You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવા નાણાકીય વર્ષમાં તમારા કામના મહત્ત્વના 10 ફેરફારો
એપ્રિલ મહિનાની શરૂઆત થતાં જ નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે. આ નવા નાણાકીય વર્ષમાં એવા પણ કેટલાક ફેરફારો આવ્યા છે જે તમારાં આર્થિક આયોજનોને અસર કરશે. તો જાણો એ દસ મહત્ત્વના ફેરફારો કે જે તમને આથિક મામલે નિર્ણયો લેવામાં મદદરૂપ બની શકે.
- હવે કુલ વાર્ષિક પગારમાંથી 40 હજાર રૂપિયા ઘટાડીને બચતી રકમ પર ટેક્સ આપવો પડશે. આ કપાત ટ્રાન્સપોર્ટ અલાઉન્સ અને મેડિકલ રિઅમ્બર્સમેન્ટની જગ્યાએ મળશે.
- ઇન્કમ ટેક્સ પર હવે 4 ટકા સેસ આપવો પડશે, જે પહેલા 3 ટકા હતો.
- શેર અને મ્યુચ્યુઅલ ફંડના નફા પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે.
- એક વર્ષથી વધારેની સિંગલ પ્રીમિયમ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી પર વીમાની અવધિના રેશિયોમાં છૂટ આપવામાં આવી છે.
- હવે નોકરી કરનારાઓની જેમ હવે બીજા ગ્રાહકોને એનપીએસમાંથી જાતે બહાર આવવા પર કે તેની અવધિ પૂરા થવા પર મળનારી રકમના 40 ટકા પર ટેક્સ નહીં લાગે.
- જો આઈટીઆર નહીં ભરવામાં આવે તો દંડ લાગશે.
- વરિષ્ઠ નાગરિકોને વ્યાજથી મળતી આવકમાં 50 હજાર રૂ. સુધીની રકમ પર ટેક્સમાંથી છૂટ મળશે.
- વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર 50 હજાર રૂ.ની ટેક્સ છૂટ મળશે.
- વરિષ્ઠ નાગરિકોના એક લાખ રૂપિયા સુધીના મેડિકલ ખર્ચ પર ટેક્સ નહીં લાગે.
- પ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને ચોક્કસપણે પંદર લાખ રૂપિયા સુધીની રકમ પર વ્યાજ મળશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો