મોરબીના રાજવી પરિવારે ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોના પરિવારને સહાયની જાહેરાત કરી
મોરબીમાં ઝૂલતા બ્રિજનું નિર્માણ રાજ પરિવાર દ્વારા લગભગ દોઢ સો વર્ષ પહેલાં કરાવવામાં આવ્યું હતું.
લાઇવ કવરેજ
'આટલા બધા મૃતદેહો આટલા સમયમાં એકસાથે શ્મશાનમાં નહોતા જોયા'

ઇમેજ સ્રોત, Getty Images
મોરબીમાં શ્મશાનોમાં કામ કરતા લોકોનું કહેવું છે કે કેટલાય દાયકાઓમાં તેમણે આટલી મોટી સંખ્યામાં મૃતદેહો એકસાથે શ્મશાનમાં નથી જોયા.
રવિવારે બ્રિટિશકાળમાં બનેલો મુચ્છુ નદી પરનો પુલ તૂટી પડ્યો હતો જેમાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં.સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર મોબરીમાં સુન્ની મુસ્લિમોના સૌથી મોટા શ્મશાનમાં કામ કરતા સાજિદ પિલુડિયાએ કહ્યું કે આમાંથી 40 જેટલા મુસ્લિમ લોકો પણ છે.
તેમણે કહ્યું કે તેમાંથી 25 તેમના શ્મશાનમાં દફનાવવામાં આવ્યા અને બાકીના લોકોને અન્ય જગ્યાએ દફનાવવામાં આવ્યા.
તેમણે કહ્યું કે આ 1979ની મચ્છુ ડૅમ હોનારત બાદની સૌથી મોટી દુર્ઘટના છે. તેમણે આના માટે પ્રશાસનને જવાબદાર ઠેરવ્યું હતું.
હિમાચલ પ્રદેશમાં અંદાજે 50 ટકા દલિત, પછાતવર્ગના લોકો હોવા છતાં રાજપૂતો કેમ મુખ્ય મંત્રી બને છે?

ઇમેજ સ્રોત, Getty Images
હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ છ મુખ્ય મંત્રી થયા છે, જેમાં પાંચ રાજપૂત અને એક બ્રાહ્મણ છે. ડૉ. યશવંતસિંહ પરમાર 1952માં હિમાચલ પ્રદેશના પહેલા મુખ્ય મંત્રી બન્યા અને સતત ચાર કાર્યકાળમાં સત્તામાં રહ્યા.
વીરભદ્રસિંહ છ વાર મુખ્ય મંત્રી બન્યા અને 22 વર્ષથી પ્રદેશના અધ્યક્ષ રહ્યા. ડૉ. યશવંતસિંહ પરમાર, વીરભદ્રસિંહ સહિત ઠાકુર રામલાલ, પ્રેમકુમાર ધૂમલ અને વર્તમાન મુખ્ય મંત્રી જયરામ ઠાકુર પણ રાજપૂત જાતિમાંથી આવે છે. ભાજપના શાંતાકુમાર બે વાર મુખ્ય મંત્રી બન્યા, પણ ક્યારેય પાંચ વર્ષ પૂરા કરી શક્યા નહીં. શાંતાકુમાર 1977થી 1980 અને 1990થી 1992 સુધી મુખ્ય મંત્રી રહ્યા. શાંતાકુમાર બ્રાહ્મણ જાતિમાંથી આવે છે અને હિમાચલ પ્રદેશના પ્રથમ બિનકૉંગ્રેસી, બિનરાજપૂત મુખ્ય મંત્રી હતા.
તેઓ હિમાચલમાં રાજપૂત મુખ્ય મંત્રીઓ વચ્ચે એક અપવાદ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હિમાચલ પ્રદેશના બ્રાહ્મણ નેતા છે. કૉંગ્રેસના આનંદ શર્મા પણ હિમાચલના બ્રાહ્મણ નેતા છે, પરંતુ વીરભદ્રસિંહના હોવાથી તેઓ પ્રદેશમાં હાંસિયામાં જ રહ્યા.
આંકડાઓમાં હિમાચલ પ્રદેશ
- હિમાચલ પ્રદેશ ક્ષેત્રફળ અને વસ્તીની દૃષ્ટિએ નાનું રાજ્ય છે.
- 2011ની વસ્તીગણતરી અનુસાર, હિમાચલ પ્રદેશની વસ્તી 70 લાખથી ઓછી છે. ભારતની કુલ વસ્તીમાં હિમાચલનો હિસ્સો 0.57 ટકા છે.
- અહીં સાક્ષરતાનો દર 80 ટકાથી પણ વધુ છે.
- 2011ની વસ્તીગણતરી અનુસાર, હિમાચલ પ્રદેશની 50.72 ટકા વસ્તી સવર્ણોની છે. તેમાંથી 32.72 ટકા રાજપૂત અને 18 ટકા બ્રાહ્મણો છે. 25.22 ટકા અનુસૂચિત જાતિ, 5.71 ટકા અનુસૂચિત જનજાતિ, 13.52 ટકા ઓબીસી અને 4.83 ટકા અન્ય સમુદાયના છે.
હિમાચલ પ્રદેશમાં મુસ્લિમોની વસ્તી બહુ ઓછી છે, તેથી અહીં હિંદુત્વની રાજનીતિનું જોર નથી.
શું છે હિમાચલ પ્રદેશના રાજકીય સમીકરણો?
મોરબીના રાજવી પરિવારે ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોના પરિવારને સહાયની જાહેરાત કરી

ઇમેજ સ્રોત, Morbi Rajparivar
ઇમેજ કૅપ્શન, રાજકુંવરીબા સાહેબ મીરાબાપા, મોરબી રાજવી પરિવાર મોરબી રાજવી પરિવારે ઝૂલતાપુલ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.
મોરબીના રાજવી પરિવારે દરેક મૃતકના પરિવાર માટે એક-એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
મોરબી રાજવી પરિવારનાં રાજકુંવરીબા સાહેબ મીરાબાપાએ કહ્યું કે, "ઝૂલતા પુલની દુર્ઘટનાને લીધે રાજપરિવાર ખૂબ દુખી છે. કઈ રીતે આશ્વાસન આપીએ તેના માટે શબ્દો જ નથી. અમે જે રીતે મદદ કરી શકીએ તેની કોશિશ કરી છે.જેની સાથે દુર્ઘટના થઈ છે તેમના પરિવારોને એક-એક લાખ રૂપિયાની સહાય આપવામાં આપશે."
તેમણે કહ્યું કે "બીજી જે કોઈ મદદ કરી શકીએ તે અમને જણાવશો. અમે આપના છીએ અને આપ અમારા છો."
મોરબી બ્રિજ : હુસૈન પઠાણ જેઓ લોકોને બચાવવા નદીમાં કૂદી પડ્યા
ટી20 વર્લ્ડકપ : રોમાંચક મૅચમાં ભારતે બાંગ્લાદેશને 5 રને હરાવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ઍડિલેડમાં રમાયેલી ટી20 વર્લ્ડકપની મૅચમાં ભારતે બાંગ્લાદેશને પાંચ રને હરાવી દીધું છે. સુપર 12 રાઉન્ડ માટેના મહત્ત્વના આ મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 185 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
જોકે, વરસાદને લીધે ડકવર્થ લુઈસનો નિયમ લાગુ પડ્યો અને બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો નવો ટાર્ગેટ મળ્યો. એ લક્ષ્યાંકનો પીછો કરતાં બાંગ્લાદેશની ટીમ 16 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 145 રન જ કરી શકી અને પાંચ રને હારી ગઈ.
મૅચમાં વરસાદે ખલેલ નાખી અને વરસાદ બાદ બાંગ્લાદેશે એક બાદ એક વિકેટો ગુમાવી દીધી અને મૅચ હારી ગયું.
મોરબી દુર્ઘટના મુદ્દે મમતા બેનરજીએ ન્યાયિક તપાસની માગ કરી

ઇમેજ સ્રોત, ani
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનરજીએ મોરબીમાં થયેલી પુલ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ન્યાયિક તપાસની માગ કરી છે.
બેનરજીએ બુધવારે ઈડી, સીબીઆઈ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ પર સવાલ ઉઠાવતાં પૂછ્યું કે આ એજન્સીઓ આ દુર્ઘટનામાં સામેલ "અપરાધીઓ" સામે કાર્યવાહી કેમ નથી કરતી?
તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય એજન્સીઓ માત્ર સામાન્ય લોકો સામે જ કેમ કાર્યવાહી કરે છે, લોકોની જવાબદારી નક્કી થવી જોઈએ.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સમાચાર એજન્સી એએનઆઈને મમતા બેનરજીએ જણાવ્યું કે "હું આના પર નહીં બોલું, કેમ કે લોકોની જિંદગી રાજકારણ કરતાં મહત્ત્વની હોય છે. મારે સંવેદનાઓ. ઘણા લોકો આ દુર્ઘટનામાં માર્યા ગયા અને અનેક હજુ લાપતા છે."
તેમણે કહ્યું, "હું કંઈ નહીં બોલું, કેમ કે એ તેમનું રાજ્ય છે... હું રાજકારણ પર કંઈ નહીં બોલું."
કોહલીએ બાંગ્લાદેશ સામેની મૅચમાં મેળવી સિદ્ધિ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના પૂર્વ કૅપ્ટન અને હાલ જોરદાર ફૉર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપ દરમિયાન એક મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે.
ઑસ્ટ્રેલિયામાં ચાલતા ટી-20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામેની મૅચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
વિરાટ કોહલી હવે ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયા છે.
કોહલીએ શ્રીલંકાના પૂર્વ કૅપ્ટન મહેલા જયવર્ધનેને પાછળ રાખી દીધી છે. મહેલા જયવર્ધનેએ ટી-20 વર્લ્ડકપમાં 31 મૅચ રમીને 1016 બનાવ્યા હતા. કોહલીએ આ સિદ્ધિ માત્ર 25 મૅચમાં હાંસલ કરી છે.
વર્લ્ડકપમાં ટૉપ સ્કોરરમાં ભારતના કૅપ્ટન રોહિત શર્મા પણ છે, પણ તેઓ ચોથા સ્થાને છે.
ટૉપ-5માં વિરાટ કોહલી, મહેલા જયવર્ધને, ક્રિસ ગેઈલ, રોહિત શર્મા અને તિલકરત્ને દિલશાન છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સેવાનાં સ્થાપક ઈલાબહેન ભટ્ટનું નિધન

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ઈલાબહેન ભટ્ટ ગૂજરાત વિદ્યાપીઠનાં પૂર્વ કુલપતિ અને સેલ્ફ ઍમ્પ્લૉયડ વિમન્સ ઍસોસિયેશન (સેવા)નાં સ્થાપક ઈલાબહેન ભટ્ટનું આજે (2 નવેમ્બર) નિધન થયું છે.
તેમના પરિવારજનોએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. 89 વર્ષીય ઈલાબહેને મહિલા સશક્તીકરણની બાબતમાં એક નવો ચીલો ચાતર્યો હતો.
નાદુરસ્ત તબિયતને કારણે છેલ્લા ઘણા દિવસથી તેઓ અમદાવાદની હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતાં.
સુરતની સાર્વજનિક ગર્લ્સ હાઈસ્કૂલમાં 1948માં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈલાબહેને 1952માં એમટીબી આર્ટ્સ કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી અને વર્ષ 1954માં તેમણે અમદાવાદની સર એલ.એ. શાહ લૉ કૉલેજમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત થયેલાં ઈલાબહેને વર્ષ 1972માં સેલ્ફ એમ્પ્લૉયડ વિમેન્સ ઍસોસિયેશનની સ્થાપના કરી.
સેવાના નેજા હેઠળ તેમણે 1974માં ગરીબ મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે નાની-નાની લોન આપવા માટે સહકારી બૅન્કની સ્થાપના કરી હતી.
ઈલાબહેન વર્ષ 1979માં વિશ્વની ગરીબ મહિલાઓની મદદ માટે કાર્યશીલ માઇક્રોફાઇનાન્સ સંગઠનોની વૈશ્વિક સંસ્થા વિમેન્સ વર્લ્ડ બૅન્કિંગનાં સહસ્થાપક હતાં. તેમની કામગીરીની નોંધ લેતા 1986માં રાષ્ટ્રપતિએ ઈલાબહેનને રાજ્યસભામાં નિમણૂક આપી હતી.
તેઓ વર્લ્ડ બૅન્ક જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાના ગરીબીવિરોધી કાર્યક્રમો માટેનાં સલાહકાર પણ રહ્યાં હતાં. તેમને રૅમન મૅગ્સેસે ઍવૉર્ડ જેવા અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનવામાં આવ્યાં હતાં.
ઈલાબહેન વર્ષ 2015થી 2022 સુધી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિપદે રહ્યાં હતાં.
મોરબી દુર્ઘટનામાં પરિવારના સાત લોકો જોતજોતામાં ડૂબી ગયા
આ પરિવારના આઠ લોકો ફરવા માટે મોરબી બ્રિજ ગયા હતા અને એમાંથી સાત લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે માત્ર એક મહિલા બચી ગયાં.
તેમણે જણાવ્યું કે કઈ રીતે ઘટી હતી આ ઘટના.
જુઓ મોરબીથી બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યનો રિપોર્ટ, કૅમેરા : પવન જયસ્વાલ
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
મોરબી દુર્ઘટનામાં નવો ખુલાસો, 'કેબલ જ નહોતા બદલાવાયા, ફ્લોરના ભારથી તૂટ્યો પુલ '
મોરબી પુલ દુર્ઘટના : આરોપીઓના કેસ નહીં લડવાનો મોરબી ઍસો.નો નિર્ણય

ઇમેજ કૅપ્શન, મોરબી બાર ઍસોસિયેશને આ મામલે મૌન રેલી પણ યોજી હતી. મોરબી પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોનાં મોત થયાં છે. આ મામલે પોલીસે નવ લોકોની ધરપકડ કરી છે.
મોરબી પુલ દુર્ઘટનાના આરોપીઓના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે આરોપીઓના કેસ નહીં લડવાનો વકીલો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરતા મોરબીના વકીલ પીડી માનસેપાએ કહ્યું "અમે મોરબી દુર્ઘટનાના તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, અમે તેમની સાથે છીએ અને જે આરોપીઓ છે, એમના કેસ અમે નહીં લડીએ. અમે બધાએ મળીને આ નિર્ણય લીધો છે."
મોરબી બાર ઍસોસિયેશને આ મામલે મૌન રેલી પણ યોજી હતી.
મોરબી બાર ઍસોસિયેશનના પૂર્વ પ્રમુખ દિલીપભાઈનું કહેવું છે કે "રાજકોટ જિલ્લામાં આશરે 3000 વકીલ છે અને મોરબી જિલ્લામાં આશરે 500 વકીલ છે. તમામ વકીલોએ કેસ નહીં લડવાનું નક્કી કર્યું છે."
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
જો જયસુખ પટેલનું નામ ખૂલશે તો તેમનો કેસ લડશો કે કેમ, તો પણ પીડી માનસેપાએ કહ્યું કે "અમે કોઈ પણ આરોપીનો કેસ નહીં લડીએ. ભલે ગમે તેટલા રૂપિયા કે લાલચ આપે."
દિલીપભાઈએ કહ્યું કે "કોઈ પણ આરોપીના નામ ખૂલશે એનો કેસ નહીં લડીએ. જો કોઈ કેસ લડશે તો તેને બારના સભ્યપદથી રદ કરવામાં આવશે."
તો સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર, મોરબી બાર ઍસોસિયેશન અને રાજકોટ બાર ઍસોસિયેશને પણ તેમનો (આરોપી) કેસ નહીં લેવાનો અને તેમનું પ્રતિનિધિત્વ નહીં કરવાનો નિર્ણય લીધો છે.
બંને બાર ઍસોસિયેશને આ અંગે ઠરાવ પસાર કર્યો છે.
ચીનના રાષ્ટ્રપતિએ મોરબી પુલ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું

ઇમેજ સ્રોત, Reuters
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મોરબી પુલ દુર્ઘટના પર ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સંદેશ મોકલીને શોક વ્યક્ત કર્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, જિનપિંગે પોતાના સંદેશમાં કહ્યું કે તેઓ આ દુર્ઘટનાના સમાચાર સાંભળીને હચમચી ગયા છે.
ગત રવિવારે સાંજે થયેલી મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોનાં મોત થયાં છે, તેમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ સામેલ છે.
ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ ન્યૂઝે પણ આ અંગે જાણકારી આપતા કહ્યું કે 'ચીન સરકાર અને ચીની લોકો અને શી જિનપિંગ તરફથી આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે ઊંડો શોક અને ઘાયલો પ્રત્યેસંવેદના વ્યક્ત કરી છે.'
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
મોરબી : 'મારો જુવાનજોધ દીકરો જતો રહ્યો', એક માતાની વ્યથા
વીડિયો કૅપ્શન, મોરબી : 'મારો જુવાનજોધ દીકરો જતો રહ્યો', એક માતાની વ્યથા મોરબી પુલ દુર્ઘટના મુદ્દે આજે રાજ્યવ્યાપી શોક

ઇમેજ સ્રોત, @AmdavadAMC
ઇમેજ કૅપ્શન, મોરબી દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થનાસભા યોજાઈ હતી. મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના શોકમાં ભાગીદાર થવા રાજ્યમાં આજે રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અગાઉ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કહ્યું કે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના શોકમાં રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મોરબી દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થનાસભા યોજાઈ હતી, જેમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિત નેતાઓ, આગેવાનોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી. તેમણે દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને બાદમાં મોરબી હૉસ્પિટલમાં પીડિતોના ખબરઅંતર પૂછ્યા હતા.
બાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને તંત્રને જરૂરી સૂચના આપી હતી.
આ ઘટનામાં અત્યાર સુધીમાં સરકારી આંકડા પ્રમાણે 135 લોકોનાં મોત થયાં છે.
લગ્નને 5 મહિના થયા અને યુવકે જીવ ગુમાવ્યો
મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટ્યો એ દુર્ઘટનામાં 25 વર્ષના એક યુવકે પણ જીવ ગુમાવ્યો છે.
એ યુવકની અંતિમક્રિયા કરવા ગયેલા પરિવારજનોએ ભાવુક થઈને આ અંગે વાત કરી હતી.
જુઓ મોરબીના સ્મશાનેથી બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યનો રિપોર્ટ, કૅમેરા- બિપિન ટંકારિયા
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એ ગુજરાત મુલાકાતો, જે વિવાદોમાં રહી

ઇમેજ સ્રોત, narendramodi/fb
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા.
અહીં તેમણે મચ્છુ નદીના કિનારે દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને દુર્ઘટના તથા રાહત અને બચાવકાર્ય વિશે માહિતી મેળવી હતી.
આ પછી તેઓ શહેરની સિવિલ હૉસ્પિટલની મુલાકાતે ગયા હતા. વડા પ્રધાનની મુલાકાત પહેલાં ત્યાં કરવામાં આવેલાં સમારકામ અને સજ્જાને કારણે વિવાદ થયો હતો, જે તેમની મુલાકાત બાદ વકરવા પામ્યો હતો.
મોરબીમાં રવિવારે બનેલી દુર્ઘટનામાં 130થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, ત્યારે હૉસ્પિટલમાં રંગરોગાન અને સજ્જા થવાના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં શૅર કરવામાં આવ્યા હતા.
વિપક્ષના નેતાઓએ પણ આ અંગે ટીકા કરી હતી. એવું નથી કે વડા પ્રધાન મોદીએ તેમના ગૃહારજ્યની મુલાકાત લીધી હોય અને વિવાદ થયો હોય તેવો આ પહેલો બનાવ છે.
અગાઉ પણ તેમની ગુજરાત મુલાકાત સમયે વિવાદ થતા રહ્યા છે.
મોરબી પુલ દુર્ઘટનાના આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાયા

ઇમેજ સ્રોત, Reuters
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનામાં સ્થાનિક કોર્ટે ચાર આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
મોરબી પુલ દુર્ઘટના બાદ પોલીસે 9 લોકોની ધરપકડ કરી હતી અને તે બાદ તેમને મંગળવારે કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાંથી ઓરેવા ગ્રૂપના બે મૅનેજર સહિત ચાર આરોપીને કોર્ટે ચાર દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
સરકારી વકીલ એચ. એસ. પંચાલના કહેવા પ્રમાણે મુખ્ય ન્યાયિક મૅજિસ્ટ્રેટ એમ. જે. ખાને અન્ય પાંચ આરોપીને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.
રવિવારે બનેલી પુલ દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા છે અને એ બાદ થયેલી કાર્યવાહીમાં પોલીસે ઓરેવા ગ્રૂપના મૅનેજર સહિતના લોકોની ધરપકડ કરી છે.
તેમની સામે ભારતીય દંડસંહિતાની કલમ 304 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પંચાલના કહેવા પ્રમાણે પોલીસે ઓરેવા ગ્રૂપના બે મૅનેજર અને કથિત રીતે જેણે પુલનું સમારકામ કર્યું હતું તે બે પેટા કૉન્ટ્રાકટરોની કસ્ટડીની માગ કરી હતી.
ઘડિયાળ અને ઇલેક્ટ્રિક બાઇક બનાવતા ઓરેવા ગ્રૂપને 15 વર્ષથી ખરાબ હાલતમાં પડી રહેલા બ્રિજના સમારકામનો મોરબી નગરપાલિકા કૉન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
પ્રભાતસિંહ ચૌહાણ કૉંગ્રેસમાં જોડાયા

ઇમેજ સ્રોત, facebook
પંચમહાલના પૂર્વ સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા પ્રભાતસિંહ ચૌહાણ કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં પ્રભાતસિંહનું કૉંગ્રેસમાં જવું ભાજપ માટે એક મોટા ફટકા સમાન માનવામાં આવે છે.
ખેડા જિલ્લાના ફાગવેલમાં પરિવર્તનયાત્રા સમયે તેઓ તેમના સમર્થકો સાથે કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે.
અહીં ઉલ્લેખનીય છે કે પ્રભાતસિંહનાં પુત્રવધૂ સુમનબહેન હાલમાં ભાજપમાં છે અને કાલોલનાં વર્તમાન ધારાસભ્ય છે.
તેમણે કહ્યું કે પાર્ટી છોડવી તે એમનો વ્યક્તિગત નિર્ણય છે. મારો પરિવાર પણ ભાજપમાં જ રહેવાનો છે.
નમસ્કાર, બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમને મોરબી દુર્ઘટના સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચારો મળતા રહેશે.
જોડાયેલો રહો બીબીસી સાથે. 1 નવેમ્બરની અપડેટ્સ માટે અહીં ક્લિક કરો.

