જ્ઞાનવાપી મસ્જિદ : સુપ્રીમ કોર્ટનો નિર્ણય, કથિત ‘શિવલિંગ’નું રક્ષણ આગામી આદેશ સુધી ચાલુ રહેશે
જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ‘કથિત ‘શિવલિંગ’ની જગ્યાને આગામી આદેશ સુધી સુરક્ષિત રાખવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે તેના અગાઉના આદેશને યથાવત્ રાખ્યો છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડની બેન્ચે જણાવ્યું હતું કે 17મેનો આદેશ આગામી આદેશ સુધી ચાલુ રહેશે.
સુપ્રીમ કોર્ટે 17મેના તેના વચગાળાના આદેશમાં વારાણસીમાં જ્ઞાનવ્યાપી મસ્જિદની અંદરના વિસ્તારને સુરક્ષિત કરવાનો નિર્દેશ આપ્યો હતો જ્યાં કથિત શિવલિંગ મળી આવ્યું હતું.
હિંદુ પક્ષ તરફથી હાજર રહેલા વકીલ વિષ્ણુ શંકર જૈને ગુરુવારે કહ્યું હતું, “આ મામલાની ઝડપથી સુનાવણી કરવી જરૂરી છે કારણ કે અગાઉના આદેશની મર્યાદા 12 નવેમ્બરે પૂરી થઈ રહી છે અને તેને લંબાવવાની જરૂર છે.”
હિંદુ પક્ષનો દાવો છે કે, વજૂખાનામાં શિવલિંગ છે, જ્યારે મુસ્લિમ પક્ષ અનુસાર આ એક ફુવારો છે. જોકે, કોર્ટે કોઈને પણ નમાજ માટે મસ્જિદમાં જવા પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી.

ઇમેજ સ્રોત, ANI








