PM નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીને કર્ણાટકમાં અકસ્માત નડ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીની કારને કર્ણાટકમાં અકસ્માત નડ્યો હોવાનું 'ઇન્ડિયનએક્સ્પ્રેસ'ના એક અહેવાલમાં જણાવાયું છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર મૈસુરથી 13 કિલોમીટર દૂર કદકોલામાં આ અકસ્માત થયો હતો.પ્રહ્લાદ મોદી તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર સાથે પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેમની કાર ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હતી.
અકસ્માત બાદ ડ્રાઇવર સહિત તમામને મૌસુરની જે.એસ. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે.
પ્રહ્લાદ મોદીના પૌત્રને માથામાં મામૂલી ઈજા થઈ છે અને હાલ કોઈ જોખમ ના હોવાનું અહેવાલમાં જણાવાયું છે.




