રાયપુર : ભારતે ન્યૂઝીલૅન્ડને બીજી વનડેમાં આઠ વિકેટે હરાવ્યું, સિરીઝ પર કબજો

રાયપુરના શહીદ વીર નારાયણસિંહ સ્ટેડિયમમાં રમાયેલી વનડેમાં ભારતે ન્યૂઝીલૅન્ડને હરાવીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે.

લાઇવ કવરેજ

  1. રાયપુર: ભારતે ન્યૂઝીલૅન્ડને બીજી વનડેમાં આઠ વિકેટે હરાવ્યું

    ભારત

    ઇમેજ સ્રોત, ANI

    રાયપુરના શહીદ વીર નારાયણસિંહ સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડેમાં ભારતે આઠ વિકેટે ન્યૂઝીલૅન્ડને હરાવી દીધું છે.

    ન્યૂઝીલૅન્ડે ભારતને જીત માટે 109 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે સરળતાથી ચેઝ કરી લીધો હતો.

    ભારત તરફથી કૅપ્ટન રોહિત શર્માએ 51 રન કર્યા હતા, જ્યારે શુભમન ગીલે 40 (અણનમ) કર્યા હતા.

    આ સાથે જ ભારતે સિરીઝ પર કબજો કરી લીધો છે.

  2. જ્યારે સરકારની પોતાની ફૅક્ટ ચેક ટીમે જ ફેલાવ્યા ફેક ન્યૂઝ

  3. ખોડલધામના ટ્રસ્ટીમંડળમાં અનાર પટેલનો સમાવેશ

    અનાર પટેલ

    ઇમેજ સ્રોત, anarjpatel/fb

    ઇમેજ કૅપ્શન, અનાર પટેલ

    ગુજરાતના જાણીતા ખોડલધામના ટ્રસ્ટીમંડળમાં ગુજરાતનાં પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલનાં પુત્રી અનાર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    ખોડલધામના પાટોત્સવમાં અનાર પટેલ પણ પહોંચ્યાં હતાં.

    મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હું અંદાજે 32 વર્ષની સેવાકાર્યમાં જોડાયેલી છું. હું આશા રાખું કે ટ્રસ્ટમાં પણ મારા પોતાના સમાજમાં વધુમાં વધુ ઉપયોગી થઈ શકું.

    તેમણે કહ્યું કે ખોડલધામના જે પણ એજન્ડા હશે એમાં પૂરેપૂરો સહયોગ આપીશ.

    અનાર પટેલ સહિત નીરમા ગ્રૂપના કરસનભાઈ પટેલ, બિપિન પટેલ, કાળુભાઈ ઝાલાવાડિયા સહિતનાં અનેક વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    ખોડલધામ એ લેઉઆ પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર છે. માર્ચ-2010માં ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના થઈ હતી અને જાન્યુઆરી-2011માં મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

  4. બ્રેકિંગ, #INDvNZ : ન્યૂઝીલૅન્ડ સામે ટૉસ જીતીને શું કરવાનું છે એ ભૂલ્યા રોહિત શર્મા, વીડિયો વાઇરલ, થઈ ગયા ટ્રોલ

    રોહિત શર્મા

    ઇમેજ સ્રોત, ANI

    છત્તીસગઢના રાયપુરમાં રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની બીજી વનડે મૅચના ટૉસ દરમિયાન કૅપ્ટન રોહિત શર્મા સાથે એવી ઘટના બની કે જેને લીધે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.

    બન્યુ એવું કે ટૉસ માટે રવિ શાસ્ત્રી, જવાગલ શ્રીનાથ અને ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન ટૉમ લેથમની સાથે રોહિત શર્મા મેદાન પર હતા.

    રોહિત શર્માએ સિક્કો ઉછાળ્યો અને તેઓ ટૉસ જીતી ગયા. પરંતુ તેઓ એ ભૂલી ગયા કે તેમને બેટિંગ લેશે કે બૉલિંગ. એટલે સુધી કે તેેમણે પોતાના માથા પર હાથ મૂકીને થોડી સૅકન્ડો માટે વિચાર્યું. થોડા અટક્યા અને પછી 'બૉલિંગ' પસંદ કરી.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    આ ઘટના પર રવિ શાસ્ત્રી, જવાગલ શ્રીનાથ સાથે જ ટૉમ લેથમ પણ હસતા જોવા મળ્યા. બીસીસીઆઈએ આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર પણ કરી છે.

    પરંતુ સોશિયલ મીડિયા પર કૅપ્ટન રોહિત શર્માના આ વીડિયો પર મીમનું પૂર આવી ગયું છે.

    એક યુઝરે વિરાટ કોહલીનો જૂનો વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે રોહિત શર્મા સૌથી વધુ વસ્તુઓ ભૂલી જાય છે.

    કેટલાક યુઝરે રોહિત શર્માની તુલના ગઝની ફિલ્મમાં આમિર ખાનના પાત્ર સાથે કરી રહ્યા છે, જેમને ભૂલી જવાની બીમારી હતી.

    ન્યૂઝીલૅન્ડ સામેની બીજી વનડે મૅચમાં ભારતે ટૉસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

    ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં આ વખતે પણ ઉમરાન મલિકને સ્થાન નથી મળ્યું.

    કૅપ્ટન રોહિત શર્મા ઉપરાંત ટીમમાં શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વૉશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાઝ છે.

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    બદલો X કન્ટેન્ટ, 3
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 3

    પ્રથમ વનડે મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 12 રનથી હરાવ્યું હતું.

    ન્યૂઝીલૅન્ડની પ્લેઇંગ ઇલેવન ટીમમાં ફિન ઍલન, ડેવન કૉનવે, એક નિકોલસ, ડેરેન મિચેલ, ટૉમ લેથમ (કૅપ્ટન અને વિકેટકીપર), ગ્લૅન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિશેલ સૅંટનર, હેનરી શિપલે, બ્લેયન ટિકનર, લૉકી ફર્ગ્યુસનનો સમાવેશ થયો છે.

  5. ભાવિન મહેતા : ભૂકંપ અને જિંદગીના આંચકા સામે 'નોટઆઉટ' રહેલા ગુજરાતી ઓલરાઉન્ડર ક્રિકેટર

  6. ભારત વિ. ન્યૂઝીલૅન્ડ : મોહમ્મદ શમીએ પહેલી જ ઓવરમાં પ્રથમ વિકેટ લીધી

    મોહમ્મદ શમી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, મોહમ્મદ શમી

    રાયપુર ખાતે ભારત વિ. ન્યૂઝીલૅન્ડની બીજી વનડે મૅચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

    ભારતને મૅચની પ્રથમ ઓવરમાં જ સફળતા સાંપડી હતી. ભારતના ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી ન્યૂઝીલૅન્ડના ઓપનર ફીન એલનને શૂન્ય પર બોલ્ડ કર્યા હતા.

    4.2ઓવર સુધી ન્યૂઝીલૅન્ડનો સ્કોર એક વિકેટના નુકસાન પર સાત રનનો હતો.

    નોંધનીય છે કે પ્રથમ મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડ સામે 12 રને જીત મેળવી હતી. એ મૅચ હાર્દિક પંડ્યાને ‘વિવાદિત રીતે આઉટ’ અપાતાં અને શુભમન ગિલની બેવડી સદીના કારણે ચર્ચામાં રહી હતી.

  7. અજાણ્યા વીડિયો કૉલમાં છોકરી સામે કપડાં ઉતારવાનું વૃદ્ધને અઢી કરોડમાં પડ્યું, આવી ગૅંગથી કેવી રીતે બચવું?

  8. સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સરો માટે સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી

    સોશિયલ મીડિયા

    ઇમેજ સ્રોત, Getty Images

    કેન્દ્ર સરકારે શુક્રવારે સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સરો માટે નવાં સૂચનો જાહેર કરી છે.

    આ અંતર્ગત હવે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર જે તે વસ્તુના પ્રચાર કરનાર સેલિબ્રિટી કે ઇન્ફ્લૂએન્સરે એ જણાવવું પડશે કે તેમણે પૈસા લઈને અમુક પ્રોડક્ટ ઍન્ડોર્સ કરી છે કે તેમાં તેમનાં અંગત હિત સામેલ છે.

    આ નિયમનું ઉલ્લંઘન કરનાર પર કડક કાર્યવાહી કરાશે અને ઍન્ડોર્સમેન્ટ કરવા પર પ્રતિબંધ પણ લાગી શકે છે. આ કાર્યવાહી કન્ઝ્યુમર પ્રૉટેક્શન ઍક્ટ 2019 અંતર્ગત કરાશે.

    આ કાયદા હેઠળ ઉત્પાદકો, વિજ્ઞાપનદાતાઓ અને પ્રચારકોને દસ લાખ રૂપિયા સુધીનો દંડ કરવાની જોગવાઈ છે. સતત દોષિત સાબિત થનારા માટે દંડની રકમ વધારીને 50 લાખ કરી શકાય છે. અમુક ભ્રામક જાણકારી કે પેદાશને ઍન્ડોર્સ કરનાર પર એકથી ત્રણ વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર નવાં સૂચનો ભ્રામક વિજ્ઞાપનો પર અંકુશ લાદવાના સતત પ્રયાસો અંતર્ગત જાહેર કરાઈ છે.

    નવાં સૂચનો જાહેર કરતાં કંઝ્યુમર અફેર સેક્રેટરી રોહિતકુમાર સિંહે કહ્યું કે ભારતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સરોનું બજાર 1,275 કરોડ રૂપિયાનું છે જે 2025 સુધી વધીને 2,800 કરોડ રૂપિયાનું થવાનું અનુમાન છે.

    તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સરોના વધતા જતા બજારને જોતાં જરૂરી છે કે તેઓ જવાબદારીભર્યો વ્યવહાર કરે.

  9. ભજીયા જેવા દેખાતા દાબડા ખાવા ગામેગામથી સ્વાદના શોખીનો ખંભાત પહોંચે છે, શું છે તેની ખાસિયત?

  10. મંદિરમાં મંજૂરી ન મળતાં મલ્લિકા સારાભાઈ હવે મંદિર બહાર નૃત્ય પ્રદર્શન કરશે

    Mallika Sarabhai

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇન્ડિયન એક્સ્પ્રેસના એક અહેવાલ અનુસાર જાણીતાં શાસ્ત્રીય નૃત્યાંગના અને સામાજિક કર્મશીલ મલ્લિકા સારાભાઈને તેલંગાનાના વારંગલ જિલ્લાના યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ ઘોષિત કરવામાં આવેલા રામપ્પા મંદિરમાં કાર્યક્રમ કરવાની મંજૂરી “મૌખિક” આદેશથી રદ કરી દેવાઈ છે. જેને કારણે હવે તેઓ શનિવારે મંદિરની બહાર પોતાના કલાકારો સાથે નૃત્યનો કાર્યક્રમ આપશે.

    મંદિરના ટ્રસ્ટના એક સભ્યે જણાવ્યા અનુસાર કેન્દ્રીય પ્રવાસન, સંસ્કૃતિ અને ઉત્તર-પૂર્વ ક્ષેત્રના મંત્રી જી કિશન રેડ્ડીએ મલ્લિકા સારાભાઈના આ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને મૌખિક આદેશથી મંજૂરી આપી નહોતી. મંદિરનું પ્રબંધન કરતા કાકટિયા હેરિટેજ ટ્રસ્ટ દ્વારા આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (એએસઆઈ)ને મંદિરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટનો દરજ્જો મળ્યાને એક વર્ષ પૂર્ણ થતાં રામપ્પા ફેસ્ટિવલનું આયોજન કરવાની મંજૂરી માંગતી અરજી કરી હતી.

    ટ્રસ્ટના ટ્રસ્ટી અને નિવૃત આઈએએસ અધિકારી બીવી પાપા રાવે કહ્યું કે, “અમે સારાભાઈને શાસ્ત્રીય નૃત્ય માટે આમંત્રણ આપ્યું હતું, જે તેમણે સ્વીકાર્યું હતું. તેમણે (એએસઆઈ) મંજૂરી માંગતી અરજીનો કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો પરંતુ સંસ્કૃતિ મંત્રી (કિશન રેડ્ડી)એ જાતે જ અમને મૌખિક રીતે જણાવ્યું કે તેઓ કોઈ મંજૂરી નહીં આપે કારણ કે ત્યાં મલ્લિકા સારાભાઈ કાર્યક્રમ આપશે.”

    જોકે, મલ્લિકા સારાભાઈએ ઇન્ડિયન એક્સ્પ્રેસને જણાવ્યું હતું કે તેઓ તેમના કલાકારો સાથે “સ્થળની બહાર” કાર્યક્રમ કરશે. એએસઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમની મંજૂરી રદ કરવામાં તેમની કોઈ જ ભૂમિકા નથી.

  11. પહેલવાનોએ વિરોધ પ્રદર્શન રોક્યું, તપાસ પૂર્ણ થવા સુધી અધ્યક્ષ બૃજ ભૂષણ શરણ સિંહ પદ છોડશે

    પહેલવાનો

    ઇમેજ સ્રોત, ANI

    કેન્દ્રીય મંત્રી રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરને સતત બીજી વખત મળ્યા બાદ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા પહેલવાનોએ શુક્રવારે મોડી રાત્રે પોતાના પ્રદર્શનને પાછું ખેચવાની જાહેરાત કરી.

    કુસ્તી મહાસંઘના અધ્યક્ષ અને ભારતીય જનતા પક્ષના સંસદ સભ્ય બૃજ ભૂષણ શરણ સિંહ પર મહિલા ખેલાડીઓના જાતીય ઉત્પીડન સહિત અન્ય ઘણા ગંભીર આરોપ મૂક્વામાં આવ્યા છે. બૃજ ભૂષણ શરણ સિંહને પદ પરથી હટાવવાની માંગણી સાથે બધા પહેલવાનો જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.

    શુક્રવારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને મળ્યા બાદ મોડી રાત્રે પહેલવાનોએ દેશના યુવા બાબતો અને રમતગમત મંત્રી સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરી .

    જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ખેલાડીઓ દ્વારા મૂકવામાં આવેલા આરોપોની તપાસ આગામી ચાર સપ્તાહમાં પૂર્ણ કરી લેવામાં આવશે અને ત્યાં સુધી બૃજ ભૂષણ શરણ સિંહને કુસ્તી સંઘથી દૂર રાખવામાં આવશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  12. ડોનાલ્ડ ટ્રમ્પને 10 લાખ ડૉલરનો દંડ થયો

    Donald trump

    ઇમેજ સ્રોત, Reuters

    ગુરૂવારના રોજ અમેરિકાના એક ડિસ્ટ્રિક્ટ જજે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લગભગ 10 લાખ ડૉલરનો દંડ ફટકાર્યો છે.

    રાષ્ટ્રપતિ ટ્રમ્પે હિલેરી ક્લિન્ટન પર બદનક્ષીનો દાવો કરીને તેમની પાસેથી 7 કરોડ ડૉલરનું વળતર માંગ્યું હતું. હિલેરી ક્લિન્ટન અને અન્ય લોકો વિરુદ્ધ કરવામાં આવેલા આ બદનક્ષીના કેસને કોર્ટે 'નિમ્ન' ગણાવ્યો.

    ડોનાલ્ડ ટ્રમ્પે ગત માર્ચમાં આ કેસ દાખલ કર્યો હતો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે 2016ની ચૂંટણીઓમાં હિલેરી ક્લિન્ટન, ડેમોક્રેટિક નેશનલ કમિટી અને અન્યોએ ખોટું કથાનક (નૅરટિવ) રચવાની કોશિશ કરી હતી અને ચૂંટણી જીતવા માટે ટ્રમ્પના પ્રચાર અભિયાનને રશિયા સાથે જોડવાની કોશિશ કરી હતી.

    ટ્રમ્પે આ માટે વળતર તરીકે સાત કરોડ ડૉલરની માંગણી કરી હતી.

    જોકે, આ કેસ ગત સપ્ટેમ્બરમાં જ રદબાતલ કરી દેવામાં આવ્યો હતો અને એક પ્રતિવાદીની અપીલ પર ડોનાલ્ડ ટ્રમ્પ પર 65 હજાર ડૉલરનો દંડ પણ લગાવવામાં આવ્યો હતો.

    ગુરૂવારે ડિસ્ટ્રિક્ટ જજે આપેલો આ નવો હુકમ હિલેરી ક્લિન્ટને કરેલી અપીલના સંદર્ભે કરવામાં આવ્યો છે.

    પોતાના હુકમમાં ડિસ્ટ્રિક્ટ જજે કહ્યું છે કે, ટ્રમ્પ ન્યાયિક પ્રક્રિયાના દુરુપયોગના માસ્ટરમાઇન્ડ છે અને આ કેસમાં કોઈ દમ નહોતો અને તેની પાછળ રાજકીય હેતુ છુપાયેલો હતો.

  13. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    20 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.