કસ્ટમડ્યૂટી પરની છૂટ યથાવત્ રહેશે.
•ક્રૂડ ગ્લિસરિન પરની કસ્ટમડ્યૂટી સાડા સાટ
ટકાથી ઘટાડીને અઢી ટકા કરવામાં આવી.
•ચાંદી ઉપરની કસ્ટમડ્યૂટીને વધારવામાં આવશે
અને તેને સોના અને પ્લેટિનમની બરાબર કરવામાં આવશે.
•મોબાઇલ ઉત્પાદન માટે કૅમેરાલૅન્સ અને
લિથિયમ આયન બૅટરી વગેરે જરૂરી સામાનની આયાત ઉપર આપવામાં આવેલી છૂટ ચાલુ રહેશે.
•નેશનલ ફાઇનાન્સિયલ રજિસ્ટ્રી ફૉર
ફાયનાન્સિયલ સ્ટ્રૅટજી બનાવવામાં આવશે. આ માટે સેન્ટ્રલ પ્રૉસેસિંગ સેન્ટર
બનાવવામાં આવશે, જેથી કરીને કંપનીઓ દ્વારા
દાખલ કરવામાં આવતાં દસ્તાવેજોનો વહેલાસર નિકાલ થઈ શકે.
•રાજ્ય સરકારો જૂનાં વાહન અને ઍમ્બુલન્સને
ભંગારમાં કાઢી નાખે અને નવી ખરીદી કરે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી સહાય
કરવામાં આવશે.
•નવી કરવ્યવસ્થા હવે ડિફૉલ્ટ કરવ્યવસ્થા
રહેશે. જોકે, જૂની કરવ્યવસ્થા હેઠળ
મળતી રાહતો ચાલુ રહેશે.
•નિવૃત્તિ સમયે કર્મચારીઓને રૂ. ત્રણ લાખ
સુધીની રજાઓના બદલે રોકડ માટે કોઈ ટેક્સ આપવો નહોતો પડતો. હવે આ મર્યાદાને વધારીને
રૂ. 25 લાખ કરવામાં આવી છે.
•દેશમાં સરચાર્જ સાથે સર્વોચ્ચ દર 42.74 ટકા
છે, જે ઘટીને 39 ટકા ઉપર આવી જશે. સરચાર્જનો
સર્વોચ્ચ દર 37 ટકા હતો, જેને ઘટાડીને 25
ટકા કરવામાં આવશે.
ટૅક્સમાં મળી રાહત - સાત લાખ રૂપિયાની આવક પર ટૅક્સ રિબેટ
ઇમેજ સ્રોત, ANI
નાણામંત્રી નિર્મલા સીતારમણ અનુસાર રૂ. સાત લાખ
સુધીની આવક પર ટેક્સરિબેટ મળશે. અગાઉ રૂ. પાંચ લાખની ટોચમર્યાદા હતી.
કરવેરા વિશે નિર્મલા સીતારમણે આ જાહેરાતો કરી -
નેક્સ્ટ જનેરેશન ટૅક્સ ફૉર્મ બહાર પાડવામાં આવશે, જે સરળ હશે. સરળતાથી ટૅક્સ ભરી શકાય તે માટે નેક્સ્ટ જનરેશન ટૅક્સ ફૉર્મ આવશે.
કોઑપરેશન સેક્ટરમાં 31 માર્ચ 2024 સુધી કામ શરૂ કરવાવાળી નવી કંપનીઓને ટૅક્સમાં 15 ટકાની છૂટ આપવામાં આવશે.
અત્યારે વાર્ષિક પાંચ લાખ સુધીની આવક પર લોકો કોઈ ઇન્કમટૅક્સ નથી આપતા. આ સ્તર પર નવી ટૅક્સ રિજીમમાં સાત લાખ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
વર્ષ 2020માં પર્સનલ ટૅક્સ રિજીમમાં છ દર નક્કી કરવામાં આવ્યા હતા જેને ઘટાડીને પાંચ સ્તર કરવામાં આવશે.
•આગામી
ત્રણ વર્ષ દરમિયાન યુવાનોમાં કૌશલવર્ધન માટે પ્રધાન મંત્રી કૌશલ વર્ધન યોજના 4.0
ચલાવવામાં આવશે. જેમાં કોડિંગ, રૉબૉટિક્સ, ડ્રૉન, આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સ વગેરે કૌશલ્ય વધરાવામાં આવશે. 30 'સ્કિલ ઇન્ડિયા
ઇન્ટરનેશલ સેન્ટર' ઊભા કરવામાં આવશે.
•'વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ' તથા જિયોગ્રાફિકલ
આઇડેન્ટિફિકેશન ધરાવતી પ્રોડક્ટ્સના વેચાણ માટે રાજ્યના પાટનગર તથા રાજ્યનાં પ્રસિદ્ધ પર્યટનસ્થળોએ 'યુનિટી મૉલ' ઊભા કરવા પ્રોત્સાહન અપાશે.
•અનુસૂચિત જાતિના મિશન માટે આગામી ત્રણ વર્ષ
દરમિયાન રૂ. 15 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.
•ઝડપી ન્યાય મળે તે માટે ઈ-કોર્ટ માળખા માટે
રૂ. સાત હજાર કરોડની ફાળવણી કરવામાં આવશે.
•તમામ શહેરો અને નગરોમાં વ્યક્તિએ સફાઈ માટે
ગટરમાં ન ઊતરવું ન પડે અને સંપૂર્ણપણે મશીનથી કામ થાય તે માટે જોગવાઈ કરવામાં
આવશે.
•મહિલા અને બાળકીઓ માટે બે વર્ષ માટે વિશેષ
બચતપત્ર રજૂ કરવામાં આવશે. જેના ઉપર સાડા સાત ટકાનું વ્યાજ આપવામાં આવશે.
•વરિષ્ઠ નાગરિકની બચત યોજના માટે રૂ. 15
લાખની ટોચમર્યાદાને વધારીને રૂ. 30 લાખ કરવામાં આવી.
બ્રેકિંગ, બજેટની અત્યાર સુધીની મહત્ત્વની વાતો
•કેવાઈસીની સુવિધાને સરળ બનાવાશે જેથી નામ-સરનામા બદલવા સરળ બનશે.
•સરકારી ખાતાઓમાં ડિજિટલ કામો માટે પાનકાર્ડને ઓળખ તરીકે સ્વીકારવામાં આવશે
બ્રેકિંગ, પીએમ આવાસ યોજના માટે રૂ. 79 હજાર કરોડની ફાળવણી
ઇમેજ સ્રોત, Getty Images
બજેટની મુખ્ય વાતો અહીં વાંચો -
• પીએમ આવાસ યોજના માટે રૂ. 79 હજાર કરોડની ફાળવણી કરવામાં આવશે, જે 66 ટકાની વૃદ્ધિ
સૂચવે છે.
• 5જી સેવાઓ માટે જરૂરી ઍપ્સ વિકસાવવા માટે
એંજિનિયરિંગ સંસ્થાઓમાં 100 લૅબવિકસાવવામાં
આવશે. જેમાં સ્માર્ટ ક્લાસરૂપ અને કૃષિ, પરિવહન ક્ષેત્રે
તેનો ઉપયોગ કરવામાં આવશે.
•પર્યાવરણને અનુરૂપ એવા લૅબગ્રૉવન ડાયમંડનું
દેશમાં ઉત્પાદન થાય અને આયાત પરથી ભારણ ઘટાડવા માટે આઈઆઈટીને પાંચ વર્ષ માટે
પ્રોત્સાહન આપવામાં આવશે. કસ્ટમ ડ્યૂટી માટે પણ જોગવાઈઓ કરવામાં આવશે.
બ્રેકિંગ, બાળકો અને તરૂણો માટે નેશનલ ડિજિટલ લાઇબ્રેરીની જાહેરાત
નિર્મલા સીતારમણ બજેટ 2023-24 રજૂ કરી રહ્યાં છે, બજેટની મુખ્ય વાતો અહીં વાંચો -
•157 નવી નર્સિંગ કૉલેજોની સ્થાપના કરવામાં આવશે. 2014 પછી સ્થાપવામાં આવેલી મેડિકલ કૉલેજોની સાથે
જ તેમની સ્થાપના કરવામાં આવશે.
•બાળકો અને તરૂણો માટે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી
ઊભી કરવામાં આવશે.
નિર્લમા સીતારમણ બજેટ 2023-24 રજૂ કરી રહ્યાં છે. અહીં વાંચો બજેટની ખાસ વાતો
•'પીએમ ગરીબ અન્ન
કલ્યાણ યોજના' હેઠળ પહેલી જાન્યુઆરીથી
એક વર્ષ માટે નિઃશુલ્ક અનાજ આપવામાં આવશે. જે માટે રાજ્યોએ કશું ચૂકવવાનું નહીં
રહે, આ માટે કેન્દ્ર સરકાર રૂ. બે લાખ કરોડનો ખર્ચ
ભોગવશે.
•યુપીઆઈ, કોવિન અને આધારએ
ટેકનૉલૉજીની મદદથી જનતા સુધી લાભ પહોંચાડવામાં આવ્યો.
•પીએમ વિશ્વકર્મા કૌશલ હેઠળ પરંપરાગત કળા
અને કારીગીરીની ગુણવત્તાને વધારવા માટે અને બજાર ઉપલબદ્ધ કરાવવામાં આવશે.
•જી-20ની અધ્યક્ષતાએ વૈશ્વિકસ્તરે ભારતની
ક્ષમતાને દેખાડવાની તક આપી છે.
•વ્યક્તિદીઠ આવકમાં બમણી વૃદ્ધિ થઈ છે
અને એક લાખ 97 હજાર પર પહોંચી છે.
•કૃષક ધિરાણને 20 લાખ કરોડ સુધી લઈ જવામાં
આવશે. જેની મદદથી પશુપાલન, ડેરી અને
માછીમારીને પ્રોત્સાહન આપવામાં આવશે.
બજેટ LIVE : નિર્મલા સીતારમણે કઈ મોટી જાહેરાતો કરી અને ઇન્કમટૅક્સ વિશે શું બોલ્યાં? જુઓ લાઇવ
નાણા મંત્રી નિર્મલા સિતારમણે બજેટમાં શું જાહેરાતો કરી અને શું કહ્યું, તેનું જીવંત પ્રસારણ તમે બીબીસી ગુજરાતીની યુટ્યૂબ ચેનલ પર લાઇવ સાંભળી શકો છો.
બજેટ 2023 : 'અમૃતકાળનું પ્રથમ બજેટ છે' - નિર્મલા સીતારમણ
ઇમેજ સ્રોત, ANI
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકારનું છેલ્લું પૂર્ણ કદનું બજેટ ભાષણ શરૂ કર્યું.
નિર્મલા સીતારમણે કહ્યું, 'ચાલુ વર્ષે દેશનો વિકાસદર સાત ટકા દરે રહેવા પામશે, જે યુદ્ધ અને કોવિડ છતાં અગ્રણી અર્થતંત્રોમાં સર્વોચ્ચ હશે. આ બજેટ આઝાદીના
100મા વર્ષે દેશ ક્યાં હશે તેનો પાયો નાખશે. વિશ્વ પણ આજે ભારતને 'ઉજ્જવલ સ્થાન' તરીકે જુએ છે.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમણે કહ્યું કે પહેલાંના બજેટમાં જે તસવીર તૈયાર કરવામાં આવી હતી તેને જ આ બજેટ આગળ વધારે છે. આનો ઉદ્દેશ દેશના બધા વર્ગોને લાભ પહોંચાડવાનો છે.
તેમણે કહ્યું કે ભારતીય અર્થતંત્ર સારા રસ્તે છે અને એક સોનેરી ભવિષ્ય તરફ આગળ વધે છે.