ગૂગલની માલિક કંપની આલ્ફાબેટમાંથી પણ 12 હજાર કર્મચારીઓની છટણી થશે

સમાચાર સંસ્થા એએફપી અનુસાર આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કર્મચારીઓને એક ઇમેલ કર્યો છે.

લાઇવ કવરેજ

  1. ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસને વિપક્ષનેતા પદ મળશે કે નહીં?

  2. ગૂગલની માલિક કંપની આલ્ફાબેટમાંથી પણ 12 હજાર કર્મચારીઓની છટણી થશે

    ગૂગલની પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ગૂગલની પેરેંટ કંપની આલ્ફાબેટ મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે.

    કંપનીએ શુક્રવારે જાહેરાત કરી કે તેણે 12 હજાર કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લીધો છે.

    સમાચાર સંસ્થા એએફપી અનુસાર આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કર્મચારીઓને એક ઇમેલ કર્યો છે. તેમાં તેમણે લખ્યું છે, "અમે અમારા વર્કફોર્સમાં લગભગ 12 હજાર પદોને ઘટાડવાનો નિર્ણય કર્યો છે."

    તેમણે કહ્યું કે આ નિર્ણય "બદલાયેલી આર્થિક વાસ્તવિકતાને કારણે લેવામાં આવ્યો છે, જેનો આપણે આજે સામનો કરી રહ્યા છીએ."

    તેમણે કહ્યું, "જે નિર્ણયોને કારણે આપણે અહીં સુધી પહોંચ્યા છીએ, તેમની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું."

    સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર આ નિર્ણયની કંપનીની ઘણી ટીમો પર અસર થશે. અમેરિકામાં આ નિર્ણયથી પ્રભાવિત થનારા લોકોને કંપનીએ જાણ કરી દીધી છે.

    અન્ય દેશોમાં આ પ્રક્રિયાને પૂરી કરવામાં થોડો સમય લાગી શકે છે.

    થોડા દિવસો પહેલાં જ માઇક્રોસોફ્ટે 10 હજાર લોકોને નોકરીમાંથી છૂટા કરવાની જાણ કરી હતી.

  3. રૂપિયા સાત કરોડ માટે બીજા માણસની હત્યા કરી, પછી ખેલ્યો પોતાના જ મોતનો ખેલ

  4. અજિત ડોભાલ એક રિક્ષાવાળો બનીને કેવી રીતે સુવર્ણ મંદિરમાં ઘૂસ્યા અને ખાલિસ્તાની ઉગ્રવાદીઓની માહિતી એકત્ર કરી?

  5. જેપી નડ્ડાએ પાકિસ્તાન અંગે કહ્યું, 'દુનિયા સમજી ગઈ છે કે આતંકવાદની જનની ક્યાં છે'

    નડ્ડા

    ઇમેજ સ્રોત, Twitter/@BJP4India

    ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ 'આતંકવાદ' મુદ્દે પાકિસ્તાનને ઘેરતા અને કહ્યું કે દુનિયાને તેની હકીકતની ખબર પડી ગઈ છે.

    ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં જેપી નડ્ડાએ કહ્યું, "આજે પાકિસ્તાન અલગ પડી ગયું છે કારણ કે દુનિયા સમજી ગઈ છે કે આતંકવાદની જનની ક્યાં છે."

    તેમણે કહ્યું, "દુનિયા એ પણ સમજી ગઈ છે કે ભારતે આતંકવાદ સામે કેવી રીતે લડાઈ લડી છે."

    જેપી નડ્ડાએ કહ્યું કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ દેશની વિદેશ નીતિમાં બદલાવ આવ્યો છે.

    નડ્ડાએ કહ્યું, "વડા પ્રધાને આજે વિશ્વ મંચ પર સાબિત કરી દીધું છે કે ભારત ન તો આતંકવાદ ફેલાવતું નથી કે ન તો આતંકવાદને સહન કરે છે."

    તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાં પરિવર્તન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

    નડ્ડાએ કહ્યું, "હવે એ ભારત નથી જે તમે થોડા સમય પહેલા જોયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આકરા નિર્ણયો લઈને દેશની રક્ષા-સુરક્ષાના ક્ષેત્રમાં આગળ વધારવાનું કામ કર્યું છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  6. જોશીમઠ : ભાંગી પડેલા, ધસી રહેલા, આ બરબાદ શહેરનું ભવિષ્ય કેવું હશે? - ગ્રાઉન્ડ રિપોર્ટ

  7. પેટ ફુગ્ગાની જેમ કેમ ફૂલી જાય છે? તેનો ઈલાજ શું છે?

  8. ઍર ઈન્ડિયા કેસ: ઍર ઇન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ, ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ, સુચિત્ર કે મોહંતી, બીબીસી માટે

    ઍર ઈન્ડિયા કેસ

    ઇમેજ સ્રોત, Getty Images

    ભારતના સિવિલ ઍવિયેશન રેગ્યુલેટર ડીજીસીએ (ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ ઍવિયેશન)એ નિયમોના ઉલ્લંઘન બદલ ઍર ઈન્ડિયા પર રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો છે, ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કર્યું છે અને ઍર ઇન્ડિયાના ડિરેક્ટર-ઇન-ફ્લાઇટને ફરજ બજાવવામાં નિષ્ફળતા બદલ ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએના પત્રની નકલ બીબીસી પાસે છે.

    ડીજીસીએ દ્વારા ચોક્કસ કેસમાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું જાણ્યા પછી આ આદેશ પસાર કર્યો હતો.

    ડીજીસીએએ તેના પત્રમાં જણાવ્યું હતું, "લાગુ ડીજીસીએ નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓના ઉલ્લંઘન બદલ ઍર ઇન્ડિયાને રૂ. 30,00,000 નો નાણાકીય દંડ ફટકારવામાં આવ્યો છે. ઍરક્રાફ્ટ રૂલ્સ, 1937ના નિયમ 141 અને લાગુ ડીજીસીએ નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓ અનુસાર તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહેવા બદલ આ ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડનું લાઇસન્સ ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે."

    ડીજીસીએએ મેસર્સ ઍર ઇન્ડિયાના એકાઉન્ટેબલ મૅનેજર, મેસર્સ ઍર ઈન્ડિયાના ડાયરેક્ટર ઇન-ફ્લાઇટ સર્વિસીસ, તે ફ્લાઇટના તમામ પાઇલટ અને કેબિન ક્રૂ સભ્યો સામે તેમની નિયમનકારી જવાબદારીઓની અવગણના બદલ શા માટે કાર્યવાહી ન કરવી તેવા પ્રશ્ન સાથે કારણ દર્શાવો નોટિસ આપી હતી. ડીજીસીએના પત્રમાં જણાવાયું છે કે મેસર્સ ઍર ઇન્ડિયાના લેખિત જવાબ અને તેમાં સામેલ કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી.

    ડીજીસીએએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે 26 નવેમ્બર, 2022 ના રોજ ન્યૂયૉર્કથી નવી દિલ્હી જતી એઆઈ-102 ફ્લાઇટમાં પેસેન્જર સાથેના દુર્વ્યવહારની ઘટના 04 જાન્યુઆરી, 2023ના રોજ ડીજીસીએના ધ્યાન પર આવી હતી, જેમાં એક પુરુષ મુસાફરે દુર્વ્યવહાર કર્યો હતો અને તેમને કથિત રીતે મહિલા મુસાફર પર પેશાબ કર્યો હતો.

  9. બૃજભૂષણ શરણ સિંહે કહ્યું, ‘કોઈની દયા પર નથી બન્યો કુસ્તી મહાસંઘનો અધ્યક્ષ, મોં ખોલીશ તો આવશે સુનામી’

    બૃજભૂષણ શરણ સિંહ

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, બૃજભૂષણ શરણ સિંહ

    વિવાદોમાં ઘેરાયેલા ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહે રાજીનામું આપવાના સવાલ પર કહ્યું કે તેઓ કોઈની દયાના આધારે આ પદ પર નથી આવ્યા.

    બૃજભૂષણ શરણ સિંહે તેમની પર લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દેતાં કહ્યું કે તેઓ આ મુદ્દા પર સાંજે પાંચ વાગ્યે વિગતવાર વાત કરશે.

    છેલ્લા કેટલાંક દિવસોથી દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા દેશના ઘણા મેડલ વિજેતા કુસ્તી ખેલાડીઓએ બૃજભૂષણ શરણ સિંહ અને કેટલાક કોચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. જેમાં જાતીય ઉત્પીડનનો આરોપ પણ સામેલ છે.

    ઑલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક, બજરંગ પૂનિયા અને કૉમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા વિનેશ ફોગાટ જેવા કુસ્તીબાજોએ કુસ્તી મહાસંઘને ભંગ કરવાની માગ કરી છે.

    આ મુદ્દાને લઈને તેમની ખેલ મંત્રી અનુરાગ ઠાકુર અને ખેલ મંત્રાલયના ઘણા અધિકારીઓ સાથે પણ વાત કરી છે, પરંતુ બૃજભૂષણ શરણ સિંહે આજે સંકેત આપ્યો છે કે તેઓ તેમની માગને વધુ મહત્ત્વ આપી રહ્યા નથી.

    બૃજભૂષણ સિંહે આજે મીડિયાને કહ્યું હતું કે, “હું કોઈની દયા પર નથી બેઠો. હું ચૂંટાયેલો અધ્યક્ષ છું.”

    બૃજભૂષણ શરણ સિંહને જ્યારે એ પુછવામાં આવ્યું કે તેમના વિરુદ્ધ આંદોલન કરી રહેલા કુસ્તીબાજોએ દાવો કર્યો છે કે જો તેઓ ‘મોં ખોલશે તો ભૂકંપ આવી શકે છે.’ આ અંગે બૃજભૂષણ સિંહે કહ્યું કે, ‘જો હું મોં ખોલીશ તો સુનામી આવી જશે.’

    પત્રકારોના સતત સવાલ પુછવા પર બૃજભૂષણ સિંહે કહ્યું કે, “જો હું મારી જાતને રૂમમાં બંધ કરી લઉં તો શું તમને સંતોષ થશે?.”

    ત્યારબાદ તેઓએ કહ્યું કે, તેઓ સાંજે પાંચ વાગ્યે પોતાનો પક્ષ મૂકશે.

  10. ખેડામાં નવરાત્રીમાં મુસ્લિમ યુવાનોને બાંધીને મારવાના મામલે હાઈકોર્ટે પોલીસને શું કહ્યું?

    ઉંઢેલા ગામ

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, ઉંઢેલા ગામ

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર,ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રીમાં ગરબા પર પથ્થરમારાની ઘટના બાદ તણાવભરી સ્થિતિ હતી.

    ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી આ અંગે ખુલાસો માગ્યો હતો.

    ઉચ્ચ પોલીસ અધિકારી અને 13 પોલીસકર્મીઓ કેટલાક પુરુષોને જાહેરમાં બાંધીને મારવામાં કથિત રીતે સામેલ હતા, તેમને કોર્ટે સ્પષ્ટીકરણ માટે હાજર થવા કહ્યું હતું, પણ તેનો કોર્ટને કોઈ જવાબ મળ્યો ન હતો.

    ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક તરફથી ઍફિડેવિટ જમા કરાવવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ સમય માગ્યો હતો. કોર્ટે 30 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે.

    આ અંગે પીડિત અરજદારોના વકીલ આઈ. એચ. સૈયદે કોર્ટને જણાવ્યું હતું કે, “આ ઘટનામાં સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશનો પણ અનાદાર થયો છે, જેમાં કહેવાયું છે કે કસ્ટડીમાં આરોપીઓને કઈ રીતે રાખવા?”

    તેમનું કહેવું છે કે અનેક સ્તરે રજૂઆત કરાઈ હોવા છતાં માતર પોલીસસ્ટેશનના એક પણ પોલીસકર્મીની બદલી કરાઈ નહોતી અને તેઓ સતત પીડિતોના સંપર્કમાં હતા.

    અરજદારોએ કહ્યું હતું કે, “પોલીસે લોકોને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખીને મારપીટ કરી અને કોર્ટની અવગણના કરી છે, તેથી રાજ્ય સરકારને તેમનો બચાવ કરવાનો કોઈ અધિકાર નથી.”

    કોર્ટે કહ્યું છે કે નોટિસ આપવા છતાં 13 પોલીસકર્મીમાંથી એક પણ ત્યાં હાજર રહ્યા ન હતા.

    કોર્ટે કહ્યું છે કે, “આગામી સુનાવણીમાં આ પોલીસકર્મીઓ પોતે હાજર રહે અથવા તેમના વકીલને મોકલે.”

    પીડિતોએ આ ઘટના સંદર્ભે વળતર ચૂકવવાની પણ માગ કરી છે.

  11. સાઉદી અરેેબિયાના રિયાધમાં કેવી રહી રોનાલ્ડો અને મેસ્સીની ફૂટબૉલ મૅચ

    રોનાલ્ડો અને મેસ્સી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, રોનાલ્ડો અને મેસ્સી

    ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સાઉદી અરેબિયામાં તેમની પ્રથમ મૅચમાં બે ગોલ કર્યા હતા અને આ મૅચમાં લિયોનેલ મેસ્સીએ પણ એક ગોલ કર્યો હતો.

    જોકે, ગુરુવારે રિયાધમાં રમાયેલી આ રોમાંચક મૅચમાં ફૂટબૉલ ક્લબ પેરિસ સેન્ટ જર્મન (પીએસજી)એ રિયાધ ઑલ સ્ટાર XI ને 5-4થી હરાવ્યું હતું.

    સાઉદી અરેબિયાની રાજધાનીમાં રમાયેલી આ એક પ્રદર્શન મૅચ હતી, જેમાં બે મહાન ફૂટબૉલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા હતા.

    રિયાધના કિંગ ફહદ સ્ટેડિયમમાં રમાયેલી આ એક્શન પૅક મૅચના પ્રથમ હાફમાં પહેલો ગોલ મેસ્સીએ કર્યો અને રોનાલ્ડોએ હાફ-ટાઇમમાં મૅચને બે-બેની બરાબરીએ લાવી દીધી.

    જોકે બંને ટીમો માટે આ મૅચનું બહુ મહત્ત્વ ન હતું, પરંતુ દુનિયાભરના ફૂટબૉલ ચાહકોની નજર આ મૅચ પર ટકેલી હતી.

    સેકન્ડ હાફમાં બંને ટીમોએ તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી, પરંતુ ફૂટબૉલ ક્લબ પેરિસ સેન્ટ જર્મનની એકિટાઇકે 78મી મિનિટે કરેલા ગોલે મહેમાન ટીમના પક્ષમાં બાજી પલટી દીધી હતી.

    પીએસજીના કોચે કહ્યું કે, “આ ભવ્ય સ્ટેડિયમમાં ગજબનો માહોલ હતો અને અમે ઘણા ગોલ થતા જોયા. આજની સાંજે અમે એક જોરદાર મૅચ રમી, અમને ખૂબ સમર્થન પણ મળ્યું. મેદાન પર જે પ્રકારે અહીંના લોકો ખેલાડીઓને માન આપી રહ્યા હતા, એ અમને ઘણું સારું લાગ્યું.”

  12. ખેલમંત્રી અનુરાગ ઠાકુર સાથે કુસ્તી ખેલાડીઓની બેઠક પરિણામ વગર સંપન્ન, શુક્રવારે ફરી મળશે

    ધરણાં પર બેઠેલા ખેલાડીઓ

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, ધરણાં પર બેઠેલા ખેલાડીઓ

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના નવાબગંજમાં રેસલિંગ ટ્રેનિંગ સેન્ટર ખાતે આજે પ્રેસ કોન્ફરન્સ કરશે.

    કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે વિરોધ કરી રહેલાં કુસ્તી ખેલાડીઓની ગુરુવારે રાત્રે થયેલી બેઠક પરિણામ વગર સંપન્ન રહી કારણ કે ખેલાડોએ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાને ભંગ કરવાની પોતાની માગથી પીછેહઠ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

    સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, વિરોધ કરી રહેલા ખેલાડીઓની ખેલ મંત્રી સાથેની બેઠક ગુરુવારે લગભગ રાત્રે 10 વાગ્યે શરૂ થઈ હતી અને લગભગ રાત્રે પોણા બે વાગ્યે ખેલાડીઓ અનુરાગ ઠાકુરના ઘરમાંથી નીકળ્યાં.

    દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલાં આ ખેલાડીઓ રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહ્યા છે. તેઓ કેન્દ્ર સરકાર પાસે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાને ભંગ કરવાની માગ પર અડગ છે.

    જોકે,રમતગમત ખેલ મંત્રીને મળવાં ગયેલાં ખેલાડીઓએ ત્યાં રાહ જોઈ રહેલા પત્રકારોને કોઈ માહિતી આપી ન હતી. આ બેઠકમાં ઑલિમ્પિયન બજરંગ પુનિયા, રવિ દાહિયા, સાક્ષી મલિક અને વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડી વિનેશ ફોગાટ સામેલ હતાં.

    રમતગમત મંત્રી સાથેની બેઠક પહેલા સરકારી અધિકારીઓએ વિરોધ કરી રહેલાં ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી, પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું. શુક્રવારે રમતગમત મંત્રી ફરી આ ખેલાડીઓને મળશે.

    પીટીઆઈના અહેવાલ મુજબ, સરકારે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા પાસેથી આ મામલા પર ખુલાસો માગ્યો છે અને જવાબ મળ્યા પહેલા તેના પ્રમુખ બૃજ ભૂષણ શરણ સિંહને રાજીનામું આપવા મજબૂર ન કરી શકાય.

    રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાએ હજુ સુધી સરકારને કોઈ જવાબ આપ્યો નથી. ખેલ મંત્રાલયે મહિલા રેસલિંગ ખેલાડીઓ દ્વારા જાતીય ઉત્પીડનની ફરિયાદો બાદ બુધવારે WFIને જવાબ આપવા માટે 72 કલાકનો સમય આપ્યો હતો.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  13. અનુરાગ ઠાકુરે કુસ્તી મહાસંઘના અધ્યક્ષ પર લાગેલા આરોપોને ગણાવ્યા ‘ગંભીર’, કહ્યું કે પોતે ખેલાડીને મળશે

    અનુરાગ ઠાકુર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, અનુરાગ ઠાકુર

    કુસ્તી મહાસંઘના પ્રેસિડન્ટ સામે લાગેલા જાતીય ઉત્પીડનના આરોપોને કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે ‘ગંભીર’ ગણાવ્યો છે.

    ગુરુવારે અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, “રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા અને તેના પ્રમુખ સામે કુસ્તી ખેલાડીઓએ જે આરોપ લગાવ્યા છે તે ગંભીર છે અને દિલ્હી આવતાની સાથે જ તેઓ જાતે ખેલાડીઓને મળીને તેમની વાત સાંભળશે.”

    સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, “આ મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરતા ભારત સરકારે કુસ્તી મહાસંઘને નોટિસ આપીને 72 કલાકમાં જવાબ માગ્યો છે. કૅમ્પ પણ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. હું દિલ્હી પરત આવતા જ ખેલાડીઓને મળીશ. અમે વાત કરીશું, તેમની વાત સાંભળીશું અને જરૂરી કાર્યવાહી કરીશું.”

    પીટી ઉષા

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પીટી ઉષા

    આ દરમિયાન ભારતીય ઑલિમ્પિક સંઘ (આઈએઓ)ના અધ્યક્ષ પીટી ઉષાએ પણ મામલાની સંપૂર્ણ તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે.

    પીટી ઉષાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, “આઈએઓ પ્રેસિડન્ટ તરીકે હું કુસ્તી ખેલાડીઓના વર્તમાન મુદ્દાને લઈને સભ્યો સાથે વાતચીત કરી રહી છું અને ખેલાડીઓની ભલાઈ જ આઈએઓની શ્રેષ્ઠ પ્રાથમિકતા છે.”

    અન્ય એક ટ્વીટમાં તેઓએ લખ્યું છે કે, “ન્યાય સુનિશ્રિત કરવા માટે અમે મામલાની વિસ્તૃત તપાસ કરાવીશું. અમે ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે સ્પેશિયલ એક કમિટીની રચના કરવાનો પણ નિર્ણય કર્યો છે, જેથી આવા મુદ્દાઓનો સામનો કરી શકાય.”

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    જંતર-મંતર પર ભારતીય કુસ્તી સંઘ સામે ધરણાં પર બેઠેલાં મહિલા કુસ્તી ખેલાડીઓએ મહાસંઘના પ્રમુખ પર જાતીય ઉત્પીડનનો ગંભીર આરોપ લગાવ્યો છે.

    ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ અને ભાજપના સાંસદ બૃજ ભૂષણ શરણ સિંહે આ આરોપોને નકારી કાઢ્યા છે.

    ખેલાડીઓએ કહ્યું છે કે, “જ્યાં સુધી તેમને ન્યાય મળશે નહીં ત્યાં સુધી તેઓ ધરણાં ચાલુ રાખશે.”

  14. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    19 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.