રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

રાષ્ટ્રપતિ મુર્મૂનું પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ પ્રથમ સંબોધન

લાઇવ કવરેજ

  1. પદ્મવિભૂષણથી સન્માનિત બાલકૃષ્ણ દોશી માત્ર આર્કિટેક્ટ હતા? એમણે ગુજરાત અને ભારતને શું આપ્યું?

  2. ગુજરાતના હવામાનમાં આવશે પલટો, કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

  3. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

    રાષ્ટ્રપતિ મુર્મૂ

    ઇમેજ સ્રોત, DD

    ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ મુર્મૂ

    પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દેશને સંબોધિત કરી રહ્યાં છે.

    રાષ્ટ્રપતિ મુર્મૂનું પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ પ્રથમ સંબોધન છે.

    સંબોધનની વાતો :

    આપણે સૌ એક છીએ, અને આપણે સૌ ભારતીયો છીએ. આટલા બધા પંથો અને આટલી બધી ભાષાઓએ આપણને વિભાજિત નથી કર્યા પરંતુ જોડ્યા છે. તેથી આપણે એક લોકશાહી પ્રજાસત્તાક સ્વરૂપે સફળ થયા. એ જ ભારતનું સાર-તત્ત્વ છે.

    ભારત એક ગરીબ અને નિરક્ષર રાષ્ટ્રની સ્થિતિથી આગળ વધીને વિશ્વમંચ પર એક આત્મવિશ્વાસથી છલકાતો રાષ્ટ્ર બની ચૂક્યો છે. બંધારણના નિર્માતાઓની સામૂહિક બુદ્ધિમત્તાથી મળેલ માર્ગદર્શન વગર આ પ્રગતિ સંભવ નહોતી.

    ગયા વર્ષે ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું. આ ઉપલબ્ધિ આથિક અનિશ્વિતતાથી ભરેલ પૃષ્ઠભૂમિમાં પ્રાપ્ત કરાઈ છે. સક્ષમ નેતૃત્વ અને પ્રભાવશાળી સંઘર્ષશીલતાના બળે આપણે જલદી જ મંદીમાંથી બહાર આવી ગયા, અ પોતાની વિકાસયાત્રા ફરી આરંભી.

    મહિલા સશક્તીકરણ તથા મહિલા અને પુરુષ વચ્ચે સમાનતા હવે માત્ર નારા નથી રહી ગયા. મારા મનમાં એ વાતને લઈને કોઈ શંકા નથી કે મહિલાઓ જ ભવિષ્યના ભારતને સ્વરૂપ આપવા માટે મહત્તમ યોગદાન કરશે.

    આપણે વિજ્ઞાન અને ટેકનૉલૉજીના ક્ષેત્રમાં પોતાની ઉપલબ્ધિઓ પર ગર્વ અનુભવી શકીએ છીએ. અંતરિક્ષણ ટેકનૉલૉજીના ક્ષેત્રમાં, ભારત ગણતરીના અગ્રણી દેશો પૈકી એક રહ્યું છે.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    જનજાતીય સમુદાયના લોકો, પર્યાવરણની સુરક્ષાથી માંડીને સમાજમાં વધુ એકતા સ્થાપવા સુધી, ઘણા ક્ષેત્રોમાં શીખ આપી શકે છે.

    આ વર્ષે ભારત જી-20 દેશોના સમૂહની અધ્યક્ષતા કરી રહ્યું છે. વિશ્વ-બંધુત્વના પોતાના આદર્શને અનુરૂપ, આપણે સૌ શાંતિ અને સમૃદ્ધિના પક્ષમાં છીએ. જી-20નું આધ્યક્ષપદ એક બહેતર વિશ્વના નિર્માણમાં યોગદાન હેતુ ભારતને અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા પ્રદાન કરે છે.

    હું ખેડૂતો, મજૂરો, વૈજ્ઞાનિકો અને ઇજનેરોની ભૂમિકાઓની પણ સરાહન કરું છું જેમની સામૂહિક શક્તિ આપણા દેશને “જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન”ની ભાવના અનુરૂપ આગળ વધવામાં સક્ષમ બનાવે છે.

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    હું દેશની પ્રગતિમાં યોગદાન આપનારા તમામ નાગરિકોની સરાહના કરું છું.

    હું એ દરેક બહાદુર જવાનની વિશેષ સરાહના કરું છું જે અમારી સરહદોની રક્ષા કરે છે અને ગમે એવા ત્યાગ તથા બલિદાન માટે હંમેશાં તૈયાર કરે છે. દેશવાસીઓને આંતરિક સુરક્ષા પ્રદાન કરનારાં બધાં અર્ધ-સૈનિક બળો તથા પોલીસબળનાબહાદુર જવાનોની પણ હું સરાહના કરું છું.

    હું તમામ બાળકોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હૃદયથી આશીર્વાદ આપું છું.

  4. બીબીસીની ડૉક્યુમૅન્ટરીના સ્ક્રીનિંગને બાબતે જામિયા યુનિ. બહાર ‘હંગામો કરતા' ચાર વિદ્યાર્થીઓની અટકાયત

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર દિલ્હી પોલીસે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી બહારથી બીબીસીની વડા પ્રધાન મોદી અંગે તાજેતરમાં રિલીઝ કરાયેલ ડૉક્યુમૅન્ટરી ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ના સ્ક્રીનિંગ બાબતે કથિતપણે હંગામો કરવાના આરોપસર ચાર વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    નોંધનીય છે કે બીબીસીએ બે એપિસોડવાળી એક ડૉક્યુમૅન્ટરી બનાવી છે જેનું નામ ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન છે.

    તેનો પ્રથમ એપિસોડ ગત 17 જાન્યુઆરીએ બ્રિટનમાં પ્રસારિત થયું હતું. બીજો એપિસોડ 24 જાન્યુઆરીએ પ્રસારિત થયું.

    ભારતીય વિદેશમંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ ડૉક્યુમૅન્ટરી અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “અમારા મતે આ એક પ્રૉપેગૅન્ડા પીસ છે. તેનો હેતુ એક પ્રકારના નૅરેટિવને રજૂ કરવાનો છે જેને લોકો પહેલાંથી ખારિજ કરી ચૂક્યા છે.”

    નોંધનીય છે કે ભારતમાં અમુક વર્ગમાં આ ડૉક્યુમૅન્ટરી સામે નારાજગી વ્યક્ત કરાઈ રહી છે.

    ભારત સરકારે પણ તાજેતરમાં આ ડૉક્યુમૅન્ટરીની લિંક કે અન્ય કન્ટેન્ટ શૅર કરતું તમામ કન્ટેન્ટ સોશિયલ મીડિયા પરથી હઠાવાની પ્રક્રિયા આદરી હતી.

  5. જૂનાગઢના મહંત રાજભારતીબાપુનો લમણે ગોળી મારીને આપઘાત, શું છે સમગ્ર મામલો?

  6. ‘છેતરપિંડી’ના આરોપ પર અદાણીએ કરી સ્પષ્ટતા, વાંચો શું કહ્યું

    અદાણી

    ઇમેજ સ્રોત, Getty Images

    અમેરિકાની એક ફાઇનાન્સિયલ ફોરેન્સિક કંપનીએ આરોપ લગાવ્યો છે કે અદાણી સમૂહ્ સ્ટૉકમાર્કેટના ‘ખૂબ મોટા હેરફેર’ અને ‘ઍકાઉન્ટિંગ ફ્રૉડ સ્કીમ’માં સામેલ છે.

    મંગળવારના રોજ છપાયેલ એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે 218 બિલિયન ડૉલરવાળા અદાણી સમૂહ ‘કારોબારી ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી’ કરી રહ્યું છે.

    આરોપોનો જવાબ આપતાં અદાણી સમૂહે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “અમને એ વાત જાણીને આઘાત લાગ્યો કે હિંડનબર્ગ રિસર્ચે અમારો સંપર્ક કરવાની કે તથ્યો ચકાસવાની કોશિશ વગર 24 જાન્યુઆરી 2023ના રોજ એક રિપોર્ટ છાપ્યો છે.”

    “આ રિપોર્ટ પસંદ કરાયેલ ખોટી જાણકારીઓ અને જૂના, નિરાધાર અને બદનામ કરવા માટે લગાવાયેલ આરોપોનો એક દુર્ભાવનાપૂર્ણ સંયોજન છે જેની ભારતનાં ઉચ્ચતમ ન્યાયાલયોમાં તપાસ થઈ અને તેને ખારિજ કરી દેવાયા.”

    “રિપોર્ટના પ્રકાશનનો સમય સ્પષ્ટપણે ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા એફપીઓ, અદાણી એન્ટરપ્રાઇસેઝના રોજ આવનારા ફૉલો-ઑન પબ્લિક ઑફરિંગ,ને નુકસાન પહોંચાડવાના હેતુસર અદાણી સમૂહની પ્રતિષ્ઠા કમજોર કરવાના વધુ એક ખુલ્લા, દુર્ભાવનાપૂર્ણ ઇરાદાને દર્શાવે છે.”

    “નાણાકીય વિશેષજ્ઞો અને પ્રમુખ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સીઓ દ્વાર તૈયાર કરાયેલ એક વિસ્તૃત વિશ્લેષ અને રિપોર્ટના આધારે રોકાણકાર સમુદાયે હંમેશાં અદાણી સમૂહમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમારા રોકાણકાર સ્વાર્થ સાથે એકતરફી, પ્રેરિત અને નિરાધાર રિપોર્ટોથી પ્રભાવિત નથી થતા.”

  7. ઇન્દોર, ગ્વાલિયર અને કર્ણાટકમાં પઠાણનો વિરોધ, સવારના શો કૅન્સલ

    આ ફિલ્મનું 'બેશરમ રંગ' રિલીઝ થયું ત્યારથી જ આ ફિલ્મનો વિરોધ શરૂ થયો હતો.

    ઇમેજ સ્રોત, YRF

    ઇમેજ કૅપ્શન, આ ફિલ્મનું 'બેશરમ રંગ' રિલીઝ થયું ત્યારથી જ આ ફિલ્મનો વિરોધ શરૂ થયો હતો.

    મધ્ય પ્રદેશના ઇન્દોરમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ સવારના શો કૅન્સલ કરવા પડ્યા છે. શહેરના સપના સંગીતા મલ્ટિપ્લેક્સમાં પઠાણનો સવારનો શો હતો જેના માટે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું પરંતુ જ્યારે લોકો શો જોવા પહોંચ્યા તો તેમણે પ્રદર્શન કરી રહેલા લોકોને વિરોધનો સામનો કરવો પડ્યો.

    પોલીસ સિનેમા હૉલની બહાર હાજર હતી પરંતુ તેમણે કોઈ પણ પ્રદર્શનકારીઓને રોક્યા નહીં.

    ત્યાર બાદ સિનેમા હૉલે સવારનો પ્રથમ શો કૅન્સલ કર્યો હતો. ગ્વાલિયરમાં પણ ફિલ્મના વિરોધના સમાચાર આવી રહ્યા છે.

    લગભગ ચાર વર્ષ પછી શાહરુખ ખાન મોટી સ્ક્રીન પર પાછા આવ્યા છે. 25 જાન્યુઆરીના તેમની ફિલ્મ પઠાણ સિનેમા હૉલ્સમાં રિલીઝ થઈ.

    બેંગલુરુના એક થિયેટરની સામે બજરંગદળના સભ્યોએ ફિલ્મ પઠાણનો વિરોધ કર્યો. તેમણે ફિલ્મના પોસ્ટ સળગાવ્યા. કલબુર્ગીમાં પણ આ પ્રકારનાં વિરોધપ્રદર્શન થયાં. બેલગાવીમાં પણ એક થિયેટરની સામે વિરોધપ્રદર્શન થયું.

    આ ફિલ્મનું 'બેશરમ રંગ' રિલીઝ થયું ત્યારથી જ આ ફિલ્મનો વિરોધ શરૂ થયો હતો.

  8. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બીબીસી ડૉક્યુમેન્ટરીને રોકવાની હ્યૂમન રાઇટ્સ વૉચે ટીકા કરી

    મીનાક્ષી ગાંગુલી

    ઇમેજ સ્રોત, Getty Images

    ન્યૂ યૉર્કસ્થિત માનવાધિકાર સંસ્થા 'હ્યુમન રાઇટ્સ વૉચે' 2002નાં ગુજરાત રમખાણો પર બનેલી બીબીસીની ડૉક્યુમેન્ટરીને રોકવાની ટીકા કરી છે. તેમણે કહ્યું કે આ પગલું 'ટીકા પર લગામ લગાવવાની સરકારની એક વધુ કોશિશ' છે.

    હ્યુમન રાઇટ્સ વૉચનાં દક્ષિણ એશિયા નિદેશક મીનાક્ષી ગાંગુલીએ આ વાત કરી હતી.

    તેમના અનુસાર, "બીબીસીએ ગત અઠવાડિયે બે ભાગની પોતાની ડૉક્યુમેન્ટરીનો પ્રથમ ભાગ 'ધ મોદી ક્વેશ્ચન' રિલીઝ કર્યો હતો. આ ડૉક્યુમેન્ટરી બ્રિટનના વિદેશ વિભાગની એક પૂર્વ અપ્રકાશિત રિપોર્ટનાં નિર્ષકર્ષો પર વાત કરાઈ છે. આમાં 2002ના ગુજરાત રમખાણોની તપાસ કરવામાં આવી હતી અને ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા."

    તેમણે જણાવ્યું કે ડૉક્યુમેન્ટરીના રિલીઝ થયા પછી સરકારે આઈટી નિયમો હેઠળ ઇમરજન્સી પાવર વાપરીને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મને ભારતમાં આ વીડિયો હટાવવા માટે મજબૂર કર્યાં.

    તેમણે કહ્યું, "બ્રિટનના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે માહોલમાં આ હિંસા થઈ, એ 'નિડર માહોલ માટે મોદી સીધી રીતે જવાબદાર હતા'. બ્રિટન સહિત દુનિયાની કેટલીક સરકારોએ ત્યારે મોદી સાથે કોઈ પણ સંબંધ પર રોક લગાવી હતી.અમેરિકાએ તેમનો વિઝા રદ કર્યો હતો."

    ગાંગુલી અનુસાર, "2014 માં મોદીએ પીએમ બન્યા બાદ બધું બદલી નાખ્યું છે. ભારતીય અધિકારીઓ અને ભાજપ સમર્થકોએ તેમની છબિ સુધારવા માટે ઘણી મહેનત કરી છે."

  9. રામચરિતમાનસ પર નિવેદન આપનાર સ્વામી પ્રસાદ મૌર્ય સામે કેસ દાખલ કરાયો, મોહમ્મદ સરતાજ આલમ, બીબીસી હિંદી માટે

    સ્વામી પ્રસાદ મૌર્ય

    ઇમેજ સ્રોત, Getty Images

    તુલસીદાસની રામચરિતમાનસ પર બિહારના શિક્ષણમંત્રી પછી ઉત્તર પ્રદેશમાં સપાના વરિષ્ઠ નેતા સ્વામી પ્રસાદ મૌર્યે હાલમાં જ કહ્યું હતું કે આના પર પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે આ સમાજના એક વર્ગની ભાવનાઓને આહત કરે છે.

    આને લઈને મંગળવારની શામ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય અને બિહારના શિક્ષણમંત્રી ચંદ્રશેખર વિરુદ્ધ ચિત્રકૂટ જિલ્લાના રાજાપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાઈ છે.

    અનુજ હનુમંતની ફરિયાદ પર 153-એ, 295-એ व 505(2) જેવી ગંભીર કલમો દાખલ કરવામાં આવી છે.

    અનુજ હનુમંત કહે છે કે “સમાજવાદી પાર્ટીના નામમાં સ્વામી અને પ્રસાદ એવા શબ્દો છે જે રામચરિતમાનસમાં દોહા અને ચોપાઈમાં વપરાયા છે. તો પણ તેમણે રામચરિતમાનસ સામે અયોગ્ય ટિપ્પણી કરી.”

    “ચિત્રકૂટ ગોસ્વામી તુલસીદાસનું જન્મસ્થળ છે, એટલે અમે ચિત્રકૂટવાસીઓની ધાર્મિક ભાવનાઓ આહત થઈ છે એટલે મેં એફઆઈઆર કરાવી છે.”

    “આવા નેતાઓ સતત નિવેદન આપીને ધાર્મિક ભાવનાઓને આહત કરીને લોકોમાં જ્ઞાતિગત રીતે મતભેદ પેદા કરવા માગે છે.”

    22 જાન્યુઆરીએ સ્વામી પ્રસાદ મૌર્યે ખાનગી ચેનલ પર રામચરિતમાનસનાં કેટલાંક વાક્યોને ટાંકતા કહ્યું હતું, “સરકારે આ બાબતે સંજ્ઞાન લઈને જે આપત્તિજનક અંશ છે તેમને બહાર કરવા જોઈએ અથવા આને પૂર્ણ રૂપથી પ્રતિબંધિત કરવું જોઈએ. આનાથી દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગની ભાવનાઓ આહત થાય છે.'

    આની પહેલાં બિહારના શિક્ષણમંત્રી ચંદ્રશેખરે રામચરિતમાનસ વિશે 12 જાન્યુઆરીએ કહ્યું હતું કે, “મનુસ્મૃતિએ સમાજમાં નફરતનાં બીજ વાવ્યાં. પછી ત્યાર બાદ રામચરિતમાનસે સમાજમાં નફરત પેદા કરી.”

  10. પઠાણ ફિલ્મ સામે વિશ્વ હિંદુ પરિષદે વિરોધ પાછો ખેંચ્યો, આજે રિલીઝ થશે ફિલ્મ

    શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ આજે રિલીઝ થવા જઈ રહી છે.

    ઇમેજ સ્રોત, CREDIT - YRF PR

    ઇમેજ કૅપ્શન, શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ આજે રિલીઝ થવા જઈ રહી છે.

    શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ આજે રિલીઝ થવા જઈ રહી છે.

    આ ફિલ્મમાં અમુક દૃશ્યોને લઈને વિશ્વ હિંદુ પરિષદે વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાતમાં વિશ્વ હિંદુ પરિષદે ફિલ્મની રિલીઝ સામે વિરોધ નોંધાવ્યો હતો જેને જોતાં મલ્ટીપ્લેક્સ માલિકોના ઍસોસિએશને મુખ્ય મંત્રી સાથે મુલાકાત કરીને સુરક્ષાની માગ કરી હતી.

    સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર ગુજરાતમાં વિશ્વ હિંદુ પરિષદે ફિલ્મમાંથી કથિત વાંધાજનક સામગ્રી હઠાવાયા બાદ સંતોષ વ્યક્ત કર્યો હતો.

    ગુજરાત વિશ્વ હિંદુ પરિષદના સચિવ અશોક રાવલે જણાવ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઑફિ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) એ કથિત "અશ્લીલ ગીત" અને "અશિષ્ઠ શબ્દો" હઠાવ્યા છે જેથી જમણેરી જૂથો તેનો વિરોધ નહીં કરે.

    'પઠાણ' ફિલ્મના એક ગીત બેશરમ રંગમાં દીપિકા પાદુકોણે પહેરેલાં ભગવા રંગની બિકનીને કારણે તેનો ભારે વિરોધ થઈ રહ્યો હતો. ભાજપના નેતાઓ સહિત અનેક જૂથોએ ફિલ્મ પર બૅનની માગ કરી હતી.

    પીટીઆઈ સાથે વાત કરતા રાવલે કહ્યું કે સેન્સર બોર્ડે ગીતો, રંગ અને કપડાં અંગે 40થી 45 બદલાવ કર્યા છે, એટલે મામલાનું સમાધાન આવી ગયું છે અને તેનો કોઈ વિરોધ નહીં થાય.

    તેમણે હિંદુ સમુદાયની જીતનો દાવો પણ કર્યો.

  11. ગુજરાત : 2002નાં રમખાણો મામલે 22 લોકોને કોર્ટે છોડી મૂક્યા

    અમદાવાદ

    ઇમેજ સ્રોત, Getty Images

    ગુજરાતના પંચમહાલ જિલ્લાની એક કોર્ટે મંગળવારે 22 લોકોને પુરાવાના અભાવે છોડી મૂક્યા છે. તેમના પર 2002ના ગોધરાકાંડ બાદ થયેલાં સાંપ્રદાયિક રમખાણો સંબંધિત એક કેસમાં બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 સભ્યોની હત્યાનો આરોપ હતો.

    બચાવ પક્ષના વકીલ ગોપાલસિંહ સોલંકીએ કહ્યું કે એડિશનલ સેશન જજ હર્ષ ત્રિવેદીની કોર્ટે તમામ 22 આરોપીઓને મુક્ત કરી દીધા છે, જેમાંથી આઠ લોકોનાં સુનાવણી દરમિયાન મૃત્યુ થઈ ગયાં હતાં.

    સોલંકીએ કહ્યું કે જિલ્લાના દેલોલ ગામમાં બે બાળકો સમેત લઘુમતી સમુદાયના 17 લોકોની હત્યા અને હુલ્લડ કરવાના મામલે કોર્ટે પુરાવાના અભાવે બધા આરોપીઓને મુક્ત કર્યા છે.

    તો આરોપ પક્ષનું કહેવું છે કે પીડિતોને 28 ફેબ્રુઆરી, 2002માં મારી નાખ્યા હતા અને પુરાવા નષ્ટ કરવાના ઈરાદાથી તેમના મૃતદેહોને સળગાવી નાખ્યા હતા.

    પંચમહાલ જિલ્લાના ગોધરા પાસે 27 ફ્રેબુઆરી, 2002માં એક ભીડે સાબરમતી એક્સપ્રેસની એક બોગીમાં આગ ચાંપી હતી, બાદમાં એક દિવસ બાદ રાજ્યના અલગઅલગ ભાગમાં સાંપ્રદાયિક રમખાણો થયાં હતાં.

    બોગી સળગાવ્યાની ઘટનામાં 59 મુસાફરોનાં મોત થયાં હતાં, જેમાં મોટા ભાગના 'કારસેવક' હતા અને અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા.

    જોકે ત્યાર બાદ થયેલાં સાંપ્રદાયિક રમખાણોમાં એક અનુમાન પ્રમાણે, 1000થી વધુ લોકો માર્યા ગયા હતા.

  12. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    24જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.