You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

વાયુ વાવાઝોડું : સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ

હવામાન વિભાગ મુજબ વાયુ વાવાઝોડું ઓમાન તરફ વળ્યું, આગામી 24 કલાક અસર કાયમ

લાઇવ કવરેજ

  1. ‘વાયુ’ સૌરાષ્ટ્રથી દૂર

    ભારતીય હવામાન વિભાગ અનુસાર ‘વાયુ’ અરબ સાગરમાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વળી રહ્યું છે.

    ‘વાયુ’ પોરબંદરથી 150 કિલોમિટર દૂર સ્થિત છે.

    હવામાન વિભાગે એવું પણ જણાવ્યું કે ‘વાયુ’ ધીમે-ધીમે સૌરાષ્ટ્ર તટથી દૂર જઈ રહ્યું છે.

  2. ‘વાયુ’ વાવાઝોડાની સ્થિતિ

    હવામાન વિભાગના ડેટા અનુસાર ‘વાયુ’ સૌરાષ્ટ્રના પોરબંદર દરિયાકાંઠાથી 120 કિમી દક્ષિણ-પશ્ચિમ તરફ છે.

    આ નકશા મુજબ જોઈ શકાય છે કે કેવી અરબ સાગરમાં ઊભું થયેલું વાવાઝોડું આગળ વધી રહ્યું છે.

    હવામાન વિભાગ અનુસાર હાલમાં 'વાયુ'ની દિશા ઓમાન તરફ થઈ ગઈ છે.

  3. વાયુને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂર આવશે?

    વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું હતું, પરંતુ 13 જૂનના રોજ તેની દિશા બદલાતા મોટો ખતરો ટળ્યો છે.

    જોકે, વાયુની અસરને કારણે સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

    તો શું વાયુને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પૂર આવશે. આ અંગે વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો.

  4. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ

    હવામાન વિભાગ અનુસાર ‘વાયુ’ વાવાઝોડું પશ્ચિમ દિશા તરફ વળ્યું છે. હાલમાં તે પોરબંદરની દક્ષિણ-પશ્ચિમે 120 કિમી દૂર છે.

    હવામાન વિભાગે એવું પણ જણાવ્યું કે વાયુનો ખતરો ભલે ટળી ગયો હોય પરંતુ તેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પ્રદેશ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા પણ રહેશે.

  5. ગુજરાત પરથી ‘વાયુ’નું સંકટ ટળ્યું

    ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પ્રેસકૉન્ફરન્સ કરીને જણાવ્યું કે ગુજરાત પરથી ‘વાયુ’નો ભય ટળી ગયો છે.

    તેમણે કહ્યું, “વાયુ હવે ઓમાન તરફ વળી ગયું છે. પરંતુ હજુ 24 કલાક સતર્ક રહેવાની જરૂર છે.”

    તેમણે એવું પણ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

    રૂપાણીએ એવું પણ કહ્યું કે દરિયાકાંઠાના 10 જિલ્લાઓ હજુ પણ સતર્ક છે.

    બીજું કે અહીંની શાળાઓને બે દિવસ બંધ રાખવામાં આવશે.

  6. ‘વાયુ’ વાવાઝોડું પોરબંદરથી 100 કિમી દૂરથી પસાર થઈ રહ્યું છે

    હવામાન વિભાગ અનુસાર ‘વાયુ’ વાવાઝોડું ગુજરાતના તટકિનારેથી પસાર થશે.

    ગઈ કાલ સુધી ‘વાયુ’ની દિશા વેરાવળ હતી જે બદલીને પોરબંદર તરફ થઈ હતી. હાલમાં ‘વાયુ’ પોરબંદરથી 100 કિલોમિટર દૂરથી પસાર થઈ રહ્યું છે.

    વેરાવળથી 'વાયુ' 130 કિમી દૂર અને દીવથી 200 કિલોમિટર દૂરથી પસાર થઈ રહ્યું છે.

  7. પોરબંદરમાં તેજ પવન સાથે વરસાદ

    હવામાન વિભાગ અનુસાર ‘વાયુ’ વાવાઝોડાની દિશા બદલાઈ ગઈ છે. અગાઉ એવું અનુમાન હતું કે આ વાવાઝોડું પોરબંદરના તટે ત્રાટકશે.

    હાલમાં પોરબંદરમાં 60થી 70 કિલોમિટર પ્રતિ કલાકની ગતિથી પવન સાથે હળવો વરસાદ વરસી રહ્યો છે.

    આ ગતિ 80થી 85 કિલોમિટર પ્રતિ કલાક થવાનું અનુમાન છે.

  8. અમદાવાદમાં વરસાદ

    ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો ટળી ગયો હોવાની માહિતી વચ્ચે અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ગયો છે.

    અમદાવાદના સેટેલાઇટ, મણીનગર, પ્રહ્લાદનગર, વેજલપુર સહિત અનેક જગ્યાએ વરસાદ પડ્યો.

    આ સહિત સૌરાષ્ટ્રમાં પણ અનેક જગ્યાએ તેજ પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

  9. વાવાઝોડાનાં વૉર્નિંગ સિગ્નલ કેવી રીતે કામ કરે છે?

    દરિયામાં વાવાઝોડું આવતું હોય છે ત્યારે ચેતવણી આપવા માટે વૉર્નિંગ સિગ્નલોનો ઉપયોગ થતો હોય છે. પણ આ કામ કેવી રીતે કરે છે?

    વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

  10. વાવાઝોડા પ્રભાવિત લોકો માટે ફૂડ પૅકેટ્સ તૈયાર કરાયાં

    ‘વાયુ’ વાવાઝોડાને પગલે જામનગરમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકો માટે ફૂડ પૅકેટ્સ બનાવવામાં આવ્યાં.

    આ ફૂડ પૅકેટ્સ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોથી સ્થળાંતર થયેલા લોકોને પહોંચાડવામાં આવશે.

    આ સેવાકાર્યમાં મહિલા, બાળકો પણ સામેલ થયા.

  11. જુઓ LIVE વાવાઝોડું સૌરાષ્ટ્ર પાસેથી પસાર થઈ રહ્યું છે

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડું સૌરાષ્ટ્ર પાસેથી પસાર થઈ રહ્યું છે.

    સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ કલાક સુધી અતિ ભારે વરસાદની આગાહી છે.

  12. વધુ નવ ટ્રેન રદ કરાઈ

    પશ્ચિમ રેલવે દ્વારા 70 ઉપરાંત વધુ નવ ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે ચાર ટ્રેનનો રૂટ ઘટાડી દેવામાં આવ્યો છે.

  13. બ્રેકિંગ, સૌરાષ્ટ્ર પાસેથી પસાર થઈ રહ્યું છે વાવાઝોડું

    હવમાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે વાવાઝોડું પોરબંદરથી 120 કિલોમિટર દૂર છે.

    અત્યારે વાવાઝોડું સૌરાષ્ટ્ર પાસેથી પસાર થઈ રહ્યું છે. જેને પગલે આગામી ત્રણ કલાક સુધી ભારે વરસાદ વરસશે.

  14. પોરબંદરમાં મંદિર ધરાશાયી

    પોરબંદરમાં જૂની દીવાદાંડી પાસે આેવલું ભૂતેશ્વર મહાદેવનું મંદિર દરિયાનાં મોજાં ભારે પવનને પગલે ધરાશાયી થઈ ગયું હતું.

    મંદિરનો તૂટી પડેલા હિસ્સાનો કેટલોક ભાગ દરિયામાં તણાયો હતો.

  15. પોરબંદર અને કચ્છમાં મેડિકલ કૅમ્પ

    એનડીઆરએફની ટીમ દ્વારા કચ્છના નલિયામાં તથા પોરબંદરમાં મેડિકલ કૅમ્પ યોજવામાં આવ્યા હતા.

  16. બ્રેકિંગ, ભારે વરસાદને પગલે હજી રેડ ઍલર્ટ

    'વાયુ' વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું હતું પણ આજે સવારે તેની દિશા બદલાઈ હતી.

    હવામાન વિભાગે સવારે જણાવ્યું હતું કે વાવાઝોડું ગુજરાત પર નહીં ત્રાટકે તે ગુજરાત પાસેથી પસાર થશે.

    જોકે વાવાઝોડાની અસરને લીધે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

    ભારે વરસાદને પગલે રાજ્યમાં હજી રેડ ઍલર્ટ છે.

  17. ગર્ભવતી મહિલાનું સ્થળાંતર કરાયું

    જાફરાબાદમાંથી એનડીઆરએફની ટીમ ગર્ભવતી મહિલાને હૉસ્પિટલમાં લઈ ગઈ હતી.

    એનડીઆરએફની ટુકડીઓ જરૂર પ્રમાણે લોકોનું સ્થળાંતર કરાવી રહી છે.

  18. કઈ રીતે સર્જાય છે વાવાઝોડું?

    આજે બપોરે ગુજરાતના દરિયાકાંઠા પાસેથી વાવાઝોડું પસાર થવાનું છે, ત્યારે જાણો કે કેવી રીતે સર્જાય છે વાવાઝોડું?

  19. રેતીમાંથી કૃતિ બનાવી આર્ટિસ્ટે કરી અપીલ

    આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સૅન્ટ આર્ટિસ્ટ સુદર્શન પટ્ટનાયકે 'વાયુ' વાવાઝોડા અંગે રેતીમાંથી કૃતિ બનાવીને લોકોને સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી.

  20. કેવી છે ઍરપૉર્ટની સ્થિતિ?

    ઑલ ઇન્ડિયા રેડિયોએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે સુરત, ભુજ, કંડલા, જામનગર, વડોદરા, અમદાવાદ, દીવ, પોરબંદર અને ભાવનગરનાં ઍરપૉર્ટ પર સ્થિતિ સામાન્ય છે.

    પવનની ગતિ 30 થી 40 કિલોમિટર પ્રતિ કલાક નોંધાઈ છે.