રશિયા-યુક્રેન યુદ્ધ : લવિવમાં રશિયાના હુમલાથી સાત લોકોનાં મૃત્યુ, જુઓ યુદ્ધની તસવીરો...

યુક્રેને રશિયાનું યુદ્ધજહાજ મૉસ્કવા પર હુમલો કરવાનો દાવો કર્યો હતો. જ્યાર બાદથી રશિયાએ પોતાના હુમલાની તીવ્રતા વધારી દીધી છે. એવામાં સોમવારે સવારે યુક્રેનિયન શહેર લવિવમાં થયેલા હુમલામાં સાત લોકોના મૃત્યુ પામ્યા છે.

સોમવારે સવારથી રશિયાએ કિએવના લવિવ શહેર પર હુમલા શરૂ કર્યા છે. યુક્રેનિયન સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં અત્યાર સુધી સાત લોકોના મૃત્યુ થયા છે.

ઇમેજ સ્રોત, Joe Raedle via Getty Images

ઇમેજ કૅપ્શન, સોમવારે સવારથી રશિયાએ કિએવના લવિવ શહેર પર હુમલા શરૂ કર્યા છે. યુક્રેનિયન સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં અત્યાર સુધી સાત લોકોનાં મૃત્યુ થયાં છે.
રશિયાના રૉકેટ હુમલાથી કિએવમાં એક રહેણાક ઈમારતમાં આગ લાગી હતી. મોડીરાત્રે લાગેલી આગને ફાયરબ્રિગેડ દ્વારા કાબૂમાં લેવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Chris McGrath via Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયાના રૉકેટ હુમલાથી કિએવમાં એક રહેણાક ઇમારતમાં આગ લાગી હતી. મોડીરાત્રે લાગેલી આગને ફાયરબ્રિગેડ દ્વારા કાબૂમાં લેવામાં આવી હતી.
લવિવમાં આવેલ પેટ્રોલ-ડીઝલના વૅરહાઉસ પર રશિયાએ હવાઈ હુમલો કર્યો હતો. જેના પગલે લાગેલી આગ દૂરથી પણ જોઈ શકાય તેમ હતી.

ઇમેજ સ્રોત, Joe Raedle via Getty Images

ઇમેજ કૅપ્શન, લવિવમાં આવેલ પેટ્રોલ-ડીઝલના વૅરહાઉસ પર રશિયાએ હવાઈ હુમલો કર્યો હતો. જેના પગલે લાગેલી આગ દૂરથી પણ જોઈ શકાય તેમ હતી.
યુક્રેનના બોરોડિઆન્કા શહેરમાં આવેલી આ ઈમારત રશિયાના રૉકેટથી ભયંકર રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે.

ઇમેજ સ્રોત, Anastasia Vlasova via Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનના બોરોડિઆન્કા શહેરમાં આવેલી આ ઇમારત રશિયાના રૉકેટથી ભયંકર રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે.
રશિયન સેનાને બોરોડિઆન્કા શહેરમાં પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો. યુક્રેનિયન સૈનિકોએ રશિયન સેનાનું વાહન સળગાવી દીધું હતું.

ઇમેજ સ્રોત, Anastasia Vlasova via Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયન સેનાને બોરોડિઆન્કા શહેરમાં પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો. યુક્રેનિયન સૈનિકોએ રશિયન સેનાનું વાહન સળગાવી દીધું હતું.
યુક્રેનના લવિવ શહેરમાં મિસાઇલ હુમલા બાદ નીકળી રહેલો ધુમાડો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, યુક્રેનના લવિવ શહેરમાં મિસાઇલ હુમલા બાદ નીકળી રહેલો ધુમાડો
મારિયુપોલમાંથી લોકોને બહાર કાઢતી વખતે એક બાળકી બસમાંથી બહાર જોઈ રહી હતી. છેલ્લા બે દિવસથી માનવીય કૉરિડોર દ્વારા એક પણ વ્યક્તિને બહાર કાઢી શકાઈ નથી.

ઇમેજ સ્રોત, Chris McGrath via Getty Images

ઇમેજ કૅપ્શન, મારિયુપોલમાંથી લોકોને બહાર કાઢતી વખતે એક બાળકી બસમાંથી બહાર જોઈ રહી હતી. છેલ્લા બે દિવસથી માનવીય કૉરિડોર દ્વારા એક પણ વ્યક્તિને બહાર કાઢી શકાઈ નથી.
યુક્રેનના સહયોગમાં લંડનમાં એક રેલી યોજવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

ઇમેજ સ્રોત, Hollie Adams via Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનના સહયોગમાં લંડનમાં એક રેલી યોજવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
લંડનમાં યોજાયેલી રેલીમાં લોકો પ્લેકાર્ડ અને યુક્રેનના ધ્વજ સાથે જોવા મળ્યા હતા. લોકોએ યુદ્ધ બંધ કરવા અપીલ કરી હતી.

ઇમેજ સ્રોત, Hollie Adams via Getty Images

ઇમેજ કૅપ્શન, લંડનમાં યોજાયેલી રેલીમાં લોકો પ્લેકાર્ડ અને યુક્રેનના ધ્વજ સાથે જોવા મળ્યા હતા. લોકોએ યુદ્ધ બંધ કરવા અપીલ કરી હતી.
ઐતિહાસિક ધરોહરોને રશિયાનાના હુમલાથી બચાવવા માટે યુક્રેન દ્વારા તેમને વિવિધ રીતે ઢાંકવામાં આવી રહ્યાં છે. સ્થાનિકો તારાસ શૅવચેન્કોની મૂર્તિને ઢાંકી રહ્યાં છે.

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, ઐતિહાસિક ધરોહરોને રશિયાનાના હુમલાથી બચાવવા માટે યુક્રેન દ્વારા તેમને વિવિધ રીતે ઢાંકવામાં આવી રહ્યાં છે. સ્થાનિકો તારાસ શૅવચેન્કોની મૂર્તિને ઢાંકી રહ્યાં છે.
યુક્રેન દ્વારા સ્મારકોને રેતી ભરેલા કોથળા દ્વારા ઢાંકવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનમાં સ્મારકોને સુરક્ષિત રાખવા માટે ઢાંકવામાં આવ્યાં છે.