ભારતનું ઑપરેશન સિંદૂર: ઋષિ સુનકે પાકિસ્તાન પર હવાઈ હુમલાને યોગ્ય ઠેરવ્યા, શું કહ્યું?

ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં 'ઑપરેશન સિંદૂર' શરૂ કર્યું છે. તો પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનને જવાબી કાર્યવાહી કરવાનો પૂરો અધિકાર છે. પરમાણુ હથિયારોથી સજ્જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધતો જાય છે.

સારાંશ

  • ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં મિસાઇલથી હુમલો કર્યો
  • ભારતીય સેનાએ કરેલા 'ઑપરેશન સિંદૂર' પછી પાકિસ્તાને પણ સરહદે ભારે તોપમારો કર્યો
  • જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં નાગરિકોનાં મોતના બંને પક્ષોએ દાવા કર્યા
  • ભારતે આ કાર્યવાહીને પહલગામ હુમલાનો જવાબ ગણાવ્યો, તો પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનને વળતી કાર્યવાહી કરવાનો પૂરો હક છે

લાઇવ કવરેજ

આર્જવ પારેખ

  1. ઋષિ સુનકે પાકિસ્તાન પર હવાઈ હુમલાને યોગ્ય ઠેરવ્યા, શું કહ્યું?

    ઋષિ સુનકે કહ્યું છે કે 'આતંકવાદીઓને કોઈ પણ પ્રકારની છૂટ ન આપી શકાય'

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ઋષિ સુનકે કહ્યું છે કે 'આતંકવાદીઓને કોઈ પણ પ્રકારની છૂટ ન આપી શકાય'

    પાકિસ્તાન પર ભારતના હવાઈ હુમલામાં બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે યોગ્ય ઠેરવ્યો છે.

    ઋષિ સુનકનું કહેવું છે કે, "ભારતે જે આતંકવાદીઓનાં ઠેકાણાં પર હુમલા કર્યા, એ યોગ્ય હતું."

    તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, "કોઈ પણ દેશને પોતાની વિરુદ્ધ થનારા આતંકવાદી હુમલાને સ્વીકાર ન કરવું જોઈએ, ખાસ કરીને જ્યારે દેશથી નિયંત્રિત જમીનથી એ થયો હોય."

    તેમણે લખ્યું, "ભારતે જે આતંકવાદીઓનાં ઠેકાણાં પર હુમલો કર્યો, એ યોગ્ય હતો. આતંકવાદીઓને કોઈ પણ પ્રકારની છૂટ ન આપી શકાય."

    મંગળવારેની રાત્રે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ઘણી જગ્યાઓ પર હવાઈ હુમલા કર્યા, જેમાં પાકિસ્તાની સૈન્ય પ્રવક્તા અનુસાર 26 નાગરિકોનાં મૃત્યુ થયાં અને 46 ઈજાગ્રસ્ત થયા.

  2. રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

    રોહિત શર્મા

    ઇમેજ સ્રોત, Getty Images

    ભારતીય બૅટર રોહિત શર્માએ બુધવારના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરતા કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી હતી.

    જોકે રોહિત શર્મા વનડે ફૉર્મેટમાં ભારતીય ટીમ માટે રમતા રહેશે.

    રોહિતે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલી સ્ટોરીમાં કહ્યું કે, "હું બસ એટલું જ કહેવા માગું છું કે હું ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લઈ રહ્યો છું, સફેદ જર્સીમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે બહુ સન્માનની વાત છે."

    તેમણે લખ્યું કે, "આટલા વર્ષોમાં મળેલા પ્રેમ અને સમર્થન માટે તમારો આભારો. હું વનડે ફૉર્મેટમાં ભારત માટે રમતો રહીશ."

    રોહિતે ટી20 વર્લ્ડકપ 2024 જીત્યા બાદ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

  3. નિયંત્રણ રેખા પાસે ગુુરુદ્વારા સાહિબ પર પાકિસ્તાનના ગોળીબાર વિશે ભગવંત માને શું જણાવ્યું

    પંજાબના મુખ્ય મંત્રી

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, ભગવંત માન

    પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાન તરફથી કરાયેલા ગોળીબારમાં લોકોનાં મૃત્યુની માહિતી આપી છે.

    તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે, "જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી નજીક આવેલા ગુરુદ્વારા સાહિબ પર પાકિસ્તાન તરફથી બૉમ્બથી હુમલો કરાયાના સમાચાર મળ્યા છે."

    "આ હુમલામાં ભાઈ અમરીક સિંહ, અમરજીત સિંહ, રંજીત સિંહ અને રૂબી કૌરનું મૃત્યુ થયું છે."

    તેમણે આગળ લખ્યું કે, "જ્યાં સૌ માટે અરદાસ કરવામાં આવે છે, ત્યાં આવો હુમલો અત્યંત નિંદનીય છે. સામાન્ય લોકોને નિશાન બનાવવા સંપૂર્ણ રીતે ખોટું છે. અમે મૃતકોના પરિવારો પ્રત્યે હૃદયથી સંવેદના વ્યક્ત કરીએ છીએ."

    કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

    તેમણે ઍક્સ પર લખ્યું કે, "પૂંછના પવિત્ર ગુરુદ્વારા ગુરુ સિંહ સભા સાહિબ પર પાકિસ્તાની સેના તરફથી કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલાની ટીકા કરીએ છીએ."

    "ભાઈ અમરીક સિંહજી, ભાઈ અમરજીત સિંહજી અને ભાઈ રંજીતસિંહજીની શહીદી એક દુખદ ક્ષતિ છે. ભારત આવી ક્રૂરતા સહન નહીં કરે."

  4. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બંને દેશઓમાં લગભગ 550 ઉડાણો રદ કરાઈ

    કરાચીના જિન્ના ઍરપૉર્ટ પર રાહ જોતા મુસાફરો

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, કરાચીના જિન્ના ઍરપૉર્ટ પર રાહ જોતા મુસાફરો

    હવાઈ હુમલા પછી ભારત અને પાકિસ્તાનમાં 550 ઉડાણો રદ કરવામાં આવી છે.

    રિયલ-ટાઇમ ફ્લાઇટ ટ્રેકિંગ સેવા ફ્લાઇટ રાઇડર 24ના આંકડા અનુસાર હવાઈ હુમલા પછી પાકિસ્તાનમાં 16 ટકા અને ભારતમાં ત્રણ ટકા શેડ્યુલ કૉમર્શિયલ ઉડાણો રદ કરવામાં આવી છે.

    ફ્લાઇટ રાઇડર 24 અનુસાર પાકિસ્તાનમાં 135 ઉડાણો રદ કરાઈ, જ્યારે ભારતમાં 417 ઉડાણો રદ કરાઈ છે.

    બુધવારના બધા ડૉમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ઉડાણો રદ થયા બાદ કરાચીના જિન્ના આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર યાત્રીઓ રાહ જોતા જોવા મળ્યા હતા.

  5. કર્નલ સોફિયાના પિતાએ કહ્યું, “દીકરી પર ગર્વ અનુભવું છું”

    બીબીસી ગુજરાતી, કર્નલ સોફિયા કુરૈશી, ઑપરેશન સિંદૂર

    ઇમેજ સ્રોત, HARDIK

    ઇમેજ કૅપ્શન, કર્નલ સોફિયા કુરેશીના માતાપિતા

    ભારતીય સેનાએ આજે સવારે કરેલી પ્રેસ કૉન્ફરન્સ પછી કર્નલ સોફિયાની ચર્ચા દેશભરમાં થઈ રહી છે.

    કર્નલ સોફિયાના પિતા તાજ મોહમ્મદ કુરેશીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છીએ. મારી દીકરીએ દેશ માટે કંઈક કર્યું એ વાતનો મને ગર્વ છે. અમે રાષ્ટ્ર માટે સમર્પિત છીએ. પહેલાં અમે ભારતીય છીએ અને પછી હિંદુ-મુસ્લિમ."

    સૈન્યમાં જોડાવા માટેની કર્નલ સોફિયાની પ્રેરણા અંગે વાત કરતાં પિતાએ કહ્યું કે, "તેને પહેલાંથી જ આર્મીમાં જોડાવું હતું.એણે કહ્યું કે આપણા ઘરમાંથી ભાઈઓ કોઈ આર્મીમાં નથી જઈ રહ્યા, હું જઉં..? તો મેં તરત હા પાડી દીધી. અને એની આર્મીમાં પસંદગી પણ થઈ ગઈ."

    કર્નલ સોફિયાએ જ્યારે મીડિયા સાથેની વાતચીતમાં ઑપરેશન સિંદૂરની માહિતી આપી ત્યારે મનમાં આવેલી લાગણી અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, "એ ક્ષણ મને ગૌરવનો અનુભવ થયો. મને થયું કે મારી દીકરીએ પણ પોતાના રાષ્ટ્ર માટે કંઈક કર્યું."

    કર્નલ સોફિયાનાં માતા હલીમાબીબી કુરેશીએ દીકરીને સૈન્યમાં જોડાવા માટે મળેલી પ્રેરણા અંગે વાત કરતાં કહ્યું કે, "એનાં દાદી એને કહેતાં કે તારા દાદા અને પિતા આર્મીમાં જોડાયા છે. તો સોફિયા એમને કહેતી કે મારા કોઈ ભાઈ આર્મીમાં નથી જોડાયા, તેથી હું મોટી થઈને આર્મીમાં જોડાઈશ."

    તેમણે આગળ કહ્યું કે દીકરી આર્મીમાં જોડાય એ વાત અંગે 'કોઈ ડર નહોતો.'

  6. રાજનાથસિંહે કહ્યું, “અમે માત્ર એમને જ માર્યા, જેમણે અમારા નિર્દોષો લોકોને માર્યા”

    રાજનાથસિંહ, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, ANI

    રક્ષામંત્રીરાજનાથસિંહેકહ્યુંછેકેભારતીયસેનાએપાકિસ્તાનસામે'ચોકસાઈ, સતર્કતાઅનેસંવેદનશીલતા' સાથેકાર્યવાહીકરીછે.

    બૉર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશન (BRO) ના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, તેમણે કહ્યું હતું કે, "આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, આપણી ભારતીય સેનાએ બધા ભારતીયોને ગૌરવ અપાવ્યું છે."

    તેમણે કહ્યું કે ભારતીય સેનાએ એક નવો ઇતિહાસ રચ્યો છે.

    રાજનાથસિંહે કહ્યું, "ભારતીય સેનાએ ચોકસાઈ, સતર્કતા અને સંવેદનશીલતા સાથે કાર્યવાહી કરી. જે ​​લક્ષ્યો નક્કી કરવામાં આવ્યાક વિસ્તારને બિલકુલ અસર ન થાય તેની ખાતરી માટે અમે સંવેદનશીલતા પણ દેખાડી છે."

    રાજનાથસિંહે રામાયણમાં અશોક વાટિકા પ્રકરણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે અમે (ભારતીય સેના) હનુમાનજીના આદર્શોનું પાલન કર્યું.

    રક્ષામંત્રીએ કહ્યું, "અમે ફક્ત એ લોકોને જ માર્યા છે જેમણે આપણા નિર્દોષ લોકોને માર્યા."

  7. સરહદપારથી તોપમારામાં મરનારા નાગરિકોની સંખ્યા 15 થઈ: ભારતીય સેના

    ભારત, પાકિસ્તાન, ઑપરેશન સિંદૂર, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    ભારતીય સેનાએકહ્યું છેકે મંગળવાર રાતથી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 15 નાગરિકો માર્યા ગયા છે અને 43 લોકોઘાયલ થયા છે.

    તેમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના પૂંછ અને તંગધારમાં નાગરિકોના રહેઠાણ વિસ્તારો ગોળીબારથી પ્રભાવિત થયા છે.

    બીજી તરફ પાકિસ્તાની લશ્કરી પ્રવક્તાએ પણ દાવો કર્યો છે કે, “મંગળવારે રાત્રે, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં અનેક સ્થળોએ હવાઈ હુમલા કર્યા, જેમાં 26 નાગરિકો માર્યા ગયા અને 46 ઘાયલ થયા.”

  8. ભારતે પાકિસ્તાનમાં કરેલા હુમલાનું ઇઝરાયલે સમર્થન કર્યું, વિશ્વના દેશોએ શું કહ્યું?

    ઇઝરાયલના રાજદૂત રુવેન અઝાર, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના રાજદૂત રુવેન અઝાર

    ભારતે મધ્યરાત્રે કરેલી સ્ટ્રાઇક પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારત અને પાકિસ્તાનના સુરક્ષાદળો વચ્ચે નિયંત્રણરેખા પર ભારે ગોળીબાર થયો છે.

    તુર્કીએ આ અંગે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, “ભારતના હવાઈ હુમલાઓથી યુદ્ધનો ખતરો વધી ગયો છે. અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘટનાક્રમથી ચિંતિત છીએ અને તેના પર નજર રાખી રહ્યા છીએ. અમે સામાન્ય લોકો અને નાગરિકોનાં રહેઠાણો પર કોઈ પણ પ્રકારની કાર્યવાહીની નિંદા કરીએ છીએ.”

    તુર્કીએ બંને પક્ષોને એકતરફી કાર્યવાહી કરવાથી દૂર રહેવા પણ જણાવ્યું છે.

    કતારે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને આ સંકટનું રાજકીય સમાધાન કાઢવાની અપીલ કરી છે.

    કતારે તેના નિવેદનમાં કહ્યું છે કે, “ભારત અને પાકિસ્તાને તણાવ ઘટાડવા માટે વાતચીતના માર્ગો ખોલવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમણે કહ્યું કે બંને દેશોએ સકારાત્મક વાતચીત દ્વારા વણઉકેલાયેલા મુદ્દાઓનો ઉકેલ લાવવો જોઈએ.”

    અગાઉ ચીને પણ કહ્યું હતું કે, “અમે તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરીએ છીએ અને અમે હાલના તણાવને લઈને ચિંતિત છીએ.”

    ઇઝરાયલે આ મુદ્દે ભારતનું સમર્થન કર્યું છે. ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે ઍક્સ પર પોસ્ટ કરી હતી કે, “ઇઝરાયલ એ ભારતના આત્મરક્ષાના અધિકારનું સમર્થન કરે છે. આતંકવાદીઓને ખ્યાલ હોવો જોઈએ કે નિર્દોષો સામે જઘન્ય ગુના કરનારા લોકો માટે બચવાનું કોઈ ઠેકાણું નથી.”

  9. ‘આતંકી કૅમ્પોને નિશાન બનાવવાના’ ભારતના દાવા અંગે પાકિસ્તાને શું કહ્યું?

    શાહબાઝ શરીફ, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી, ઑપરેશન સિંદૂર

    ઇમેજ સ્રોત, Getty Images

    વડાપ્રધાનશાહબાઝશરીફનીઅધ્યક્ષતામાંપાકિસ્તાનનીરાષ્ટ્રીયસુરક્ષાસમિતિ (NSC) નીબેઠકબાદએકનિવેદનજાહેરકરવામાંઆવ્યુંછે.

    પાકિસ્તાન દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેણે પોતાની ધરતી પર આતંકવાદી કૅમ્પ હોવાના ભારતના દાવાને ફગાવી દીધો છે. પાકિસ્તાને એ પણ પુનરોચ્ચાર કર્યો છે કે ભારતના આ આરોપો પાયાવિહોણા છે.

    આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "એ પણ યાદ રાખવા જેવું છે કે 22 એપ્રિલ 2025 પછી તરત જ પાકિસ્તાને વિશ્વસનીય, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને કમનસીબે સ્વીકારવામાં આવ્યો ન હતો."

    નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આંતરરાષ્ટ્રીય મીડિયાએ 6મેના રોજ કથિત ‘આતંકવાદી શિબિરો’ની મુલાકાત લીધી હતી અને આજે (બુધવારે) વધુ મુલાકાતો સુનિશ્ચિત કરવામાં આવી હતી.

    નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “જોકે, પોતાના દાવાઓને સમર્થન આપવા માટે કોઈ પુરાવા આપ્યા વિના, ભારતે આગળ વધીને પોતાના રાજકીય ઉદ્દેશ્યોને પૂરા કરવા’ માટે નિર્દોષ નાગરિકો પર હુમલો કર્યો છે.”

  10. રાજકોટ ઍરપૉર્ટ સહિત દેશનાં કયાં ઍરપૉર્ટ તરફ જતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી?

    બીબીસી ગુજરાતી, ઑપરેશન સિંદૂર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    ભારતની ટોચની ઍરલાઇન્સ કંપનીઓએ મુસાફરો માટે ઍડવાઇઝરી જાહેર કરી છે. દેશનાં ઉત્તરનાં રાજ્યોમાં અનેક ઍરપૉર્ટ બંધ કરી દેવાના નિર્ણયને કારણે અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

    ઍર ઇન્ડિયાએ કહ્યું છે કે તેની જમ્મુ અને શ્રીનગર તરફ આવતી જતી તમામ ફ્લાઇટ્સ, લેહ તરફ આવતી જતી તમામ ફ્લાઇટ્સ, ચંદીગઢ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર અને રાજકોટ તરફ જતી તમામ ફ્લાઇટ્સ 10મી મે, સવાર સુધી રદ કરી દેવામાં આવી છે.

    કારણ કે ભારતની ઍરપૉર્ટ ઑથોરિટીઝે આ ઍરપૉર્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

    ઇન્ડિગોએ કહ્યું છે કે તેણે પણ ધરમશાળા, બિકાનેર અને કિશનગઢ, તથા ગ્વાલિયર તરફથી આવતી અને જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. ઍર ઇન્ડિયાએ જે યાદી જાહેર કરી તે તમામ શહેરો પણ ઇન્ડિગોની યાદીમાં છે.

    સ્પાઇસજેટે પણ આ જ ઍરપૉર્ટ્સ તરફ જતી અને ત્યાંથી આવતી તમામ ઉડાણો રદ કરવાનો નિર્ણય કર્યો છે.

    જોકે, ભારતની સત્તાવાર ઍરપૉર્ટ ઑથોરિટી તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

  11. ઓમર અબ્દુલ્લાહે કહ્યું, “કોઈ ભારત-પાકિસ્તાન યુદ્ધ ઇચ્છતું નથી, તણાવ ઓછો કરવાની જવાબદારી પાકિસ્તાનની”

    ઓમર અબ્દુલ્લાહ, જમ્મુ-કાશ્મીર, બીબીસી ગુજરાતી, ઑપરેશન સિંદૂર

    ઇમેજ સ્રોત, Getty Images

    જમ્મુ-કાશ્મીરનામુખ્ય મંત્રીઓમરઅબ્દુલ્લાહેકહ્યુંછેકેક્ષેત્રમાંકોઈપણભારતઅનેપાકિસ્તાનવચ્ચેયુદ્ધઇચ્છતુંનથીપરંતુતણાવઓછોકરવાનીજવાબદારીપાકિસ્તાનનીછે.

    પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ભારતના હવાઈ હુમલાઓ વિશે ટિપ્પણી કરતા ઓમર અબ્દુલ્લાહે કહ્યું હતું કે, “ભારત સરકારે ગયા મહિને થયેલા પહલગામ હુમલા માટે જવાબદાર લોકોને કડક જવાબ આપવા માટે સાચો રસ્તો પસંદ કર્યો છે.”

    જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા ચરમપંથી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ભારતે આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું, જ્યારે પાકિસ્તાને ભારતના આ આરોપોને નકારી કાઢ્યા છે.

    સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, "પાકિસ્તાનમાં કોઈપણ લશ્કરી કે નાગરિકોના વિસ્તારને બદલે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ પાકિસ્તાને આપણા કેટલાક વિસ્તારોમાં બૉમ્બમારો કર્યો અને આપણા સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા છે."

    ઓમર અબ્દુલ્લાહે લોકોને ખાતરી આપી હતી કે તેમણે ગભરાવાની જરૂર નથી. તેમણે લોકોને કહ્યું હતું કે તેમણે ક્ષેત્ર છોડીને જવાની જરૂર નથી.

  12. જમ્મુ-કાશ્મીરમાં અનેક લોકો ગોળીબારને કારણે ઘાયલ, આમિર પીરઝાદા, બીબીસી સંવાદદાતા, બારામુલાથી

    ઑપરેશન સિંદૂર, ભારત, પાકિસ્તાન, કાશ્મીર
    ઇમેજ કૅપ્શન, મંઝૂર

    બીબીસીએ જમ્મુ-કાશ્મીરના બારામુલાની હૉસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં અમુક ઘાયલોને લાવવામાં આવ્યા છે.

    આજે સવારથી જ ઉરીમાં ભારત-પાકિસ્તાન સરહદે બંને દેશો વચ્ચે ગોળીબાર થઈ રહ્યો હતો.

    18 વર્ષના મંઝૂર તેમના ઉરીમાં આવેલા ઘરે પહેલા માળે ઊંઘી રહ્યા હતા ત્યારે બારીમાંથી ટુકડાઓ આવીને તેમના પર પડ્યા હતા અને તેમના હાથમાં ઇજા થઈ હતી.

    ડૉક્ટરોનું કહેવું છે કે આ કરચો કાઢવા માટે સર્જરી કરવી પડશે.

    ઑપરેશન સિંદૂર, ભારત, પાકિસ્તાન, કાશ્મીર
    ઇમેજ કૅપ્શન, બદરદિન નાઇક

    બદરદિન નાઇક અને તેમના પરિવારના અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે અને આ જ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

    નાઇક અને તેમના આઠ વર્ષના પુત્રને માથામાં ઇજા થઈ છે.

    તેઓ કહે છે, “અમારું ઘર સળગી ગયું છે, પણ નસીબજોગે અમે બચી ગયા છીએ.”

    કર્નલ સોફિયા : 'ગુજરાતની દીકરી' જેમણે 'ઑપરેશન સિંદૂરની સફળતાની કહાણી' લોકો સુધી પહોંચાડી - અહીં ક્લિક કરીને વાંચો

  13. પંજાબ: ફિરોઝપુરના કેટલાંક ગામડાંમાંથી લોકો ઘર છોડીને જવા લાગ્યા, હરમનદીપ સિંહ, બીબીસી સંવાદદાતા, ફિરોઝપુરથી

    ભારત, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી, ઑપરેશન સિંદૂર

    ઇમેજ સ્રોત, BBC/Gurdev Singh

    ઇમેજ કૅપ્શન, પંજોબાઈનું કહેવું છે કે અમને પાકિસ્તાનના સંભાવિત હુમલાનો ડર લાગે છે

    પંજાબના ફિરોઝપુર જિલ્લાના કેટલાંક ગામડાંમાંથી લોકો તેમના ઘર બંધ કરીને જવા લાગ્યા છે.

    ફિરોઝપુરની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. અહીંના હુસૈનીપુરનાં 12થી 14 ગામડાંઓની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે.

    લોકો તેમના સામાનને ટ્રૅક્ટર-ટ્રૉલીઓમાં ભરીને તેમના સંબંધીઓના ઘરે બીજા જિલ્લાઓમાં જઈ રહ્યા છે. તેઓ પોતાનો જરૂરી સામાન લઈને નીકળી રહ્યા છે. જોકે, ઘર દીઠ એક-બે લોકો ઘર-મિલકતની રક્ષા કરવા ત્યાં જ રોકાયા છે.

    ઝુગે હઝારાસિંહ ગામના રહેવાસી જીતસિંહે કહ્યું હતું કે, “ગામમાં ભયનો માહોલ છે.”

    વૃદ્ધ મહિલા પંજોબાઈએ કહ્યું હતું કે, “અમે જરૂરી અનાજ અને સામાન લઈને સુરક્ષાના કારણોસર મોગા જઈ રહ્યાં છીએ. અહીં યુદ્ધની શક્યતા છે અને પાકિસ્તાન કદાચ રાત્રે પણ હુમલો કરી શકે છે. અમારે ઘણીવાર પૂરનો ડર હોય છે, તો ઘણીવાર યુદ્ધનો. અમારે દર છ મહિને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.”

    ભારત, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી, ઑપરેશન સિંદૂર

    ઇમેજ સ્રોત, BBC/Gurdev Singh

    ભારત, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી, ઑપરેશન સિંદૂર

    ઇમેજ સ્રોત, BBC/Gurdev Singh

    ઇમેજ કૅપ્શન, ટ્રૅક્ટર-ટ્રૉલીઓમાં સામાન લઈ જતા લોકો
  14. ઑપરેશન સિંદૂર: બપોરે અઢી વાગ્યા સુધીમાં શું-શું થયું?

    ઑપરેશન સિંદૂર, બીબીસી ગુજરાતી, ભારત અને પાકિસ્તાન

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પૂંછની એક તસવીર

    ભારતે મધ્યરાત્રિએ પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં કરેલા હુમલા પછી પાકિસ્તાને પણ સરહદે ગોળીબાર કર્યો હતો.

    આ ગોળીબાર તથા હુમલાઓમાં બંને બાજુએ જાનહાનિ થઈ હોવાના અહેવાલ છે.

    અત્યાર સુધી શું થયું તેના પર એક નજર...

    • ભારતના સ્થાનિક અધિકારીઓએ બીબીસી સાથે પુષ્ટિ કરી એ પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં 10 લોકોનાં મૃત્યુ થયાં છે તથા 32 લોકો ઘાયલ થયાં છે.
    • પાકિસ્તાનનું કહેવું છે કે ભારતે કરેલા હુમલામાં તેના 26 નાગરિકોનાં મૃત્યુ થયાં છે તથા 46 લોકો ઘાયલ થયાં છે. જ્યારે ભારતે કહ્યું છે કે, “તેની પાસે પાકિસ્તાનમાં નાગરિક જાનહાનિના કોઈ અહેવાલો નથી.”
    • યુએન દ્વારા જાહેર થયેલા આતંકી મસૂદ અઝહરે કહ્યું છે કે ભારતે કરેલા હુમલામાં તેના પરિવારના 10 સભ્યો સહિત 14 લોકોનાં મૃત્યુ થયાં છે.
    • ચીને કહ્યું છે કે તે તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે અને તે આ પરિસ્થિતિને લઈને ચિંતિત છે.
    • ભારતીય સેનાએ કરેલી પ્રેસ કૉન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી કે, “પાકિસ્તાનમાં નવ આતંકી ઠેકાણાંઓને ભારતે સફળતાપૂર્વક ધ્વસ્ત કર્યા છે.”
    • પાકિસ્તાને કહ્યું છે કે તેણે પાંચ ભારતીય ફાઇટર વિમાનો અને એક ડ્રૉનને તોડી પાડ્યું છે. પાકિસ્તાનનો દાવો છે કે તેણે ત્રણ રાફેલ વિમાનોને પણ તોડી પાડ્યાં છે. જોકે, બીબીસી આ દાવાની સ્વતંત્રપણે પુષ્ટિ કરી શક્યું નથી.
    • આ માહોલ વચ્ચે દેશભરમાં અનેક જગ્યાએ મૉક ડ્રિલ પણ થઈ રહી છે.
    • શ્રીનગરથી બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીરે જણાવ્યું તે પ્રમાણે પાકિસ્તાને સરહદ પર ભારે ગોળીબાર કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને પૂંછ અને મેંહાદાર ક્ષેત્રમાં ભારે ગોળીબાર કર્યો હતો અને સ્થાનિક દુકાનો અને ઘરને નુકસાન થયું છે.
  15. દેશભરમાં અનેક જગ્યાએ મૉક ડ્રિલ, તસવીરોમાં જુઓ

    મૉક ડ્રિલ, ઑપરેશન સિંદૂર, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, દિલ્હીની એક સરકારી શાળામાં મૉક ડ્રિલની તસવીર

    ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં કરેલી ઑપરેશન સિંદૂરની કાર્યવાહી પછી બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે.

    ત્યારે આજે દેશભરમાં અનેક જગ્યાએ સિવિલ ડિફેન્સ મૉક ડ્રિલ થઈ રહી છે.

    તસવીરો જુઓ...

    મૉક ડ્રિલ, ઑપરેશન સિંદૂર, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    મૉક ડ્રિલ, ઑપરેશન સિંદૂર, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, દિલ્હીની એક સરકારી શાળામાં મૉક ડ્રિલની તસવીર
    મૉક ડ્રિલ, ઑપરેશન સિંદૂર, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, વારાણસીમાં મૉક ડ્રિલ
    મૉક ડ્રિલ, ઑપરેશન સિંદૂર, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, વારાણસીમાં મૉક ડ્રિલ
  16. મસૂદ અઝહરે કહ્યું, "ભારતના હુમલામાં પરિવારના 10 સભ્યોનાં મોત"

    મસૂદ અઝહર, ઑપરેશન સિંદૂર, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, મસૂદ અઝહર

    સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી ઘોષિત કરવામાં આવેલા પાકિસ્તાન સ્થિત મસૂદ અઝહરે જણાવ્યું છે કે ભારતે પાકિસ્તાનના બહાવલપુરમાં આવેલી સુભાન અલ્લાહ મસ્જિદ પર કરેલા હુમલામાં તેના પરિવારના 10 સભ્યો અને નજીકના ચાર સહયોગીનાં મોત થયાં છે.

    મસૂદ અઝહર જેનું નેતૃત્વ કરે છે એ સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મૃતકોમાં મસૂદ અઝહરનાં મોટાં બહેન અને તેમના પતિ, તેના ભાણિયા અને તેની પત્ની, એક ભાણી અને તેના પરિવારનાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે.

    જૈશ-એ-મોહમ્મદે ફેબ્રુઆરી 2019માં પુલવામામાં કરેલા આત્મઘાતી હુમલામાં 40 જવાનોનાં મોત થયા બાદ બન્ને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું હતું.

    આ સંગઠને એમ પણ જણાવ્યું છે કે આ હુમલામાં અઝહરના ત્રણ ઘનિષ્ઠ સાથીઓ અને તેમાંથી એકનાં માતાનું પણ મોત થયું છે.

  17. ઑપરેશન સિંદૂર: રાહુલ ગાંધી, કેજરીવાલ સહિતના વિપક્ષના નેતાઓએ સેનાને બિરદાવતા શું કહ્યું?

    ભારતીય સેનાની પાકિસ્તાનમાં કરવામાં આવેલી કાર્યવાહીને વિપક્ષના નેતાઓએ એક સૂરમાં બિરદાવી છે. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર નેતાઓએ નિવેદન આપ્યાં છે.

    વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, "દુનિયાએ આતંકવાદ પ્રત્યે ઝીરો ટૉલરન્સ રાખવું જોઈએ. #ઑપરેશન_સિંદૂર"

    એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઔવૈસીએ કહ્યું હતું કે, "હું આપણી સેનાઓ તરફથી પાકિસ્તાનનાં આતંકવાદી ઠેકાણાં પર કરેલા લક્ષિત હુમલાઓનું સ્વાગત કરું છું."

    વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ કાર્યવાહીના વખાણ કરતાં લખ્યું હતું કે, "ભારતીય સેનાઓ પર ગર્વ છે, જય હિંદ."

    ભારત, પાકિસ્તાન, ઑપરેશન સિંદૂર

    ઇમેજ સ્રોત, Getty Images

    સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું હતું કે, "પરાક્રમો વિજયતે!"

    કૉંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, "ભારતની આ અડગ નીતિ હોવી જોઈએ કે તે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદના તમામ સ્રોતોનો સંપૂર્ણ રીતે સફાયો કરે."

    બિહારના પૂર્વ ઉપ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવે કહ્યું હતું કે, "ન આતંક રહે, ન અલગતાવાદ રહે. આપણા વીર જવાનો અને ભારતની સેના પર ગર્વ છે."

    ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, "જય હિંદ, જય હિંદની સેના!"

    દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે લખ્યું હતું કે, "ભારતીય સેના અને આપણા વીર જવાનો પર ગર્વ છે. આતંકવાદ સામેની આ લડાઈમાં 140 કરોડ ભારતીયો ભારતીય સેનાની સાથે છે."

    ભારત, પાકિસ્તાન, ઑપરેશન સિંદૂર

    ઇમેજ સ્રોત, Getty Images

  18. પાકિસ્તાને કર્યો દાવો - “પાંચ ભારતીય ફાઇટર વિમાનો અને એક ડ્રૉન તોડી પાડ્યું”

    ઑપરેશન સિંદૂર, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, રફાલ ફાઇટર જેટની પ્રતીકાત્મક તસવીર

    પાકિસ્તાનેદાવોકર્યોછેકેતેણેપાંચભારતીયફાઇટરવિમાનોનેતોડીપાડ્યાછે. જોકે, પાકિસ્તાનનાદાવાપરભારતતરફથીકોઈપ્રતિક્રિયાઆપવામાંઆવીનથી.

    સમાચાર એજન્સી રૉઇટર્સ દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં , પાકિસ્તાની સેનાના પ્રવક્તા લૅફ્ટેનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું, "અત્યાર સુધી, હું તમને કહી શકું છું કે પાંચ ભારતીય વિમાન - જેમાં ત્રણ રાફેલ, એક એસયુ-30 અને એક મિગ-29 સામેલ છે તથા એક હેરોન ડ્રૉનને પણ તોડી પાડવામાં આવ્યું છે."

    ભારત દ્વારા કરવામાં આવેલી પ્રેસ કૉન્ફરન્સમાં, પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર પરના હુમલા વિશે જ માહિતી આપવામાં આવી હતી.

    ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું છે કે, “ભારતે સરહદ પારના હુમલાઓનો જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કરીને આ હુમલો કર્યો છે.”

    જોકે, પાકિસ્તાન દ્વારા ભારતીય ફાઇટર વિમાનોને તોડી પાડવાના દાવા પર ભારતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

    બીબીસી પાકિસ્તાનના આ દાવાની સ્વતંત્રપણે પુષ્ટિ કરી શક્યું નથી.

  19. જમ્મુ-કાશ્મીર: પૂંછમાં ક્રૉસ બૉર્ડર ફાયરિંગમાં સાત લોકોનાં મોત

    પૂંછમાં ભારતના ઉચ્ચ કક્ષાના અધિકારીએ બીબીસીને માહિતી આપી છે કેક્રૉસ બૉર્ડર ફાયરિંગને કારણે જમ્મુ-કાશ્મીરમાં ઓછામાં ઓછાં સાત લોકોનાં મોત થયાં છે અને 32 લોકો ઘાયલ થયા છે.

    શ્રીનગરથી બીબીસી સંવાદદાતા આમિર પીરઝાદાએ આ માહિતીની પુષ્ટિ કરી છે.

    પૂંછ એ નિયંત્રણરેખા (LOC)ની નજીક આવેલો વિસ્તાર છે જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ મનાય છે.

    પૂંછના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અઝહર મજિદે કહ્યું હતું કે, “હાલમાં ફાયરિંગ અટકી ગયું છે. અમે જમીની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ.”

    ભારતીય સેનાના પ્રવક્તાએ આ અગાઉ પણ ક્ષેત્રમાં ત્રણ લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી હતી.

    ભારત, પાકિસ્તાન, કાશ્મીર, પૂંછ, ઑપરેશન સિંદૂર

    ઇમેજ સ્રોત, Getty Images

  20. ઑપરેશન સિંદૂર: ભારતીય સેનાએ પ્રેસ કૉન્ફરન્સમાં હુમલા વિશે શું જાણકારી આપી?

    ઑપરેશન સિંદૂર, ભારત-પાકિસ્તાન

    ઇમેજ સ્રોત, PIB

    ઇમેજ કૅપ્શન, કર્નલ સોફિયા કુરૈશી(ડાબે), વિક્રમ મિસરી અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ

    વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કરેલા સંબોધન પછી ભારતીય સેનાનાં કર્નલ સોફિયા કુરૈશી અને ઍરફૉર્સનાં વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહે ભારતે કરેલા ઑપરેશનની જાણકારી આપી હતી.

    આ પ્રેસ કૉન્ફરન્સમાં ભારતીય સેનાએ ‘આતંકી કૅમ્પ’ને કેવી રીતે ધ્વસ્ત કરવામાં આવ્યા તેના વીડિયો પણ બતાવવામાં આવ્યા હતા.

    પ્રેસ કૉન્ફરન્સની મુખ્ય વાતો:

    • ભારતની સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં નવ ઠેકાણાં પર હુમલો કર્યો છે
    • આ સ્ટ્રાઇક લગભગ 25 મિનિટ સુધી ચાલી હતી.
    • ભારતીય સમય પ્રમાણે મધ્યરાત્રે 1:05થી 1:30ની વચ્ચે આ સ્ટ્રાઇક કરવામાં આવી હતી.
    • ભારતીય સેનાએ આ ટાર્ગેટ ભરોસાપાત્ર ઇન્ટેલિજન્સ ઇનપુટને આધારે નક્કી કર્યા હતા.
    • ભારતીય સેના પ્રમાણે, આ ટાર્ગેટને સફળતાપૂર્વક ધ્વસ્ત કરવામાં આવ્યા છે.