ચંદ્રબાબુ નાયડુના કાર્યક્રમમાં ભાગદોડ, ત્રણ લોકોનાં મોત
ચંદ્રબાબુ નાયડુના કાર્યક્રમમાં ભાગદોડ, ત્રણ લોકોનાં મોત
લાઇવ કવરેજ
ચંદ્રબાબુ નાયડુના કાર્યક્રમમાં નાસભાગમાં ત્રણ લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, UGC
ઇમેજ કૅપ્શન, ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુની રેલીમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં તેમજ ઘણા ઈજાગ્રસ્ત થયા છે.
ગુંટૂર જિલ્લાના એસપી આરિફ હફીઝે એએનઆઈ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે રવિવારે સાંજે ચંદ્રના સંક્રાંતિ કનુકા કાર્યક્રમમાં નાસભાગ થવાના કારણે ત્રણ મહિલાનાં મૃત્યુ થયાં.
આ અકસ્માત કાર્યક્રમમાં કપડાં વિતરણ દરમિયાન થયેલ નાસભાગના કારણે થયો.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ત્રણ દિવસ પહેલાં, 28 ડિસેમ્બરની રાત્રે, નેલ્લોર જિલ્લામાં ચંદ્રબાબુ નાયડુના રોડ શોમાં ઘર્ષણ થયું હતું જેમાં આઠ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
મહારાષ્ટ્ર : નાસિકમાં બૉઇલર ફાટ્યું, બેનાં મૃત્યુ, શોલાપુરની ફટાકડાની ફેકટરીમાં આગમાં 20 દાઝ્યા

મહારાષ્ટ્રમાં નાસિકમાં જિંદલ પૉલીફિલ્મના પ્લાન્ટમાં બૉઇલર ફાટવાથી રવિવારે બે મહિલાનાં મૃત્યુ થયાં, જ્યારે 14 લોકોને પ્લાન્ટમાંથી સુરક્ષિત બહાર કઢાયા છે. આ અકસ્માત નાસિક પાસે ઇગતપુરી શહેરના મુંઢેગાંવમાં થયો.
મૃતક મહિલાઓનું નામ મહિમા (20 વર્ષ) અને અંજલિ (27 વર્ષ) છે. બંનેને ઇલાજ માટે નાસિક આઈસીયુ અને ટ્રૉમા સેન્ટર હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.

બીબીસી મરાઠી અનુસાર, બૉઇલર ફાટવાના કારણે લાગેલ આગ તરત ફેલાઈ ગઈ, જેના પર કાબૂ મેળવવા માટે નાસિક નગરનિગમ, દેવલાલી આર્મી કૅંમ્પ સહિત વિભિન્ન નગરપાલિકાઓની લગભગ 25 અગ્નિશમન ગાડીઓ સ્થળ પર પહોંચી.
ગંભીરપણે ઘાયલ થયેલાને બપોર સુધી બહાર કઢાયા, જ્યારે અન્ય લોકોને કાઢવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.
આ અકસ્માત બાદ રાજ્યના મુખ્ય મંત્રી એકનાથ શિંદે ઈજાગ્રસ્તોની મુલાકાત લેવા માટે હૉસ્પિટલ પહોંચ્યા.
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ત્યાં તેમણે જણાવ્યું, “નાસિકના ઇગતપુરીસ્થિત જિંદલ કંપનીમાં ભારે આગ લાગી છે. બચાવ અભિયાન ચાલુ છે અને 14 લોકોને સુરક્ષિત કાઢી લેવાયા છે. ઈજાગ્રસ્તોને નાસિકની સુયશ હૉસ્પિટલ અને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.”
શિંદેએ કહ્યું, “પ્રશાસન એ વાતનું ધ્યાન રાખી રહ્યું છે કે ઈજાગ્રસ્તોને સારામાં સારી સારવાર મળે. ફેકટરીમાં ફસાયેલા બાકીના લોકોને કાઢવાના પ્રયાસ ચાલી રહ્યા છે. મેં જાતે દેવલાલી કેન્ટના સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત કરી છે. ફેકટરીમાં ફસાયેલા લોકોને કાઢવા માટે તેમની પાસેથી હેલિકૉપ્ટરની મદદ પણ મેળવાઈ છે.”
સમાચાર એજન્સી એએનઆઈએ આ અકસ્માતમાં 17 લોકો ઈજાગ્રસ્ત થયાની જાણકારી આપી છે. એજન્સી અનુસાર મુખ્ય મંત્રી શિંદેએ જાહેર કર્યું હતું કે ઈજાગ્રસ્તોની સારવાર સરકારી ખર્ચે કરાવાશે.
મુખ્ય મંત્રીએ આ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાનું એલાન કર્યું છે. તેમણે આ મામલાની તપાસ કરાવાની પણ વાત કરી છે.
આ પહેલાં કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે એએનઆઈને જણાવ્યું હતું કે નાસિકમાં અધિકારી અને જિલ્લાના પ્રભારી મંત્રી મોજૂદ છે અને રાજ્યના મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
શોલાપુરની ફટાકડા ફેકટરીમાં પણ વિસ્ફોટ, ડઝનો ઘાયલ
મહારાષ્ટ્રમાં જ ફેકટરીમાં વિસ્ફોટની વધુ એક ઘટના શોલાપુર જિલ્લામાં બની હતી. શોલાપુરના બારસી ટાઉન પાસે એ ફટાકડા ફેકટરીમાં આ ધડાકો થયો છે.
વિસ્ફોટ બાદ લાગેલ આગને કારણે ઓછામાં ઓછા 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર છે.
જોકે સમાચાર એજન્સી પીટીઆઈએ પોલીસ અધિકારીઓના હવાલાથી કહ્યું છે કે ત્રણ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
બીબીસી મરાઠી અનુસાર, શોલાપુર જિલ્લામાં બારસી પાસે પંગરી-શિરાલે રોડ પર એક ફેકટરી છે. રવિવારે બપોરે લગભગ એક વાગ્યે આ ફેકટરીમાં ધડાકો થયો અને તે બાદ આગ લાગી ગઈ.
આગ ઓલવવા માટે શોલાપુર શહેર, ઉસ્માનાબાદ, લાતૂર, કુર્દુવાડી, બારસી નગરપાલિકા સહિત અન્ય જિલ્લાની અગ્નિશમન ગાડીઓ સ્થળે પહોંચી હતી. આગળ ઓલવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
આગની જ્વાળા દસ કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. અગ્નિશમનદળના કર્મી અને પોલીસ મૃતકો અને ઈજાગ્રસ્તોને કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે. ફેકટરીમાંથી અત્યાર સુદી દસ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે.
આગની જ્વાળાના કારણે રાહત અને બચાવકાર્ય આગળ ધપાવામાં મુશ્કેલી પડી રહી છે. તેમજ વિસ્ફોટ અને આગના કારણે ફેકટરી બળીને ખાખ થઈ ચૂકી છે.
દિલ્હીમાં કારની ટક્કરથી મહિલાનું મૃત્યુ, પોલીસે કહ્યું – રેપ નહીં
દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં કારની ટક્કર બાદ મહિલાનું મૃત્યુ થયા મામલે પોલીસે જણાવ્યું છે કે મૃતક સાથે રેપ નથી થયો.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે દિલ્હી બહારનાં ક્ષેત્રોના ડીસીપી હરેન્દ્રસિંહે જણાવ્યું, “પીડિત સાથે ઉત્પીડન થવાની વાત સાચી નથી. આ વિશે સોશિયલ મીડિયામાં ખોટી જાણકારી અપાઈ રહી છે.”
ડીસીપી સિંહે કહ્યું કે પોલીસે અકસ્માતમાં સામેલ કારના નંબરના આધારે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
તેમણે જણાવ્યું, “પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે તેમની કારની પીડિતની સ્કૂટી સાથે ટક્કર થઈ ગઈ હતી. પરંતુ તેમને જાણકારી નહોતી કે તેઓ કાર સાથે ઘણા કિલોમીટર સુધી ઢસડાતી રહી.”
સુલતાનપુરી વિસ્તારમાં રવિવારે બપોરે બેથી અઢી વાગ્યા વચ્ચે થયેલી ટક્કર બાદ કારસવાર આરોપીઓ પૈડાંમાં ફસાયેલી મહિલાને અમુક કિલોમીટર સુધી કાર સાથે ઢસડીને લઈ ગયા.
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
દિલ્હી પોલીસે અધિકારીઓએ જાણકારી આપી, “કારની ટક્કર બાદ મહિલાનું શરીર પૈડામાં ફસાઈ ગયું, પરંતુ ડ્રાઇવરે કાર ન રોકી અને તેને ઢસડીને લઈ ગયા.”
પોલીસે કારમાં સવાર પાંચ લોકોની ધરપકડ કરાયાની જાણકારી આપી છે.
પોલીસ અધિકારીઓએ પણ કહ્યું છે કે આ મામલે ખોટી જાણકારી ફેલાવનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે.
'ભારતમાં બેરોજગારીનો દર ડિસેમ્બરમાં વધીને 8.30 ટકા થયો'

ઇમેજ સ્રોત, PRADEEP GAUR/SOPA IMAGES/LIGHTROCKET VIA GETTY
સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમીના આંકડા અનુસાર, ભારતમાં બેરોજગારીનો દર ડિસેમ્બરમાં વધીને 8.30 ટકા થઈ ગયો છે.
સીએમઆઈઈનું કહેવું છે કે છેલ્લા 16 મહિનામાં આ બેરોજગારીનો રેકૉર્ડ છે. ગત મહિને દેશમાં બેરોજગારીનો દર આઠ ટકા હતો.
શહેરી બેરોજગારીનો દર છેલ્લા મહિને 8.96 ટકા હતો, જે ડિસેમ્બરમાં વધીને 10.09 ટકા થઈ ગયો છે.
જોકે ગ્રામીણ બેરોજગારીના દરમાં આ દરમિયાન ઘટાડો થયો છે.
છેલ્લા મહિને ગ્રામીણ બેરોજગારીદર 7.55 ટકા હતો, જે ડિસેમ્બરમાં ઘટીને 7.44 ટકા થયો છે.
સીએમઆઈઈના પ્રબંધ નિદેશક મહેશ વ્યાસનું કહેવું છે કે હકીકતમાં બેરોજગારીદરના આંકડા એટલા ખરાબ પણ નથી, કેમ કે શ્રમિકોની ભાગીદારીનો દર ડિસેમ્બરમાં 40.48 ટકા વધ્યો છે અને છેલ્લા 12 મહિનામાં આ રેકૉર્ડ સ્તર પર છે.
તેમણે સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું, "સૌથી મહત્ત્વની વાત છે કે ડિસેમ્બરમાં રોજગારીનો દર 37.1 ટકા વધ્યો છે. આ વર્ષે જાન્યુઆરી બાદ આ રેકૉર્ડ સ્તર પર છે."
એ વ્યક્તિ જેણે આખું વર્ષ રોજ 42 કિમી દોડીને 10 કરોડ રૂપિયા એકઠા કર્યા
અમિત શાહે દૂધની બ્રાન્ડ ‘અમૂલ’ અને ‘નંદિની’ વચ્ચે સહયોગની વાત કરી તો લોકો કેમ ભડક્યા?
પાકિસ્તાનમાં કેટલા ભારતીય માછીમારો છે? પાકિસ્તાને માહિતી આપી

ઇમેજ સ્રોત, KAGENMI/GETTY IMAGES
ભારત અને પાકિસ્તાને આજે તેનાં પરમાણુ પ્રતિષ્ઠાનોની માહિતી શેર કરી છે. આ માહિતી બંને દેશો વચ્ચે પરમાણુ પ્રતિષ્ઠાનો પરના હુમલાને રોકવાના કરાર હેઠળ શેર કરાઈ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 31 ડિસેમ્બર, 1988ના રોજ આ કરાર થયો હતો, જે 27 જાન્યુઆરી 1991થી લાગુ થયો હતો.
આ અંતર્ગત બંને દેશો દર વર્ષે 1 જાન્યુઆરીએ એકબીજાને તેનાં પરમાણુ પ્રતિષ્ઠાનો અંગે માહિતી આપે છે.
આ વર્ષે 32મી વખત આ સૂચિ શેર કરવામાં આવી છે. પ્રથમ સૂચિ 1992માં સોંપવામાં આવી હતી.
આ સિવાય ભારત અને પાકિસ્તાને તેમની કસ્ટડીમાં રાખેલા સામાન્ય કેદીઓ અને માછીમારોની માહિતી પણ શેર કરી હતી.
ભારતે 339 સામાન્ય પાકિસ્તાની કેદીઓ અને 95 માછીમારોની યાદી શેર કરી છે.
તો પાકિસ્તાને કહ્યું કે તેની કેદમાં 51 સામાન્ય ભારતીય કેદી અને 654 માછીમારો છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ભારત સરકારે સામાન્ય કેદીઓ, ગુમ થયેલા સૈન્યકર્મીઓ, માછીમારોને તેમની બોટ સહિત વહેલા મુક્ત કરવા અને તેમને પરત મોકલવાની માગ કરી છે.
આ સંદર્ભમાં ભારતે 631 માછીમારો અને બે સામાન્ય કેદીને મુક્ત કરવાની અને પરત કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા કહ્યું છે.
આ સાથે બાકીના 30 માછીમારો અને 22 સામાન્ય કેદીઓને કૉન્સ્યુલર સુવિધા આપવાની માગ કરી છે.
મોદી સરકારની વિદેશનીતિનો 'જયજયકાર' ખરેખર એસ. જયશંકરને કારણે થઈ રહ્યો છે?
દક્ષિણ ચીન સાગરને લઈને અમેરિકા અને ચીન વચ્ચે ઘર્ષણ વધ્યું

ઇમેજ સ્રોત, Reuters
ચીનના સંરક્ષણ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે અમેરિકન ફાઇટર વિમાને દક્ષિણ ચીન સાગર પર આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
આ ઘટના દસ દિવસ પહેલાં બની હતી. ચીનનું કહેવું છે કે અમેરિકન ફાઈટર વિમાન ચીનના એરક્રાફ્ટને પડકારી રહ્યું હતું અને તેણે ચીની પાયલોટનો જીવ જોખમમાં મૂક્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
આ અઠવાડિયાની શરૂઆતમાં, યુએસ સેનાએ કહ્યું હતું કે ચીની નૌકાદળનું ફાઇટર વિમાન યુએસ એરક્રાફ્ટથી ત્રણ મીટરના અંતરેથી પસાર થયું હતું.
અમેરિકાએ કહ્યું હતું કે સ્થિતિ અથડામણના તબક્કે પહોંચી ગઈ હતી અને અમેરિકન વિમાને મજબૂરીવશ તેને ટાળવી પડી હતી.
અમેરિકન પક્ષ અનુસાર, આ ઘટના પારસેલ દ્વીપ પાસેના વિવાદિત વિસ્તારમાં બની હતી.
ચીનના પ્રવક્તાનું કહેવું છે કે અમેરિકાએ આ ઘટનાની ખોટી જાણકારી આપીને આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોર્યો હતો.
ચીન, તાઈવાન અને વિયેતનામ પારસેલ ટાપુઓની આસપાસના જળક્ષેત્ર પર અધિકારનો દાવો કરી રહ્યાં છે.
હોમ લૉન મોંઘી થવાની શક્યતાઓની વચ્ચે 2023માં કેવું રહેશે ભારતીય અર્થતંત્ર?
આગામી આઈપીએલમાં હાર્દિક પંડ્યા સાથે રમનારા પાલનપુરના ઉર્વીલ પટેલ ક્રિકેટર કેવી રીતે બન્યા?
હાઇવે પર થતાં અકસ્માતોથી બચવાની આ પાંચ બાબતો તમે જાણો છો?
બ્રેકિંગ, અફઘાનિસ્તાન: કાબુલમાં સૈન્ય હવાઈ મથકની બહાર આત્મઘાતી વિસ્ફોટ

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સૈન્ય હવાઈ મથકની બહાર રવિવારે સવારે આત્મઘાતી વિસ્ફોટ થયો હતો.
આત્મઘાતી હુમલાની પુષ્ટિ કરતા તાલિબાનનાં ગૃહ મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું છે કે આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે.
સમાચાર એજન્સી એએફપીએ તાલિબાન અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે આ હુમલો હવાઈ મથકના દરવાજા પાસે થયો હતો અને તેમાં ઘણા લોકો માર્યા ગયા અને ઘાયલ થયા છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી તકોરે જણાવ્યું હતું કે “અમારા ઘણા સહયોગીઓ માર્યા ગયા છે અને ઘાયલ થયા છે.”
ઑગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળનાર તાલિબાને સુરક્ષાની સ્થિતિમાં સુધારનો દાવો કર્યો હતો. પરંતુ તાજેતરના મહિનાઓમાં અફઘાનિસ્તાનમાં અનેક મોટા હુમલા થયા છે.
સ્વ-ઘોષિત ઉગ્રવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાન શાખાએ આવા ઘણા હુમલાઓની જવાબદારી સ્વીકારી છે.
ગયા મહિને, બંદૂકધારીઓએ એક હોટલ પર હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા પાંચ ચીની નાગરિકો ઘાયલ થયા હતા. એ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી હતી.
2022માં આમિર, અક્ષય, રણબીર અને રણવીર ફ્લોપ રહ્યા તો હિટ કોણ રહ્યું?
હૉસ્પિટલમાં દાખલ થવા માટે મજબૂર કરતો XBB.1.5 સબ-વૅરિયન્ટનો પ્રથમ કેસ ગુજરાતમાં

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, ગુજરાતમાં તેના પ્રથમ ઑમિક્રોનના XBB.1.5 વૅરિયન્ટના કેસની પુષ્ટિ કરી છે.
આંતરરાષ્ટ્રીય સંશોધકોએ ન્યૂયૉર્કમાં હૉસ્પિટલમાં દાખલ થવા મજબૂર કરનારા સબ-વૅરિયન્ટ તરીકે XBB.1.5ની ઓળખ કરી છે.
યુએસ વૈજ્ઞાનિક એરિક ટોપોલના જણાવ્યા અનુસાર, આ સબ-વૅરિયન્ટ ઝડપથી ફેલાય છે.
પડોશી ગુજરાતમાં કેસ આવતા મહારાષ્ટ્ર રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને XBB.1.5 કેસને રાજ્યમાં પ્રવેશતા અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
મહારાષ્ટ્રના સર્વેલન્સ ઓફિસર ડૉ. પ્રદીપ અવટેના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર આ વાયરસ દ્વારા છોડવામાં આવેલા જિનેટિક ટ્રૅસ પર નજર રાખી રહ્યું છે. વિદેશમાંથી આવતા 2 ટકા પ્રવાસીઓના રેન્ડમલી નમૂના લેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય આગમન પણ થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવે છે. તે પછીજે નમૂનાઓ પોઝિટિવ આવે છે તેને જીનોમિક સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે છે.
નિષ્ણાતોના મતે, પાછલા વર્ષના સમયગાળા દરમિયાન ઘણા બધા પેટા વૅરિયન્ટ ઑમિક્રોનમાંથી ઉતરી આવ્યા હતા. જો કે, ભારતે તદ્દન નવો વૅરિયન્ટ ન આવે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી.
ભારતમાં લગભગ 90 ટકા પુખ્ત વયના લોકોએ રસીના બે ડોઝ મેળવ્યા છે, જેમાં 30 ટકાને બૂસ્ટર ડોઝ મળ્યા છે.
ભીમા કોરેગાંવ કેસઃ પાંચ વર્ષમાં શું-શું થયું? અત્યારે શું સ્થિતિ છે?
અમિત શાહ ગોબેલ્સનો બીજો અવતાર છે: કુમારસ્વામી

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, કુમારસ્વામી કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એચડી કુમારસ્વામીએ શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નાઝી પ્રચારક જોસેફ ગોબેલ્સનો "પુનર્જન્મ" ગણાવ્યા હતા.
કુમારસ્વામી શાહના જેડી(એસ) પરના હુમલા પર પ્રતિક્રિયા આપતા આમ કહ્યું હતું.
કુમારસ્વામીએ શ્રેણીબદ્ધ ટ્વીટમાં કહ્યું, "અમિત શાહ, તમે એક રાજકીય કાચિંડો છો! આ જ તમારી પાર્ટીનો સાચો ચહેરો છે. તમે જોસેફ ગોબેલ્સનો બીજો અવતાર છો."
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઉલ્લેખનીય છે કે અમિત શાહે જનતાદળ સેક્યુલર પર પ્રહારો કરતા કહ્યું હતું કે જેડી(એસ) સત્તામાં આવશે તો કર્ણાટક ગૌડા પરિવારનું એટીએમ બની જશે.
ડેક્કન હેરાલ્ડઅનુસાર, ભ્રષ્ટાચારના આરોપો પર ભાજપની નિંદા કરતા કુમારસ્વામીએ કહ્યું, "કર્ણાટકની ભાજપ સરકાર 40 ટકાની સરકાર નથી, પરંતુ 55-60 ટકાની સરકાર છે! શું કર્ણાટક તમારી પાર્ટીનું એટીએમ નથી? તમારે ચોક્કસપણે આ જાણવું જોઈએ. શાહ, સત્ય શા માટે છુપાવો છો?"
'પરિવારવાદ' માટે શાહના જેડી(એસ)પરના હુમલાના જવાબમાં કુમારસ્વામીએ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહનું નામ લીધા વિના તેમનો ઉલ્લેખ કર્યો. કુમારસ્વામીએ સામો પ્રહાર કરતા કહ્યું, "શું તમે તમારા પક્ષમાં પારિવારિક રાજકારણની હદથી વાકેફ નથી? શું તમારો પુત્ર કોઈ ક્રિકેટ પંડિત છે? તે બીસીસીઆઈનો ભાગ કેમ છે? શું તમારા પુત્રનું પદ સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાને અનુસરે છે? હવે મને કહો કે બીસીસીઆઈ કોનું એટીએમ છે?"
કૉંગ્રેસમાં વરુણ ગાંધીનું સ્વાગત કરાશે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, વરુણ ગાંધી હિન્દુસ્તાન ટાઇમ્સ સમાચારપત્ર અનુસાર, શનિવારે એક પત્રકારે રાહુલ ગાંધીને પૂછ્યું કે શું કૉંગ્રેસમાં વરુણ ગાંધી માટે જગ્યા છે? આ અંગે વાયનાડના સાંસદે કહ્યું કે તેમણે પાર્ટી અધ્યક્ષને પૂછવું જોઈએ.
નરેન્દ્ર મોદી સરકારના અનેક નીતિવિષયક નિર્ણયોની ટીકા કરનારા ભાજપના સાંસદ વરુણ ગાંધીએ તાજેતરમાં "હિંદુ-મુસ્લિમ રાજનીતિ" વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં વરુણ ગાંધીને એવું કહેતા સાંભળી શકાય છે કે તેઓ ન તો કૉંગ્રેસની વિરુદ્ધ છે કે ન તો પંડિત નેહરુની વિરુદ્ધ છે.
એ વીડિયોમાં પીલીભીતના ભાજપના સાંસદ વરુણ ગાંધીએ કહ્યું,“આપણા દેશની રાજનીતિ દેશને એક કરવાની હોવી જોઈએ, ગૃહયુદ્ધ તરફ દોરી જતું રાજકારણ ન રમવું જોઈએ. આપણે લોકોને દબાવવાની નહીં પરંતુ લોકોના ઉત્થાનની રાજનીતિ કરવી જોઈએ”.
તેમણે ઉમેર્યું, “ટીવી અને અખબારો માત્ર હિંદુ-મુસ્લિમ, હિંદુ-મુસ્લિમ અને જાતિનું રાજકારણ કરે છે. ભાઈઓમાં ભાગલા પાડો અને ભાઈઓને મારી નાખો. અમે આ રાજકારણ થવા દઈશું નહીં.”
રાજકીય પંડિતો વરુણ ગાંધીની ટિપ્પણી અને તેમના મોટા પિતરાઈ ભાઈ રાહુલ ગાંધીના ભાષણ વચ્ચે સમાનતા તરફ ધ્યાન દોરે છે. વરુણ ગાંધીના નિવેદન ભાજપના આ નેતાની સૌથી જુની પાર્ટી કૉંગ્રેસમાં જવાની નવી અટકળોને વેગ આપે છે.
7 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ થયેલી 'ભારત જોડો' યાત્રાએ અત્યાર સુધીમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર અને હરિયાણાના ભાગોને આવરી લીધા છે.
એસટી ડ્રાઇવર બનેલાં પ્રિયંકાને માતાપિતાએ શું કહીને છોડી દીધા હતાં?
