વિશ્વમાં કોરોના વાઇરસનાં કારણે મરણાંક 37 હજારને પાર, ઇટાલીમાં 11 હજારથી વધારે લોકોનાં મૃત્યુ, અમેરિકામાં પૉઝિટિવ કેસોની સંખ્યા એક લાખ ૬૦ હજારને પાર
ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ 69 પૉઝિટિવ કેસ નોંધાયેલા છે, જ્યારે 6નાં મૃત્યુ થયાં છે.
ભારતમાં કોરોનાથી ચેપગ્રસ્ત હોવાના કુલ 1251 કેસ નોંધાયા છે, જ્યારે 32નાં મૃત્યુ થયાં છે. 102 સાજાં થઈ ગયા છે કે ડિસ્ચાર્જ કરી દેવાયા છે.
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે, વિશ્વભરમાં કોરોના વાઇરસના કુલ 7,84,716 કેસ નોંધાયા છે, તેનાં કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 37,639એ પહોંચી છે.
વિશ્વમાં સૌથી વધુ કેસ અમેરિકા (163,807), ઇટાલી (1,01,739), સ્પેન (87,956), ચીન (82,223) અને જર્મનીમાં (66,885) નોંધાયા છે.
ઇટાલીમાં (11,591), સ્પેનમાં (7,716), ચીનનાં હુબેઈમાં (3,186) અને ફ્રાન્સમાં (3024) દરદી મૃત્યુ પામ્યાં છે.