ભારતે ન્યૂઝીલૅન્ડને 90 રનથી હરાવીને 3-0થી શ્રેણી જીતી લીધી, વનડે રૅન્કિંગમાં નંબર વન

ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે નવ વિકેટે 385 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની આખી ટીમ 41.2 ઓવરમાં 295 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

લાઇવ કવરેજ

  1. ભારતે ન્યૂઝીલૅન્ડને હરાવીને 3-0થી શ્રેણી જીતી લીધી, વનડે રૅન્કિંગમાં નંબર વન

    ટીમ ઈન્ડિયા

    ઇમેજ સ્રોત, ANI

    ઈન્દોરમાં રમાયેલી ત્રીજી વનડેમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 90 રને હરાવી દીધું છે. આ સાથે જ ભારતે આ વનડે શ્રેણી 3-0થી કબજે કરી લીધી છે.

    ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે નવ વિકેટે 385 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની આખી ટીમ 41.2 ઓવરમાં 295 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

    ન્યૂઝીલૅન્ડ તરફથી ઓપનર ડેવોન કોનવેએ સૌથી વધુ 138 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે બે વિકેટ લીધી હતી.

    આ મેચ પહેલા ભારતે બંને મેચ જીતી હતી.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    ત્રીજી વનડે મૅચમાં ભારતના બંને ઓપનર રોહિત શર્મા અને શુભમન ગીલે સદી ફટકારી હતી.

    ઈન્દોરના હૉલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી વનડેમાં ટૉસ જીતીને ન્યુઝીલૅન્ડે ફિલ્ડીંગ પસંદ કરી હતી.

    ભારત તરફથી બૅટિંગ માટે ઉતરેલા રોહિત શર્મા અને શુભમન ગીલ બંનેએ સદી ફટકારી હતી. બંને વચ્ચે 212 રનની ભાગીદારી નોંધાઈ હતી.

    26.1 ઓવર પર રોહિત શર્મા 85 બૉલમાં 101 રન બનાવીને આઉટ થયા હતા.

    તેમણે તેમની ઝડપી ઈનિંગમાં 9 ચોગ્ગા અને 6 ચગ્ગા ફટકાર્યા હતા.

    જ્યારે શુભમન ગીલે તેમના આક્રમક તેવરને જાળવી રાખતા 78 બૉલમાં 112 રન ફટકારીને આઉટ થયા હતા.

    શુભમન ગીલે તેમની તોફાની ઈનિંગમાં 13 ચોગ્ગા અને 5 ચગ્ગા ફટકાર્યા હતા.

    આ જીત સાથે ભારત આવતા સપ્તાહે જાહેર થનારા રૅન્કિંગમાં નંબર વન પર પહોંચી જશે. ઈંગ્લૅન્ડ હવે બીજા સ્થાને સરકી જશે. આ સાથે જ ઑસ્ટ્રેલિયા ત્રીજા નંબરે અને ન્યૂઝીલૅન્ડ ચોથા નંબર પર પહોંચી જશે.

    ટી20માં ભારત પહેલાથી જ નંબર વન રૅન્ક પર છે.

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    આઈસીસી દ્વારા 21 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલા વનડે રૅન્કિંગમાં ઈંગ્લૅન્ડ 113 રેટિંગ સાથે નંબર વન પર હતું. જો કે, એટલા જ રેટિંગ સાથે ન્યૂઝીલૅન્ડ બીજા અને ભારત ત્રીજા સ્થાને છે.

    આઈસીસી દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે ટ્વીટ કરાયું છે. તેમાં લખ્યું હતું, "પુરુષોની વનડે ટીમ રૅન્કિંગમાં નવી નંબર 1 ટીમ."

  2. હજારો નાના રોકાણકારો અને વેપારીઓને રાતેપાણીએ રોવડાવનાર માધવપુરા બૅન્ક કૌભાંડ શું હતું?

  3. બ્રેકિંગ, RRRનું ગીત 'નાટૂ નાટૂ' ઑસ્કર માટે નૉમિનેટ થયું

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, RRR / Facebook Page

    એસએસ રાજામૌલીની ફિલ્મ 'આરઆરઆર'ના ગીત 'નાટૂ નાટૂ' (નાચો નાચો)ને 95મા ઑસ્કર ઍવોર્ડ માટે 'ઓરિજિનલ સૉન્ગ'ની કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યું છે.

    ઑસ્કરના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી કરવામાં આવેલા ટ્વીટમાં આ માહિતી આપવામાં આવી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  4. શ્રદ્ધા હત્યાકાંડમાં આફતાબ પૂનાવાલા વિરુદ્ધ 6,629 પાનાની ચાર્જશીટ દાખલ, સુચિત્ર મોહંતી, બીબીસી હિંદી માટે

    આફતાબ

    ઇમેજ સ્રોત, ANI

    દિલ્હી પોલીસે શ્રદ્ધા વાલકર હત્યાકાંડના આરોપી આફતાબ અમીન પૂનાવાલા સામે મંગળવારે દિલ્હીની સાકેત કોર્ટમાં 6,629 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે.

    પીડિતાનાં વકીલ સીમા કુશવાહાએ બીબીસી હિંદી સાથે વાતચીત દરમિયાન આ માહિતી આપી હતી

    તેમણે એમ પણ કહ્યું હતું કે, આ ઘાતકી હત્યાકાંડની ચાર્જશીટમાં આરોપી તરીકે માત્ર આફતાબ પૂનાવાલાનું નામ છે. આ કેસની સુનાવણી દિલ્હીની સાકેત કોર્ટમાં થઈ રહી છે.

    એમ કહેવાય છે કે કોર્ટ 7 ફેબ્રુઆરીએ કોર્ટ આ ચાર્જશીટને ધ્યાનમાં લેશે.

    જોકે, આરોપી આફતાબ પૂનાવાલાએ કોર્ટને કહ્યું છે કે તે પોતાનો વકીલ બદલવા માગે છે.

    આ દરમિયાન દિલ્હીનાં સંયુક્ત પોલીસ કમિશનર મીનૂ ચૌધરીએ મંગળવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ તપાસમાં વૈજ્ઞાનિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે ડિજિટલ પુરાવા તરીકે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ, જીપીએસ લૉકેશનને પણ ટ્રૅક કરવામાં આવ્યા હતા.

    તેમણે કહ્યું કે, લગભગ 6,000 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

    તેમણે જણાવ્યા અનુસાર આ ઘટના ત્યારે બની હતી, જ્યારે શ્રદ્ધા પોતાના મિત્રના ઘરે ગયાં હતાં અને ત્યારબાદ આફતાબ ઉગ્ર બની ગયો અને શ્રદ્ધાની હત્યા કરી નાખી.

  5. ઇંદોર વનડે: શર્મા અને ગિલની સદી બાદ ન્યૂઝીલૅન્ડને મળ્યું 386 રનનું લક્ષ્ય

    મૅચ

    ઇમેજ સ્રોત, ANI

    ઇંદોરમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી વનડે મૅચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને ન્યૂઝીલૅન્ડ સામે જીત માટે 386 રનનું લક્ષ્ય મૂક્યું છે. ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું કહ્યું હતું.

    બીજી ઇંનિગમાં બેટિંગ કરતી વખતે ન્યૂઝીલૅન્ડનો સ્કોર પાંચ ઓવર બાદ એક વિકેટના નુકસાનથી 22 રનનો હતો.

    પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતી વખતે ભારતની ઓપનિંગ જોડી શુભમન ગિલ અને રોહિત શર્માએ અનુક્રમે 112 અને 101 રન બનાવ્યા અને ભારતને એક વિશાળ સ્કોર બનાવવા માટેનો મજબૂત પાયો નાખ્યો હતો.

    હાર્દિક પંડ્યાએ 54 રન, વિરાટ કોહલીએ 36 અને શાર્દૂલ ઠાકુરે 25 બનાવ્યા. ભારતે નવ વિકેટ ગુમાવીને 385 રન બનાવ્યા હતા.

    ન્યૂઝીલૅન્ડ તરફથી લૉકી ફર્ગ્યૂસને બે વિકેટ લીધી હતી.

  6. માત્ર એક બૉલ ફેંકાયો અને 16 રન ફટકાર્યા, આ રીતે બન્યો અનોખો રેકૉર્ડ

  7. બીબીસી ડૉક્યૂમૅન્ટરી વિશે રાહુલ ગાંધીએ કહ્યું સત્યને બહાર આવવાની ખરાબ આદત છે

    Rahul Gandhi

    ઇમેજ સ્રોત, @INCIndia / Twitter

    કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે સત્યને બહાર આવવાની ખરાબ આદત છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી હાલ જમ્મૂ-કાશ્મીરમાં છે.

    મંગળવારે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન એક પત્રકારે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસી ડૉક્યૂમૅન્ટરી વિશે એક સવાલ પૂછ્યો.

    તેનો જવાબ આપતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું, “જો તમે આપણા ધર્મગ્રંથોને વાંચો, ભગવદ્ ગીતા અથવા ઉપનિષદને વાંચો તો તેમાં લખ્યું છે કે સત્યને છુપાવી નથી શકાતું.”

    તેમણે કહ્યું કે, સત્ય હંમેશાં બહાર આવી જ જાય છે.

    રાહુલ ગાંધીનું કહેવું હતું, “તમે પ્રતિબંધ લગાવી શકો છો, પ્રેસને દબાવી શકો છો, સંસ્થાઓને નિયંત્રિત કરી શકો છો. સીબીઆઈ અને ઈડીનો ઉપયોગ કરી શકો છો પરંતુ સત્ય તો સત્ય છે. એ ચમકતું રહે છે અને સત્યને બહાર આવવાની ખરાબ આદત છે.”

    તેમણે વધુમાં કહ્યું, “તમે ગમે તેટલો પ્રતિબંધ મૂકી દો, લોકોને ડરાવો પરંતુ એ બધુ સત્યને બહાર આવવાથી નથી રોકી શકતું.”

  8. ભારત - ન્યૂઝીલૅન્ડ ત્રીજી વનડેમાં રોહિત શર્મા, શુભમન ગિલની ઓપનિંગ જોડીએ ફટકારી સદી

    ક્રિકેટ

    ઇમેજ સ્રોત, @BCCI

    ન્યૂઝીલૅન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી વનડે મૅચમાં ભારતના બંને ઓપનર રોહિત શર્મા અને શુભમન ગીલે સદી ફટકારી છે.

    ઈન્દોરના હૉલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી વનડેમાં ટૉસ જીતીને ન્યુઝીલૅન્ડે ફિલ્ડીંગ પસંદ કરી હતી.

    ભારત તરફથી બૅટિંગ માટે ઉતરેલા રોહિત શર્મા અને શુભમન ગીલ બંનેએ સદી ફટકારી છે. બંને વચ્ચે 212 રનની ભાગીદારી નોંધાઈ હતી.

    26.1 ઓવર પર રોહિત શર્મા 85 બૉલમાં 101 રન બનાવીને આઉટ થયા હતા.

    તેમણે તેમની ઝડપી ઈનિંગમાં 9 ચોગ્ગા અને 6 ચગ્ગા ફટકાર્યા હતા.

    જ્યારે શુભમન ગીલે તેમના આક્રમક તેવરને જાળવી રાખતા 78 બૉલમાં 112 રન ફટકારીને આઉટ થયા હતા.

    શુભમન ગીલે તેમની તોફાની ઈનિંગમાં 13 ચોગ્ગા અને 5 ચગ્ગા ફટકાર્યા હતા.

    રોહિત

    ઇમેજ સ્રોત, @BCCI

  9. વિખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું નિધન

    બાલકૃષ્ણ દોશી

    ઇમેજ સ્રોત, COURTESY: VSF

    વિખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું અવસાન થયું છે.

    મહારાષ્ટ્રના પુણેમાં જન્મેલા બાલકૃષ્ણ દોશીએ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી.

    અમદાવાદની અનેક બિલ્ડિંગો અને ઇમારતનાં બાંધકામ અને કળા-સ્થાપત્યમાં તેમણે મોખરાની ભૂમિકા ભજવી હતી.

    એમનાં કળા-સ્થાપત્યોની દેશવિદેશમાં પણ નોંધ લેવાઈ હતી. ગુજરાત સહિત દેશવિદેશને અનેક સન્માનોથી પણ તેમને નવાજવામાં આવ્યા છે.

    દોશીએ વર્ષ 1947માં મુંબઈની વિખ્યાત સર જેજે સ્કૂલ ઑફ આર્કિટેક્ચરમાંથી અભ્યાસ કર્યો હતો.

    1950ના દાયકામાં તેમણે ફ્રાન્સ-સ્વિટ્ઝર્લૅન્ડના વિખ્યાત આર્કિટેક્ટ લી કૉરબ્યુસિયર સાથે કામ કર્યું હતું.

    બદલો Instagram કન્ટેન્ટ
    Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    Instagram કન્ટેન્ટ પૂર્ણ

    1954માં તેઓ ભારત પરત ફર્યા. લી કૉરબ્યુસિયર માટે ચંદીગઢ તથા અમદાવાદમાં અનેક વિખ્યાત ઇમારતોનું નિર્માણ કર્યું.જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ, ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડોલૉજીની ઇમારત પ્રમુખ છે.

    ઉપરાંત તેમણે અનેક સંસ્થાકીય ઇમારતો, રહેણાંક તથા વ્યાવસાયિક હેતુ માટે વાપરી શકાય તેવા કૉમ્પ્લેક્સ, હાઉસિંગ પ્રોડજેક્ટ, જાહેર ઇમારતો, ગૅલરી તથા ખાનગી મકાનોનો સમાવેશ થાય છે.

    (કોણ હતા બી વી દોશી? વાંચવા માટેઅહીંક્લિક કરો. આ લેખ સૌપ્રથમ વર્ષ 2018માં પ્રકાશિત થયો હતો)

  10. 23 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર શરૂ થશે

    ગુજરાત વિધાનસભા

    ઇમેજ સ્રોત, GUJARATASSEMBLY.GOV.IN

    ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ પ્રથમ વાર 23 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટસત્ર શરૂ થશે. પ્રથમ દિવસે રાજ્યપાલ દ્વારા વિધાનસભાને સંબોધન કરશે. ત્યારબાદ સત્રની કામગીરીનો પ્રારંભ થશે.

    ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભાના બજેટસત્રની માહિતી આપી હતી.

    24 ફેબ્રુઆરીએ સરકાર વિધાનસભામાં બજેટ રજૂ કરાશે અને વિધાનસભાનું સત્ર 29 માર્ચ સુધી ચાલશે.

    27 બેઠકમાં ગુજરાત વિધાનસભાના સત્રનું કામકાજ થશે.

    2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ અને ઐતિહાસિક 156 સીટ મળી છે, જ્યારે કૉંગ્રેસને માત્ર 17 સીટ મળી છે.

    કૉંગ્રેસ તરફથી વિપક્ષના નેતા તરીકે આંકલાવના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પસંદગી કરાઈ છે.

  11. મોદી સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે કોઈ 'મહાભારત' નથી - કાયદા મંત્રી

    કિરેન રિજીજુ

    ઇમેજ સ્રોત, Getty Images

    મોદી સરકાર અને ન્યાયપાલિકા સાથે ટકરાવ વચ્ચે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજીજુએ એક વખત ફરી જજોની નિમણૂક કરવાની કૉલેજિયમ વ્યવસ્થા પર નિશાન સાધ્યું છે.

    અંગ્રેજી અખબાર ધ હિંદુના રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે જજોની ચૂંટણીનો સામનો નથી કરવો પડતો અને ન જજ બન્યા પછી તેમને જાહેર ટીકાઓનો સામનો કરવો પડે છે.

    કેન્દ્રીય મંત્રીએ આ વાત પર પણ ભાર મૂક્યો કે ભલે જનતા જજોને નથી બદલી શકતી પરંતુ જજોના નિર્ણય અને તેમના ન્યાય આપવાની રીતને જનતા જુએ છે.

    જોકે ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે લખ્યું છે કે કેન્દ્રીય કાયદા મંત્રીએ સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે તનાતની થવાની વાતથી સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

    કિરેન રિજિજૂએ કહ્યું કે તેઓ સતત ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડના સંપર્કમાં રહે છે અને નાના-મોટા દરેક મુદ્દા પર તેમની ચર્ચા કરીએ છીએ. તેમણે સ્પષ્ટ કર્યું કે મોદી સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે કોઈ 'મહાભારત' નથી.

  12. અમેરિકામાં બે દિવસ બીજી વાર ગોળીબાર, સાત લોકોનાં મોત

    સંદિગ્ધને પોલીસે હિરાસતમાં લીધો છે

    ઇમેજ સ્રોત, REUTERS

    ઇમેજ કૅપ્શન, સંદિગ્ધને પોલીસે હિરાસતમાં લીધો છે

    અમેરિકાના ઉત્તર ક્રેલિફોર્નિયામાં બે જગ્યાએ થયેલા ફાયરિંગમાં અત્યાર સુધીમાં સાત લોકોનાં મોત થયાં છે.

    અમેરિકન મીડિયા અનુસાર, હાફ મૂન બે શહેરના બે સ્થળ પર ગોળીબારની ઘટના ઘટી છે.

    સૅન મેટેઓ કાઉન્ટીના શેરિફ કાર્યાલયલ અનુસાર, આ ઘટનામાં એક સંદિગ્ધને હિરાસતમાં લીધો છે.

    બે દિવસ પહેલાં દક્ષિણ કેલિફોર્નિયામાં લૉસ એન્જલસ પાસે થયેલા ફાયરિંગમાં 11 લોકોનાં મોત થયાં હતાં.

    તપાસ એજન્સીને સંદિગ્ધની કાર શેરિફ વિભાગના સબસ્ટેશનના પાર્કિંગમાંથી મળી આવી છે અને સ્થાનિક મીડિયા અનુસાર, ગોળીબાર માટે ઉપયોગમાં લેવાયેલી બંદૂક આ કારમાંથી મળી આવી છે.

  13. ગુજરાત હાઈકોર્ટનો ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેને જામીન આપવાનો ઇનકાર

    સાકેત ગોખલે

    ઇમેજ સ્રોત, @SAKETGOKHALE

    ગુજરાત હાઈકોર્ટે સોમવારે તૃણમૂલ કૉંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેને જામીન આપવાનો ઇનકાર કર્યો છે.

    સાકેતની છેતરપિંડી, બનાવટ અને ગુનાહિત કાવતરાના આરોપમાં ગયા મહિને ધરપકડ કરવામાં આવી હતી.

    ફરિયાદ અનુસાર, ગોખલે દ્વારા વર્ષ 2019થી 2021 વચ્ચે ક્રાઉડ ફંડિંગથી 76 લાખ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા. ફંડના આ નાણાંનો તેમણે પોતાના અંગત ખર્ચ માટે ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ કરતી પોસ્ટ પણ ફરિયાદીએ જોઈ હતી.

    ફરિયાદીએ આરોપ મૂકતા આગળ ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, સાકેત ગોખલેએ વર્ષ 2019થી 2021 દરમિયાન અવરડેમૉક્રસી.ઈન નામની સંસ્થા ઊભી કરી તેમાં ક્રાઉડ ફંડિંગના નામે રૂપિયા ભેગા કરીને વ્યક્તિગત ખર્ચ માટે વાપર્યા છે.

    અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગત 30 ડિસેમ્બરે દિલ્હીથી સાકેતની ધરપકડ કરી હતી.

    ગોખલે સામે શું ફરિયાદ થઈ છે તે અહેવાલ વાંચવા માટે ક્લિક કરો.

  14. સુભાષચંદ્ર બોઝ પર ભાજપના ધારાસભ્યની સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ, માફી માગી

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ભાજપના ધારાસભ્ય યોગેશ આર પટેલ (બાપજી)એ સોશિયલ મીડિયામાં નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે કરેલી એક પોસ્ટ માટે માફી માગી છે.

    તેમણે કહ્યું કે સોશિયલ મીડિયામાં ખોટા શબ્દો પોસ્ટ થઈ ગયા હતા અને તેનું કારણ હતું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં કરેલો અનુવાદ.

    તેમણે કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ થયો હતો. તેમણે પોસ્ટ કરી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે સુભાષચંદ્ર બોઝ આતંકવાદી સંગઠનના સભ્ય હતા.

    જોકે બાદમાં તેમણે અનુવાદની ભૂલ ગણાવીને માફી માગી હતી.

  15. નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    23 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.