મોદીએ ચૂંટણી પરિણામો
પર બોલતા કહ્યું કે દિવાળીની શરૂઆત થતાં પહેલાં જ મહારાષ્ટ્ર અને હરિયાણાની જનતાએ ભાજપ
અને અમારા સાથીઓ અંગે જે વિશ્વાસ બતાવ્યો છે તે માટે તેમને અભિનંદન.
મહારાષ્ટ્ર અને હરિયાણા
ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ પણ અથાગ પ્રયત્ન કર્યો. તેમને પણ અભિનંદન.
મહારાષ્ટ્ર અને હરિયાણામાં
મુખ્ય મંત્રી તરીકે દેવેન્દ્રજી અને મનોહરલાલનો પણ પ્રથમ અનુભવ. આ બંને લોકો ક્યારેય
મંત્રી પણ રહ્યા નથી.
મહારાષ્ટ્રમાં ગત
ચૂંટણીમાં પૂર્ણ બહુમત નહોતો મળ્યો, હરિયાણામાં બે બેઠકોની
બહુમતી હતી. તેમ છતાં બંનેએ બધાને સાથે લઈને રાજ્યોની સેવા કરી.
જે રાજકીય પંડિતો
આજે ચૂંટણીનું વિશ્લેષણ કરી રહ્યા છે, હરિયાણામાં એક અભૂતપૂર્વ
વિજય થયો છે. એટલા માટે કેમ કે એક સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ જીતીને ફરી આવે તેવું
ઓછું બને છે.
આવા સમયે સૌથી મોટા
પક્ષ તરીકે ફરીથી ચૂંટાવું તે મોટી વાત છે.
જે લોકો હરિયાણાની
રાજનીતિ જાણે છે તેમને ખબર છે, મેં ત્યાં વર્ષો સુધી
કામ કર્યું છે. કોઈ પણ પક્ષ સાથે અમારે સમજૂતી કરવાની હોત તો તેમની શરતો પર ક્યારેક
5 કે 10 બેઠકો લડવી પડતી હતી.
ત્યાં 10થી વધારે
બેઠકો મળે તો અમારું સૌભાગ્ય હતું, 2014 સુધી અમારી ત્યાં
આ સ્થિતિ હતી.
હરિયાણાની ભાજપને
જેટલાં અભિનંદન આપીએ એટલાં ઓછાં છે.
2014 પહેલાં ભાજપ
મહારાષ્ટ્રમાં જુનિયર પાર્ટનર રહી. શિવસેનાના નેતૃત્વમાં જ સરકાર બની. છેલ્લાં 50 વર્ષોમાં
એક પણ મુખ્ય મંત્રી પૂરાં 5 વર્ષ મહારાષ્ટ્રની સેવા નથી કરી શક્યા.
50 વર્ષ બાદ પ્રથમ
વખત દેવેન્દ્ર ફડણવીસ પાંચ વર્ષ પૂરા કરી શક્યા.