PM મોદીએ મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી, ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધી 135 લોકોનાં મૃત્યુ થયાં છે, 17 લોકો હજુ સારવાર હેઠળ.
લાઇવ કવરેજ
બે-બે હોનારતો વેઠનાર મોરબી 100 વર્ષ પહેલાં કઈ રીતે ઔદ્યોગિકનગર બન્યું હતું?

ઇમેજ સ્રોત, SAM PANTHAKY
મોરબી સ્ટેટના વર્ષ 1911ના રિપોર્ટમાં (પૃષ્ઠ ક્રમાંક -1) જણાવ્યા પ્રમાણે, તત્કાલીન શાસક સર વાઘજી ઠાકોર અલાહાબાદની મુલાકાતે ગયા હતા, જ્યાં તેઓ ઔદ્યોગિક પ્રદર્શન જોઈને ખૂબ જ પ્રભાવિત થયા અને પોતાના રાજ્યમાં પણ વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી.
સર વાઘજીની દૂરંદેશીને કારણે મોરબી સ્ટેટમાં અગાઉથી જ મીટરગૅજ ટ્રેનની વ્યવસ્થા હતી. વઢવાણથી રાજકોટ, વાંકાનેરથી મોરબી અને થાનથી ચોટીલા સુધી ફેલાયેલી હતી. મોરબીમાં ઉત્પાદિત ચીજવસ્તુઓ ટ્રેન મારફત નવલખી બંદર સુધી પહોંચતી અને ત્યાંથી વિદેશમાં નિકાસ થતી.
દરિયો અને રણ નજીક હોવાથી તથા જમીનમાં ક્ષાર હોવાને કારણે તત્કાલીન શાસકે ઉદ્યોગ-ધંધા ઉપર વધુ ભાર આપ્યો હતો. 1922માં તેમનું અવસાન થયું, ત્યારે તેમના દીકરા લખધીરસિંહ સગીર હતા. આથી તેમનાં માતાના પરામર્શ અને બ્રિટિશ એજન્ટની દેખરેખ હેઠળ વહીવટ ચાલતો રહ્યો.
મોરબીથી મીઠું દેશ ઉપરાંત દરિયાઈ માર્ગે વિદેશમાં નિકાસ થતું હતું અને તેના માટે લવણપુર સ્ટેશન સ્થાપવામાં આવ્યું હતું.
મોરબી કેવી રીતે ઔદ્યોગિકનગર બની ગયું?
મોરબી પુલ દુર્ઘટના : વડા પ્રધાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
મોરબી દુર્ઘટનાને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર આ બેઠકમાં વડા પ્રધાને તંત્રને પીડિત પરિવારોનાં સંપર્કમાં રહેવા તાકીદ કરી હતી.
મોરબીમાં મોદીએ સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
મોરબીની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરની સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી અને પુલ દુર્ઘટનાનો ભોગ બનેલા ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા હતા.
રવિવારે ઘટેલી આ દુર્ઘટનામાં અધિકારીક મૃતાંક 135 જાહેર કરાયો છે.
મોરબીની મચ્છુ હોનારતે નરેન્દ્ર મોદીને જાહેર જીવનમાં કઈ રીતે ચમકાવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
મોરબી, મચ્છુ નદી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બહુ જૂનો સંબંધ છે. મોરબી એ સ્થળ છે, જ્યાંથી નરેન્દ્ર મોદીએ જાહેર જીવનમાં પોતાની ઓળખ ઊભી કરવાની શરૂઆત કરી હતી.
મોરબીમાં આ દુર્ઘટના વખતે મદદરૂપ થવાને કારણે લોકોમાં આરએસએસની સ્વીકાર્યતા વધી હતી અને ત્યાંથી એક રાજકીય શક્તિ તરીકે ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના ઉદયનો આરંભ થયો હતો.
નરેન્દ્ર મોદી જાહેર મંચ પર આવ્યા તેની એ પહેલી ઘટના હતી. એ પછી તેમણે પાછું વાળીને ક્યારેય જોયું નથી. મોરબી દુર્ઘટનાના 22 વર્ષ બાદ તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા.
સમગ્ર અહેવાલ વાંચો અહીં.
મોરબી બ્રિજ દુર્ઘટના : લગ્નને 5 મહિના થયા હતા અને યુવકે જીવ ગુમાવ્યો, ધ્રૂસકે રડતા આમણે શું કહ્યું?
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટ્યો એ દુર્ઘટનામાં 25 વર્ષના એક યુવકે પણ જીવ ગુમાવ્યો છે.
એ યુવકની અંતિમક્રિયા કરવા ગયેલા પરિવારજનોએ ભાવુક થઈને આ અંગે વાત કરી હતી.
જુઓ મોરબીના શ્મશાનેથી બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યનો રિપોર્ટ, કૅમેરા - બિપિન ટંકારિયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીઆરએફ ટીમની લીધી મુલાકાત

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત આવ્યા છે. વડા પ્રધાન મોદીએ મોરબી પુલ દુર્ઘટનાના પીડિતો સાથે હૉસ્પિટલની મુલાકાત કરી રહ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઈ એ કરેલા ટ્વીટ મુજબ, વડા પ્રધાન મોદી મોરબી પુલ દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા લોકોની મુલાકાત લીધી હતી.

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા, દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચી ગયા છે. વડા પ્રધાન મોદી હાલ ઝૂલતા પુલ દુર્ઘટનાસ્થળે પહોંચ્યા છે જ્યાં તેમની સાથે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે.
વડા પ્રધાન મોરબી પુલ દુર્ઘટનાના પીડિતો સાથે હૉસ્પિટલની મુલાકાત લેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં હૉસ્પિટલમાં રંગરોગાન પણ કરી દેવાયું છે. તેને લઈને સોશિયલ મીડિયામાં સરકારની ટીકા પણ થઈ રહી છે.
મોરબીમાં થયેલી દુર્ઘટનામાં કુલ 135 લોકોએ જીવ ગુમાવ્યો છે. અને હજુ પણ નદીમાં રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે.
PM મોદીની મુલાકાત પહેલાં મોરબીમાં કેવી તૈયારી કરાઈ રહી છે?, મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં અત્યાર સુધી 135 લોકોનાં મૃત્યુ થયાં હોવાના સમાચાર છે.

ઇમેજ સ્રોત, Bipin Tankariya
ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન મોદી મોરબીની મુલાકાતે આવશે મોરબી ઝૂલતો પુલ અકસ્માત બાદ ઈજાગ્રસ્તો અને સ્વજનોને ગુમાવનાર લોકોની મુલાકાત લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે જિલ્લાની મુલાકાત પહોંચવાના છે.
આ અગાઉ મોરબી જિલ્લાની સિવિલ હૉસ્પિટલ કલરકામ કરાઈ રહ્યું હોવાના અહેવાલ જોવા મળ્યા હતા.
બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાએ આપેલ માહિતી અનુસારવડા પ્રધાનની મુલાકાત અગાઉ ઘટનાસ્થળે મંડપ બંધાઈ રહ્યા છે.
નોંધનીય છે કે સોમવારે ઈજાગ્રસ્તો દાખલ છે તે હૉસ્પિટલે વડા પ્રધાનના આગમન પહેલાં સમારકામ અને રંગરોગાન કરાઈ રહ્યાં હોવાના કારણે વિપક્ષ અને સોશિયલ મીડિયા યુઝરો સ્થાનિક તંત્રની ટીકા કરતા જોવા મળ્યા હતા.
મોરબી દુર્ઘટના પર કેજરીવાલના પ્રહાર, કહ્યું – ઘડિયાળ બનાવનારને પુલનો કૉન્ટ્રેક્ટ કેમ આપ્યો?, કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે પુલ બનાવનાર કંપની એ જ છે જેણે ભાજપને દાન આપ્યું છે.

ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે પ્રતિક્રિયા આપી હતી.
તેમે આરોપ મૂક્યો હતો કે પુલ અકસ્માત માટે જવાબદાર કંપનીને બચાવવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે મોરબી અકસ્માત એ ભ્રષ્ટાચારનું પરિણામ છે.
તેમણે એવો સવાલ પૂછ્યો કે ઘડિયાળ બનાવનાર કંપનીને પુલ બનાવવાનો કૉન્ટ્રેક્ટ કેવી રીતે આપી દેવાયો.
કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે પુલ બનાવનાર કંપની ઓ
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત : આપે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી, 22 નામ જાહેર, પાછલા ઘણા સમયથી આમ આદમી પાર્ટી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને જોતાં સક્રિય થઈ ચૂકી છે.
આમ આદમી પાર્ટીએ (AAP) ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી હતી.
નોંધનીય છે કે ગુજરાતમાં ચૂંટણી આડે અમુક જ દિવસ બાકી રહ્યા છે.
પાછલા ઘણા સમયથી આમ આદમી પાર્ટી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને જોતાં સક્રિય થઈ ચૂકી છે.
આ યાદીમાં 22 ઉમેદવારોનાં નામની જાહેરાત કરાઈ છે.
નોંધનીય છે કે દહેગામ વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે યુવરાજસિંહ જાડેજાનું નામ જાહેર કરાયું છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
દીવાલ ઘડિયાળ, ઇલેક્ટ્રિક બાઇક બનાવતી 800 કરોડની કંપની જે મોરબી બ્રિજ દુર્ઘટનાના કેન્દ્રમાં છે
મોરબી પુલ દુર્ઘટનામાં પોલીસે પકડેલા આરોપીઓ કોણ છે?
મોરબી દુર્ઘટનાની તપાસની માગણી કરતી PILની સુનાવણી સુપ્રીમ કોર્ટ 14 નવેમ્બરે હાથ ધરશે, ગત રવિવારે થયેલ દુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં ઘણાં બાળકો પણ સામેલ હતાં.

ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા તપાસ માટેની PILની સુનાવણી 14 નવેમ્બરે હાથ ધરાશે મોરબી ઝૂલતા પુલ અકસ્માત બાબતે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ પાસેથી તપાસ કરાવવાની દાદ માગતી જાહેર હિતની અરજી (PIL)ની સુનાવણી 14 નવેમ્બર કરવામાં કરવામાં આવશે.
નોંધનીય છે વકીલ વિશાલ તિવારીએ કરેલ આ PILમાં દેશમાં જૂનાં અને ભયજનક સ્થળો અને ઇમારતોના રિસ્ક ઍસેસમૅન્ટ માટે સર્વે સમિતિની રચના કરવા ભારત અને રાજ્ય સરકારો માટે માર્ગદર્શિકા જાહેર કરવાની વિનંતી કરાઈ હતી.
સમાચાર સંસ્થા ANIના એક ટ્વીટ અનુસાર સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી માટે 14 નવેમ્બરની તારીખ મુકરર કરી છે.
મોરબી પુલ અકસ્માતમાં 135નાં મૃત્યુ, 153ને ડિસ્ચાર્જ કરાયા : રાજેન્દ્ર ત્રિવેદી, કાયદામંત્રીએ આ ઘટનાને પગલે 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક પાળવાના રાજ્ય સરકારના નિર્ણયની જાહેરાત પણ કરી હતી.

ઇમેજ સ્રોત, Rajendra Trivedi/Facebook
ઇમેજ કૅપ્શન, રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાતના કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પત્રકારો સાથેની વાતચીતમાં મોરબી પુલ અકસ્માતમાં અત્યાર સુધી 135 લોકોનાં મૃત્યુ થયાં હોવાની જાણકારી આપી હતી.
કાયદામંત્રીએ આ ઘટનાને પગલે 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક પાળવાના રાજ્ય સરકારના નિર્ણયની જાહેરાત પણ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે 2 નવેમ્બરે સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
ઘટનામાં ઈજાગ્રસ્તોને આપેલ સારવાર અંગે માહિતી આપતાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 153 અસરગ્રસ્તોને સારવાર આપી ડિસ્ચાર્જ કરી દેવાયા છે અને 17 લોકો હજુ સારવાર હેઠળ છે.
તેમણે મોરબી અકસ્માતના પીડિતોની મુલાકાત માટે વડા પ્રધાન મોદી મંગળવારે ગુજરાત આવી રહ્યા હોવાની માહિતી આપી હતી.
મોરબી : 'મારી રાખડીનું બંધન ખોવાયું', નદીકિનારેથી હૉસ્પિટલ સુધી ભાઈને શોધી રહેલી બહેનનો વલોપાત
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે SCમાં નિવૃત્ત જજ પાસે તપાસની માગ કરતી PIL કરાઈ, PILમાં દેશમાં જૂનાં અને ભયજનક સ્મારકો-સ્થળોના જોખમનિર્ધારણ અને સર્વે માટે સમિતિની રચના કરવા ભારત સરકાર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવાની માગ કરાઈ છે
રવિવારે સાંજે બનેલ મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાના એક દિવસ બાદ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) કરાઈ છે અરજીમાં આ સમગ્ર મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ પાસેથી કરાવવાની માગ કરાઈ છે.
નોંધનીય છે કે આ ઘટનામાં હજુ સુધી 134 મૃત્યુ થયાં છે. આ સિવાય અરજીમાં દેશનાં તમામ જાહેર સ્થળોએ સેફ્ટી ઓડિટ કરાવવા માટેની માગ પણ કરાઈ છે.
અરજી કરનાર વકીલ વિશાલ તિવારીએ કરેલ આ PILમાં રાજ્યોમાં દુર્ઘટનાની તપાસ માટે કાયમી આપત્તિ તપાસ ટીમ બનાવવા નિર્દેશ આપવાની દાદ મગાઈ છે.
બીબીસીના સહયોગી સુચિત્ર મોહંતીએ શૅર કરેલ માહિતી અનુસાર આ PILમાં દેશમાં જૂનાં અને ભયજનક સ્મારકો-સ્થળોના જોખમનિર્ધારણ અને સર્વે માટે સમિતિની રચના કરવા ભારત સરકાર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવાની માગ કરાઈ છે.
આ સિવાય PILમાં રાજ્યો સરકારો દ્વારા કન્સ્ટ્રક્શન ઇન્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશ ડિપાર્ટમેન્ટની રચના કરવા સૂચન આપવાની વિનંતી કરાઈ છે.
જેથી જાહેર બાંધકામનાં સ્થળોએ થયેલ કામની ગુણવત્તા અને તેની સલામતી સુનિશ્ચિત કરી શકાય.
બીબીસી સાથેની વાતચીતમાં તિવારીએ કહ્યું હતું કે, “આવી ઘટનાઓ જવાબદારીમાંથી ન ભજવવાની ગંભીર વૃત્તિ અને સરકારી તંત્રની બેદરકારી સૂચવે છે. તેથી આ ઘટના અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા વિગતવાર તપાસ થવી જોઈએ.”

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબી પુલ દુર્ઘટનાના પીડિતોની મુલાકાત કરશે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે એક વાગ્યે મોરબી પહોંચશે, તેમની આ મુલાકાત વિશે કૉંગ્રેસે સવાલ કર્યા છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બપોરે મોરબીના ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનાના પીડિતો અને તેમના પરીવારની મુલાકાત કરશે.
રવિવારે સાંજે બનેલી આ દુર્ઘટનામાં મોરબીનો 150 વર્ષ જૂનો ઐતિહાસિક પુલ તૂટી પડ્યો હતો જેમાં 134 વ્યક્તિઓના મોત થયા છે.
આ ઘટનામાં પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.
વડા પ્રધાન મોદીએ સોમવારે રાત્રે ગુજરાતના રાજભવન ખાતે મળેલી બેઠકમાં મોરબી દુર્ઘટના વિશેની વિગતવાર માહિતી મેળવી હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ગુજરાત સરકારે 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું.
આ મામલાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતીની રચના કરવામાં આવી છે.
વડા પ્રધાનની મુલાકાતના મોરબી મુલાકાતના સમાચાર મળતાની સાથે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સફાઈ અને રંગરોગાનની કામગીરીના કથિત વીડિયો વાઇરલ થયા હતા. આ વીડિયો સંદર્ભે કૉંગ્રેસે આ દુખદ ઘટનાને એક ઇવેન્ટ બનાવી દેવા વિશે સવાલ કર્યા છે.
