દિલ્હીમાં Aam Aadmi Party : જીતમાં હનુમાનજીને યાદ કરી કેજરીવાલે ભાજપને જવાબ આપ્યો?

વીડિયો કૅપ્શન, જીતમાં હનુમાનજીને યાદ કરી કેજરીવાલે ભાજપને જવાબ આપ્યો?

દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 63 સીટ પર આગળ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 7 સીટ પર જીત મળી રહી છે.

આ જીત બાદ અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓને કહ્યું, "દિલ્હીના લોકોએ આજે દેશમાં એક નવી રાજનીતિને જન્મ આપ્યો છે."

"જેનું નામ છે કામની રાજનીતિ. દિલ્હીના લોકોએ સંદેશ આપ્યો જે સ્કૂલ, મોહલ્લા ક્લિનિક બનાવશે અને જે 24 કલાક અને સસ્તી વીજળી આપશે. તેને વોટ મળશે."

"આ નવા પ્રકારની રાજનીતિ છે. આ દેશ માટે શુભ બાબત છે. આ રાજનીતિ દેશને 21મી સદીમાં લઈ જશે. આ અમારી ભારતમાતાની જીત છે."

હનુમાન અંગે તેમણે કહ્યું, "આજે મંગળવાર છે. હનુમાનજીનો દિવસ છે. હનુમાનજીએ દિલ્હી પર કૃપા વરસાવી છે. હનુમાનજીનો આભાર"

ઉલ્લેખનીય છે કે દિલ્હી ચૂંટણીના આગલા દિવસે અરવિંદ કેજરીવાલે હનુમાનજીના મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી.

આ અંગે દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું હતું કે કેજરીવાલે હનુમાનજીને અપવિત્ર કરી દીધા.

અરવિંદ કેજરીવાલે એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં હનુમાનચાલીસાનો પાઠ કર્યો હતો અને ભાજપને નકલી હિંદુ ગણાવી હતી.

અમરઉજાલામાં પ્રકાશિત એક ખબર મુજબ કેજરીવાલે કહ્યું કે ભાજપવાળા નકલી હિંદુ છે. એમને હનુમાનચાલીસા નથી આવડતી, ગીતા નથી આવડતી. હું ભાજપને હનુમાનચાલીસા શીખવાડીને જ રહીશ. એનાથી શાંતિ મળે છે, સંયમ આવે છે. હનુમાનચાલીસા વાંચવાથી એમને પણ શાંતિ મળશે.

સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો