ભાજપમાંથી પાર્ટીના ઉમેદવારો સામે અપક્ષ ચૂંટણી લડવા ઊતરેલા એક ડઝન નેતાઓ સસ્પેન્ડ

ઇમેજ સ્રોત, MADHU SHRIVASTAVA/FB
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ બીજા તબક્કાની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર 12 નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.
તેમાં વડોદરાના વાઘોડિયાથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર મધુ શ્રીવાસ્તવ, પાદરાથી દિનભાઈ પટેલ તથા સાવલીથી કુલદીપસિંહ ઉદેસિંહ રાઉલ સામેલ છે.
આણંદના ખંભાતથી અમરશીભાઈ ઝાલા અને ઉમરેઠથી રમેશભાઈ ઝાલાને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મુધ શ્રીવાસ્તવ ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આ વખતે તેમને ટિકિટ નહોતી આપવામાં આવી. તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. વાઘોડિયાથી પાર્ટીએ અશ્વિનભાઈ નટવરભાઈ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.
વડોદરાની વાઘોડિયા બેઠકથી ભાજપના ‘વિવાદિત’ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપના પ્રાથમિક સભ્ય પરથી રાજીનામું આપી દીધું હતું.
બનાસકાંઠાના ધાનેરામાંથી માવજી દેસાઈ અને ડીસાથી લેબજી ઠાકોરને પણ પક્ષમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ડીસાથી પ્રવીણભાઈ માળીને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે.
મહિસાગરના લુણાવાડાથી અપક્ષ ઉમેદવારી નોંધવવા બદલ પાર્ટીએ જે.પી.પટેલ અને એસ.એમ.ખાંટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.











