ચૂંટણી પરિણામ : મહારાષ્ટ્રમાં ભાજપને પાતળી બહુમતી, હરિયાણામાં બહુમતી નહીં
મહારાષ્ટ્ર અને હરિયાણાની સાથે 16 રાજ્યોની 51 બેઠકોની પેટાચૂંટણીનાં પરિણામો જાહેર
લાઇવ કવરેજ
કોને કેટલી બેઠક?
રાતના 10.30 વાગ્યા સુધી મળેલી માહિતી અનુસાર
મહારાષ્ટ્રમાં ભાજપ અને તેમના સહયોગીઓને 163 બેઠકો મળી રહી છે.
જ્યારે કૉંગ્રેસ
અને તેમના સહયોગીઓને 98 બેઠકો તેમજ અન્યને 27 બેઠકો મળી રહી છે.
તેમજ હરિયાણા વિધાનસભામાં ભાજપને 40 બેઠકો મળી રહી છે, કૉંગ્રેસને 31 બેઠકો જ્યારે અન્યને 19
બેઠકો મળી રહી છે.
વડા પ્રધાન મોદીએ શું કહ્યું?
મોદીએ ચૂંટણી પરિણામો
પર બોલતા કહ્યું કે દિવાળીની શરૂઆત થતાં પહેલાં જ મહારાષ્ટ્ર અને હરિયાણાની જનતાએ ભાજપ
અને અમારા સાથીઓ અંગે જે વિશ્વાસ બતાવ્યો છે તે માટે તેમને અભિનંદન.
મહારાષ્ટ્ર અને હરિયાણા
ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ પણ અથાગ પ્રયત્ન કર્યો. તેમને પણ અભિનંદન.
મહારાષ્ટ્ર અને હરિયાણામાં
મુખ્ય મંત્રી તરીકે દેવેન્દ્રજી અને મનોહરલાલનો પણ પ્રથમ અનુભવ. આ બંને લોકો ક્યારેય
મંત્રી પણ રહ્યા નથી.
મહારાષ્ટ્રમાં ગત
ચૂંટણીમાં પૂર્ણ બહુમત નહોતો મળ્યો, હરિયાણામાં બે બેઠકોની
બહુમતી હતી. તેમ છતાં બંનેએ બધાને સાથે લઈને રાજ્યોની સેવા કરી.
જે રાજકીય પંડિતો
આજે ચૂંટણીનું વિશ્લેષણ કરી રહ્યા છે, હરિયાણામાં એક અભૂતપૂર્વ
વિજય થયો છે. એટલા માટે કેમ કે એક સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ જીતીને ફરી આવે તેવું
ઓછું બને છે.
આવા સમયે સૌથી મોટા
પક્ષ તરીકે ફરીથી ચૂંટાવું તે મોટી વાત છે.
જે લોકો હરિયાણાની
રાજનીતિ જાણે છે તેમને ખબર છે, મેં ત્યાં વર્ષો સુધી
કામ કર્યું છે. કોઈ પણ પક્ષ સાથે અમારે સમજૂતી કરવાની હોત તો તેમની શરતો પર ક્યારેક
5 કે 10 બેઠકો લડવી પડતી હતી.
ત્યાં 10થી વધારે
બેઠકો મળે તો અમારું સૌભાગ્ય હતું, 2014 સુધી અમારી ત્યાં
આ સ્થિતિ હતી.
હરિયાણાની ભાજપને
જેટલાં અભિનંદન આપીએ એટલાં ઓછાં છે.
2014 પહેલાં ભાજપ
મહારાષ્ટ્રમાં જુનિયર પાર્ટનર રહી. શિવસેનાના નેતૃત્વમાં જ સરકાર બની. છેલ્લાં 50 વર્ષોમાં
એક પણ મુખ્ય મંત્રી પૂરાં 5 વર્ષ મહારાષ્ટ્રની સેવા નથી કરી શક્યા.
50 વર્ષ બાદ પ્રથમ
વખત દેવેન્દ્ર ફડણવીસ પાંચ વર્ષ પૂરા કરી શક્યા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
ચૂંટણી પરિણામ વિશે અમિત શાહે શું કહ્યું?
આજે બંને રાજ્યનાં
જે પરિણામો આવ્યાં છે તેમાં ભાજપ તેના સંગઠન સાથે સંપૂર્ણ બહુમત મળ્યો છે.
હરિયાણામાં ગત વિધાનસભા
ચૂંટણીઓ કરતાં મતોમાં 3 ટકાનો વધારો કરતા
ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો છે.
દેશના કરોડો કાર્યકર્તાઓને
અભિનંદન આપું છું કે મોદી.02માં પ્રથમ બંને રાજ્યની
ચૂંટણીઓ ભાજપે જીતી છે.
આ બંને રાજ્ય ભાજપનાં
પરંપરાગત રાજ્ય નથી. આ પહેલાં ત્યાં ભાજપના મુખ્ય મંત્રીઓ ન હતા.
દેશમાં પણ 2019માં જનતાએ પહેલાં કરતાં વધારે મતો આપીને મોદીને
વડા પ્રધાન બનાવવાનો ચુકાદો આપ્યો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી કાર્યાલય પહોંચ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ ભાજપના કાર્યાલયે પહોંચ્યા છે. આ પહેલાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ ત્યાં પહોંચ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન મોદીએ લોકોનો આભાર માન્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણા અને મહારાષ્ટ્રના લોકોનો આભાર માન્યો છે અને બંને રાજ્યમાં ઉત્સાહ અને સમર્પણ સાથે આગળ પણ કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
અમિત શાહ દિલ્હીના ભાજપ કાર્યાલયે પહોંચ્યા
ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી ખાતેના ભાજપના કાર્યાલયે પહોંચી ગયા છે.
એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્ર અને હરિયાણાના પરિણામોને લઈને અહીં ચર્ચા થશે.
આ પહેલાં અમિત શાહે જીત માટે મહારાષ્ટ્ર અને હરિયાણાના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યાં હતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
રાજકીય વિશ્લેષકો શું કહે છે?
મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામ વિશે મુંબઈથી રાજકીય વિશ્લેષકો રમેશ ઓઝા અને યોગેશ કામદાર, નવભારત ટાઇમ્સના ભૂતપૂર્વ તંત્રી વિશ્વનાથ સચદેવ અને કવિ અનિલ જોશી સાથે વાતચીત
મહારાષ્ટ્રમાં ભાજપનું નબળું પ્રદર્શન?
મહારાષ્ટ્રમાં ભાજપે નબળું પ્રદર્શન કર્યું છે. ભાજપ અને શિવસેનાના સંગઠનને કુલ 161 બેઠકો હાલ મળતી દેખાઈ રહી છે.
જ્યારે કૉંગ્રેસ અને એનસીપીને 99 બેઠકો મળી રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપનો આંકડો 100 બેઠકોની આસપાસ અટકી જાય તેવી શક્યતા છે.
બીજી તરફ કૉંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન 100 બેઠકોનો આંકડો પાર કરી જાય તેવી શક્યતા છે.
આ વખતે મહારાષ્ટ્રમાં ભાજપ પક્ષના કેટલાક બળવાખોરોએ પણ જીત મેળવી છે.
ભાજપ કાર્યાલયમાં કેવો છે માહોલ?
ગુજરાત સ્થિત ભાજપ કાર્યાલયથી પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બીબીસી સંવાદદાતાની વાતચીત.
નરેન્દ્ર મોદી-અમિત શાહ કરશે સંબોધન
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ભાજપ મુખ્યાલય ખાતે પક્ષના કાર્યકરોને આજે સંબોધશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
મૂળ મુદ્દાઓ છૂટી રહ્યા છે - સુપ્રિયા સુલે
એનસીપીનાં નેતા સુપ્રિયા સુલેએ કહ્યું, "દેશમાં અર્થતંત્ર, બેરોજગારી, ભાવવધારો, ખેડૂતોના પ્રશ્નો અંગે ચિંતા છે. મૂળ મુદ્દાઓ પાછળ છૂટી રહ્યા છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
હરિયાણામાં મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટર 41,950 મતોથી આગળ
હરિયાણા વિધાનસભા
ચૂંટણી પરિણામોના વલણમાં ભાજપના નેતા અને મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટર 41,950
મતોથી આગળ છે.
હરિયાણામાં ભાજપ
અને કૉંગ્રેસ વચ્ચે ખૂબ રસાકસી જોવા મળી છે અને એક પણ પક્ષ સ્પષ્ટ બહુમતી મેળવી
નથી શક્યો.
હરિયાણામાં ભાજપ
38 બેઠકો પર, કૉંગ્રેસ 34 બેઠકો પર અને જેપીપી, આઈએનએલડી સહિત અન્ય પક્ષો 18 બેઠકો
પર આગળ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
હરિયાણામાં ભાજપ પર અપક્ષ પર દબાણ કરવાનો આરોપ
હરિયાણા વિધાનસભા
ચૂંટણી પરિણામોના વલણ પછી કૉંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડાએ કહ્યું કે ભાજપ અપક્ષ
ધારાસભ્યો પર દબાણ ઊભું કરી
રહ્યો છે.
એમણે કહ્યું કે
દરેક અપક્ષ જેને સમર્થન કરવા માગે તેનો તેમને મોકો મળવો જોઈએ.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
સત્તા તો આવતી જતી રહે છે – શરદ પવાર
એનસીપી નેતા શરદ
પવારે મતદારોનો આભાર માન્યો અને કહ્યું કે એનસીપી-કૉંગ્રેસ ગઠબંધને ખૂબ મહેનત કરી.
સત્તા તો આવતી જતી રહે છે પરંતુ લોકોની મદદ માટે પ્રતિબદ્ધ રહેવું મહત્ત્વનું છે.
એમણે એમ પણ
કહ્યું કે સાથી પક્ષો આગળની રણનીતિ નક્કી કરશે પણ શિવસેના સાથે નહીં જઈએ.
ઇમેજ સ્રોત, ANI
હરિયાણામાં જેપીપી, આઈએનએલડી અને અપક્ષોને કૉંગ્રેસની અપીલ
હરિયાણાના પૂર્વ
મુખ્ય મંત્રી ભૂપિન્દર હુડાએ જનનાયક જનતા પાર્ટી, આઈએનએલડી અને અપક્ષોને કૉંગ્રેસ
સાથે મળીને સરકાર બનાવવાનું આહ્વાન કર્યું છે.
હરિયાણામાં ભાજપ-કૉંગ્રેસ 35-35 બેઠકો પર આગળ છે અને
જેપીપી સહિત અન્ય પ7 20 બેઠકો પર આગળ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
ઘાટકોપરથી જીતેલા ગુજરાતી ઉમેદવારે પ્રાંતવાદ પર શું કહ્યું?
ઘાટકોપરથી જીતનાર
ભાજપના નેતા પરાગ શાહે બીબીસી સાથે ખાસ વાતચીત કરી.
એમણે ચૂંટણીમાં
જીત અને પ્રાંતવાદ વિશે શું કહ્યું જાણો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
મહારાષ્ટ્રમાં બપોરે 1.30 વાગ્યા સુધીની સ્થિતિ
મહારાષ્ટ્રમાં
બપોરે 1.30 વાગ્યા સુધીમાં ભાજપ અને સાથી પક્ષ શિવસેના 166 બેઠકો પર આગળ છે.
કૉંગ્રેસ-એનસીપી
ગઠબંધન 93 બેઠકો પર આગળ છે અને અન્ય 29 બેઠક પર આગળ છે.
મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો છે અને હાલ
શિવસેના-ભાજપની સરકાર છે.
ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્ર વિધાનસભા વલણ
હરિયાણામાં ભાજપ-કૉંગ્રેસ 35-35
હરિયાણામાં
કૉંગ્રેસ-ભાજપ વચ્ચે કટોકટીનો જંગ બરકરાર છે. બેઉ પક્ષો 35-35 બેઠકો પર આગળ ચાલે
છે.
આ જંગમાં દુષ્યંત
ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સહિત અન્ય 20 બેઠકો પર આગળ છે.
ઇમેજ સ્રોત, c voter
ઇમેજ કૅપ્શન, હરિયાણા
હરિયાણામાં કૉંગ્રેસ-ભાજપ વચ્ચે કટોકટીનો જંગ
હરિયાણામાં ભાજપ
અને કૉંગ્રેસ વચ્ચે કટોકટીનો જંગ ચાલી રહ્યો છે.
અત્યાર સુધીના
આંકડા મુજબ ભાજપ 37 બેઠકો પર આગળ છે તો કૉંગ્રેસ 31 પર આગળ છે.
આ જંગમાં દુષ્યંત
ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી કિંગ-મેકર બનવા જઈ રહી છે જેના ઉમેદવારો 11 બેઠકો પર આગળ છે.
2014માં ભાજપે
90માંથી 47 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. એ વખતે કૉંગ્રેસને 15 અને આઈએનએલડીને 19
બેઠકો મળી હતી.