અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિપુરસ્કાર માટે નૉમિનેટ કેમ કરાયા?

વીડિયો કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિપુરસ્કાર માટે નૉમિનેટ કેમ કરાયા?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ - હાલમાં બે કારણોસર ચર્ચામાં છે. એક તો કોરોના વાઇરસ મુદ્દે પોતાનાં વિવિધ નિવેદનોને લઈને અને બીજું નોબલ પીસ પ્રાઇઝ માટેના તેમના નૉમિનેશનને લઈને.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આવતા વર્ષે એટલે કે 2021ના નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે.

નૉર્વેની પ્રોગ્રેસ પાર્ટીના સાંસદ ક્રિશ્ચિયન ટાઇબ્રિંગ ગજેડે ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કર્યા છે.

ટાઇબ્રિંગ મુજબ ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે શાંતિ સમજૂતી કરાવવામાં ટ્રમ્પની ભૂમિકા મહત્ત્વની રહી છે.

સમાચાર સંસ્થા ANI મુજબ 2018માં પણ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને આ પુરસ્કાર માટે નામાંકિત કર્યા હતા.

ટાઇબ્રિંગે કહ્યું કે “ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિઓનો 39 વર્ષથી ચાલતો આવ્યો ચીલો કાપ્યો છે જેમાં અમેરિકાએ યુદ્ધમાં શરૂ કર્યું છે અથવા કોઈ આંતરરાષ્ટ્રીય સંઘર્ષમાં ઝંપલાવ્યું છે. આની પહેલા નોબેલ શાંત પુરસ્કાર વિજેતા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમ કાર્ટરની પણ આ જ ઉપલબ્ધિ હતી.”

ડોનાલ્ડ ટ્રમ્પને પણ લાગે છે કે ગયા વર્ષે નોબેલ પુરસ્કાર માટે તેમની અવગણના કરવામાં આવી હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો