...તો કૉંગ્રેસને મત ના આપતા : ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર

ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે આજે બનાસકાઠાના થરામાં એક ચૂંટણીસભા સંબોધી હતી જેમાં તેમણે સત્તારૂઢ ભાજપ પર પ્રહારો કર્યા હતા.

લાઇવ કવરેજ

  1. 'મોરબી પુલનું રિપૅરિંગ એન્જિનિયરિંગ નિષ્ફળતા હતું', ગુજરાત હાઈકોર્ટે આવું કેમ કીધું?

  2. ફિફા વર્લ્ડકપ: જાપાને ચાર વખતના ચૅમ્પિયન જર્મનીને હરાવીને સહુને ચોંકાવી દિધા

    Japan won against Germany

    ઇમેજ સ્રોત, Getty Images

    ફિફા ફૂટબૉલ વર્લ્ડકપમાં સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને હરાવીને અપસેટ સર્જ્યા બાદ બુધવારે આ ટુર્નામેન્ટમાં ચાહકોને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. બુધવારે જર્મની અને જાપાન વચ્ચે રમાયેલી ગૃપ ઈની મૅચમાં જાપાને ચાર વખત વિશ્વ ચૅમ્પિયન રહી ચૂકેલા જર્મનીને 2-1થી હરાવી દીધું હતું.

    કતરના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં જર્મન ટીમે શરૂઆતમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. જર્મનીએ 33મી મિનિટે પેનલ્ટી શૂટ આઉટમાં એક ગોલ કર્યો, પરંતુ ત્યારબાદ તેના ખેલાડીઓ બીજો ગોલ ન કરી શક્યા.

    જ્યારે બીજી બાજુ જાપાને પોતાનું આક્રમક વલણ જાળવી રાખ્યું હતું.

  3. ગુજરાતમાં CMને બદલવા પડે એનાથી મોટી ‘અક્ષમતા’ પુરાવો બીજો કયો? : મનીષ તિવારી

    મનીષ તિવારી

    ઇમેજ સ્રોત, ANI

    કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ અમદાવાદમાં સત્તારૂઢ ભાજપ સરકાર પર આરોપ લગાવતાં કહ્યું છે કે ગુજરાતમાં ભાજપને મુખ્ય મંત્રી બદલી દેવા પડે એનાથી મોટો ‘અક્ષમતા’નો કોઈ પુરાવો ના હોઈ શકે.

    પત્રકારો સાથેની વાતચીતમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ગત મહિને ઘટેલી મોરબી પુલ દુર્ઘટનાના સંદર્ભમાં ભાજપની સરકાર પર ‘અભિમાન’ દાખવવાનો પણ આરોપ લગાવ્યો. આ સાથે જ તેમણે આ ઘટનામાં કોઈનું રાજીનામું કેમ નથી લેવાયું એ અંગે પણ પ્રશ્ન પૂછ્યો. પુલના સમારકામનો કૉન્ટ્રેક્ટ જેને સોંપવામાં આવ્યો હતો એ ‘મોટા માણસ’ની ધરપકડ કેમ નથી કરાઈ એવો સવાલ પણ કર્યો.

    નોંધનીય છે કે ભાજપે વર્ષ 2016માં આનંદીબહેન પટેલને મુખ્ય મંત્રીપદથી હઠાવીને વિજય રૂપાણીને મુખ્ય મંત્રી બનાવ્યા હતા. 2017ની ચૂંટણીમાં જીત્યા બાદ રૂપાણી મુખ્ય મંત્રીના પદે ચાલુ રહ્યા હતા. જોકે, ગત વર્ષે રૂપાણી સહિત ગુજરાતની આખી કૅબિનેટ બદલીને ઓછા જાણીતા ભૂપેન્દ્ર પટેલને રાજ્યના નવા મુખ્ય મંત્રી બનાવાયા હતા.

    તિવારીએ આ અંગે વાત કરતાં કહ્યું, "સરકારની અક્ષમતાનો એનાથી મોટો પુરાવો કોઈ ના હોઈ શકે મુખ્ય મંત્રીને દરવાજો બતાવી દેવો પડે. (વર્તમાન મુખ્ય મંત્રીની) સ્થિતિ કેવી હશે એ તો જનતા નક્કી કરશે."

    "સરકારની નિષ્ફળતાનું એનાથી મોટું કોઈ જીવંત ઉદાહરણ ના હોઈ શકે કે તમારે તમારા મુખ્ય મંત્રી ત્રણ વખત બદલવા પડે."

  4. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાના લોકોને કઈ વાત યાદ અપાવી?

  5. 'આઈ લવ યુ રસના' - દેશનાં ઘર-ઘરમાં સોફ્ટડ્રિંક પહોંચાડનારા ગુજરાતી અરિઝ ખંભાતાની કહાણી

  6. ...તો કૉંગ્રેસને મત ના આપતા : જગદીશ ઠાકોર

    ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે આજે બનાસકાઠાના થરામાં એક ચૂંટણીસભા સંબોધી હતી જેમાં તેમણે સત્તારૂઢ ભાજપ પર પ્રહારો કર્યા હતા.

    કાંકરેજ વિધાનસભા બેઠકમાં કૉંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોરના પ્રચાર માટે યોજાયેલી આ ચૂંટણીસભામાં જગદીશ ઠાકોર ઉપરાંત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

    ઠાકોરે પોતાના પ્રવચનમાં કહેલા મુદ્દા :

    • અમારી 40 વર્ષની કારકિર્દીમાં તમને ક્યાંય એવું લાગે કે જગદીશ ઠાકોર કે એમના પરિવારે પાંચ રૂપિયા લીધા છે કે ચા પીધી છે તો મત ના આપતા.
    • તમને એમ લાગે કે કોઈને વિખવાદ કરીને જુદા પાડ્યા છે, એવી વાત જો તમારા ગળે કોઈએ ઉતારી હોય તો એવું કહેનારા અને એવું સાંભળનારા મત ના આપતા
    • નાત-નાત વચ્ચે, સમાજ-સમાજ વચ્ચે, ધર્મ-ધર્મ વચ્ચે તિરાડ પાડવાનો ક્યાંય પ્રયાસ થયો હોય, એવું તમને લાગતું હોય તો મત ના આપતા.
    • અઢારેય આલમને જો કસુંબો પીવડાવવાની નીતિ જો કૉંગ્રેસે ચાલુ રાખી હોય તો સૌ ભેગા થઈને કૉંગ્રેસને મત આપજો.

    આ ઉપરાંત તેમણે કૉંગ્રેસના ચૂંટણીઢઢેરાની વાત પણ કરી હતી.નોંધનીય છે કે આ વખતની વિધાનસભાની ચૂંટણી કૉંગ્રેસ જગદીશ ઠાકોરના નેતૃત્વમાં લડી રહી છે.

    જગદીશ ઠાકોર

    ઇમેજ સ્રોત, Jagdish Thakor/FB

  7. શ્રદ્ધાએ આફતાબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી?

    શ્રદ્ધા વાલકર

    ઇમેજ સ્રોત, ANI

    શ્રદ્ધા વોલકર હત્યા કેસમાં રોજ નવાનવા ખુલાસાઓ આવી રહ્યા છે. શ્રદ્ધાએ 2020માં આફતાબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનો દાવો ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલમાં કરાયો છે.

    એ ફરિયાદમાં શ્રદ્ધાને આફતાબથી જીવનું જોખમ હોવાનું જણાવાયું હતું. મહારાષ્ટ્રના નાલાસોપારા વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદમાં આફતાબ શ્રદ્ધાને મારતો હોવાની, ડરાવવતો હોવાની અને એને મારી નાખવાની ધમકી આપતો હોવાની વાત કહેવાઈ હતી. એ લેખિત ફરિયાદમાં શ્રદ્ધાએ જણાવ્યું હતું, "આજે મારો શ્વાસ રૂંધીને એણે મને મારી નાખાનો પ્રયાસ કર્યો. એ ડારે કે મારા ટુકડા કરીને ફેંકી દેશે. છ મહિનાથી એ મારી સાથે મારઝૂડ કરે છે પણ પોલીસ સ્ટેશને જવાની મારી હિંમત નથી થતી કેમ કે એ મને મારી નાખવાની ધમકી આપે છે."

    નોંધનીય છે કે શ્રદ્ધા આફતાબ સાથે લિવ-ઈનમાં રહેતી હતી ત્યારે એના પિતાએ એની સાથે સંપર્ક નહોતો રાખ્યો. જોકે, એના મિત્ર લક્ષ્મણ સાથે એની વાત થતી રહેતી. એવામાં ઘણા દિવસથી લક્ષ્મણના ફોન કે મૅસેજના શ્રદ્ધાએ જવાબ ના આપતાં આ અંગે શ્રદ્ધાના પિતાને જાણ કરવામાં આવી હતી.

    જે બાદ આ કેસમાં પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

  8. ચીનની રાજધાની બીજિંગમાં કોરોનાના કેસ વધ્યા, એલેક્સ બિનલી, બીબીસી ન્યૂઝ

    ચીનની રાજધાની બેઈજિંગમાં કોરોનાના કેસમાં વધારો

    ઇમેજ સ્રોત, Reuters

    ચીનની રાજધાની બીજિંગમાં શનિવારે કોરોનાના કારણે ત્રણ લોકોનાં મૃત્યુ નોંધાયાં છે.

    આ સાથે જ સત્તાવાર મૃત્યુઆંક 5,229 પર પહોંચી ગયો છે.

    તાજેતરમાં શહેરના કેટલાક વિસ્તારમાં લૉકડાઉન લાદવામાં આવ્યું છે અને ત્યાંની સરકાર શહેરોની હાલત જોઈને લોકોને ઘરની અંદર રહેવા વિનંતી કરી રહી છે.

    ચીનની ઝીરો-કોવિડ નીતિના વિરોધ વચ્ચે આ મૃત્યુ થયાં છે.

    બીજિંગમાં અધિકારીઓએ હૈદિયન અને ચાઓયાંગ જિલ્લામાં પહેલાંથી જ દુકાનો, શાળાઓ અને રેસ્ટોરાં બંધ કરાવી લૉકડાઉન લાગુ કરી દીધું છે.

    રૉઇટર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, બીજિંગમાં સોમવારે 3 વાગ્યા સુધી 316 નવા કોવિડ કેસ નોંધાયા છે. રવિવાર બપોરથી નોંધાયેલા ત્રણ મૃત્યુમાં એક 87 વર્ષીય વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.

  9. બ્રેકિંગ, અમેરિકા : વૉલમાર્ટના મૅનેજરે જ પોતાના સહયોગીઓ પર ગોળીઓ ચલાવી

    અમેરિકા

    ઇમેજ સ્રોત, AFP

    અમેરિકાના વર્જિનિયા પ્રાંતમાં બુધવારે બપોરે (ભારતીય સમયાનુસાર) એક શખ્સે વૉલમાર્ટ સ્ટોરમાં ગોળી ચલાવીને કમસે કમ 10 લોકોના જીવ લીધા છે.

    ઘાયલો અને મૃતકોની સંખ્યા વધે તેવી શક્યતા છે.

    સ્થાનિક પોલીસ વિભાગ તરફથી અપાયેલી જાણકારી અનુસાર, ગોળી ચલાવનાર શખ્સનું મોત થઈ ગયું છે.

    ચેઝપીક પોલીસ વિભાગના અધિકારી લિઓ કોસિન્સ્કોએ મીડિયાને જણાવ્યું કે "અમને જાણવા મળ્યું છે કે આ ઘટનામાં કેટલાક લોકોનાં મોત થયાં છે અને કેટલાક ઘાયલ થયા છે. અમારું માનવું છે કે આ ઘટનાને એક વ્યક્તિએ અંજામ આપ્યો છે અને હવે તેનું મોત થઈ ચૂક્યું છે."

    આ મામલે સતત વધુ માહિતી પણ આવી રહી છે. પણ અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે ગોળીબાર કરનાર શખ્સ વૉલમાર્ટ સ્ટોરનો મૅનેજર જ હતો.

    ઘટનાના સાક્ષીએ સોશિયલ મીડિયામાં લખ્યું કે આ મૅનેજરે સ્ટાફ રૂમમાં ગોળીઓ ચલાવી છે અને બાદ પોતાનો પણ જીવ લઈ લીધો.

    વૉલમાર્ટે આ ઘટના બાદ ટ્વિટર પર નિવેદન જારી કરીને કહ્યું, "અમે વર્જિનિયાના ચેઝપીક સ્ટોરમાં ઘટેલી ઘટનાથી વ્યથિત છીએ. અમે પ્રભાવિત પરિવારો, સમુદાય અને અમારી ટીમ માટે પ્રાર્થના કરીએ છીએ. અમે કાયદો-વ્યવસ્થા જાળવતી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને અમારા સહયોગીઓની મદદ પર ધ્યાન આપી રહ્યા છીએ."

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    તો વર્જિનિયાના સૅનેટર માર્ક વૉર્નરે લોકોને આ ઘટનાસ્થળથી દૂર કરવાની અપીલ કરી છે.

    તેમણે ટ્વિટર પર લખ્યું, "હું વધુ એક ગોળીબારકાંડના સમાચાર સાંભળીને પરેશાન થઈ ગયો છું. આ વખતે ઘટના ચેઝપીક જિલ્લાના વૉલમાર્ટમાં થઈ છે. હું તેના પર નજર રાખી રહ્યો છું. હું સ્થાનિક લોકોને અપીલ કરું છું કે તેઓ કાયદો-વ્યવસ્થા જાળવતી સંસ્થાઓના દિશાનિર્દેશોનું પાલન કરે અને ઘટનાસ્થળથી દૂર રહે."

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

  10. ઇસુદાન ગઢવી ખંભાળિયામાં કેવી રીતે પ્રચાર કરી રહ્યા છે?

    ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીનો મુખ્ય મંત્રીનો ચહેરો છે અને તેઓ ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

    ગુજરાતમાં આ વખતે ઘણી બેઠકો પર ત્રિપાંખિયો જંગ થવાનો છે તેમાંની એક ખંભાળિયા બેઠક છે.

    આ બેઠક પર તેઓ કેવી રીતે પ્રચાર કરી રહ્યા છે, કયા કયા મુદ્દાઓ લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે, ઉપરાંત અમિત શાહ વિશે તેઓ શું બોલ્યા જુઓ બીબીસીના આ ઇન્ટરવ્યૂમાં.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  11. 'આ મારી ટીમ છે.કોણ શું બોલી રહ્યું છે...' મૅચ ટાઈ થયા બાદ હાર્દિક પંડ્યાએ આવું કેમ કહ્યું?

    હાર્દિક પંડ્યા

    ઇમેજ સ્રોત, ANI

    ન્યૂઝીલૅન્ડ સામેની ત્રણ ટી20 મૅચોની સિરીઝને ભારતે 1-0થી જીતી લીધી છે. આ પહેલાં મંગળવારની મૅચ ટાઈ થઈ હતી. વરસાદને લીધે મૅચ રોકી દેવી પડી હતી અને બાદમાં ટાઈની જાહેરાત કરવી પડી હતી.

    મૅચ બાદ પત્રકારોએ ટી20 ટીમના કૅપ્ટન હાર્દિક પંડ્યાને સંજુ સેમસન અને ઉમરાન મલિકને કેમ ના રમાડાયા, એ અંગેનો સવાલ પૂછવામાં આવ્યો હતો.

    પત્રકારોના સવાલનો જવાબ આપતાં હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે આ સિરીઝમાં જેમને રમવા નથી મળ્યું એમને ભવિષ્યમાં લાંબુ રમવા મળશે.

    "પહેલી વાત તો એ કે બહાર કોઈ શું બોલે છે એનો આ સ્તરે કોઈ ફેર નથી પડો. આ મારી ટીમ છે. કોચ અને મને જે ઠીક લાગશે, જે સાઇડ અમારે જોઈશે અમે એને રમાડીશું. ઘણો સમય છે. સૌને તક મળશે અને જ્યારે તક મળશે ત્યારે લાંબા સમય સુધી મળશે. જો મોટી સિરીઝ હોત, વધારે મૅચો હોત તો સ્વાભાવિક છે કે તકો વધારે હોત. આ નાની સિરીઝ હતી.હું વધારે ફેરબદલ કરવામાં નથી માનતો અને આગળ પણ નહીં માનું. "

    નોંધનીય છે કે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટી20 મૅચ વરસાદને લીધે પ્રભાવિત થઈ અને છેલ્લે ડકવર્થ લુઈસના નિયમ અંતર્ગત નિર્ણય લેવાયો.

    ટીમ ઇન્ડિયાએ ત્રણ મૅચોની આ સિરીઝને 1-0થી પોતાના નામે કરી હતી . ત્રણ મૅચોની સિરીઝની પ્રથમ મૅચ પણ વરસાદને લીધે રદ કરવી પડી હતી. આ પહેલાં વરસાદને લીધે જ્યારે મૅચ અટકાવી દેવી પડી ત્યારે નવ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ભારતે 75 રન કર્યા હતા.જ્યારે ન્યૂઝીલૅન્ડ જીતવા માટે ભારતને 161 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

  12. જ્યાં સુધી બંદૂકથી થનારી હિંસાનો ઉકેલ નહીં આવે, નિરાંતે નહીં બેસું - વર્જિનિયાનાનાં સેનેટર

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    અમેરિકાના વર્જિનિયા પ્રાંતમાં વૉલમાર્ટ સ્ટોરમાં ગોળીબારની ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મૃત્યુ થયાં હોવાના સમચાર મળી રહ્યા છે.

    આ દરમિયાન વર્જિનિયાનાં સેનેટર એલ. લુઈસ લુકાસે ટ્વિટર પર લખ્યું છે. "આજ રાતે વર્જિનિયાના ચેઝપીક જિલ્લામાં સ્થિત વૉલમાર્ટમાં થયેલા ગોળીબારથી મારું દિલ તૂટી ગયું છે. હું જ્યાં સુધી બંદૂકોથી થનારી હિંસા, જેના લીધે આટલા લોકોનાં મૃત્યુ થયાં છે, એનો ઉકેલ નહીં કાઢી લઉં, ત્યાં સુધી નિરાંતે નહીં બેસું."

  13. બ્રેકિંગ, અમેરિકામાં ગોળીબાર, 10 લોકોનાં મોત

    અમેરિકાન વર્જિનિયા પ્રાંતમાં ગોળીબારની ઘટના ઘટી છે. વૉલમાર્ટ સ્ટોરમાં એક ઇસમે ગોળીબાર કર્યો છે.

    ગોળીબારની આ ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછામા 10 લોકોનાં મૃત્યુ થયાં હોવાના સમાચાર મળી રહ્યા છે.

    શહેરના પોલીસતંત્રે એક ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.

    ચેઝાપીક પોલીસે નિવેદનમાં લખ્યું છે, "સેમ્સ સર્કલ વિસ્તારમાં ગોળીબાર થયો હોવાની પુષ્ટિ કરીએ છીએ. આ ઘટનામાં ગોળીબાર કરનારા ઇસમને ઠાર કરાયો છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    જોકે, પોલીસે પોતાના નિવેદનમાં મૃતકોની સંખ્યા અંગે નથી જણાવ્યું પણ સમાચાર સંસ્થાઓનું કહેવું છે કે ગોળીબારમાં ઓછામાં ઓછા દસ લોકોનાં મૃત્યુ થયાં છે.

  14. સત્યૈન્દ્ર જૈનનો તિહાડ જેલનો વધુ એક વીડિયો વાઇરલ

    સત્યૈન્દ્ર જૈન

    ઇમેજ સ્રોત, ANI

    આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનનો તિહાડ જેલમાંથી વધુ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં તેઓ સંભવતઃ બહારથી મંગાવેલું ભોજન ખાતા જોવા મળે છે.

    આ વીડિયોને આધારે ભાજપ અને કૉંગ્રેસે ફરી એક વાર આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તિહાડ જેલના એક સૂત્રે દાવો કર્યો છે કે સત્યેન્દ્ર જૈનનું વજન આઠ કિલો વધી ગયું છે. જ્યારે જૈનના વકીલે દાવો કર્યો છે કે જેલમાં રહેવાને કારણે તેમના (જૈન) વજનમાં 28 કિલોનો ઘટાડો થયો છે.

    આ અંગે પણ વિવાદ થઈ રહ્યો છે.

    આ સાથે ભાજપ અને કૉંગ્રેસે મસાજ મામલે આમ આદમી પાર્ટીને ઘેરવાનું ચાલુ રાખ્યું છે.

    ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ બુધવારે સવારે ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો છે કે, "અરવિંદ કેજરીવાલે જવાબ આપવો પડશે કે તેઓ પીડિત બાળકી સાથે છે કે આરોપીની સાથે."

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    તો દિલ્હીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તે ટ્વિટર પર લખ્યું, "તમે કાયદાની જબરી મજાક ઉડાવી છે! જુઓ હવાલા કેસમાં લાંબા સમયથી બંધ રહેલા સત્યેન્દ્ર જૈન તિહાડ જેલમાં કેવી મોજ કરી રહ્યા છે. તેઓ ખૂબ જ આરામથી પગ દબાવડાવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ એટલે આવા મંત્રીને બરતરફ નથી કરતા, જેથી જેલમાંથી ધંધો બંધ ન થાય?

    આ મામલે હજુ સુધી અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીના ટોચના નેતાઓ તરફથી કોઈ સ્પષ્ટતા આવી નથી.

    જૈનનો પહેલો વીડિયો સામે આવ્યા બાદ દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે ડૉક્ટરોએ જૈનને દરરોજ ફિઝિયોથૅરપી કરાવવાની સલાહ આપી છે, કોઈની બીમારી અને સારવારની મજાક ઉડાવવાનો વિચાર બહુ ખરાબ છે.

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

  15. ...તો કૉંગ્રેસને મત ના આપતા : ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર

  16. આજે નરેન્દ્ર મોદીની ગુજરાતના મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં ચૂંટણીસભા

    નરેન્દ્ર મોદી

    ઇમેજ સ્રોત, ANI

    ગુજરાતની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પક્ષ માટે સભાઓ ગજવી રહ્યા છે અને આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસના નેતાઓ પણ ગુજરાતમાં પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગર એમ ચાર સ્થળે સભાને સંબોધશે.

    આ સાથે જ અમિત શાહ પણ રાજકોટના જસદણ, સુરેન્દ્રનગરના દસાડા તેમજ સુરતના બારડોલીમાં જનસભાઓને સંબોધશે.

    ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગઢડામાં સ્વામિનારાયણ મંદિર, રિવર ફ્રન્ટ ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધશે.

    તો પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં બુધવારે ગુજરાતમાં નિઝર, વ્યારા, માંડવી અને ઝઘડિયામાં રોડ શો યોજાશે.

    આ સાથે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાતમાં સહપ્રભારી રાઘવ ચઢ્ઢાની ઉપસ્થિતિમાં મોડાસા અને પ્રાંતિજમાં પણ રોડ શો યોજાશે.

  17. ઇન્ડોનેશિયામાં ભૂકંપથી મૃતકોની સંખ્યા વધીને 268 થઈ, બચાવ કામગીરી ચાલુ

    ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંકની સંખ્યા વધી

    ઇમેજ સ્રોત, Reuters

    ઇમેજ કૅપ્શન, ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંકની સંખ્યા વધી

    સોમવારે ઇન્ડોનેશિયામાં 5.6 તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 268 થઈ ગયો છે. આ સાથે જ 150થી વધુ લોકો ગુમ હોવાનું જાણાવાય છે.

    આ ભૂકંપમાં ઇન્ડોનેશિયાના જાવા ટાપુને સૌથી વધુ નુકસાન થયું છે. અહીં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે અને ભૂકંપના કારણે પડી ગયેલી ઇમારતોના કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાના પ્રયાસ રાહતકર્મીઓ કરી રહ્યા છે.

    આ સાથે જ ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે. આ વિસ્તારમાં ભૂકંપ બાદ હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે.

    આ ભૂકંપનું કેન્દ્ર સિયાંજપુર નગર નજીક હતું. મંગળવારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.

    તેમણે કહ્યું છે કે, “ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત ઘરોના પુનર્નિર્માણમાં તેમની સરકાર મદદ કરશે.”

  18. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે પાર્ટીના 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા

    ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ બીજા તબક્કાની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર 12 નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.

    તેમાં વડોદરાના વાઘોડિયાથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર મધુ શ્રીવાસ્તવ, પાદરાથી દિનભાઈ પટેલ તથા સાવલીથી કુલદીપસિંહ ઉદેસિંહ રાઉલ સામેલ છે.

    આણંદના ખંભાતથી અમરશીભાઈ ઝાલા અને ઉમરેઠથી રમેશભાઈ ઝાલાને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    મુધ શ્રીવાસ્તવ ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આ વખતે તેમને ટિકિટ નહોતી આપવામાં આવી. તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. વાઘોડિયાથી પાર્ટીએ અશ્વિનભાઈ નટવરભાઈ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

    વડોદરાની વાઘોડિયા બેઠકથી ભાજપના ‘વિવાદિત’ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપના પ્રાથમિક સભ્ય પરથી રાજીનામું આપી દીધું હતું.

    બનાસકાંઠાના ધાનેરામાંથી માવજી દેસાઈ અને ડીસાથી લેબજી ઠાકોરને પણ પક્ષમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    ડીસાથી પ્રવીણભાઈ માળીને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે.

    મહિસાગરના લુણાવાડાથી અપક્ષ ઉમેદવારી નોંધવવા બદલ પાર્ટીએ જે.પી.પટેલ અને એસ.એમ.ખાંટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

    મધુ શ્રીવાસ્તવ

    ઇમેજ સ્રોત, Madhu Srivastava/FB

  19. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.

    22 નવેમ્બરના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.