કેરળમાં કેવો જંગ?
કેરળમાં તમામ 140બેઠકો 2.74કરોડ મતદારો 957ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે.
માનવામાં આવી રહ્યું છે કે અહીં મુખ્ય જંગ શાસક એલડીએફ અને વિપક્ષ યુડીએફ વચ્ચે યોજાઈ રહ્યો છે.
વર્ષ 1980બાદથી અહીં આ બન્ને પક્ષો સત્તા પર રહ્યા છે. જોકે, કોઈ એક પક્ષને સતત બે વખત સત્તામાં રહેવાનું સુખ હાંસલ નથી થયું. જેને પગલે અહીંની ચૂંટણી બહુ રસપ્રદ જણાઈ રહી છે.
આજની ચૂંટણીમાં જે મહત્ત્વના નેતાઓના ભાગ્યનો નિર્ણય થવાનો છે, તેમાં રાજ્યના અત્યારના મુખ્ય મંત્રી પિનારાઈ વિજયન, આરોગ્યમંત્રી કે.કે. શૈલજા, ઊર્જામંત્રી એમ.એમ. મણિ, વિપક્ષના નેતા રમેશ ચેન્નિતાલા, પૂર્વ મુખ્ય મંત્રી ઉમેન ચાંડી, વરિષ્ઠ નેતા મુરલીધરન અને તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા ઈ. શ્રીધરન સામેલ છે.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણીને ધ્યાને લેતા કેરળમાં કેટલીય ચૂંટણીસભાઓ યોજી હતી.
આ ચૂંટણી તેમના માટે પણ મહત્ત્વની પરીક્ષા સાબિત થઈ શકે છે.
આ દરમિયાન કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને પિનરાઈમાં પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો.