મૉડર્ના કોરોના વૅક્સિન: મોટી સફળતા, રસી 95 ટકા લોકો પર અસરકારક
અમેરિકાની વધુ એક દવા બનાવતી કંપની તરફથી સારા સમાચાર મળ્યા છે.
મૉડર્ના કંપનીએ કહ્યું છે કે તેના દ્વારા તૈયાર કરાઈ રહેલી રસી 94.5 ટકા સુરક્ષિત હોવાનું પ્રમાણ મળ્યું છે.
અગાઉ પીફાઇઝર અને બાયોનટેક દ્વારા બનાવાયેલી રહેલી રસીના 90 ટકા સુરક્ષિત હોવાના દાવા થયા છે અને રશિયાની રસી 92 ટકા સુરક્ષિત હોવાનો દાવો થયો છે.
મૉડર્નાએ દાવો કર્યો છે કે તેની રસી થોડા સપ્તાહમાં જ માર્કેટમાં આવવાની સંભાવના છે.
મૉડર્નાએ 30 હજાર લોકો પર પરીક્ષણ કર્યું હતું જેમાં 50 ટકા લોકોને ડબલ ડોઝ આપવામાં આવ્યા હતા, જે પૈકી કેટલાક હાઈ-રિસ્ક લોકો પણ હતાં. જેમનાં પર પરીક્ષણ કરાયું તે સ્વયંસેવકોમાં વૃદ્ધો,એશિયન, બ્લૅક અને અન્ય લોકો પણ સામેલ હતાં.
કંપનીનો દાવો છે કે તે બે કરોડ ડોઝ આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો