એ ગુજરાતી IAS અધિકારીની કહાણી જેઓ ક્યારેક આત્મહત્યાના વિચારો કરતા હતા
અભિનેતા સુશાંતસિંહના અકાળે અવસાનથી દેશમાં આત્મહત્યા અને માનસિક સ્વાસ્થ્ય પર ચર્ચાઓ ચાલી રહી છે.
આત્મહત્યા એ એક ગંભીર સામાજિક-મનોવૈજ્ઞાનિક સમસ્યા છે અને આને માટે મનચિકિત્સકની મદદ લેવી જોઈએ.
જોકે, આપણી આસપાસ એવા અનેક લોકો હોય છે જેઓ આ સમસ્યાનો સામનો કરી કોઈ મુકામ પર પહોંચ્યા હોય છે.
આ કહાણી એક એવી વ્યક્તિની છે જેમને એક સમયે આત્મહત્યાના વિચારો આવતા હતા અને આજે તેઓ એક આઈએએસ અધિકારી છે.
જાણો તેમની આ કહાણી વીડિયોમાં.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો