નોટબંધીના નિર્ણય પર સુપ્રીમના ફેંસલા પર કૉંગ્રેસ અને ઓવૈસીએ શું કહ્યું?
નોટબંધીના નિર્ણયની પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટ દ્વારા યોગ્ય ઠેરવાતાં કૉંગ્રેસે પ્રતિક્રિયા આપી છે.
લાઇવ કવરેજ
હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે શું છે એમનો નવા વર્ષનો સૌથી મોટો સંકલ્પ
ઇમેજ સ્રોત, Getty Images
શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ
ટીના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું છે કે વિશ્વકપ જીતવો એ તેમનો નવા વર્ષનો
સંકલ્પ છે.
ઑલ રાઉન્ડર પંડ્યાને રોહિત શર્મની
જગ્યાએ શ્રીલંકાની સામે ટી20 પ્રવાસ માટે કૅપ્ટન નિયુક્ત કરવામાં આવ્યા છે. ટીમમાં આ દરમિયાન
વિરાટ કોહલી પણ સામેલ નહીં હોય.
જોકે, બન્ને ત્રણ વનડે મૅચો માટે ટીમમાં વાપસી કરશે. શ્રીલંકા સિરીઝ પહેલાં
પત્રકારપરિષદમાં પંડ્યાએ કહ્યું, "આ નવા વર્ષ માટે સૌથી મોટો સંકલ્પ વિશ્વકપ જીતવાનો છે. "
નોંધનીય છે કેવર્ષ 2023માં ભારતમાં ઑક્ટોબરથી નવેમ્બર દરમિયાન વર્લ્ડકપ રમાશે.
નોટબંધીના નિર્ણય પર સુપ્રીમના ફેંસલા પર કૉંગ્રેસ અને ઓવૈસીએ શું કહ્યું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
નોટબંધીના નિર્ણયની
પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટ દ્વારા યોગ્ય ઠેરવાતાં કૉંગ્રેસે પ્રતિક્રિયા આપી છે.
જયરામ રમેશે નિવેદન
જાહેર કરીને જણાવ્યું છે,
"આ નિર્ણયમાં
નોટબંધીની અસર પર કોઈ ટિપ્પણી નથી કરવામાં આવી, જે
એક નિંતાત વિશાશકારી નિર્ણય હતો. નોટબંધી પોતાના ઉદ્દેશને હાંસલ કરવામાં સફળ રહી
કે નહીં એ સંબંધમાં પણ કંઈ નથી કહેવાયું."
તેમણે ઉમેર્યું, "ચલણમાં રહેલી મુદ્રાને કમ કરવી, કૅશલેસ અર્થવ્યવસ્થા તરફ આગળ વધવું, નકલી ચલણ પર અંકુશ લગાવવો, આતંકવાદને
સમાપ્ત કરવો અને કાળાધનનો પ્રર્દાફાશ કરવા જેવા કોઈ પણ ઉદ્દેશને પ્રાપ્ત કરવામાં
કોઈ પણ ઉલ્લેખનીય ઉપલબ્ધિ હાંસલ કરી શકાઈ નથી."
તેમણે એવું પણ
ઉમેર્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય 'પ્રક્રિયાના
મુદ્દા સુધી સીમિત છે અને નોટબંધીના પરિણામ સાથે આનો કોઈ સંબંધ નથી.'
તેમણે એવું પણ કહ્યું
છે કે એવો દાવો કરવો પણ ખોટું ગણાશે કે "માનનીય સુપ્રીમ કોર્ટે નોટબંધીના
નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે."
તો સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર એઆઈએમઆઈએમ પ્રમુખ
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે, "મારું
સૂચન છે કે પીએમ મોદીનોટબંધીદિવસ ઉજવે.
તેઓ આવું કેમ નથી કરતા? કેમ કે
તેઓ જાણે છે કે નોટબંધીના લીધે પ્લમ્બર, ડ્રાઇવર, કલાકાર, મિસ્ત્રી ત્રસ્ત થઈ ગયા."
ઋષભ પંતને આઈસીયૂમાંથી બહાર લવાયા, DDCAએ જણાવ્યું, સંક્રમણથી બચાવવા શિફ્ટ કરવામાં આવ્યા છે
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ઋષભ પંત
માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વિકેટકીપર અને બૅટ્સમૅન
ઋષભ પંતને આઈસીયૂમાંથી પ્રાઇવેટ રુમમાં ખસેડવામાં આવ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઈએ ડીડીસીએના ડાયરેક્ટર શ્યામ શર્માને
ટાંકીને આ જાણકારી આપી છે.
પંતની કાર શુક્રવારે (30 ડિસેમ્બરે) રૂરકી નજીક અથડાઈ હતી. ત્યારથી તેઓ દહેરાદૂનની એક હૉસ્પિટલમાં દાખલ છે.
શર્માએ જણાવ્યું હતું કે, “પંતની તબિયતમાં
સુધારો થઈ રહ્યો છે. ઇન્ફેક્શનના ડરથી તેઓને પ્રાઇવેટ રુમમાં શિફ્ટ કરવામાં આવ્યા
છે.”
ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામી, અભિનેતા અનિલ
કપૂર અને અનુપમ ખેર સહિતના ઘણા લોકો પંતની મૂલાકાત લઈ ચૂક્યા છે.
જોકે, શર્માએ કહ્યું છે કે, “પંતે વધુ લોકોએ ન
મળવું જોઈએ, તેનાથી ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે.”
શર્માએ કહ્યું છે કે, “જે લોકો પંતને
મળવા જઈ રહ્યા છે, તેઓએ આમ કરવાથી બચવું જોઈએ. આવું કરવાથી ઇન્ફેક્શનનું જોખમ વધી
શકે છે.”
આર્થિક રીતે મુશ્કેલ રહેશે 2023નું વર્ષ, એક તૃતીયાંશ વિશ્વને પડશે મંદીનો માર - IMFનાં વડાં
ઇમેજ સ્રોત, Reuters
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષનાં પ્રમુખે
આગાહી કરી છે કે આ વર્ષે વિશ્વનું એક તૃતીયાંશ અર્થતંત્ર મંદીમાં સપડાશે.
ક્રિસ્ટલીના જૉર્જિએવાએ કહ્યું છે કે
અમેરિકા, યુરોપિયન સંઘ અને ચીનના અર્થતંત્રમાં
સુસ્તીના લીધે 2023નું વર્ષ 'મુશ્કેલ' હશે.યુક્રેનમાં ચાલી રહેલા
યુદ્ધ,તેજીથી વધી રહેલી મોંઘવારી,ઊંચો વ્યાજદર અને ચીનમાં કોરોનાના
પ્રસારેવૈશ્વિક અર્થતંત્ર પર ભારણ
વધાર્યું છે.
જૉર્જિએવાએ સીબીએસ પ્રોગ્રામ 'ફેસ ધ નેશન'માં કહ્યું, "વિશ્વનું એકતૃતીયાંશઅર્થતંત્ર મંદીમાં રહેશે."તેમણે ઉમેર્યું, "જે દેશ મંદીની ઝપેટમાં નહીં આવે ત્યાં પણ લાખો-કરોડો લોકો માટે મંદી
રહેશે."
આઈએમએફે 2023 માટે અર્થતંત્રના વિકાસદરના અનુમાનને પણ યુક્રેન યુદ્ધ અને
વિશ્વભરના દેશોમાં વ્યાજદરો વધતાં ગત વર્ષે ઑક્ટોબરમાં ઘટાડી ડીધું હતું.
જૉર્જિએવાએ આગાહી કર્યું છે કે
વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર ચીન માટે 2023નો પ્રારંભ મુશ્કેલ રહેવાનો છે.
દિલ્હીમાં કારની ટક્કરથી મહિલાના મોતનો મામલો, પોલીસે કહ્યું, બળાત્કાર થયો નથી
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં કારની ટક્કરથી મૃત્યુ
પામેલી મહિલાના મોત મામલે પોલીસે જણાવ્યું હતું કે, પીડિત પર બળાત્કાર થયો નથી.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આઉટર દિલ્હીના ડીસીપી હરેન્દ્ર
સિંહે જણાવ્યું હતું કે, “પીડિતા સાથે જાતીય ઉત્પીડન થવાની વાત સાચી
નથી. આ અંગે સોશિયલ મીડિયામાં ખોટી માહિતી આપવામાં આવી રહી છે.”
ડીસીપી સિંહે કહ્યું હતું કે, “પોલીસે ઘટનામાં સામેલ કારના નંબરના આધારે આરોપીઓની ધરપકડ કરી છે.”
તેઓએ જણાવ્યું હતું કે, “પોલીસ પૂછપરછ
દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે, તેમની કાર પીડિતાની સ્કૂટી સાથે અથડાઈ હતી,
પરંતુ તેઓને ખબર ન હતી કે, તે કાર સાથે કેટલાક કિલોમીટર સુધી ઘસડાઈ હતી.”
સુલતાનપુરી વિસ્તારમાં રવિવારે સવારે 2 થી 2.30 વાગ્યાની
વચ્ચે થયેલી અથડામણ બાદ કાર સવારોએ વ્હીલમાં ફસાયેલી મહિલાને કારની સાથે કેટલાક
કિલોમીટર સુધી ઘસડીને લઈ ગયા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
દિલ્હી પોલીસના અધિકારીઓએ માહિતી આપી હતી કે, "કારની ટક્કર બાદ મહિલાનું શરીર વ્હીલમાં ફસાઈ ગયું હતું, પરંતુ ડ્રાઈવરે કાર રોકી ન હતી અને તેને ઘસડીને લઈ ગયો હતો."
પોલીસે કારમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોને કસ્ટડીમાં લેવાની માહિતી આપી છે. પોલીસ અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે, આ મામલે ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
આ અંગે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કહ્યું છે
કે, “તેઓ આરોપીઓની ‘રાક્ષસી
અસંવેદનશીલતા' જોઈને ચોંકી ગયા
છે.”
વીકે સક્સેનાએ કહ્યું છે કે, “પીડિત પરિવારને તમામ શક્ય
મદદ સુનિશ્ચિત મદદ કરવામાં આવશે. તેઓએ લોકોને વધુ જવાબદાર અને સંવેદનશીલ સમાજ
બનાવવાની અપીલ પણ કરી છે.”
ગુજરાતમાં જૈનો ઠેકઠેકાણે રસ્તા પર કેમ ઊતર્યા?
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, જૈન સમુદાયની રેલી
અમદાવાદના પાલડી વિસ્તારમાંથી પોતાની માગોને લઈને જૈન
સમુદાયના લોકોએ રેલી કાઢી હતી, સાથે જ વડોદરા, રાજકોટ, વલસાડ જેવાં અન્ય શહેરોમાં પણ રેલી કાઢવામાં
આવી છે.
ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ અનુસાર, આ રેલી અમદાવાદના
પાલડી વિસ્તારમાંથી શરૂ થઈ હતી અને કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી.
જૈન સમુદાય દ્વારા ઝારખડમાં સમેત શિખરજીને પર્યટન સ્થળ બનાવવાનો વિરોધ થઈ રહ્યો છે, સાથે જ તેઓ ગુજરાતના પાલીતાણામાં શેત્રુંજય તીર્થ અંગેના પ્રશ્નો પણ
ઉઠાવી રહ્યા છે.
આ બંને સ્થળ જૈન સમુદાય માટે પવિત્રસ્થળ છે.
સમસ્ત રાજનગર શ્રી જૈન મહાસંઘ અમદાવાદ સમિતિના સભ્ય જૈનમ
દેવરાએ જણાવ્યું હતું કે, “25 નવેમ્બર 2022ના રોજ કેટલાક અસામાજિક
તત્ત્વોએ જૈનો માટે પવિત્રસ્થળ એવા શેત્રુંજય ટેકરીની નજીક આવેલા રોહિશાલા ગામમાં
એક પવિત્ર મંદિરમાં મૂકવામાં આવેલા આદિનાથ દાદાના 'પગના નિશાન'ને નુકસાન પહોંચાડ્યું હતું."
"તેથી જૈન
સમુદાયના વિવિધ જૂથોએ 27, 29 અને 30 નવેમ્બરના રોજ ફરિયાદો નોંધાવી હતી.”
જૈન સમુદાયના સભ્યોએ પાલીતાણા ખાતે ગેરકાયદેસર ખનનનો પણ
વિરોધ કર્યો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, “ઝારખંડના તીર્થસ્થળ સમેત
શિખરને પ્રવાસનસ્થળ તરીકે વિકસાવવાની યોજના પડતી મૂકવાની પણ માગ છે. અમદાવાદના
નિવાસી અધિક કલેકટરને આ માગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી.”
જૈન વિરોધને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)નું પણ સમર્થન
મળ્યું છે.
VHPના રાષ્ટ્રીય
પ્રવક્તા વિનોદ બંસલે જણાવ્યું હતું કે, “પર્યટન સ્થળ તરીકે સ્થળના
વિકાસના નામે કોઈપણ તીર્થસ્થળ તેમજ સમુદાયની આસ્થા અને વિશ્વાસને ઠેસ પહોંચાડી
શકાય નહીં. કોઈપણ વિકાસ સ્થળની ઓળખ રાખીને થવો જોઈએ. પવિત્ર સ્થળોના વિકાસ માટે એક
અલગ મંત્રાલય બનાવવું જોઈએ.”
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પાલિતાણાના
પ્રશ્નને પણ રાજ્ય સરકારે ગંભીરતાથી લેવો જોઈએ અને આવા સ્થળોએ અસામાજિક પ્રવૃતિ
સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે વર્ષ 2016માં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લાગુ કરવામાં આવેલા નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.
વર્ષ 2016માં કેન્દ્ર સરકારે એ સમયે ચલણમાં રહેલી 500 રૂપિયા અને 1000 રૂપિયાની ચલણી નોટને રદ કરી નાખી હતી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, નોટબંધીના નિર્ણયમાં
કોઈ કાયદાકીય અથવા બંધારણીય ખામી નહોતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, ભારતના
મુખ્ય ન્યાયાધિશ નોટબંધીની પ્રક્રિયાની કાયદેસરતાને લગતા મુખ્ય મુદ્દા સાથે
જોડાયેલા અન્ય મુદ્દાઓની સુનાવણી માટે આ અરજીને યોગ્ય બેંચ સમક્ષ મૂકી શકે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધ કરાયેલી ચલણી
નોટોને કાયદેસર નોટો સાથે બદલાવવા માટે આપવામાં આવેલો 52 દિવસનો સમયગાળો અયોગ્ય
નહોતો અને હવે તેમાં વધારો ન થઈ શકે. કોર્ટે એમ પણ કહ્યું કે, વર્ષ 1978માં કરવામાં
આવેલી નોટબંધીમાં ચલણમાંથી પાછી ખેંચી લેવાયેલી નોટોને બદલાવવા માટે 3 દિવસનો સમય
આપવામાં આવ્યો હતો અને જેને પછી વધુ પાંચ દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો.
પાંચ જજની બંધારણીય બેંચે નોટબંધીના જાહેરનામાને
યોગ્ય ઠેરવતા કહ્યું કે, નોટબંધીનો નિર્ણય સરકારની આર્થિક નીતિનો હોવાથી તેને પાછો
ન ખેંચી શકાય.
પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “(કેન્દ્ર
સરકારની) નિર્ણય પ્રક્રિયામાં ખામી નથી.”
જસ્ટિસ એસ અબ્દુલ નઝીરના વડપણ હેઠળની પાંચ જજની
બંધારણીય બેંચે આજે વર્ષ 2016માં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નોટબંધીના
નિર્ણયને પડકારતી સંખ્યાબંધ અરજીઓની સુનાવણી પર પોતાનો ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ મુદ્દે શરૂઆતમાં 9 મુદ્દા પર વિચારણા
કરવાનો નિર્ણય કર્યો હતો, હવે 6 મુદ્દે સુનાવણી નક્કી થશે.
મોંઘવારી બજેટને બગાડે છે ત્યારે વિશ્વભરની મહિલાઓ ઘર ચલાવવાં કેવી રીતો અજમાવે છે?
એક સત્તાવાર રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય
કોસ્ટગાર્ડ (ICG) એ શનિવારે અરબી સમુદ્રમાં
ડૂબતા મોટરાઇઝ્ડ સપ્લાય વ્હીકલ (MSV) માંથી 12 ક્રૂ
સભ્યોને બચાવ્યા હતા.આ બચાવાયેલા સભ્યોને એમએસવીના માલિકને સોંપવામાં
આવ્યા હતા.
રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, “શનિવારે સવારે 11 વાગ્યે ICG મેરીટાઇમ રેસ્ક્યૂ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC), મુંબઈ દ્વારા ક્રૂમાં સવાર 12 ચાલક દળ (તમામ ભારતીય નાગરિકો) સાથે ભારતીય MSV નિગાહે કરમ અનિયંત્રિત પૂરમાં સપડાઈ ગયું હોવાનો એક સંકટ સંદેશ મળ્યો હતો. આ જહાજ જિબુટી જવા તરફના રસ્તામાં
હતું.”
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, MRCC, મુંબઈ, પછી MRSC (મેરીટાઇમ રેસ્ક્યૂ
સબ સેન્ટર) સાથે સંકલન કરીને, પોરબંદરે જહાજને
તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે નજીકમાં કાર્યરત મોટર ટૅન્કર (MT) સી રેન્જરને
ડાયવર્ટ કર્યું હતું.
“આ વિસ્તારમાં કાર્યરત ભારતીય કોસ્ટગાર્ડ જહાજ સાર્થકને પણ
ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને જહાજ C-152 ના ICG ફાસ્ટ ઇન્ટરસેપ્ટર વર્ગને તરત જ જામનગર નજીક આવેલા વાડીનાર
(દેવભૂમિ દ્વારકા જિલ્લા) થી રવાના કરવામાં આવ્યું હતું. આ તમામ 12 ક્રૂ સભ્યોને એમટી સી રેન્જર પર એમએસવી તરીકે લઈ જવામાં
આવ્યા હતા. ત્યારબાદ તમામ 12 ક્રૂને MT સી રેન્જરથી ICG શિપમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા અને
વાડીનાર લાવવામાં આવ્યા હતા.
ક્રૂ મેમ્બર્સને પ્રાથમિક તબીબી તપાસ બાદ એમએસવીના માલિકને
સોંપવામાં આવ્યા હતા.
યુક્રેન પર વર્ષના પ્રથમ દિવસે પણ રશિયાનો હુમલો ચાલુ, ઈરાની ડ્રોનથી બૉમ્બવર્ષા કરી
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, યુક્રેન પર વર્ષના પ્રથમ દિવસે પણ રશિયાનો હુમલો ચાલુ
યૂક્રેનની સેના અનુસાર, રશિયાએ નવા વર્ષના પ્રથમ દિવસે
(રવિવારે) પણ તેમના દેશ પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં રશિયાએ ઈરાનમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
આ હુમલામાં રાજધાની કિવ સહિત અનેક શહેરોને નિશાન બનાવવામાં
આવ્યા છે. તેનાથી યૂક્રેનમાં વીજ પુરવઠા પર ખરાબ અસર પડી છે.
જોકે, યૂક્રેનની સેનાએ કહ્યું છે કે, મધરાતથી આવા ડઝનબંધ
ડ્રોન પાડી દીધા છે. બીજી તરફ રશિયાએ જણાવ્યું હતું કે, તેણે યૂક્રેનના ડ્રોન બનાવવાના
પ્લાન્ટ પર હુમલો કર્યો હતો.
દક્ષિણ યૂક્રેનના ખેરસનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ
હુમલામાં 13 વર્ષનો એક છોકરો બે વાર ફસાઈ ગયો હતો.
જ્યારે તે ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારે તે પ્રથમવાર પકડાયો
હતો. ત્યારબાદ તે હૉસ્પિટલ પહોંચ્યો, ત્યારે ત્યાં પણ રશિયાએ તેના પર હુમલો કર્યો
હતો. ઉલ્લેખનીય છે કે, એ છોકરાની હાલત ખૂબ જ ગંભીર છે.
નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.