યુક્રેનના બીજા સૌથી મોટા શહેર પર રશિયાનો હુમલો, ખારકિએવમાં તબાહીનાં દૃશ્યો

યુક્રેન પર રશિયાએ કરેલા હુમલાનો આજે છઠ્ઠો દિવસ છે. રશિયાની સેનાએ યુક્રેનના બીજા મોટા શહેર ખારકિએવમાં હુમલા કર્યા છે. તો યુક્રેનિયન સેનાના સત્તાધીશોએ દાવો કર્યો છે કે યુક્રેનની ધરતી પર બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા જંગમાં પ્રથમ પાંચ દિવસમાં 5,710 રશિયન સૈનિકોનાં મૃત્યુ થયાં છે.