ડોલર સામે રૂપિયો નબળો, આપને શું અસર થશે?

વીડિયો કૅપ્શન, ડોલર સામે રૂપિયો નબળો, આપને શું અસર થશે?

અમેરિકન ડોલરના મુકાબલે રૂપિયાની ચાલ સતત બગડી રહી છે. પંદર મહિનાના સૌથી નીચલા સ્તરે રૂપિયો પહોંચ્યો છે અને નિષ્ણાતોનું માનીએ તો રૂપિયાનું સ્તર નજીકના સમયમાં તો સુધરવાનું નથી.

દરેક દેશ પાસે બીજા દેશના ચલણનો ભંડાર હોય છે. જેના થકી તેઓ લેણદેણ કરતા હોય છે. જેને વિદેશી મુદ્રા ભંડાર કહે છે.

વિશ્વમાં નિકાસ થતી મોટાભાગની વસ્તુઓનું મુલ્ય ડોલરમાં ચૂકવાય છે.

શું તમે આ વાંચ્યું?

એટલે જ ડોલરના મુકાબલે રૂપિયાની કિંમતથી ખબર પડે છે કે રૂપિયો મજબૂત છે કે નબળો.

આરબીઆઈ પોતાના ભંડારમાંથી અને વિદેશથી ડોલર ખરીદીને ડોલર સામે લથડતા રૂપિયાને સંભાળી લે છે.

રૂપિયો નબળો કેમ?

સમયે સમયે તેના કારણ બદલાય છે. અત્યારના સમયની વાત કરીએ તો કારણો છે,

  • તેલના વધતા ભાવ. ભારત મોટાભાગની પેટ્રો પેદાશ આયાત કરે છે, જેનું બિલ ડોલરમાં ચૂકવવાનું હોય છે.
  • વિદેશી સંસ્થાગત રોકાણકારોએ એપ્રિલમાં 15 હજાર કરોડ રૂપિયાના શેર વેચ્યા છે અને નફો ડોલરમાં ભેગો કરીને પોતાના દેશ લઈ ગયા.
  • અમેરિકન રોકાણકારો ભારતમાંથી નફો ડોલરમાં લઈ જઈ ત્યાં બોન્ડમાં રોકાણ કરી રહ્યા છે.
  • હાલ ભારત આયાત વધુ અને નિકાસ ઓછી કરે છે.

સામાન્ય માણસ પર કેટલી અસર?

  • કાચા તેલની નિકાસ ઓછી થાય એટલે શાકભાજીથી લઈ બધી ખાવા-પીવાની વસ્તુ મોંઘી બને.
  • ડોલરમાં થનારું પેમેન્ટ ભારેખમ આવે.
  • વિદેશમાં ફરવાનું મોંઘુ થઈ જાય.
  • વિદેશમાં બાળકોનું શિક્ષણ પણ મોંઘું બને.

રૂપિયાની નબળી હાલતથી ભારતને ફાયદો?

નિકાસમાં તો કમાણી જ છે. કેમકે પેમેન્ટ ડોલરમાં મળે છે. તેનું રૂપિયામાં કન્વર્ઝનથી ફાયદો જ ફાયદો થાય છે.

જે આઈટી અને ફાર્મા કંપની પોતાની પ્રોડક્ટ વિદેશોમાં વેચે છે તેમને ઘણો ફાયદો થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો