હરિયાણા અને મહારાષ્ટ્રમાં મતદાન પૂર્ણ
હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીનું મતદાન સાંજે છ વાગ્યે પૂર્ણ થયું હતું.
અત્યાર સુધી નોંધાયેલી ટકાવારી પ્રમાણે હરિયાણામાં 61.95 ટકા અને મહારાષ્ટ્રમાં 55.51 ટકા મતદાન થયું છે.
આ સાથે ગુજરાતની છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું હતું. છ બેઠકો પૈકી સૌથી વધારે મતદાન થરાદ બેઠક પર 65.47 ટકા નોંધાયું હતું.











