તામિલનાડુ, કેરળ, આસામ, પુડ્ડુચેરીમાં આજે 'આરપાર'ની લડાઈ, બંગાળમાં ત્રિપાંખિયો જંગ

પાંચ રાજ્યોની 475 બેઠકો પર મતદાન, ભાજપ તેનો 'પૂર્વોત્તરનો ગઢ' અને ડાબેરીઓ તેમનો 'છેલ્લો ગઢ' બચાવી શકશે કે કેમ, તેનો જનતા નિર્ણય કરશે.

લાઇવ કવરેજ

  1. કેરળમાં કેવો જંગ?

    કેરળમાં તમામ 140બેઠકો 2.74કરોડ મતદારો 957ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે.

    માનવામાં આવી રહ્યું છે કે અહીં મુખ્ય જંગ શાસક એલડીએફ અને વિપક્ષ યુડીએફ વચ્ચે યોજાઈ રહ્યો છે.

    વર્ષ 1980બાદથી અહીં આ બન્ને પક્ષો સત્તા પર રહ્યા છે. જોકે, કોઈ એક પક્ષને સતત બે વખત સત્તામાં રહેવાનું સુખ હાંસલ નથી થયું. જેને પગલે અહીંની ચૂંટણી બહુ રસપ્રદ જણાઈ રહી છે.

    આજની ચૂંટણીમાં જે મહત્ત્વના નેતાઓના ભાગ્યનો નિર્ણય થવાનો છે, તેમાં રાજ્યના અત્યારના મુખ્ય મંત્રી પિનારાઈ વિજયન, આરોગ્યમંત્રી કે.કે. શૈલજા, ઊર્જામંત્રી એમ.એમ. મણિ, વિપક્ષના નેતા રમેશ ચેન્નિતાલા, પૂર્વ મુખ્ય મંત્રી ઉમેન ચાંડી, વરિષ્ઠ નેતા મુરલીધરન અને તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા ઈ. શ્રીધરન સામેલ છે.

    કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણીને ધ્યાને લેતા કેરળમાં કેટલીય ચૂંટણીસભાઓ યોજી હતી.

    આ ચૂંટણી તેમના માટે પણ મહત્ત્વની પરીક્ષા સાબિત થઈ શકે છે.

    આ દરમિયાન કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને પિનરાઈમાં પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  2. બંગાળમાં ચાલું રહેશે ચૂંટણીનો જંગ

    તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં એક તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે અહીં ચૂંટણીનો જંગ આજે પૂરો થઈ જશે. જ્યારે આસામમાં અંતિમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે, જે બાદ અહીં પણ મંગળવારે ચૂંટણીનું સમાપન થશે.

    જોકે, પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે, એવામાં મંગળવાર બાદ અહીં વધુ પાચ તબક્કાની ચૂંટણી બાકી રહશે.

    અહીં તમામ તબક્કાનું મતદાન 29એપ્રિલે પૂર્ણ થશે. તમામ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીનાં પરિણામો બીજી મેના રોજ જાહેર થશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  3. બ્રેકિંગ, મતદાનનો પ્રારંભ

    પાંચ રાજ્યોની 475બેઠકો પર આજે મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં આસામમાં અંતિમ તબક્કામાં 40બેઠકો પર મતદાનનો પ્રારંભ થઈ ગયો છે.

    જ્યારે પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કામાં 31 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    બદલો X કન્ટેન્ટ, 2

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

  4. પાંચ રાજ્યની 475 બેઠકો પર મતદાન

    દેશનાં પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લેતાં 6 એપ્રિલનો દિવસ મહત્ત્વનો છે.

    આજે તામિલનાડુની તમામ 234 બેઠકો સાથે કેરળની તમામ 140 બેઠકો પર પણ મતદાન યોજાઈ રહ્યું છે. જ્યારે આસામમાં આજે ત્રીજા અને અંતિમ ચરણનું મતદાન યોજાઈ રહ્યું છે.

    તો પશ્ચિમ બંગાળની 31 બેઠકો પર આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે.

    આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની તમામ 30 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. વિધાનસભાની આ ચૂંટણીઓ ઉપરાંત કન્યાકુમારી અને મલ્લપુરમની લોકસભાની બેઠકો પણ પણ મતદાન યોજાઈ રહ્યું છે.

    વિધાનસભાની ચૂંટણી

    ઇમેજ સ્રોત, ANI

  5. નમસ્કાર! બીબીસી ગુજરાતી સેવા પર વિધાનસભાની ચૂંટણીઓના આ લાઇવ રિપોર્ટિંગ પેજ પર આપનું સ્વાગત છે. અહીં દિવસ દરમિયાનની ચૂંટણીસંબંધિત માહિતી રજૂ કરવામાં આવશે.