ઋષભ પંતે પોતાની સર્જરી વિશે ટ્વીટ કરીને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિકેટર ઋષભ પંતે જણાવ્યું કે તેમની સર્જરી સફળ રહી છે.
ઋષભ પંત ગત મહિને એક કાર દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. દેહરાદૂનમાં પ્રારંભિક સારવાર પછી હવે તેમની સારવાર મુંબઈમાં ચાલી રહી છે.
દુર્ઘટના પછી પહેલી વખત પોતાના ટ્વિટર પર તેમણે લખ્યું કે, "હું તમારા સહયોગ અને પ્રાર્થનાઓ માટે આભારી છું. મને એ જણાવતા ખુશી થાય છે કે મારી સર્જરી સફળ રહી છે. સ્વસ્થ થવાના રસ્તે છું. હું આવનારી ચેતવણીઓ માટે તૈયાર છું. બીસીસીઆઈ, જય શાહ અને સરકારી અધિકારીઓનો ખૂબ આભાર."
"હું મારા બધા ફૅન્સ, ટીમના સભ્યો, ડૉક્ટર, ફિઝિયોને તેમના પ્રોત્સાહન અને પ્રાર્થના માટે દિલથી આભાર માનું છું. હું પોતાને ફીલ્ડ પર જોવા માટે ઉત્સાહિત છું."
30 ડિસેમ્બરના દિલ્હી-દેહરાદૂર હાઈવે પર ઋષભ પંતની ગાડી ડિવાઇડરથી ટકરાઈ ગઈ અને તેમાં આગ લાગી ગઈ હતી.
પંતને પહેલા દેહરાદૂનમાં સારવાર માટે દાખલ કરાયા હતા, ત્યાર બાદ તેમને મુંબઈમાં એક ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.









