You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

વિધાનસભા ચૂંટણી : મહારાષ્ટ્રમાં 59.01 ટકા અને હરિયાણામાં 65.49 ટકા મતદાન

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 અને હરિયાણા વિધાનસભાની 90 બેઠકો પર મતદાન પૂર્ણ.

લાઇવ કવરેજ

  1. હરિયાણા અને મહારાષ્ટ્રમાં મતદાન પૂર્ણ

    હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીનું મતદાન સાંજે છ વાગ્યે પૂર્ણ થયું હતું.

    અત્યાર સુધી નોંધાયેલી ટકાવારી પ્રમાણે હરિયાણામાં 61.95 ટકા અને મહારાષ્ટ્રમાં 55.51 ટકા મતદાન થયું છે.

    આ સાથે ગુજરાતની છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું હતું. છ બેઠકો પૈકી સૌથી વધારે મતદાન થરાદ બેઠક પર 65.47 ટકા નોંધાયું હતું.

  2. 107 વર્ષનાં આ મહિલાનું મતદાન કરવા બદલ સન્માન કરાયું

    21 ઑક્ટોબર, 2019ના રોજ 107 વર્ષનાં સુમિત્રા રાય જેઓ સિક્કિમનાં સૌથી મોટી ઉંમરનાં મતદાર છે, તેઓ જ્યારે મતદાનમથક પર મતાધિકારનો ઉપયોગ કરવા આવ્યાં ત્યારે ત્યાં હાજર ચૂંટણી અધિકારીઓએ તેમને સન્માનિત કર્યાં હતાં.

    નાગરિક તરીકેની મતદાનની ફરજ પ્રત્યેની તેમની નિષ્ઠા માટે તેમને સન્માનિત કરાયાં હતાં.

    નોંધનીય છે કે સિક્કિમની પોકલોક કામરાંગ, મારતમ રુમતેક અને ગંગટોક વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી.

    જે પૈકી પોકલોક કામરાંગ બેઠક પરથી સિક્કિમના મુખ્ય મંત્રી પ્રેમસિંઘ તમાંગ ચૂંટણીમેદાને ઊતર્યા છે. તેમજ ગંગટોક બેઠક પરથી બાઈચુંગ ભૂટિયા ચૂંટણી લડી રહ્યા છે.

  3. મતદાનમાં છેલ્લો અડધો કલાક બાકી

    મતદાનમાં હવે છેલ્લો અડધો કલાક બાકી છે, ત્યારે મહારાષ્ટ્રમાં 45.85 ટકા અને હરિયાણામાં 56.77 ટકા મતદાન થયું છે.

  4. જોહ્ન અબ્રાહમે કર્યું મતદાન

    અભિનેતા જોહ્ન અબ્રાહમે મતદાન કર્યા બાદ તસવીર ટ્વીટ કરી હતી.

  5. મતદારો માટે ટ્રેલર ગોઠવ્યાં

    'લોકશાહી જીતી ગઈ'

    વરદરાજ નામના ટ્વિટર યૂઝરે આ કૅપ્શન સાથે મહારાષ્ટ્રના એક મતદાનમથકની તસવીર ટ્વીટ કરી હતી.

    વરસાદને કારણે મતદાનમથક બહાર કાદવ થઈ ગયો હતો. જોકે મતદારોને ઓછી અગવડતા થાય એ માટે લાઇનબદ્ધ ટ્રેલર ગોઠવી દેવામાં આવ્યાં હતાં.

  6. શાહરુખ અને ગૌરી ખાને કર્યું મતદાન

    ફિલ્મ ઇંડસ્ટ્રીના કિંગ ખાન ગણાતા શાહરુખ તેમનાં પત્ની ગૌરી સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

  7. જૂહી ચાવલાએ કર્યું મતદાન

    અભિનેત્રી જૂહી ચાવલાએ પણ મતદાન કર્યું હતું અને મતદાન બાદ તસવીર ટ્વીટ કરી હતી.

  8. પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ પરિવાર સાથે મત આપ્યો

    પૂર્વ ધારાસભ્ય અને સાંસદ કિરીટ સોમૈયાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું.

    કિરીટ સોમૈયા મહારાષ્ટ્ર ભાજપમાં ઉપપ્રમુખ છે અને મુંબઈના ગુજરાતી નેતા તરીકે તેમનું નામ ચર્ચાય છે.

    1995માં કિરીટ સોમૈયા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી મુલુંડ બેઠક પરથી જીત્યા હતા.

    1999માં અને 2014માં તેઓ લોકસભામાં ચૂંટાયા હતા.

  9. દીપિકા પદુકોણે મત આપ્યો

    જાણીતાં ફિલ્મ અભિનેત્રી દીપિકા પદુકોણે મુંબઈમાં મત આપ્યો હતો.

    દીપિકા મુંબઈમાં પ્રભાદેવી વિસ્તારમાં રહે છે.

    ગત વર્ષે દીપિતા પદુકોણેએ રણવીર સિંહ સાથે લગ્ન કર્યાં છે.

  10. રિતિક રોશન અને અનિલ કપૂરનું મતદાન

    જાણીતા અભિનેતા અનિલ કપૂર અને રિતિક રોશને અંધેરી પશ્ચિમમાં મતદાન કર્યુ હતું.

    આ બેઠક પર ભાજપના અમિત સાતમ, કૉંગ્રેસના અશોક જાધવ વચ્ચે ટક્કર છે.

  11. જિનેલિયા અને રિતેશ દેશમુખે મતદાન બાદ શું કહ્યું?

  12. હરિયાણામાં ભાજપના ઉમેદવારને નોટિસ

    હરિયાણામાં ભાજપના ઉમેદવારને ચૂંટણીપંચે કારણદર્શક નોટિસ આપી છે.

    ભાજપના ઉમેદવાર બક્ષિશ સિંઘ ઈવીએમનો દરેક મત ભાજપને જ જશે એવી કૉમેન્ટ કરી હતી. તેમની આ કૉમેન્ટનો વીડિયો વાઇરલ થયો હતો

    ધારાસભ્ય બક્ષિશ સિંઘ અસંધ વિધાનસભા બેઠકથી ઉમેદવાર છે.

    હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી અનુરાગ અગ્રવાલે બક્ષિસ સિંઘને નોટિસ આપી છે.

    ચૂંટણી અધિકારીએ કહ્યું કે આ વાઇરલ વીડિયોની તપાસ ચાલી રહી છે.

  13. મહારાષ્ટ્રમાં 28.50 ટકા અને હરિયાણામાં 35.81 ટકા મતદાન

  14. હરિયાણામાં પૂર્વ મુખ્ય મંત્રી હુડાએ મતદાન કર્યું

    હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી અને સિનિયર કૉંગ્રેસી નેતા ભૂપિન્દર સિંઘ હુડાએ રોહતકમાં મતદાન કર્યું હતું.

    હરિયાણામાં ભાજપ, કૉંગ્રેસ, નેશનલ લોક દળ અને જનનાયક જનતા પાર્ટી વચ્ચે મુકાબલો છે.

    હરિયાણામાં 90 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

    2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જાટ બહુમતી ધરાવતી બેઠકો પર કબજો જમાવી સત્તા મેળવી હતી. હરિયાણામાં 17 અનામત બેઠકો છે અને 73 જનરલ બેઠકો છે.

  15. ગોવિંદા આલા રે...મત આપવા

    જાણીતા ફિલ્મ અભિનેતા ગોવિંદા અને એમનાં પત્ની સુનિતાએ અંધેરી પશ્ચિમમાં મતદાન કર્યું.

    કૉમિડી ફિલ્મોને કારણે જાણીતા ગોવિંદા 2004માં કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા અને ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા હતા

    જોકે, સંસદમાં ગોવિંદાએ ખાસ સક્રિયતા ન દાખવતા તેમની ટીકા પણ થઈ હતી.

    2008માં ગોવિંદાએ રાજીનામું આપીને રાજકારણને બદલે ફિલ્મો પર ધ્યાન આપવાનું નક્કી કર્યું હતું.

  16. વિવેક ઓબેરોયે કર્યું મતદાન

    જાણીતા અભિનેતા વિવેક ઓબેરોયે મતદાન કર્યું છે.

    વિવેકે ઓબેરોય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરની ફિલ્મમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી રહ્યા છે.

  17. સચીન તેંડુલકરે પરિવાર સાથે મતદાન કર્યું

    જાણીતા ક્રિકેટર સચીન તેંડુલકરે બાન્દ્રામાં પત્ની અંજલિ અને પુત્ર અર્જુન સાથે મત આપ્યો હતો.

    સચીન તેંડુલકર બાન્દ્રા પશ્ચિમથી મતદાર છે.

    ક્રિકેટમાં અનેક વિક્રમો પોતાને નામે કરનાર સચીન તેંડુલકરને ભારતરત્નથી સન્માનિત કરાયા હતા.

  18. સુદર્શન પટ્ટનાયકે પૂરીમાં દોર્યું આ ચિત્ર

    જાણીતા રેત શિલ્પકાર સુદર્શન પટ્ટનાયકે મહારાષ્ટ્ર અને હરિયાણામાં લોકોને મત આપવાની અપીલ કરતા પૂરીના દરિયાકાંઠે માય વૉટ મેટર્સ સંદેશ સાથેનું શિલ્પ બનાવ્યું છે.

    સુદર્શન પટ્ટનાયક આંતરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર રેત શિલ્પકાર છે અને તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.

  19. 12.30 વાગ્યા સુધી મહારાષ્ટ્ર-હરિયાણામાં ક્યાં કેટલું મતદાન?

    મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીઓમાં શરૂઆતમાં મતદારોમાં ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો.

    12:30 વાગ્યા મહારાષ્ટ્રમાં 16.54 ટકા મતદાન થયું છે અને હરિયાણામાં 23.30 ટકા મતદાન થયું છે.

    આ સાથે ગુજરાતમાં ચાલી રહેલી વિધાનસભાની 6 બેઠકો પરની પેટાચૂંટણીમાં સરેરાશ 16.57 ટકા મતદાન થયું છે.

  20. આદિત્ય ઠાકરેએ આ રીતે યાદ કર્યા બાળ ઠાકરેને

    આદિત્ય ઠાકરે મુંબઈમાં વરલી બેઠક પરથી ઉમેદવાર છે. શિવસેનાનાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ આ તસવીર ટ્વીટ કરીને લખ્યું કે આરંભ હૈ પ્રચંડ, અમારા બધા ઉમેદવારોને અને આદિત્ય ઠાકરેને શુભેચ્છા.ઠાકરે પરિવાર અત્યાર સુધી પડદા પાછળની રાજનીતિમાં હતો પરંતુ પહેલીવાર પરિવારમાંથી કોઈ ચૂંટણી લડી રહ્યું છે.