રાહુલ ગાધીએ જીએસટી અને અગ્નિપથના મુદ્દે મોદી સરકાર પર કેવા પ્રહાર કર્યા?
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્રની મોદી સરકારની જેએસટી અને અગ્નિપથ જેવા કેટલાય મુદ્દાઓ પર ટીકા કરી.
લાઇવ કવરેજ
રાહુલ ગાધીએ જીએસટી અને અગ્નિપથના મુદ્દે મોદી સરકારની શી ટીકા કરી?
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્રની મોદી સરકારની જીએસટી અને અગ્નિપથ જેવા કેટલાય મુદ્દાઓ પર ટીકા કરી.
પાણીપતની એક રેલીને સંબોધતાં તેમણે કહ્યું કે "અહીં બે ભારત છે - એક ખેડૂતો અને મજૂરોનું, નાના દુકાનદારો અને બેરોજગાર યુવાનોનું અને બીજું દેશના 200-300 તવંગર લોકોનું."
રાહુલે હરિયાણામાં બેરોજગારીને લઈને ત્યાંની ભાજપ સરકારને પણ ઘેરી. તેમણે કહ્યું,"21મી સદીમાં હરિયાણા બેરોજગારીમાં ચૅમ્પિયન છે. તમે બધું જ પાછળ છોડી દીધું છે."
તેમણે ઉમેર્યું, "નોટબંધી અને જીએસટી પૉલિસી નથી પણ મધ્યમ કદના ઉદ્યોગોને બરબાદ કરવાનું હથિયાર છે."
અગ્નિપથ સ્કીમ પર મોદી સરકારની ટીકા કરતાં રાહુલે કહ્યું, "પહેલા મને સમજાવો કે અગ્નિપથ સ્કીમ શું છે? ભાજપના લોકો કહે છે કે તેઓ દેશભક્ત છે તો તેઓ મને એમની દેશભક્તિ સમજાવે."
યુપીના CM યોગી સામે સુનીલ શેટ્ટીએ બાયકૉટ બોલીવૂડ ટ્રેન્ડ પર કહ્યું, 'જો તમે પીએમ મોદીને કહો કે... '

ઇમેજ સ્રોત, ANI
અભિનેતા સુનીલ શેટ્ટીએ ફિલ્મ કલાકારો સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના એક કાર્યક્રમમાં ફિલ્મોના બાયકૉટ ટ્રેન્ડ પર વાત કરી.
તેમણે બોલીવૂડનો પક્ષ રાખતાં ફિલ્મઉદ્યોગ અંગે ઘડાઈ રહેલી ખોટી ધારણાઓને ખતમ કરવા અને દર્શકોને થિયેટર સુધી લાવવાની જરૂરીયાત પર ભાર મૂક્યો.
સુનિલ શેટ્ટીએ કહ્યું, "કાસ્ટ અને સબસિડી જ નહીં, દર્શકોની પણ મુશ્કેલી પડી રહી છે. દર્શકોને થિયેટર તરફ પરત વાળવા ખૂબ જ જરૂરી છે. આ જે હૅશટૅગ ચાલી રહ્યો છે - હૅશટેગ બાયકૉટ બોલીવૂડ, આપના કહેવાથી અટકી પણ શકે એમ છે."
"લોકો સુધી એ વાત પહોંચવી ખૂબ જરૂરી છે અમે સારું કામ પણ કરી ચૂક્યા છીએ. એક ખરાબ માછલી તો ક્યાંય પણ હોય છે, એમાં અમે સૌને ના ગણી શકો. હાલમાં દર્શકોના મગજમાં એવું જ ઘૂસી ગયું છે કે બોલીવૂડ એટલે કે હિંદી સિનેમા સારી જગ્યા નથી."
શેટ્ટીએ બોલીવૂડની સારપ પર ભાર મૂકતા કહ્યું, "અમે સારી-સારી ફિલ્મો કરી છે.હું બૉર્ડર જેવી ફિલ્મમાં પણ હતો. એ સિવાય પણ ઘણી સારી ફિલ્મોમાં રહ્યો છું. આ જે બાયકૉટ બોલીવૂડની ધારણા ચાલી રહી છે, એને મળીને હઠાવી શકાય. આ જે ટ્વિટર પર ટ્રેન્ડ ચાલે છે એને કઈ રીતે અટકાવી શકાય એ પર જો તમે ધ્યાન આપો તો એકદમ યુપી જેવી જ જગ્યા છે હિંદી સિનેમાનું હૃદય."
તેમણે યોગી આદિત્યનાથને વિનંતી કરી, "જો તમે લીડ લેશો તો આવું બિલકુલ સંભવ છે.અમારી ઉપર કલંક લાગેલું છે એને ભૂંસવું ખૂબ જરૂરી છે. "
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ મુંબઈના બે દિવસના પ્રવાસે છે. આ પ્રવાસનો ઉદ્દેશ ઉત્તર પ્રદેશમાં રોકાણ વધારવાનો છે. આ ઉપરાંત યુપીને ફિલ્મો માટે એક શ્રેષ્ઠ વિકલ્પના રૂપે રજૂ કરવાનો પણ આ તેમનો હેતુ છે.
તેમણે કહ્યું, "જો આદરણીય વડા પ્રધાનજીને તમે આ કહો તો ઘણો ફેર પડી શકે એમ છે. "
નોંધનીય છે કે બોલીવૂડની કેટલીક ફિલ્મોને લઈને આજકાલ સોશિયલ મીડિયા પર બાયકૉટ ટેન્ડ ચાલવા લાગ્યો છે. આ પ્રકારના ટ્રેન્ડમાં ફિલ્મ ના જોવા માટે લોકોને અપીલ કરવામાં આવે છે.
તામિલનાડુમાં દલિતોના વિસ્તારમાં પાણી પીવાની ટાંકીમાં મળ કોણે ભેળવ્યો?
બ્રેકિંગ, એમસીડી મેયરની ચૂંટણી : 'આપ' અને ભાજપના કૉર્પોરેટરો વચ્ચે હોબાળો, મનોજ તિવારીએ કહ્યું, ડરી ગઈ છે 'આપ'

ઇમેજ સ્રોત, ANI
શુક્રવારે દિલ્હીમાં નવા ચૂંટાયેલા કૉર્પોરેટરોની બેઠક શરૂ થતા જ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કૉર્પોરેટરો વચ્ચે લૅફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેના દ્વારા નિયુક્ત કરાયેલા 10 સભ્યોને લઈને વિવાદ થયો છે.
બેઠકની શરૂઆત ભાજપના કૉર્પોરેટર સત્ય શર્માના પ્રિસાઇડિંગ ઑફિસર તરીકે શપથગ્રહણ સાથે થઈ હતી.
દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેયર અને ડૅપ્યુટી મેયરની ચૂંટણી તેમની અધ્યક્ષતામાં યોજાવાની છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સત્ય શર્માએ લૅફ્ટનન્ટ ગવર્નર દ્વારા નિયુક્ત સભ્ય મનોજ શર્માને શપથ લેવા બોલાવ્યા ત્યારે આમ આદમી પાર્ટીના કૉર્પોરેટરોએ તેના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
બાદમાં ભાજપના કૉર્પોરેટરોએ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા 'આપ'ના કૉર્પોરેટરોએ પણ વડા પ્રધાન મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો.
'આપ' દ્વારા કરાઈ રહેલા વિરોધ પર ભાજપ નેતા મનોજ તિવારીએ કહ્યું, "આમ આદમી પાર્ટીને શેનો ડર છે? શું તેઓ નૈતિક રીતે પરાજિત થઈ ગયા છે? શું તેઓ સમજી ગયા છે કે તેમના કૉર્પોરેટરો તેમને સમર્થન નહીં આપે? ચૂંટણી પહેલાં અને બાદમાં મેયરની પસંદગી વખતે આ પ્રકારનો હોબાળો દર્શાવે છે કે આમ આદમી પાર્ટી નૈતિક રીતે પરાજિત થઈ ગઈ છે."
આમ આદમી પાર્ટીનો આરોપ છે કે લૅફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેના ભાજપના એવા નેતાઓને મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં નિયુક્ત કરી રહ્યા છે, જેઓ નાગરિક સમસ્યાઓના નિષ્ણાત નથી.
ગુરુવારે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ મુદ્દે લૅફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કુલ 250 સભ્યો છે.
ભાજપના સાત લોકસભા સભ્યો અને આમ આદમી પાર્ટીના ત્રણ રાજ્યસભાના સભ્યો ઉપરાંત દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત 14 ધારાસભ્યો મેયરની ચૂંટણીમાં ભાગ લેશે.
આ સિવાય સ્ટૅન્ડિંગ કમિટીના છ સભ્યોની પણ ચૂંટણી યોજાશે. કૉંગ્રેસના નવ કૉર્પોરેટરોએ મતદાનમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે.
મધ્ય પ્રદેશના રીવામાં મંદિર સાથે અથડાયું વિમાન, પાઇલટનું મોત

ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, મધ્ય પ્રદેશના રીવામાં મંદિર સાથે અથડાયું વિમાન મધ્ય પ્રદેશના રીવામાં થયેલી એક વિમાન દુર્ઘટનામાં પાઇલટનું મૃત્યુ થયું છે અને અન્ય એક પાઇલટ ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી છે.
સમાચાર એજન્સી એએનઆઈએ રીવા પોલીસને ટાંકીને જણાવ્યું છે કે, આ ઘટના શુક્રવારે સવારે ઘટી છે. આ વિમાન એક મંદિર પર ક્રૅશ થયું હતું.
રીવાના એસપી નવનીત ભસીને જણાવ્યું હતું કે, “જે વિમાન ક્રૅશ થયું હતું તે એક ખાનગી કંપનીનું હતું અને આ એક ટ્રેનિંગ ઍરક્રાફ્ટ હતું.”
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વિમાને ચોરહટા ઍરપૉર્ટથી ટેક ઑફ થયું હતું અને રીવાના ડુમરી ગામના એક મંદિરના ઉપરના ભાગમાં અથડાયું હતું.
એસપી નવનીત ભસીને જણાવ્યું હતું કે, “ઈજાગ્રસ્ત પાઇલટની સારવાર સંજય ગાંધી મેડિકલ કૉલેજમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ખરાબ વાતાવરણ અને ધુમ્મસના કારણે આ દુર્ઘટના ઘટી છે. વિશેષ માહિતીની રાહ જોવાઈ રહી છે.”
ભારતે ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ને ઉગ્રવાદી સંગઠન તરીકે કર્યું જાહેર

ઇમેજ સ્રોત, zabelin
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર ભારતીય ગૃહ મંત્રાલયે ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ને ગુરુવારે ઉગ્રવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે. આ સંગઠનને ઉગ્રવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું જ છૂપું નામ ગણાવાઈ રહ્યું છે.
મંત્રાલયના જાહેરનામા અનુસાર, ‘ધ રેઝિસ્ટન્સ ફોર્સ’ ઑનલાઇન માધ્યમથી યુવાઓને ઉગ્રવાદી ગતિવિધિઓ માટે સંગઠનમાં સામેલ કરી રહ્યું છે.
સાથે જ આ સંગઠન પાકિસ્તાનથી જમ્મુ અને કશ્મીરમાં ઉગ્રવાદીઓની ઘૂષણખોરી, હથિયારો અને ડ્રગ્સની તસ્કરીમાં પણ સામેલ છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ‘ધ રેઝિસ્ટન્સ ફોર્સ’ની 2019માં રચના કરવામાં આવી હતી, જે પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું જ છૂપું નામ છે.
લશ્કર-એ-તૈયબા 26/11ના મુંબઈ હુમલા સહિત અનેક ઉગ્રવાદી હુમલાઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
‘ધ રેઝિસ્ટન્સ ફોર્સ’ પર આરોપ લગાવવામાં આવ્યો છે કેતે જમ્મુ-કશ્મીરના લોકોને સંગઠનમાં જોડવા માટે સોશિયલ મીડિયા પર મનોવૈજ્ઞાનિક અભિયાન ચલાવે છે.
ગૃહ મંત્રાલયનું કહેવું છે કે, શેખ સજ્જાદ ગુલ આ સંગઠનના કમાન્ડર છે અને તેમને યૂએપીએ કાયદા અંતર્ગત ઉગ્રવાદી જાહેર કરવામાં આવ્યા છે.
સરકારે જમ્મુ-કશ્મીરના મોહમ્મદ આમીનને પણ આતંકી જાહેર કર્યા છે. હાલ પાકિસ્તાનમાં રહેતા આમીન લશ્કર-અ-તૈયબા લૉન્ચિંગ કમાન્ડર તરીકે ઓળખાય છે.
ચાઇનીઝ દોરીના ઉપયોગ, વેચાણ અને સંગ્રહ પર કડક કાર્યવાહી કરાશે: પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, અમદાવાદ શહેરની પોલીસે 16 ડિસેમ્બરથી અત્યાર સુધી પતંગ ચગાવવા માટે વપરાતી ચાઇનીઝ દોરીને જપ્ત કરવાના 170 કેસ નોંધ્યા છે.
મકરસંક્રાંતિના તહેવાર પહેલાં તેના પ્રતિબંધ અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું.
પ્રતિબંધિત કાચના ઉપયોગથી બનેલા દોરા જે પક્ષીઓ, પ્રાણીઓ અને લોકોને ઇજા પહોંચાડે છે, તેના ઉપયોગ, વેચાણ, સંગ્રહ અથવા ખરીદી સામે કડક કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે.
અમદાવાદના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) કોમલ વ્યાસે ગુરુવારે જણાવ્યું હતું કે, “મકરસંક્રાંતિ 2023ના સંદર્ભે પાકી સિન્થેટિક સામગ્રી-ગેર-બાયોડિગ્રેડેબલ સામગ્રી, જેને સામાન્ય રીતે ‘ચાઇનીઝ દોરી’ (માંજા) તરીકે ઓળખવામાં આવે છે."
"આ દોરી પક્ષીઓ, પ્રાણીઓ અને મનુષ્યોને ઇજા પહોંચાડે છે. તેના પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ખરીદી, વેચાણ, સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે પણ તેનો ઉપયોગ કરતા પકડાશે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવશે."
16 ડિસેમ્બર 2022એ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા અનુસાર, પ્રતિબંધિત દોરી, ફાનસ (ચાઇનીઝ તુક્કલ) અને પ્લાસ્ટિકના દોરાના ઉપયોગ, ખરીદી, વેચાણ અંગે તપાસ કરવામાં આવશે.
ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, “શહેરના અધિકાર ક્ષેત્રમાં પતંગ ચગાવવા માટે માત્ર કોટનના દોરાના ઉપયોગની મંજૂરી છે.”
ઓલપાડમાં ઝીંગા ઉછેર માટે જમીન આપવા સામે ગ્રામજનોનો વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ઓલપાડ તાલુકાના કુવાડના ગ્રામજનોએ ગુરુવારે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકને ઝીંગા ઉછેર માટે ગામની બહારની બાજુએ સરકારી જમીન ફાળવવાના નિર્ણય સામે એક આવેદન સુપરત કર્યું હતું અને જણાવ્યું હતું કેતેનાથી વરસાદી પાણીનો માર્ગ અવરોધાશે અને તેમના પાકને નુકસાન થશે.
ગુરુવારે સાંજે ઝીંગા ઉછેર માટે બ્લૉક નંબર 495 સાથેની જમીન ફાળવવાના 2021ના નિર્ણયને પાછો ખેંચવાની માગણીને લઈને 100થી વધુ ગ્રામજનો એકઠા થયા હતા.જેમાં મોટા ભાગની મહિલાઓ હતી.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે, “જો જમીન પર ઝીંગા તળાવો વિકસાવવામાં આવશે, તો વરસાદી પાણીનો નિકાલ નહીં થાય અને પાણી ખેતરોમાં ભરાઈ જશે અને પાકને નુકસાન થશે.”
તેમણે જણાવ્યું હતું કે, “ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડશે અને ઢોર ચરાવવા પર પણ મુશ્કેલી થશે.”
જો તેમની માગણીઓ નહીં સંતોષાય તો તેઓએ આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી.
કુવાડ ગામના આગેવાન વિવેક પાટીલે જણાવ્યું હતું કે, "ઝીંગા ફાર્મ ગ્રામજનોની આજીવિકાને અસર કરશે."
દિલ્હી : 'પિતાનું 8 વર્ષ પહેલાં નિધન, માતાને કિડની બીમારી', મૃતક અંજલિના પરિવારની કહાણી
ચીનમાં ઘણા સેલિબ્રિટીઓના મોતના કારણે કોરોનાનો ડર વધ્યો

ઇમેજ સ્રોત, STATE TV
ઇમેજ કૅપ્શન, ચીનના ઓપેરા સિંગર ચૂ લૅનલૅન ચીનમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે જાણીતા લોકોનાં મોતને કારણે લોકોમાં સત્તાવાર આંકડાઓને લઈને શંકા વધી રહી છે.
ગયા મહિને 40 વર્ષની ઉંમરમાં ઓપેરા સિંગર ચૂ લૅનલૅનના મૃત્યુએ બધાને હેરાન કરી દીધા છે.
પરિવારજનોએ આ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું, પરંતુ મૃત્યુનું કારણ જણાવ્યું ન હતું.
આજ રીતે નવા વર્ષ પર અભિનેતા કુંગ જિનટેન્ગના મૃત્યુએ ચીનમાં ઇન્ટરનેટ યૂઝર્સને હચમચાવી દીધા હતા.
83 વર્ષના જોંગ ચીનની એક લોકપ્રિય ટીવી સિરીઝ ‘ઇન-લૉઝ, આઉટ-લૉઝ’ના નામથી દરેક ઘરમાં જાણીતી બની ગઈ હતી. તેમના પાત્રનું નામ ‘ફાધર ખાંગ’ હતું.
તેમના મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ સોશિયલ મીડિયા યૂઝર્સ તેને અન્ય વૃદ્ધોના મૃત્યુ સાથે જોડી રહ્યા છે.
એક યૂઝરે વીબો પર લખ્યું છે કે, “ફાધર ખાંગની આત્માને શાંતિ મળે. આ લહેર અનેક વૃદ્ધોના જીવ લઈ રહ્યું છે. તમારા વડીલોનું સંપૂર્ણ ધ્યાન રાખો.”
તાજેતરમાં જ થયેલાં મૃત્યુ પૈકીજાણીતા સ્ક્રિપ્ટરાઇટર ની ઝેન (84 વર્ષ) અને પૂર્વ પત્રકાર હુ ફ્યુમિંગ (87 વર્ષ)નું મૃત્યુ ચર્ચાનો વિષય બન્યું હતું.
ચીની મીડિયા અનુસાર, 21થી 26 ડિસેમ્બર વચ્ચે દેશમાં વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા ટોચના 16 લોકો માર્યા ગયા હતા.
કોઈ પણ મૃત્યુને કોરોના સાથે જોડવામાં આવ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે.

ઇમેજ સ્રોત, GUANGDONG TV
ઇમેજ કૅપ્શન, ચીની અભિનેતા કુંગ જિનટૅન્ગ ચીનની ઝીરો કોવિડ નીતિ
ચીને ડિસેમ્બરમાં તેની ઝીરો કોવિડ નીતિનો અંત લાવી દીધો હતો. ત્યારબાદ દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.
ચીનમાં હૉસ્પિટલ અને સ્મશાનોમાં ભીડ હોવાની ઘણી માહિતી મળી રહી છે.
જોકે, ચીને કોરોનાના દૈનિક આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું છે. ચીને તેના માપદંડો અનુસાર જણાવ્યું છે કે, ડિસેમ્બરમાં કોરોનાના માત્ર 22 કેસ નોંધાયા હતા.
હવે માત્ર એ મૃત્યુની ગણતરી કરાઈ રહી છે, જેમાં લોકો ન્યુમોનિયા જેવી શ્વાસ સંબંધિત બીમારીથી મૃત્યુ પામે છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને બુધવારે ચેતવણી આપી હતી કે, ચીન કોરોનાના વધતા કેસ અને મોત અંગે સાચી માહિતી આપી રહ્યું નથી.
જૈન તીર્થ સમ્મેદ શિખર હવે પર્યટનસ્થળ નહીં બને

ઇમેજ કૅપ્શન, જૈન તીર્થ સમ્મેદ શિખર ઝારખંડના પારસનાથ પર્વતને ધાર્મિક પર્યટન ક્ષેત્ર બનાવવાનો વિવાદ શાંત થતો જોવા મળી રહ્યો છે.
આ મુદ્દે વન અને પર્યાવરણ મંત્રાલયે પોતાની સત્તાનો ઉપયોગ કરીને પારસનાથ પહાડ પર કોઈ પણ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ રોક લગાવી દીધી છે. ઝારખંડ સરકારની આ યોજનાના વિરોધમાં જૈન સમુદાય દ્વારા સતત વિરોધ થઈ રહ્યો છે.
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી અશ્વિન ચૌબેએ ટ્વિટ કરીને તેની માહિતી આપી છે.
આ નિર્ણય વર્ષ 1986ના પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત લેવામાં આવ્યો છે. સાથે જ 2 ઑગસ્ટ 2019એ જાહેર કરવામાં આવેલા એક જાહેરનામાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, પારસનાથ એક પર્વતીય અને ઇકો- સેન્સિટિવ ઝોન છે.
અશ્વિન ચૌબેએ ટ્વિટ કર્યું છે કે, “કેન્દ્ર સરકારે પવિત્ર તીર્થ ‘સમ્મેદ શિખરજી’ની પવિત્રતાને જાળવી રાખવાની દિશામાં એક નક્કર પગલું ભર્યું છે. ઝારખંડમાં ‘શ્રી સમ્મેદ શિખરજી’ તીર્થસ્થળ જ રહેશે. તેમાં કોઈ ફેરફાર થશે નહીં. આ અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થળ માત્ર જૈન સમાજ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે પવિત્ર સ્થળ છે.”
કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ જૈન મુનિ પ્રમાણસાગરજીએ સંદેશો આપ્યો છે કે કેન્દ્ર સરકારે જૈન સમાજની માગણી સ્વીકારી લીધી છે અને જૈન સમુદાયને તમામ આંદોલનો બંધ કરવા અપીલ કરી છે.
અગાઉ ઝારખંડ સરકાર શ્રી સમ્મેદ શિખરજી એટલે કે પાર્શ્વનાથ (પારસનાથ) પર્વતને ધાર્મિક પર્યટન ક્ષેત્ર જાહેર કરવા પર વિચાર કરી રહી હતી. તેની પાછળનો હેતુ ગ્રામીણ પ્રર્યટનને વધારવાનો હોવાનું જણાવવામાં આવ્યો હતો.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

ઇમેજ સ્રોત, BBCCopyright
ઇમેજ કૅપ્શન, જૈન મુનિ પ્રમાણસાગરજી જૈન ધર્મના બંને સંપ્રદાયો દિગંબર અને શ્વેતાંબર આ સ્થળમાં આસ્થા રાખે છે. જૈન ધર્મના અનુયાયીઓએ સરકારના આ પગલાનો વિરોધ કરતા કર્ણાટક, દિલ્હી અને ઝારખંડ સહિત દેશના ઘણા ભાગોમાં શાંતિ માર્ચ પણ કાઢી હતી.
હાલ ઝારખંડ રાજ્યમાં કોઈ પણ સ્થળને ધાર્મિક પ્રર્યટન ક્ષેત્ર જાહેર કરવાની કોઈ જોગવાઈ નથી.
જૈન સમાજનું કહેવું હતું કે જો આમ થશે તો પારસનાથમાં હોટલ અને પાર્ક બનાવવામાં આવશે. લોકો દર્શનની સાથે સાથે રજાઓ અને પિકનિક માટે પણ આવશે.
આથી પવિત્ર પર્વત પર માંસ-દારૂ વગેરેના સેવનની પણ છૂટ આપવામાં આવશે. યુવાઓ માટે આનંદનું સ્થળ બની જશે, જેને જૈન ધર્મમાં પ્રતિબંધિત માનવામાં આવે છે.
જોકે, ઝારખંડ સરકારે પહેલાં જ આ ક્ષેત્રમાં માંસ-દારૂના વેચાણ-ખરીદી અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
5 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.
